chapter 7

ધોરણ 10 | విષય: Science

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B) યીસ્ટ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C) શુક્રવાહિકા

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D) પરાગરજ

સાચો જવાબ:

લિંગી પ્રજનનના મુખ્ય લાભો નીચે મુજબ છે:





  • વધુ ભિન્નતા: લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવો (નર અને માદા) માંથી મેળવેલ DNA સંયોજિત થાય છે. આથી સંતતિમાં નવી ભિન્નતાઓની ભાત ઉત્પન્ન થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં સંતતિ પિતૃને લગભગ સમાન હોય છે.




  • ઉત્ક્રાંતિમાં મદદરૂપ: પ્રજનન દરમિયાન એકત્રિત થતી ભિન્નતાઓ લાંબા ગાળે નવી જાતિઓના વિકાસ એટલે કે ઉત્ક્રાંતિ માટેનો મુખ્ય આધાર બને છે.




  • અસ્તિત્વ ટકાવી રાખવું: પર્યાવરણના પ્રતિકૂળ ફેરફારો (જેવા કે તાપમાનનો વધારો, વૈશ્વિક ઉષ્મીકરણ) સામે ભિન્નતા ધરાવતા સજીવો સરળતાથી જીવિત રહી શકે છે. આથી જાતિનું અસ્તિત્વ જોખમાતું નથી.




સાચો જવાબ:

માનવ શરીરમાં શુક્રપિંડના બે મુખ્ય કાર્યો છે:





  • શુક્રકોષોનું નિર્માણ: નર પ્રજનનકોષ અથવા શુક્રકોષોનું ઉત્પાદન કરવાનું મુખ્ય કાર્ય શુક્રપિંડ કરે છે.




  • ટેસ્ટોસ્ટેરોનનો સ્રાવ: તે નર જાતીય અંતઃસ્રાવ 'ટેસ્ટોસ્ટેરોન' ઉત્પન્ન કરે છે, જે શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ કરે છે અને છોકરાઓમાં યુવાવસ્થાના લક્ષણો (જેવા કે દાઢી-મૂછ ઊગવી, અવાજ ઘેરો થવો) નું પણ નિયંત્રણ કરે છે.




સાચો જવાબ:


  • સ્ત્રીના શરીરમાં અંડાશય પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે. આથી ફલિત અંડકોષ (ગર્ભ) ને ગ્રહણ કરવા માટે ગર્ભાશયની અંતઃદીવાલ દર મહિને માંસલ અને જાડી બને છે, જેમાં પુષ્કળ રુધિરપ્રવાહ હોય છે.




  • પરંતુ જ્યારે મુક્ત થયેલા અંડકોષનું શુક્રકોષ દ્વારા ફલન થતું નથી, ત્યારે ગર્ભાશયની આ અંદરની દીવાલ (આવરણ) ની કોઈ જરૂરિયાત રહેતી નથી.




  • આથી આ જાડું આવરણ ધીરે-ધીરે તૂટી જાય છે




  • સ્ત્રીના શરીરમાં અંડાશય પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે. આથી ફલિત અંડકોષ (ગર્ભ) ને ગ્રહણ કરવા માટે ગર્ભાશયની અંતઃદીવાલ દર મહિને માંસલ અને જાડી બને છે, જેમાં પુષ્કળ રુધિરપ્રવાહ હોય છે.




  • પરંતુ જ્યારે મુક્ત થયેલા અંડકોષનું શુક્રકોષ દ્વારા ફલન થતું નથી, ત્યારે ગર્ભાશયની આ અંદરની દીવાલ (આવરણ) ની કોઈ જરૂરિયાત રહેતી નથી.




  • આથી આ જાડું આવરણ ધીરે-ધીરે તૂટી જાય છે અને યોનિમાર્ગમાંથી રુધિર તેમજ શ્લેષ્મના રૂપે શરીરમાંથી બહાર નીકળે છે. આ ચક્રને ઋતુસ્રાવ, રજોધર્મ કે માસિક સ્રાવ કહે છે.




  • અને યોનિમાર્ગમાંથી રુધિર તેમજ શ્લેષ્મના રૂપે શરીરમાંથી બહાર નીકળે સ્રાવ કહે છે.છે. આ ચક્રને ઋતુસ્રાવ, રજોધર્મ કે માસિક




સાચો જવાબ:

પુષ્પના આયામ છેદની નામનિર્દેશિત આકૃતિ


સાચો જવાબ:

: ગર્ભધારણ રોકવા માટેની મુખ્ય ચાર રીતો ઉપલબ્ધ છે:





  • (૧) યાંત્રિક અવરોધ: શુક્રકોષને અંડકોષ સુધી પહોંચતા અટકાવવા માટે પુરુષ દ્વારા નિરોધ (Condom) અથવા સ્ત્રી દ્વારા યોનિમાં રાખી શકાય તેવા સાધનોનો ઉપયોગ થાય છે.




  • (૨) રાસાયણિક પદ્ધતિ (દવાઓ): અંતઃસ્રાવોના સંતુલનમાં પરિવર્તન લાવતી ગર્ભનિરોધક ગોળીઓ લેવામાં આવે છે, જેનાથી અંડકોષપાત થતો નથી અને ફલન રોકી શકાય છે.




  • (૩) ગર્ભાશયના સાધનો: ગર્ભાશયની અંદર આંકડી (Loop) કે કૉપર-T (Copper-T) સ્થાપિત કરીને ગર્ભધારણ અટકાવી શકાય છે.




  • (૪) શસ્ત્રક્રિયા (Surgery): પુરુષની શુક્રવાહિનીઓને અવરોધીને (વાઝેક્ટોમી) અથવા સ્ત્રીની અંડવાહિની (ફેલોપિયન નલિકા) ને અવરોધીને (ટ્યુબેક્ટોમી) કાયમી ધોરણે ફલન અટકાવી શકાય છે.




સાચો જવાબ:
























લક્ષણ એકકોષીય સજીવ બહુકોષીય સજીવ
પદ્ધતિની સરળતા પ્રજનનની પદ્ધતિ અત્યંત સરળ હોય છે. પ્રજનનની પદ્ધતિ જટિલ હોય છે.
મુખ્ય રીતો સામાન્ય રીતે કોષવિભાજન, દ્વિભાજન કે બહુભાજન (અલિંગી) દ્વારા પ્રજનન થાય છે. અવખંડન, વાનસ્પતિક પ્રજનન અથવા જટિલ લિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે છે.
કોષોની સંરચના માત્ર એક જ કોષ વિભાજિત થઈને નવા સજીવો બનાવે છે. પેશી અને અંગોની જટિલ ગોઠવણી હોવાથી વિશિષ્ટ પ્રજનન કોષો (જન્યુઓ) ભાગ લે છે.

સાચો જવાબ: પૃથ્વી પર સજીવોના જન્મની સામે મૃત્યુ નિશ્ચિત છે. જો કોઈ જાતિના સજીવો પ્રજનન ન કરે, તો સમય જતાં તેમના મૃત્યુ પછી તે જાતિ લુપ્ત થઈ જાય. પ્રજનન દ્વારા સજીવો પોતાના જેવા જ નવા સજીવો સતત ઉમેરતા રહે છે. વળી, પ્રજનન દરમિયાન થતી DNA પ્રતિકૃતિ સજીવના શારીરિક બંધારણને જાળવી રાખે છે, જે તેમને વસવાટને અનુકૂળ બનાવે છે. આમ, પેઢી દર પેઢી જીવસાતત્ય અને વસ્તીનું સ્થાયીત્વ જાળવી રાખવા માટે પ્રજનન અનિવાર્ય છે.

સાચો જવાબ:

ગર્ભનિરોધક સાધનો અપનાવવા પાછળના મુખ્ય કારણો આ મુજબ છે:





  • અવાંછિત ગર્ભધારણથી બચવા: જો સ્ત્રી શારીરિક કે માનસિક રીતે ગર્ભધારણ માટે તૈયાર ન હોય, તો તેના સ્વાસ્થ્યને વિપરીત અસરથી બચાવવા.




  • જાતીય રોગોથી રક્ષણ: સંવનન દરમિયાન સંક્રમિત થતા જીવાણુજન્ય રોગો (સિફિલીસ, ગોનોરિયા) તેમજ વાયરસજન્ય ગંભીર રોગો (HIV-AIDS) ના સંક્રમણને અટકાવવા (જેમ કે નિરોધનો ઉપયોગ).




  • બાળકો વચ્ચે યોગ્ય અંતર: બે બાળકોના જન્મ વચ્ચે યોગ્ય સમયગાળો (અંતર) રાખવા માટે, જેથી માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સારું રહે.




  • વસ્તી નિયંત્રણ: કુટુંબ નિયોજન અને દેશની વસ્તીવૃદ્ધિના દરને નિયંત્રિત કરવા માટે.




```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```