ધોરણ 11 | విષય: Grahvigan
શણના રેસા પ્રમાણમાં મજબૂત હોય છે અને તેની ભેજ શોષવાની ક્ષમતા વધારે છે.
સૂક્ષ્મદર્શકમાં જોતાં આ તંતુ સીધા, ગોળ અને ચમકદાર લાગે છે અને તેમાં વાંસ કે શેરડીની જેમ ગાંઠોનાં નિશાન દેખાય છે.
ઊનના રેસા ઉષ્માના અવાહક છે, જેથી શરીરની ગરમી બહાર જવા દેતા નથી અને ઠંડી સામે રક્ષણ આપે છે.
ઊનના રેસા ખૂબ જ સ્થિતિસ્થાપક હોવાથી તેનામાંથી બનાવેલાં વસ્ત્રો પર કરચલી પડતી નથી.
રેયોન સેલ્યુલોઝમાંથી બનેલો માનવસર્જિત રેસા છે અને તે ખૂબ જ પ્રમાણમાં ભેજ શોષી શકે છે.
ભીના હોય ત્યારે આ રેસાની મજબૂતાઈ ઓછી થઈ જાય છે અને ગરમીની અસરથી તાંતણા પીગળી જાય છે.
પોલિયેસ્ટર રેસા ખૂબ જ મજબૂત, ટકાઉ અને સારી સ્થિતિસ્થાપકતા ધરાવતા હોય છે.
આ રેસા ખૂબ ઓછો ભેજ શોષે છે અને તેના પર સામાન્ય આલ્કલી, કીટકો કે ફૂગની કોઈ અસર થતી નથી.
રેશમ એ સળંગ તંતુના રૂપમાં મળતા સૌથી મજબૂત કુદરતી રેસા છે, જે ઝીણા, સુંવાળા અને ભપકાદાર ચમક ધરાવે છે.
રેશમ પ્રોટીનના રેસા હોવાથી ઉષ્માના અવાહક છે અને તે લગભગ ૧૧% જેટલો ભેજ શોષી શકે છે.
નાયલૉન હલકાં, મજબૂત, ટકાઉ, સુંવાળાં અને કરચલી ન પડે તેવાં (ઇસ્ત્રીની જરૂર ન પડે તેવાં) વસ્ત્રો બનાવે છે.
નાયલૉનના તંતુ ઓછો ભેજ શોષતા હોવાથી ઝડપથી સુકાઈ જાય છે અને તેના પર ફૂગ, કીટકો, એસિડ કે ક્ષારની ખરાબ અસર થતી નથી.
માનવસર્જિત રેસાઓ (જેમ કે નાયલૉન, પોલિયેસ્ટર, રેયોન, એક્રેલિક વગેરે) ની મુખ્ય વિશિષ્ટતાઓ નીચે મુજબ છે:
ઉત્પાદન પર અંકુશ: કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનતા હોવાથી તેના ગુણધર્મો, લંબાઈ અને જાડાઈ જરૂરિયાત મુજબ નક્કી કરી શકાય છે.
ટકાઉપણા અને મજબૂતાઈ: નાયલૉન અને પોલિયેસ્ટર જેવા રેસા ખૂબ મજબૂત અને ટકાઉ હોય છે, જેથી વસ્ત્રો જલ્દી ફાટતાં નથી.
કરચલી-રોધક (Wrinkle Free): આ કપડાંમાં કરચલીઓ પડતી નથી, જેથી તેને વારંવાર ઇસ્ત્રી કરવાની જરૂર રહેતી નથી.
સરળ ધોલાઈ અને સંભાળ: આ કપડાં ઓછો ભેજ શોષે છે જેથી ઝડપથી સુકાઈ જાય છે. તેના પર ડાઘા સરળતાથી દૂર થાય છે અને ફૂગ કે કીટકોની અસર થતી નથી.
ગરમી પ્રત્યે સંવેદનશીલતા: ગરમીથી આ રેસા પીગળી જાય છે, તેથી રસોઈ કરતી વખતે કે ઊંચા તાપમાને ઇસ્ત્રી કરતી વખતે સાવધાની રાખવી પડે છે.
વનસ્પતિજન્ય (સેલ્યુલોઝ) તાંતણાઓ (જેમ કે કપાસ/સુતરાઉ, શણ, લિનન વગેરે) ની મુખ્ય વિશિષ્ટતાઓ નીચે મુજબ છે:
ગરમીના અવાહક અને સુવાહકતા: આ કપડાં ગરમ ઋતુમાં શરીરને ઠંડક આપે છે.
ભેજશોષકતા: ભેજ અને પરસેવો શોષવાની ક્ષમતા ઉત્તમ હોવાથી ઉનાળામાં ખૂબ અનુકૂળ રહે છે.
ગરમી સહન કરવાની શક્તિ: ગરમી સહન કરવાની શક્તિ સારી હોવાથી તેને ઉકાળીને ધોઈ શકાય છે અને વધુ ગરમીથી ઇસ્ત્રી કરી શકાય છે.
કરચલીઓ પડવી: આ કાપડમાં સહેલાઈથી કરચલી પડી જાય છે, તેથી વારંવાર ઇસ્ત્રી કરવી જરૂરી બને છે.
રાસાયણિક અને અન્ય અસર: ક્ષાર કે આલ્કલીની ખરાબ અસર થતી નથી પરંતુ તીવ્ર એસિડથી નુકસાન થાય છે. ભેજવાળા વાતાવરણમાં રાખવાથી ફૂગ લાગી શકે છે અને આ કપડાં ઝડપથી સળગી ઊઠે છે.