chapter 2

ધોરણ 11 | విષય: Gujarati

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં લખો :

સાચો જવાબ:

અલી ડોસાને પોસ્ટઑફિસમાં એ જગ્યાએ બેસવાનો પાંચ વર્ષનો અભ્યાસ હતો.


સાચો જવાબ:

પોતાની દીકરીના બીમારીના સમાચાર ન આવવાથી પોસ્ટમાસ્તર ચિંતા અને અફસોસમાં હતા, તેવામાં અલી ડોસાનું નામ ધરાવતું કવર હાથમાં આવતાં તેમણે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ ગુસ્સા અને વિષાદમાં કવર નીચે નાખી (ઘા કરી) દીધું.


સાચો જવાબ:

અલી ડોસો તેની પરણેલી દીકરી મરિયમનો પત્ર આવશે એવી અખૂટ શ્રદ્ધા અને આશા સાથે રોજ પોસ્ટઑફિસે આવતો હતો.


સાચો જવાબ:

લેખકના મતે જો મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડીને બીજાની દૃષ્ટિથી જોતાં શીખે, તો અર્ધું જગત શાંત બની જાય.


સાચો જવાબ:

લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્તરે સાંજે ધીમે પગલે અલીની કબર પર જઈને મરિયમનો પત્ર મૂક્યો.


2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

સાચો જવાબ:

અલીની દૃષ્ટિ ધૂળ સાથે ધૂળ જેવા થઈ જતા તેતર પર પડતાં જ તેતર તેના હાથમાં આવી પડતું. શિકારી કૂતરા પણ જે સસલાને કાસડાના ઘાસમાંથી શોધી શકતા નહીં, તેના પર ઈટાલીના ગરુડ જેવી અલીની તીક્ષ્ણ દૃષ્ટિ ચોંટતાં જ સસલું બચી શકતું નહીં. આ પરથી કહી શકાય કે અલી હોશિયાર શિકારી હતો.


સાચો જવાબ:

જ્યારે અલીની એકની એક દીકરી મરિયમ પરણીને તેના પતિ સાથે પંજાબ ગઈ અને સળંગ પાંચ વર્ષ સુધી તેના કોઈ સમાચાર ન આવ્યા, ત્યારે એકલતા અનુભવતા અલીને સમજાયું કે સ્નેહ અને વિરહ શું છે.


સાચો જવાબ:

પોસ્ટઑફિસના કર્મચારીઓ અલીને 'ગાંડો' ગણીને તેની મશ્કરી કરતા. ક્યારેક કાગળ આવ્યો ન હોય છતાં મજાકમાં એનું નામ પોકારીને તેને બેઠેલી જગ્યાએથી પોસ્ટઑફિસના બારણા સુધી ઠાલે હાથે ધક્કો ખવરાવતા.


સાચો જવાબ:

અલી ડોસાએ પોતાના સોનાના પાંચ ગીની (ત્રણ તોલા સોનું) લક્ષ્મીદાસને આપીને ભલામણ કરી કે જ્યારે પણ મરિયમનો કાગળ આવે ત્યારે તેને તેની કબર સુધી પહોંચાડવો. કારણ કે અલીને લાગતું હતું કે તેનો અંતિમ સમય નજીક આવી ગયો છે.


3. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો :

સાચો જવાબ:

વાર્તાના પ્રારંભે શિયાળાની મોડી પાછલી રાત્રિનું વર્ણન છે. આકાશ નાના-મોટા તારાઓથી ચમકી રહ્યું હતું. કતલ કરી નાખે એવી શિયાળાની કાતિલ ઠંડી પોતાના કાબૂ સર્વત્ર ફેલાવી રહી હતી. શહેર તદ્દન શાંત હતું, લોકો મીઠી નિદ્રામાં હતા અને ક્યાંક ક્યાંક ઘંટીનો અવાજ કે સ્ત્રીઓનો ઝીણો સ્વર સંભળાતો હતો. પવન સોંસરવો નીકળી જતો હતો અને શુક્રના તારાનું તેજ બરફ પડે તેમ પૃથ્વી પર ઠંડીના કટકા જેવું પડતું હતું. આવી કાળી અને શીમણી રાત્રે વૃદ્ધ અલી ડોસો જૂના ફાટેલા ઝભ્ભામાં ધ્રૂજતો અને ડાંગના ટેકે ચાલીને પોસ્ટઑફિસ તરફ જઈ રહ્યો હતો.


સાચો જવાબ:

‘પોસ્ટઑફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર-તીર્થસ્થાન બન્યું' આ વિધાનને સમજાવો. ઉત્તર: અલી ડોસા માટે જગતમાં કદાચ સૌથી રસહીન ગણાતું પોસ્ટઑફિસનું મકાન તેના માટે ધર્મક્ષેત્ર અને તીર્થસ્થાન બની ગયું હતું. જેમ એક ભક્ત ઈશ્વરના દર્શનની અખૂટ શ્રદ્ધા અને આશા સાથે રોજ મંદિર જાય છે, તેમ અલી પોતાની દીકરી મરિયમનો પત્ર આવશે એવી પરમ શ્રદ્ધા સાથે દરરોજ વહેલી સવારે ચાર વાગ્યે સૌથી પહેલો આવીને પોસ્ટઑફિસના એક ચોક્કસ ખૂણામાં બેસતો. કર્મચારીઓની મશ્કરીઓ કે અપમાન સહન કરીને પણ તે દરરોજ શ્રદ્ધા અને ધૈર્ય સાથે આવતો, તેથી જ પોસ્ટઑફિસ તેના માટે તીર્થસ્થાન સમું બની ગયું હતું.


સાચો જવાબ:

અલી ડોસો ભૂતકાળમાં એક હોશિયાર અને ક્રૂર શિકારી હતો, જે તરફડતાં પ્રાણીઓને જોઈને આનંદ મેળવતો. પરંતુ જીવનસંધ્યાએ જ્યારે તેની દીકરી મરિયમ સાસરે ગઈ અને પાંચ વર્ષ સુધી તેનો કોઈ પત્ર ન આવ્યો, ત્યારે તેને પિતાના હૃદયની વેદના અને વિરહનો અનુભવ થયો. તેનામાં ભારે પરિવર્તન આવ્યું અને તેણે શિકાર કરવાનો છોડી દીધો. તે મરિયમના પત્રની રાહમાં અખૂટ ધૈર્ય, શ્રદ્ધા અને સ્નેહ સાથે રોજ સવારે પોસ્ટઑફિસે આવતો. કર્મચારીઓના ઉપહાસ અને કઠોર વ્યવહાર સામે પણ તે શાંત રહેતો. અંતિમ સમયે પોતાના સોનાના ગીની આપીને કબર પર પત્ર પહોંચાડવાની વિનંતી કરતો અલી એક અત્યંત સંવેદનશીલ, આશાવાદી અને પીડિત પિતાનું અમર પાત્ર છે.


સાચો જવાબ:

વાર્તાના અંતમાં અલી ડોસાના અવસાન બાદ સ્થિતિ બદલાય છે. પોસ્ટમાસ્તરની પોતાની દીકરી પરદેશમાં માંદી પડે છે ત્યારે તેમને પિતાના હૃદયની વ્યથા અને અલીની વેદનાનો સાચો અહેસાસ થાય છે. એક સવારે તેમને અલીનો આભાસ થાય છે, પણ પાછળથી ખબર પડે છે કે અલી તો ત્રણ મહિના પહેલાં જ મૃત્યુ પામ્યો છે. પશ્ચાત્તાપ અને દુઃખની લાગણીથી ઘેરાયેલા પોસ્ટમાસ્તર અને લક્ષ્મીદાસ સાંજના સમયે અલીની કબર પર જઈને મરિયમનો આવેલો પત્ર મૂકી આવે છે. પોસ્ટમાસ્તર પોતાના દીવાનખંડમાં બેસી પશ્ચાત્તાપના અગ્નિમાં શેકાય છે અને તેમની પત્ર પ્રત્યેની વ્યાવહારિક દૃષ્ટિ બદલાઈને માનવીય સંવેદનામાં ફેરવાઈ જાય છે.


```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```