chapter 1

ધોરણ 11 | విષય: Grahvigan

સાચો જવાબ:


  • સામાન્ય અર્થ: ગૃહજીવન પદ્ધતિસર અને ઉત્તમ રીતે જીવવા માટે આપવામાં આવતું શિક્ષણ એટલે ગૃહવિજ્ઞાન શિક્ષણ.




  • પારંપરિક ખ્યાલ: વ્યવહારિક રીતે ઘર ચલાવવા માટેની પાયાની અને આવશ્યક તાલીમ આપતી શાખા.




  • આધુનિક ખ્યાલ: ગૃહવિજ્ઞાન એ જ્ઞાનની એવી વિશિષ્ટ શાખા છે કે જે માનવીય અને ભૌતિક સાધનસંપત્તિનો મહત્તમ ઉપયોગ કરીને સમૃદ્ધ માનવીય સંબંધો વિકસાવવામાં અને જાળવવામાં સહાય કરે છે. તે કળા, વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો સમન્વય છે, જે કુટુંબના તમામ સભ્યોના વ્યક્તિગત વિકાસ, આર્થિક પગભરતા અને ઉત્કૃષ્ટ જીવનશૈલી માટે ઉપયોગી તાલીમ આપે છે.




સાચો જવાબ:

આધુનિક યુગમાં ગૃહવિજ્ઞાન શિક્ષણનું મહત્ત્વ નીચે મુજબ છે:





  1. વ્યવસાયિક અને આર્થિક તકો: સ્ત્રીઓને માત્ર ગૃહિણી ન રાખતાં ડાયાટિશિયન, શિક્ષક, ટેક્ષટાઇલ ડિઝાઇનર, વિસ્તરણ કાર્યકર તથા સ્વરોજગાર જેવી કારકિર્દી બનાવી આર્થિક રીતે પગભર થવામાં મદદ કરે છે.




  2. સ્ત્રી-પુરુષ સમાનતા: બદલાતા સમયમાં સ્ત્રીઓ આર્થિક પ્રવૃત્તિઓમાં જોડાઈને પુરુષોની સાથે સમાન મોભો અને સ્થાન પ્રાપ્ત કરી શકે છે.




  3. સાધનસંપત્તિ અને સમયનો બચાવ: વિજ્ઞાન અને ટેક્નોલૉજીના સાધનોના વૈજ્ઞાનિક ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે અને કાર્યનું પરિણામ ઉત્તમ મળે છે.




  4. વિભક્ત કુટુંબો માટે ઉપયોગી: સંયુક્ત કુટુંબપ્રથા ઘટીને વિભક્ત કુટુંબો વધતાં ગૃહિણી પર આવતી એકલી જવાબદારીઓનું યોગ્ય સંચાલન કરવામાં મદદરૂપ થાય છે.




  5. જીવનશૈલી અને સંચાલન: બદલાતા સમાજમાં ઉદ્ભવતા પ્રશ્નોના ઉકેલ, આવક મુજબ બજેટ અને ગૃહસંચાલન તથા સમતોલ આહાર મેળવવાની પદ્ધતિઓ શીખવે છે.




સાચો જવાબ:


  • ઘર અને કુટુંબ કેન્દ્રસ્થાને: ગૃહવિજ્ઞાનનું તત્ત્વજ્ઞાન ઘર, કુટુંબની પરંપરાઓ, લાગણીઓ અને સુખાકારી સાથે જોડાયેલું છે. કુટુંબ એ સમાજની સમૃદ્ધિનું માપદંડ છે.




  • બહુભૂમિકાનું શિક્ષણ: તે સ્ત્રીને માત્ર પત્ની કે માતાની ભૂમિકા પૂરતી સીમિત ન રાખતાં એક કર્મચારી, સામાજિક કાર્યકર અને વ્યાવસાયિક વ્યક્તિ તરીકે ઘડે છે.




  • વિજ્ઞાન અને કળાનો સમન્વય: તે આરોગ્ય સુધારણા, બાળવિકાસ, સાધનસંપત્તિનો યોગ્ય ઉપયોગ અને માનવીય સંબંધોની જાળવણી માટે વિજ્ઞાન અને કળાનો સુમેળ સાધે છે.




  • સમાજ અને રાષ્ટ્રનો વિકાસ: ગૃહવિજ્ઞાન શિક્ષણ માત્ર શાળા-કૉલેજની ચાર દીવાલો સુધી સીમિત ન રહેતાં સમાજના દરેક વર્ગ, ગામડાંઓ અને ઝૂંપડપટ્ટી સુધી પહોંચવું જોઈએ, જેથી સમગ્ર રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ થઈ શકે.




સાચો જવાબ:

ગૃહવિજ્ઞાન શિક્ષણના મુખ્ય ધ્યેયો નીચે મુજબ છે:





  1. વિદ્યાર્થિનીઓમાં હકારાત્મક ગુણોનો વિકાસ કરી તેમના વ્યક્તિત્વનો સમતોલ વિકાસ કરવો, જેથી તેઓ તમામ વિષમ પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધી શકે.




  2. વિદ્યાર્થીઓને આદર્શ ગૃહસ્થ, ઉત્તમ ગૃહિણી અને જવાબદાર માતાપિતા તરીકે કાર્ય કરવાની તાલીમ આપવી.




  3. વિદ્યાર્થીઓને વ્યવસાયિક રીતે સક્ષમ બનાવી તેમની કારકિર્દીના વિકાસ માટે તૈયાર કરવા.




  4. વિદ્યાર્થીઓને વ્યવસાયિક પ્રગતિની સાથે આર્થિક રીતે આત્મનિર્ભર (સ્વાવલંબી) બનાવવા.




સાચો જવાબ:

ગૃહવિજ્ઞાન શિક્ષણના સામાન્ય અને વિભાગીય હેતુઓ નીચે પ્રમાણે છે:





  • વ્યક્તિગત વિકાસ: વિદ્યાર્થીઓમાં નિર્ણાયક શક્તિ, તર્કશક્તિ, મૌલિક વિચારશક્તિ અને શારીરિક, માનસિક, આવેગિક તથા સામાજિક વિકાસ સાધવો.




  • કુટુંબજીવનની સુધારણા: વૈજ્ઞાનિક જ્ઞાનના ઉપયોગથી કુટુંબનું જીવનધોરણ ઊંચું લાવવું.




  • રોજગાર અને સંશોધન: વિવિધ ક્ષેત્રોમાં નોકરી/વ્યવસાયની તકો ઊભી કરવી અને ક્ષેત્રીય સંશોધનો કરવાં.




  • આહાર અને પોષણ વિભાગ: યોગ્ય પોષણ અને આહાર દ્વારા કુટુંબના આરોગ્યમાં સુધારો કરવો.




  • ગૃહવ્યવસ્થા વિભાગ: ઉપલબ્ધ ભૌતિક અને માનવીય સાધનસંપત્તિનો મહત્તમ અને યોગ્ય ઉપયોગ કરવો.




  • બાળવિકાસ વિભાગ: બાળકોના સર્વાંગી (શારીરિક, માનસિક, સામાજિક) વિકાસ પર ધ્યાન આપવું.




  • કાપડ અને વસ્ત્ર વિભાગ: વસ્ત્રોની પસંદગી, બનાવટ, જરૂરિયાત અને જાળવણીના કૌશલ્યો વિકસાવવા




```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```