સાચો જવાબ:
ભાવરૂપ વર્ણન: આ પંક્તિનો અર્થ "કોઈ પણ માણસ દુઃખી ન થાય" એવો થાય છે. તે આપણી ભારતીય સંસ્કૃતિની ઉદાર અને કલ્યાણકારી ભાવના દર્શાવે છે. અહીં ઋષિ માત્ર પોતાના સ્વાર્થ માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વના પ્રાણીમાત્રના સુખની કામના કરે છે. કવિ ઈચ્છે છે કે સંસારમાં કોઈ પણ મનુષ્યને ગરીબી, બીમારી કે કોઈ પણ પ્રકારનું કષ્ટ ન ભોગવવું પડે. જ્યારે સમાજનો દરેક વ્યક્તિ સુખી અને સંતોષી હશે, ત્યારે જ સાચા અર્થમાં શાંતિપૂર્ણ વિશ્વનું નિર્માણ થઈ શકશે.