chapter 14

ધોરણ 11 | విષય: Grahvigan

૧. પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો

સાચો જવાબ: નાના બાળકમાં કોઈ પણ જગ્યાએ ચેપી રોગના જીવાણુથી ચેપ લાગે (જેમ કે શરદી-ઉધરસ, ગળા કે આંતરડાનો સોજો, કાકડા, મેલેરિયા, ટાઈફૉઈડ, ઓરી કે અછબડા વગેરે) ત્યારે અથવા ગરમીના દિવસોમાં વાતાવરણનું તાપમાન વધી જવાથી બાળકને તાવ આવે છે.

સાચો જવાબ: ઓરી એ વાઇરસથી ફેલાતો એક તીવ્ર ચેપી રોગ ગણાય છે.

સાચો જવાબ: થેલેસેમિયા (Thalassemia) એ વારસાગત રોગ છે.

સાચો જવાબ: જ્યારે બાળકના હાથ-પગ ખેંચાય, આંખના ડોળા ઊંચા ચઢી જાય કે ફરી જાય તેને આંચકી (ખેંચ કે તાણ) કહે છે; જે મગજના રોગોનું એક મુખ્ય ચિહ્ન છે.
૨. નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો :

સાચો જવાબ:

કૃમિ નિવારવા માટે નીચે મુજબની સાવચેતી અને ઉપાયો કરવા જોઈએ:





  1. શાકભાજી અને ફળફળાદિ બરાબર ધોઈને જ વાપરવાં.




  2. ભોજન લેતા પહેલાં હાથ-પગ સાબુથી બરાબર ધોવા.




  3. બાળકના નખ નિયમિત કાપવા અને સાફ રાખવા.




  4. બાળકોને ખુલ્લામાં મળત્યાગ ન કરાવવા દેવો તેમજ ખુલ્લા પગે ધૂળ/માટીમાં રમવા ન દેવા (પગરખાં પહેરાવવા).




  5. ઘરના વાસણો માટીથી સાફ ન કરતા સાબુથી કરવા અને બાળકોને માટી ખાતા રોકવા.




  6. બાળકને પીવા માટે ઉકાળેલું પાણી આપવું તેમજ કડવો લીમડો, તુલસી અને વાવડીંગનો ઉપયોગ કરવો. ડૉક્ટરની સલાહ મુજબ યોગ્ય દવા આપવી.




સાચો જવાબ:

ઉટાંટિયા (બી. પરકસીસ જીવાણુથી થતો રોગ) નાં લક્ષણો:





  • ૧ થી ૭ દિવસ: બાળકને ખાંસી, શરદી થાય છે અને કાનની નીચે સોજો આવે છે.




  • ૭મા દિવસ પછી: વારંવાર ખાંસીના હુમલા આવે છે (દિવસ કરતાં રાત્રે હુમલો વધે છે).




  • ખાંસી ખાતી વખતે મોં લાલ થઈ જાય છે અને આંખના ડોળા ઊપસી આવે છે.




  • ઉધરસ ખાધા પછી ગળામાંથી ખાસ પ્રકારનો અવાજ આવે છે અને ઊલટી થાય છે.




  • શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે, ક્યારેક તાણ આવે છે, આંખ લાલ થાય છે તથા જીભ નીચે ચાંદા પડે છે.




  • વધુ ખાંસી આવવાથી ડૂંટી બહાર નીકળી જાય છે કે સારણગાંઠ થઈ આવે છે.




સાચો જવાબ:

થેલેસેમિયા મુખ્યત્વે ૩ પ્રકારના હોય છે:





  1. થેલેસેમિયા ઇન્ટરમીડિયા: જેમાં આલ્ફા અને બીટા બંને ચેઈન થોડા ઘણે અંશે ખામીયુક્ત હોય છે.




  2. થેલેસેમિયા માઇનોર (ટ્રેઇટ): જેમાં હિમોગ્લોબીન બનાવનાર માત્ર એક જ ચેઈન (જીન્સ) ખામીયુક્ત હોય છે. આ વ્યક્તિ સંપૂર્ણ તંદુરસ્ત હોય છે પણ જીન્સની ખામી વારસામાં આપી શકે છે.




  3. થેલેસેમિયા મેજર: જેમાં બંને ચેઈન ખામીયુક્ત હોય છે. બાળક જન્મના ૩ થી ૧૮ મહિનાની અંદર ગંભીર એનીમિયા (લોહીની કમી)થી પીડાય છે અને તેને નિયમિત બહારથી લોહી ચડાવવું પડે છે.




૩. પ્રશ્નોના જવાબ વિસ્તારથી આપો :

સાચો જવાબ:

નાનાં બાળકો સ્વભાવે જિજ્ઞાસુ અને અજાણ હોવાથી ઘરમાં કે બહાર રમતી વખતે વિવિધ અકસ્માતોનો ભોગ બનતાં હોય છે. બાળકની સંભાળ માત્ર પડી ન જાય ત્યાં સુધી સીમિત નથી, પરંતુ વિવિધ અકસ્માતોથી તેનું રક્ષણ કરવું જરૂરી છે.



૧. બાળકોને થતા મુખ્ય અકસ્માતોના પ્રકારો:





  • દાઝી જવું: રસોડામાં ગરમ પાણી, દૂધ, ચા કે બળતા ચૂલા/ગેસને અડી જવાથી અથવા ફટાકડા અને ઈલેક્ટ્રિક સાધનોથી બાળક દાઝી જાય છે.




  • પડી જવું અને વાગવું: ધાબા પરથી, સીડી પરથી, ઊંચા પલંગ કે રમતાં રમતાં લપસી પડવાથી હાડકું ભાંગી જવું કે માથામાં ઈજા થવી.




  • અખાદ્ય કે ઝેરી વસ્તુ ગળી જવી: સિક્કા, બટન, મણકા, રમકડાંના નાના ભાગો, દવાઓ, ડિટર્જન્ટ કે જંતુનાશક દવાઓ મોંમાં મૂકી દેવાથી ગૂંગળામણ કે ઝેર ચડવું.




  • કાપાવું કે વાગવું: છરી, કાતર, કાચ કે ધારદાર પતરાં વાગવાથી લોહી નીકળવું તેમજ લોખંડની વસ્તુ વાગવાથી ધનુર (ટિટેનસ) થવાનું જોખમ રહે છે.




  • વીજળીનો આંચકો (ઇલેક્ટ્રિક શૉક): ખુલ્લા વાયર અથવા સોકેટમાં આંગળી કે લોખંડની પીન નાખવાથી.




  • પાણીમાં ડૂબી જવું: ટાંકી, ટબ કે ડોલમાં ખુલ્લા પાણીમાં નાનું બાળક ઊંધું પડી જવાથી.




સાચો જવાબ:


  • ઘરનું સુરક્ષિત વાતાવરણ: ગરમ વસ્તુઓ, ધારદાર સાધનો, દવાઓ અને ફિનાઇલ/કેમિકલ જેવી વસ્તુઓ બાળકના હાથ ન પહોંચે તે રીતે ઊંચા સ્થળે રાખવી.




  • ઇલેક્ટ્રિક સાધનોથી સુરક્ષા: ખુલ્લા વાયર કે સ્વિચ બોર્ડને પ્લાસ્ટિક કવરથી ઢાંકી રાખવા.




  • રમતના મેદાન/શાળામાં સંભાળ: શાળામાં અને ઘરમાં રમતગમત માટે મોકળાશ આપવી પરંતુ તીક્ષ્ણ કે જોખમી રમકડાં ન આપવા.




  • ધનુરની રસી: લોખંડ કે માટીથી વાગે ત્યારે તાત્કાલિક ટિટેનસ (ધનુર)નું ઇન્જેક્શન અપાવવું.




  • પ્રાથમિક સારવાર (First Aid): અકસ્માત થાય ત્યારે ગભરાયા વગર બાળકને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી અને જરૂર જણાયે તુરંત જ ડૉક્ટર પાસે લઈ જવું.




```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```