chapter 21

ધોરણ 10 | విષય: SocialScience

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:

સાચો જવાબ:

સંયુક્ત રાષ્ટ્રો (UN) ના બાળ અધિકારોના ઘોષણાપત્રને આધારે ભારતીય બંધારણમાં નીચે મુજબના બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે:





  1. જીવન જીવવાનો અધિકાર: જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના પ્રત્યેક બાળકને જન્મજાત જીવન જીવવાનો અધિકાર છે.




  2. પાલન-પોષણનો અધિકાર: માતા-પિતા દ્વારા બાળકનું યોગ્ય રીતે પાલન-પોષણ થાય અને ખાસ કારણ વિના બાળકને તેનાં માતા-પિતાથી અલગ કરી શકાય નહીં.




  3. શિક્ષણનો અધિકાર: વ્યક્તિત્વના વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે.




  4. રમતગમત અને મનોરંજન: વયકક્ષા અનુરૂપ રમતગમત અને આનંદી જીવન જીવવાનો અધિકાર.




  5. ધાર્મિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતા: પોતાના અંતઃકરણ મુજબ ધર્મ પાળવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર.




  6. શોષણ સામે રક્ષણ: શારીરિક-માનસિક શોષણ, અત્યાચાર, શિક્ષા, દંડ કે અમાનવીય યાતનાઓ સામે રક્ષણ મેળવવાનો અધિકાર.




  7. સામાજિક સુરક્ષા: સામાજિક સુરક્ષા દ્વારા તંદુરસ્ત જીવનધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર.




સાચો જવાબ:


  • વૃદ્ધોની સમસ્યાઓ:





    • વૈદકીય સવલતો વધતાં સરેરાશ આયુષ્ય વધ્યું છે, પરંતુ પશ્ચિમી સંસ્કૃતિ અને વિભક્ત કુટુંબભાવનાને કારણે વૃદ્ધોની સામાજિક અને શારીરિક સમસ્યાઓ વધી છે.




    • સંતાનો દ્વારા ઉપેક્ષા, આર્થિક મદદ કે લાગણીશૂન્ય વર્તનને કારણે વૃદ્ધોને ‘વૃદ્ધાશ્રમો’ (ઘરડાંઘર) માં રહેવાની ફરજ પડે છે.






  • રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ:





    1. રાષ્ટ્રીય નીતિ (1999): વૃદ્ધોને પેન્શન અને આર્થિક સહાય (દા.ત. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, અટલ પેન્શન યોજના).




    2. મુસાફરી અને ડિપોઝિટ રાહત: બસ, રેલવે કે હવાઈ ટિકિટમાં 30% થી 50% સુધી રાહત તેમજ બેંક/પોસ્ટ ડિપોઝિટ પર વધુ વ્યાજ.




    3. ઘરડાંઘરોની સ્થાપના: પ્રત્યેક જિલ્લામાં સુવિધાયુક્ત ઘરડાંઘર અને બગીચા.




    4. માતા-પિતા અને સિનિયર સિટિઝન્સ કલ્યાણ કાયદો (2007): વૃદ્ધોને હેરાન કરતા સંતાનોને સજા/દંડ અને કાયદેસર રીતે ભરણપોષણ મેળવવાનો અધિકાર.






સાચો જવાબ:


  • હેતુઓ: વહીવટમાં પારદર્શિતા, સ્વચ્છતા અને ઝડપ લાવવી તેમજ ભ્રષ્ટાચાર નાબૂદ કરી પ્રજાકીય સહયોગ મેળવવો.




  • માહિતી મેળવવાની પ્રક્રિયા:





    1. અરજી પદ્ધતિ: અરજદારે નિયત નમૂનામાં ₹20 ની ફી (રોકડ, પોસ્ટલ ઓર્ડર કે સ્ટેમ્પ) સાથે સ્વહસ્તાક્ષર, ટાઈપ કે ઈ-મેઈલથી અરજી કરવાની રહેશે. (BPL પરિવાર માટે ફી માફી છે).




    2. પહોંચ અને ID: APIO અરજી સ્વીકારીને ID નંબર આપી પહોંચ આપશે.




    3. સમયમર્યાદા: અરજી મળ્યાના 30 દિવસમાં માહિતીનો નિકાલ કરવાનો રહેશે.




    4. અપીલની જોગવાઈ: 30 દિવસમાં માહિતી ન મળે કે ઇન્કાર થાય તો PIO ને 30 દિવસમાં પ્રથમ અપીલ અને ત્યારબાદ 90 દિવસમાં રાજ્ય મુખ્ય માહિતી અધિકારીને બીજી અપીલ કરી શકાય છે.






સાચો જવાબ:

RTE - 2009 (ગુજરાતમાં 2012) ની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે:





  1. ઉંમર અને પ્રવેશ: 6 થી 14 વર્ષના દરેક બાળકને નજીકની શાળામાં વિનામૂલ્યે પ્રવેશ. જન્મના દાખલા વગર પણ પ્રવેશ આપી શકાય.




  2. ફી અને કેપિટેશન પર મનાઈ: પ્રવેશ સમયે કોઈ કેપિટેશન ફી, દાન કે ડિપોઝિટ લઈ શકાશે નહીં.




  3. ઇન્ટરવ્યૂ કે ટેસ્ટ પર પ્રતિબંધ: બાળક કે વાલીનો ઇન્ટરવ્યૂ કે પ્રવેશ પરીક્ષા લઈ શકાશે નહીં.




  4. ગરીબ વર્ગ માટે 25% અનામત: BPL અને નબળા વર્ગો (SC/ST) ના બાળકો માટે ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1 માં 25% બેઠકો અનામત.




  5. ટ્યુશન પર પ્રતિબંધ: શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન કરી શકશે નહીં.




સાચો જવાબ:


  1. ‘મા અન્નપૂર્ણા યોજના’: અંત્યોદય કુટુંબોને પ્રતિમાસ 35 કિગ્રા અનાજ મફત તેમજ ગરીબ/મધ્યમ વર્ગને રાહતદરે અનાજ.




  2. રાહત દર: ઘઉં ₹2.00/કિગ્રા, ચોખા ₹3.00/કિગ્રા અને જાડું અનાજ ₹1.00/કિગ્રા.




  3. પ્રસૂતિ સહાય: ગર્ભવતી અને ધાત્રી માતાઓને ₹6000 ની આર્થિક સહાય.




  4. અન્ય વિતરણ: દર માસે ખાંડ, મીઠું, કેરોસીન અને વર્ષમાં બે વાર ખાદ્યતેલ રાહતદરે.




  5. PDS માં સુધારા: ભ્રષ્ટાચાર રોકવા બાયોમેટ્રિક ઓળખ, બારકોડેડ રેશનકાર્ડ, અન્નકૂપન અને 'રાજ્ય અન્ન આયોગ' ની રચના.




સાચો જવાબ:


  1. ‘મા અન્નપૂર્ણા યોજના’: અંત્યોદય કુટુંબોને પ્રતિમાસ 35 કિગ્રા અનાજ મફત તેમજ ગરીબ/મધ્યમ વર્ગને રાહતદરે અનાજ.




  2. રાહત દર: ઘઉં ₹2.00/કિગ્રા, ચોખા ₹3.00/કિગ્રા અને જાડું અનાજ ₹1.00/કિગ્રા.




  3. પ્રસૂતિ સહાય: ગર્ભવતી અને ધાત્રી માતાઓને ₹6000 ની આર્થિક સહાય.




  4. અન્ય વિતરણ: દર માસે ખાંડ, મીઠું, કેરોસીન અને વર્ષમાં બે વાર ખાદ્યતેલ રાહતદરે.




  5. PDS માં સુધારા: ભ્રષ્ટાચાર રોકવા બાયોમેટ્રિક ઓળખ, બારકોડેડ રેશનકાર્ડ, અન્નકૂપન અને 'રાજ્ય અન્ન આયોગ' ની રચના.




સાચો જવાબ:


  1. સમાન તક: શિક્ષણ, રમતગમત અને શાળાકીય પ્રવૃત્તિઓમાં સમાન તક અને ભેદભાવ મુક્ત વાતાવરણ.




  2. ભૌતિક સુવિધાઓ: શાળામાં ઢાળવાળા રેમ્પ, સરળ શૌચાલય અને ફર્નિચર.




  3. મફત શિક્ષણ: 18 વર્ષની વય સુધી મફત શિક્ષણ અને વિશિષ્ટ સાધનો (બ્રેઈલ લિપિ, શ્રવણયંત્ર, વ્હીલચેર).




  4. પરીક્ષામાં સવલતો: ફી માફી, 20% પાસિંગ ધોરણ, લહિયાની સવલત, 3 કલાકના પેપરમાં 30 મિનિટનો વધારાનો સમય.




  5. અનામત: ઉચ્ચ શિક્ષણમાં 5% અનામત અને સરકારી/ખાનગી નોકરીઓમાં 4% અનામત.




2. . નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:

સાચો જવાબ: સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળોમાં પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત શિક્ષણનો વ્યાપ, આધુનિક તકનીકી ઉપકરણો, સમૂહ માધ્યમો, ભૌતિક સુવિધાઓનો વિસ્તાર અને કાયદાકીય સુધારાઓ પણ સામાજિક પરિવર્તન લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

સાચો જવાબ:


  1. નાગરિક કાયદાનો ભંગ કે ગુનો કરતા અટકે અને શિક્ષા/દંડથી બચી શકે.




  2. શોષણ અને અન્યાય સામે લડવા કાયદેસરના પગલાંનું માર્ગદર્શન મળે.




  3. બંધારણીય હક્કો અને વ્યક્તિગત હિતોનું રક્ષણ કરી શકે.




  4. કાયદાથી અજ્ઞાન હોવાના બહાના હેઠળ સજામાંથી માફી મળતી નથી.




સાચો જવાબ: રાષ્ટ્રના વિકાસનો આધાર તેના બાળકોની સુરક્ષા, શિક્ષણ અને સંસ્કારો પર રહેલો છે. શિક્ષિત અને સક્ષમ બાળક ભવિષ્યમાં દેશનો જવાબદાર અને ઉત્પાદક નાગરિક બને છે. જો બાળપણથી જ તેમનું શોષણ અટકે અને સર્વાંગી વિકાસ થાય તો જ દેશનો આર્થિક અને સામાજિક વિકાસ શક્ય બને છે.

સાચો જવાબ:


  1. કેન્દ્રીય લાંચરૂશ્વત વિરોધી બ્યૂરો (ACB - 1964): ભ્રષ્ટાચારીઓને રંગેહાથ પકડવા ટ્રેપ ગોઠવે છે. (ટોલ-ફ્રી નં. 1800 2334 4444).




  2. ભ્રષ્ટાચાર વિરોધી કાયદો (1988): જાહેર સેવકો માટે સંપત્તિ જાહેર કરવી ફરજિયાત.




  3. માહિતી અધિકાર (RTI - 2005): વહીવટ પારદર્શક બનાવવા.




  4. બ્લેકમની એક્ટ, FEMA અને મની લોન્ડરિંગ એક્ટ: કાળું નાણું અને ભ્રષ્ટાચાર રોકવા લોકપાલ/લોકાયુક્તની નિમણૂક.




સાચો જવાબ:


  1. દેશની વધતી વસ્તી માટે સસ્તા દરે ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવું.




  2. બાળકો અને મહિલાઓમાં કુપોષણની સમસ્યા દૂર કરવી.




  3. જાહેર વિતરણ પ્રણાલી (PDS) ને પારદર્શક બનાવવી.




  4. BPL અને અગ્રિમ કુટુંબોને અન્ન સુરક્ષા આપવી.




સાચો જવાબ:


  • પરીક્ષા ફી માંથી મુક્તિ.




  • પાસ થવા માટે 100 માંથી માત્ર 20 ગુણ (20% પાસિંગ ધોરણ).




  • પેપરમાં 30 મિનિટનો વધારાનો સમય અને લહિયાની (Writer) સુવિધા.




  • દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે બ્રેઈલ લિપિ અને આકૃતિવાળા પ્રશ્નોમાંથી મુક્તિ.




3. . નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:

સાચો જવાબ: બાળશ્રમિકો પુખ્ત શ્રમિકો કરતાં સસ્તા દરે મળે છે; તેઓ અસંગઠિત હોવાથી વિરોધ કરી શકતા નથી; તેમની પાસે ભય કે લાલચ આપીને વધુ કલાક કામ કરાવી શકાય છે અને તેઓ સરળતાથી મળી રહે છે.

સાચો જવાબ: (1) સમાનતાનો અધિકાર (2) સ્વતંત્રતાનો અધિકાર (3) શોષણ વિરોધી અધિકાર (4) ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર (6) બંધારણીય ઈલાજોનો અધિકાર.

સાચો જવાબ: હોટલો, ફેક્ટરીઓ, બાંધકામ, ફટાકડાના જોખમી ઉદ્યોગો, ઈંટોના ભઠ્ઠા, ખેત-મજૂરી, પશુપાલન, ચાની લારીઓ, ઘરનોકર, ભંગાર વીણવો કે ભીખ માંગવી વગેરે.

સાચો જવાબ: ભ્રષ્ટાચારથી સંગ્રહખોરી અને કાળું નાણું પેદા થાય છે. કાળા નાણાંને કારણે બજારમાં ખરીદશક્તિ વધે છે અને વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી થાય છે, જે અંતે ભાવવધારા તરફ દોરી જાય છે.

સાચો જવાબ: અંત્યોદય કુટુંબોને પ્રતિમાસ 35 કિગ્રા અનાજ મફત આપવું અને BPL/મધ્યમ વર્ગને ઘઉં ₹2/કિગ્રા, ચોખા ₹3/કિગ્રા અને જાડું અનાજ ₹1/કિગ્રા ના રાહતદરે આપવું.

સાચો જવાબ: દિવ્યાંગોને સમાન તકો મળે, તેઓ પ્રત્યે કોઈ ભેદભાવ ન રખાય, તેમનું આત્મગૌરવ જળવાય અને તેઓ સમાજના દરેક ક્ષેત્રમાં સક્રિય ભાગીદાર બની શકે તે માટે.
4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો:

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```