ધોરણ 11 | విષય: Grahvigan
માસિક ધર્મનું બંધ થવું
સવારે ઊબકા અથવા ઊલટી થવી (મોર્નિંગ સીકનેસ)
મૂત્રત્યાગની તીવ્રતા વધી જવી
માનસિક અને સ્વભાવિક પરિવર્તન
સ્તનોમાં પરિવર્તન
ગર્ભ ફરકવાની અનુભૂતિ (ચોથા માસથી)
ઉદર (પેટ) તથા પેઢુ ભાગની વૃદ્ધિ
મોંમાં સ્વાદ બદલાવો અને ખોરાક ન ભાવવો
વધારાની કૅલરી: ગર્ભના પોષણ અને સાચવણી માટે માતાએ સામાન્ય આહાર કરતાં +૩૦૦ કૅલરી વધુ ધરાવતો આહાર લેવો જોઈએ.
પૌષ્ટિક ખોરાક: આહારમાં દૂધ, કઠોળ, બાજરી, બાવટા, તાજાં ફળો, લીલાં શાકભાજી અને રેસાવાળા પદાર્થોનો સમાવેશ કરવો. રાત્રે દૂધ અને કેળાં લેવાં હિતાવહ છે.
લોહતત્વ (Iron): ભારતમાં સ્ત્રીઓમાં લોહીની ઊણપ વધુ જોવા મળતી હોવાથી અનાજ, ગોળ, તેલીબિયાં અને ભાજી જેવા લોહતત્વથી ભરપૂર ખોરાક લેવો.
જમવાની પદ્ધતિ: શરૂઆતના મહિનાઓમાં ઊબકા આવતા હોવાથી એકસાથે વધુ ખાવાને બદલે થોડા થોડા સમયે થોડો ખોરાક લેવો.
છેલ્લા મહિનાઓમાં સાવચેતી: ૭થી ૯ મહિના દરમિયાન માતાનું વજન બહુ વધારે ન વધે તેવો પ્રમાણસર ખોરાક લેવો, જેથી પ્રસૂતિ વખતે મુશ્કેલી ન પડે.
પરહેજી: કેફીનયુક્ત પીણાં (ચા, કૉફી, સોડા), તીખો અને તળેલો ખોરાક, દારૂ, સિગારેટ કે તંબાકુથી દૂર રહેવું.
મહત્વ: યોગ્ય કસરત કરવાથી સ્નાયુઓ કેળવાય છે, લોહીનું ભ્રમણ સુધરે છે, માનસિક શાંતિ મળે છે અને નોર્મલ ડિલિવરી થવાના ચાન્સ વધે છે.
સામાન્ય નિયમો: ડૉક્ટરની સલાહ અને માર્ગદર્શન હેઠળ જ કસરત કરવી. સહેલાઈથી થઈ શકે તેવી કસરતો જ કરવી અને બહુ થાક લાગે તેવું કામ કે કસરત ન કરવી.
કસરતના મુખ્યા પાંચ વિભાગ:
શરીર સમતુલનની કસરત (કરોડરજ્જુ સીધી રાખવી).
રોજિંદા કામકાજ કરવાની કસરત.
સ્નાયુઓ કેળવવાની કસરત.
પ્રાણાયામ અને ધ્યાન (મનની શાંતિ અને શ્વાસોચ્છવાસ માટે).
પ્રસૂતિની પીડા તથા કમરનો દુઃખાવો ઓછો કરે તેવી કસરત.
માતાનું દૂધ (સર્વશ્રેષ્ઠ આહાર): નવજાત શિશુ માટે માતાનું દૂધ સર્વશ્રેષ્ઠ છે. તેમાં બાળકના ઝડપી શારીરિક વૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ પોષકતત્ત્વો યોગ્ય પ્રમાણમાં સમાયેલાં હોય છે.
કોલોસ્ટ્રોમનું મહત્વ: જન્મ પછી માતાના સ્તનમાંથી નીકળતું પીળાશ પડતું ચીકણું પ્રવાહી (કોલોસ્ટ્રોમ) બાળકને આપવું ખૂબ જરૂરી છે. તે બાળકની પાચનશક્તિ વધારે છે, પેટ સાફ લાવે છે અને તેને શરદી, ઉધરસ, ઝાડા, એલર્જી, દમ તથા ચામડીના રોગો સામે રોગપ્રતિકારક રક્ષણ પૂરું પાડે છે.
સ્તનપાનની રીત અને કાળજી:
સ્તનપાન એ શારીરિક અને માનસિક પ્રક્રિયા હોવાથી સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું.
સ્તન અને હાથ સાફ કરીને, શાંત વાતાવરણમાં બેસીને બાળકને પ્રેમથી દૂધ પીવડાવવું.
દૂધ પીવડાવ્યા પછી બાળકને ખભા પર રાખીને પીઠ થપથપાવવી જેથી પેટમાં ગયેલી હવા બહાર નીકળી જાય.
સ્તનપાનનો સમયગાળો અને પૂરક આહાર:
બાળકને ૬ મહિના સુધી માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ.
૪થી ૬ મહિના પછી ધીમે ધીમે ફળોનો રસ (સંતરાનો રસ), દાળનું કે મગનું પાણી અને સૂપ આપી શકાય.
૬ મહિના પછી ભાત, ખીચડી, દલિયો, કેળાં અને બાફેલી શાકભાજી જેવાં નરમ પૌષ્ટિક આહારો ક્રમશઃ આપવાની શરૂઆત કરવી.
૧ વર્ષ પછી જરૂરિયાત મુજબ ઉકાળેલું ગાયનું દૂધ (૧ ભાગ પાણી ઉમેરીને) આપી શકાય.