ધોરણ 11 | విષય: Grahvigan
સમતોલ આહાર માટે આપણા ખોરાકમાં મુખ્યત્વે ૮ પ્રકારના ખાદ્યોનો સમાવેશ થાય છે: ૧. અનાજ અને કઠોળ
૨. દૂધ અને દૂધની બનાવટો
૩. ફળો અને શાકભાજી
૪. સૂકા મેવા અને તેલીબિયાં
૫. પ્રાણિજ ખાદ્યો (ઈંડાં, માંસ, માછલી)
૬. ખાંડ અને ગળ્યાં ખાદ્યો
૭. ચરબી અને તેલ
૮. પરચૂરણ ખાદ્યો (મરી-મસાલા) અને પીણાંઓ.
ચરબી એ કૅલરીનો સમૃદ્ધ સ્રોત છે (૧ ગ્રામ ચરબીમાંથી ૯ કૅલરી મળે છે). તેના બે પ્રકારના ખાદ્યપદાર્થો છે:
પ્રાણીજન્ય: દૂધ, મલાઈ, માખણ, ઘી, ઈંડાં, માંસ અને માછલી.
વનસ્પતિજન્ય: તલ, મગફળી, કોપરું, સરસવ, રાઈ, સૂર્યમુખી અને કપાસિયાનું તેલ.