chapter 24

ધોરણ 10 | విષય: Gujarati

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B) રેવાળ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D) આંબા પટેલ
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :

સાચો જવાબ: આ વાત આંબા પટેલ તેમના પત્ની (ગણેશની બા) ને કહે છે, જ્યારે તેમના પત્ની તેમને અહુરવેળાએ (મોડી સાંજે) મણાર ગામ જતાં રોકે છે ત્યારે.

સાચો જવાબ: આ વાક્ય આંબા પટેલ બોલે છે.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :

સાચો જવાબ: આંબા પટેલના મામાએ મણાર ગામથી ખાસ માણસ મોકલીને તાકીદનો સંદેશો (સંધેવો) કહેવડાવ્યો હતો કે, "જે કામ કરતા હોય ઈ પડતા મૂકીને મણાર આવીને રોટલા શિરાવજો." મામાનો આવો અણધાર્યો અને જરૂરી સંદેશો સાંભળીને કોઈ નવી-જૂની થઈ હોવાના વિચારો આવતાં આંબા પટેલને મણાર જવું પડ્યું. (ત્યાં જઈને ખબર પડી કે મામાએ તેમની જુવાન દીકરીના સંબંધ બાબતે ભલામણ કરવા તેમને તેડાવ્યા હતા).

સાચો જવાબ: આંબા પટેલે જ્યારે શેત્રુંજી નદીના ઘોડાપૂરમાં ઘોડી મૂકી ત્યારે ઘોડી તો કિનારે પહોંચી ગઈ, પણ પૂરના ભારે તાણને કારણે આંબા પટેલ પાણીના વહેણમાં તણાઈ ગયા અને હરેરી (થાકી) ગયા હતા. એ સમયે જાતવાન ઘોડી કળી ગઈ કે તેનો ધણી પાણીમાં રહી ગયો છે. તે તરત જ નદીના પૂરમાં પાછી ખાબકી અને સડસડાટ આંબા પટેલ પાસે પહોંચી ગઈ. આંબા પટેલ ઘોડીને ગળે વળગી ગયા અને ચતુર ઘોડીએ મહામુસીબતે પાણી કાપીને પોતાના માલિકને સલામત બહાર કાઢી જીવનદાન આપ્યું.
4. નીચેના પ્રશ્નનો સાત-આઠ લીટીમાં જવાબ આપો :

સાચો જવાબ:


  • ‘ઘોડીની સ્વામીભક્તિ’ લોકકથામાં ઢેલ ઘોડીની ખાનદાની અને અજોડ વફાદારીના દર્શન થાય છે. આંબા પટેલે તેને પંડના દીકરાની જેમ જીવની જેમ ઉછેરી હતી, જેનું ઋણ ઘોડીએ કટોકટીના સમયે ચૂકવ્યું. જ્યારે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું ત્યારે આંબા પટેલના એક જ ઈશારે ઢેલ મોતના મુખમાં કૂદી પડી. પાણીના પ્રચંડ પ્રવાહ સામે લડીને તે નદીના કાંઠે તો પહોંચી ગઈ, પરંતુ કાંઠે પગ મૂકતા જ તેને સમજાયું કે તેનો ધણી (માલિક) પીઠ પર નથી અને પાછળ પૂરના વહેણમાં તણાઈ રહ્યો છે. પોતાના જીવની પરવા કર્યા વિના, ક્ષણનોય વિલંબ કર્યા વિના તે ફરીથી એ ભયાનક પૂરમાં ખાબકી. પાણીના વહેણ સામે ઝીંક ઝીલી તે આંબા પટેલ પાસે પહોંચી અને તેમને પોતાની પીઠ પર સવાર કરી મહામુસીબતે કાંઠે લાવી. ઘોડીએ પોતાના પ્રાણ દાવ પર લગાવીને માલિકના ‘જીવતરના દાન’ દીધા અને પટલાણીનો ચૂડલો અમર રાખ્યો. આમ, મુકે પશુ હોવા છતાં ઢેલે ઉચ્ચ કોટિની સ્વામીભક્તિ, વફાદારી અને ખાનદાની દાખવી.














 
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```