ધોરણ 11 | విષય: Gujarati
કવિને માનો ખોળો ફરીથી ખૂંદવા (માનો વહાલ અને પ્રેમ પામવા) માટે પાછા બાળક થવાની ઇચ્છા થાય છે.
રાવજી પટેલ માછીને મૃત્યુના પ્રતીક તરીકે અને માછલીને જીવનના પ્રતીક તરીકે રજૂ કરે છે. માછી (મૃત્યુ) સામે જાળ લઈને ઊભો છે તે જાણવા છતાં માછલી (માનવી) મસ્ત થઈને તરે છે. આ દ્વારા કવિ વ્યંજના પ્રગટ કરે છે કે મૃત્યુ અટલ હોવા છતાં માણસે ભયભીત થયા વગર જીવનનો આનંદ માણવો જોઈએ.