chapter 16

ધોરણ 11 | విષય: Gujarati

1. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો:

સાચો જવાબ:

કે. કા. શાસ્ત્રીએ જીવનભર સ્વાધ્યાય, સંશોધન, સંપાદન અને અનુવાદકાર્ય દ્વારા ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની અપ્રતિમ સેવા કરી છે:





  • સંશોધન-સંપાદન: તેમણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ‘કવિચરિત ભાગ 1-2’ અને ‘આપણા કવિઓ’ જેવા ગ્રંથો આપ્યા. મહાભારત વિશેની મધ્યકાલીન કૃતિઓનું સંપાદન કર્યું. મહાભારતમાંથી મૂળ અસલી ભાગ તારવીને ‘ભારતસંહિતા’ અને તેમાંથી 8800 શ્લોકોની ‘જયસંહિતા’ તારવી આપી. તેમણે શ્રીમદ્ભાગવતના દશમસ્કંધ અને ગીતામાંથી 101 શ્લોકોની ‘ગીતા-શતશ્લોકી’ તૈયાર કરી.




  • અનુવાદ અને ગ્રંથો: હેમચંદ્રાચાર્યના ‘અપભ્રંશ વ્યાકરણ’નો ગુજરાતી અનુવાદ અને માત્ર 21 વર્ષની વયે શ્રીમદ્ વલ્લભાચાર્યજીના ગ્રંથોનો અનુવાદ કર્યો. શાસ્ત્રીજી પાસેથી અંદાજે 250 પુસ્તકો અને 1500 જેટલા સંશોધનલેખો મળ્યા છે.




  • કોશકાર્ય: તેમણે ‘લઘુકોશ’, ‘પાયાનો કોશ’, ‘અનુપ્રાસ કોશ’, ‘બૃહદ્ ગુજરાતી કોશ (1 અને 2)’, ‘વનૌષધિ કોશ’ અને ‘વ્યુત્પત્તિકોશ’ જેવા મહત્વના કોશગ્રંથો તૈયાર કર્યા.




સાચો જવાબ:


  • અખિલ ભારતીય સંમેલને તેમને ‘વિદ્યાવાચસ્પતિ’ની ઉપાધિ આપી.




  • ભારત સરકાર તરફથી તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ મળ્યો.




  • ગુજરાત સાહિત્યસભા તરફથી ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (1952) અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ‘ડી. લિટ.’ની પદવી એનાયત થઈ.




  • તેમને કુલ 15 પદવીઓ, 10 એવોર્ડ, 38 માનપત્રો અને ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ મળ્યું હતું.




  • આ ઉપરાંત તેમને ‘ભાષાભાસ્કર’, ‘ધર્મભાસ્કર’, ‘ભારતમાર્તંડ’, ‘ગુર્જરરત્ન’ અને ‘મહામહિમોપાધ્યાય’ જેવાં ગૌરવશાળી બિરુદો પ્રાપ્ત થયાં હતાં.




સાચો જવાબ: કે. કા. શાસ્ત્રીનો સ્વભાવ અત્યંત સરળ, નમ્ર અને ઔદાર્યપૂર્ણ હતો. તેમની અસાધારણ સારસ્વત પ્રતિભા અને વિનયશીલતાને કારણે તત્કાલીન તમામ દિગ્ગજ વિદ્વાનો જેવા કે આનંદશંકર ધ્રુવ, કેશવ હર્ષદ ધ્રુવ, કૃષ્ણલાલ ઝવેરી, નરસિંહરાવ દિવેટિયા, કનૈયાલાલ મુનશી, બલવંતરાય ઠાકોર, રામનારાયણ વિ. પાઠક અને રસિકલાલ પરીખ વગેરેનો અપાર પ્રેમ અને સહકાર તેમને મળ્યો હતો. તેમનો કોઈ વિરોધી કે શત્રુ નહોતો. સૌએ એમની સેવાઓનો સદ્ભાવપૂર્વક સ્વીકાર કર્યો હતો, તેથી તેઓ અજાતશત્રુ વિદ્વાન કહેવાયા.

સાચો જવાબ:

શાસ્ત્રીજીના જીવનમાં ધર્મ અને વિદ્યાનો સુંદર સમન્વય હતો:





  • શ્રીકૃષ્ણની સેવા (ભક્તિ): તેઓ નાનપણથી જ પુષ્ટિમાર્ગીય સંસ્કારોમાં ઉછેર્યા હતા. રોજ સૂર્યોદય પહેલાં ઊઠીને નિત્યક્રમ પતાવીને ઠાકોરજીની સેવા-પૂજા, ધર્મધ્યાન અને હવેલીએ દેવદર્શન કે કીર્તન માટે જવું એ એમનો નિયમ હતો.




  • સરસ્વતીની સેવા (જ્ઞાન/સાહિત્ય): તેઓ દ્રઢ આસન બાંધીને આખો દિવસ સાહિત્ય-સંશોધન, સંપાદન, કોશકાર્ય અને લેખનમાં ગળાડૂબ રહેતા. 65 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું અને અઢીસો પુસ્તકો તથા 1500 લેખો લખ્યા. આમ, તેમણે પોતાનું સમગ્ર જીવન કૃષ્ણભક્તિ અને સરસ્વતીની સાધનામાં અર્પણ કરી દીધું હતું.




2. ટૂંકમાં ઉત્તર આપો:

સાચો જવાબ: બેઠી દડીનું હલકું પાતળું શરીર, ઘઉંવર્ણો વાન, ચપળ આંખો, અણિયાળું નાક, કપાળમાં કંકુનું તિલક, કસવાળી વૈષ્ણવી બંડી, ઢીંચણથી નીચી ધોતી, માથે ત્રાંસી કેસરી ટોપી, ગળામાં કેસરી ખેસ, પગમાં સ્લિપર અને હાથમાં લાકડી લઈને ઉતાવળી ચાલે હવેલી તરફ જતા વૃદ્ધને જોઈને ઓળખી શકાય.

સાચો જવાબ: માતા-પિતા પૂરેપૂરા વૈષ્ણવધર્મી હોવાથી શાસ્ત્રીજીને ગળથૂથીમાં જ સંપ્રદાયપ્રેમ મળ્યો હતો. 11મા વર્ષથી માંગરોળ વૈષ્ણવ સુબોધિની પાઠશાળામાં સંસ્કૃત વ્યાકરણ, મહાકાવ્યો, ભાગવત અને ષોડશ ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કરવાથી તેમનામાં પુષ્ટિભક્તિ અને પુષ્ટિજ્ઞાન સુદૃઢ બન્યાં.

સાચો જવાબ: કનૈયાલાલ મુનશીએ નરસિંહ મહેતા વિશે આપેલા મતનું ખંડન કરતા લેખો લખ્યા ત્યારે સૌનું ધ્યાન ખેંચાયું. ત્યારબાદ 1936માં ગુજરાત વિદ્યાસભામાં જોડાયા પછી હસ્તપ્રતોની યાદી તૈયાર કરતી વખતે અને 'કવિચરિત' તથા 'આપણા કવિઓ' જેવા ગ્રંથોના સંપાદન દરમિયાન તેમની સંશોધક તરીકેની પ્રતિભા ખીલી ઊઠી.

સાચો જવાબ: શાસ્ત્રીજીની સેવાનો લાભ ગુજરાત વિદ્યાસભા, ગુજરાત યુનિવર્સિટી, એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી, એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી અને ગુજરાત વિશ્વકોશ જેવી સંસ્થાઓને મળ્યો હતો.

સાચો જવાબ: શાસ્ત્રીજીનો જીવનસિદ્ધાંત ‘કમ ખા, ગમ ખા’ હતો અને તેમનો જીવન-આદર્શ ‘ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યાસંગ્રહ’ કરવાનો હતો.
3. સમજાવો:

સાચો જવાબ: કે. કા. શાસ્ત્રીએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવા માટે અનેક કોશગ્રંથોનું નિર્માણ કર્યું છે. તેમણે ‘ગુજરાતી ભાષાનો લઘુકોશ’, ‘પાયાનો કોશ’, ‘અનુપ્રાસ કોશ’, ‘બૃહદ્ ગુજરાતી કોશ (ભાગ 1 અને 2)’, ‘વનૌષધિ કોશ’, ‘સંસ્કૃત-ગુજરાતી કોશ’ અને ‘વ્યુત્પત્તિકોશ’ આપ્યા છે. ઉપરાંત ‘ભગવદ્ગોમંડળ’ના 900 જેટલા અધિકરણોનું વાચન કરીને પ્રમાણિત કરવાનું ભગીરથ કાર્ય કર્યું. આ પરથી સ્પષ્ટ થાય છે કે કોશકાર્ય તેમનું અત્યંત પ્રિય ક્ષેત્ર હતું.

સાચો જવાબ: મહાન વિદ્વાન હોવા છતાં શાસ્ત્રીજી અત્યંત વિનયશીલ, સાદા અને નિરહંકારી હતા. તેમનો પહેરવેશ સાદો (ધોતી, બંડી અને ટોપી) હતો. તેઓ નિત્ય નિયમિત જીવન જીવતા. ઓછી જરૂરિયાતો અને વધુ વિદ્યાસંગ્રહમાં માનતા. ટપાલમાં આવેલ પરબીડિયાં પરની ટિકિટમાં સિક્કો ન વાગ્યો હોય તોપણ તેઓ એ ટિકિટને રદ કરવાની કાળજી લેતા જેથી કોઈ અપ્રામાણિકતા ન થાય. આ બાબતો દર્શાવે છે કે તેમનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ ઉદાહરણ હતું.
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```