ધોરણ 11 | విષય: Account1
એક જ કર: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરોને રદ કરીને સમગ્ર દેશમાં વસ્તુઓ અને સેવાઓ માટે એક જ કર (વસેક - GST) ની વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે.
પૂર્તિ પર કરની વસૂલાત: વસ્તુઓનાં ઉત્પાદન કે વેચાણ કે સેવાઓ પૂરી પાડવાના જૂના સ્થાને હવે વસ્તુઓ અને સેવાઓની "પૂર્તિ" (Supply) પર કર વસૂલ કરવામાં આવે છે.
સરળ કર-વ્યવસ્થા: અગાઉના અનેકવિધ પરોક્ષ વેરાઓ (જેવા કે વેચાણવેરો, આબકારી જકાત, સેવા કર વગેરે) નાબૂદ થવાથી પરોક્ષ કર વ્યવસ્થા ખૂબ જ સરળ બની છે.
બેવડા કર દૂર: વસેકના અમલીકરણથી વેપારીઓ અને ગ્રાહકો માટે અગાઉ ઊભી થતી બેવડા કર ભરવાની સમસ્યા અને જવાબદારી કાયમ માટે દૂર થઈ ગઈ છે.