ધોરણ 11 | విષય: Grahvigan
શિશુ અવસ્થા માટે જરૂરી કપડાં:
ઝભલાં
નાની-મોટી ચડ્ડીઓ અને બાળોતિયાં/ડાયપર
નાની-મોટી ગોદડીઓ અને ઓઢવાની ચાદર/બ્લેન્કેટ
ઊનનાં કપડાં (ટોપી, મોજાં, સ્વેટર)
બાળક માટે કપડાંની પસંદગી કરતી વખતે નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:
કાપડ અને આરામ: કપડાં સુતરાઉ, મુલાયમ, સાદા અને ખૂલતાં (આરામદાયક) હોવા જોઈએ.
ઉંમર અને સાઇઝ: બાળકની ઉંમર અને શરીરને માફક આવે તેવી સાઇઝ કરતાં એક સાઇઝ મોટી ખરીદવી જેથી હલનચલનમાં તકલીફ ન પડે.
રંગ અને ડિઝાઇન: આછા (લાઇટ) અથવા બાળકના મનપસંદ લાલ-પીળા રંગ અને નર્સરી/વાર્તાના ચિત્રોવાળી ડિઝાઇન પસંદ કરવી.
ઋતુ અનુસાર: ઉનાળામાં સુતરાઉ, શિયાળામાં ગરમ/ફલાલિનના અને ચોમાસામાં ઝડપથી સુકાઈ જાય તેવા કપડાં પસંદ કરવા.
સરળતા: સહેલાઈથી પહેરાવી અને કાઢી શકાય (જેમ કે આગળથી ખૂલતા હોય) તેવા કપડાં પસંદ કરવા. બહુ ભડકીલા, ઝરી કે મોટા બટનવાળા કપડાં ન લેવા.
આરોગ્ય (સ્વાસ્થ્ય): વ્યક્તિ માત્ર રોગોથી મુક્ત રહે તેટલું જ નહીં, પરંતુ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ અને સંતુલિત રહે તેને આરોગ્ય કે સ્વાસ્થ્ય કહેવાય છે.
સ્વાસ્થ્યના પ્રકાર: ૧. શારીરિક સ્વાસ્થ્ય ૨. માનસિક સ્વાસ્થ્ય