chapter 22

ધોરણ 11 | విષય: Grahvigan

૧. ટૂંકા પ્રશ્નો :

સાચો જવાબ:


  • અર્થ અને વ્યાખ્યા: દર મહિને ગર્ભાશયનું મુલાયમ પડ તૂટવાને કારણે થતા રક્તસ્રાવને માસિક કે રજોદર્શન કહેવાય છે. દરેક સ્ત્રીમાં દર માસે ઘટતી આ એક સહજ અને કુદરતી ઘટના છે. તે કોઈ પણ સ્વસ્થ સ્ત્રીના શરીરનું સામાન્ય અને નિયમિત કાર્ય છે.




સાચો જવાબ: પ્રદૂષિત કે ખાદ્યપદાર્થોથી પ્રદૂષિત પાણી પીવાથી કૉલેરા, ઝાડા, ઊલટી, કમળો, ટાઈફૉઈડ અને પોલિયો જેવા ઘાતક રોગો થાય છે.

સાચો જવાબ: ખસ, ખૂજલી, ખરજવું અને દાદર એ ચામડીના ચેપી રોગો છે, જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સ્પર્શ, કપડાં અને પથારી દ્વારા ફેલાય છે.

સાચો જવાબ:


  1. હાથ-પગ નિયમિત ધોવાથી અતિસાર (ઝાડા) જેવા રોગો અટકે છે.




  2. ખોરાક લેતી વખતે કે મળત્યાગ પછી સાબુથી હાથ ધોવાથી સૂક્ષ્મ જીવાણુઓ પેટમાં પ્રવેશતા અટકે છે.




  3. કસરત કે રમતગમત પછી અને રાત્રે સૂતાં પહેલાં હાથ-પગ અને મોં ધોવાથી ઊંઘ સારી આવે છે અને તંદુરસ્તી જળવાય છે.




સાચો જવાબ: બીજાશય દર મહિને સ્ત્રીબીજ પેદા કરે છે, જે બીજવાહિની મારફતે ગર્ભાશયમાં પહોંચે છે. જો તેને શુક્રાણુ ન મળે (ગર્ભ ન રહે), તો ગર્ભાશયની દીવાલ પર બનેલી રુધિરવાહિનીઓ ધરાવતી ગાદી તૂટવા લાગે છે. આ ગાદી ખરી પડવાથી રક્તસ્રાવ શરૂ થાય છે જેને માસિકસ્રાવ કહે છે. માસિક એ શરીરનો બગાડ નથી પરંતુ સ્વસ્થ શરીરની સ્વાભાવિક પ્રક્રિયા છે.
૨. વિસ્તૃત પ્રશ્નો :

સાચો જવાબ:

સમાજમાં રજોદર્શન (માસિકસ્રાવ) અંગે નીચે મુજબની ગેરમાન્યતાઓ અને ભૂલભરેલી બાબતો પ્રવર્તે છે:





  1. માસિક દરમિયાન થતા રક્તસ્રાવનું લોહી અશુદ્ધ હોય છે અને શરીર દુર્ગંધ ફેલાવે છે.




  2. આ દિવસો દરમિયાન સ્ત્રીઓને રસોડામાં પ્રવેશવા દેવામાં આવતી નથી.




  3. માસિકસ્રાવને એક પ્રકારની બીમારી માનવામાં આવે છે.




  4. આ દિવસોમાં અથાણું ખાવું તંદુરસ્તી માટે હિતાવહ નથી.




  5. ઘરના અન્ય સભ્યો સાથે જમવા બેસવા દેવામાં આવતા નથી.




  6. માસિકસ્રાવ ચાલતો હોય ત્યારે સ્નાન ન કરાય અને માથાના વાળ ધોવાય નહીં.




  7. ધાર્મિક તથા સામાજિક પ્રસંગોમાં ભાગ લેવા દેવામાં આવતો નથી અને કિશોરીઓને રમતો રમવા દેવામાં આવતી નથી. (નોંધ: આ બધી જ બાબતો વૈજ્ઞાનિક રીતે ખોટી અને ભૂલભરેલી છે.)




સાચો જવાબ:

આરોગ્યની જાળવણી અને સ્વચ્છતા માટે નીચે જણાવેલા સાત મુદ્દાઓ/ઘટકોનો અમલ કરવો જરૂરી છે:





  1. પીવાના પાણીનો સંગ્રહ, જાળવણી તથા યોગ્ય ઉપયોગ: પાણી હંમેશાં સ્વચ્છ અને ઢાંકેલું રાખવું.




  2. નકામાં પાણીનો યોગ્ય નિકાલ: વપરાશ કરેલા પાણીને ગટરમાં કે યોગ્ય રીતે નિકાલ કરવો.




  3. મળમૂત્રનો યોગ્ય નિકાલ: શૌચાલયનો જ ઉપયોગ કરવો.




  4. કચરાનો નિકાલ: કચરાને કચરાપેટીમાં એકઠો કરી યોગ્ય નિકાલ કરવો.




  5. ઘર અને ભોજનની સ્વચ્છતા: રસોડું, ખોરાક અને રહેઠાણ સ્વચ્છ રાખવું.




  6. વ્યક્તિગત સ્વચ્છતા: શરીરની રોજિંદી સ્વચ્છતાની ટેવો કેળવવી.




  7. ગ્રામ્ય-સફાઈ: આસપાસના વાતાવરણને ગંદકીમુક્ત રાખવું.




સાચો જવાબ:

ક્તિગત આરોગ્ય જાળવવા માટે નીચે મુજબની બાબતોનું પાલન કરવું જોઈએ:





  1. સવારની સ્વચ્છતા: સવારે ઊઠીને દાંત સાફ કરવા, મોં ધોવું, કાન-નાક અને ગળું સાફ કરવું.




  2. મળત્યાગ અને હાથ ધોવા: સવારે પેટ સાફ રાખવું. જાજરૂ ગયા પછી સાબુથી બરાબર હાથ ધોવા.




  3. હાથ ધોવાનું મહત્ત્વ: ભોજન પહેલાં, રમતગમત પછી અને રાત્રે સૂતાં પહેલાં હાથ-પગ-મોં ધોવાં.




  4. નખ કાપવા: મેલ અને જીવાણુઓથી બચવા નિયમિત નખ કાપવા.




  5. વાળની કાળજી: સાબુ કે અરીઠાંથી વાળ ધોવા અને ઓળવા જેથી જૂ કે ખોડાથી બચી શકાય.




  6. પગરખાં પહેરવાં: કૃમિના રોગો અને વાગવાથી બચવા ખુલ્લા પગે ન ચાલતાં પગરખાં પહેરવાં.




  7. હાથરૂમાલનો ઉપયોગ: છીંક કે ખાંસી વખતે રૂમાલ વાપરવો અને બીજાનો રૂમાલ ન વાપરવો.




  8. સ્નાન કરવું: રોજ સાબુથી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવાં.




  9. સ્વચ્છ વાતાવરણમાં રમવું: ગંદકીવાળી જગ્યાએ રમવાનું ટાળવું જેથી ધનુર કે અન્ય ચેપથી બચી શકાય.




સાચો જવાબ:


  • રજોદર્શન (માસિકસ્રાવ) દરમિયાન સ્ત્રીઓ કે કિશોરીઓમાં નીચે મુજબની સામાન્ય તકલીફો જોવા મળે છે:





    1. માનસિક અને શારીરિક તનાવ અનુભવાય છે.




    2. પેટમાં કે પેઢુમાં સખત પીડા (દુખાવો) થાય છે.




    3. કમરમાં દુખાવો થાય છે અને પગમાં કળતર થાય છે.




    4. માથું દુખવું તેમજ ક્યારેક ઊલટી કે ઊબકા થવા.




    5. અનિયમિત માસિક આવવું અથવા ક્યારેક વધુ પડતું કે ઓછું માસિક આવવું.




    6. માનસિક રીતે નિરાશા, હતાશા, ગમગીની કે ઉદાસીનતા અનુભવાવી.
















 
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```