ધોરણ 11 | విષય: Gujarati
અમૃતા માટે રાજુબા હંમેશાં કહેતાં કે, "કિશન, તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. અમુ મોટી થશે ત્યારે નર્મદા (બા) જેવી જ રૂપાળી થવાની."
આ ચરિત્રનિબંધમાં લેખક (કિશનસિંહ ચાવડા) અને તેમની બહેન અમુ વચ્ચેનો નિષ્કામ અને અતૂટ ભાઈ-બહેનનો પ્રેમ ઉપસી આવે છે. બાળપણમાં રમતગમતથી લઈને એકબીજાના સુખ-દુઃખમાં તેઓ સાથે રહ્યા. ભાઈના લગ્ન વખતે અમુએ પોતાની સૌથી પ્રિય વસ્તુ 'આરસના પાંચીકાની કોથળી' ભાઈને ભેટ આપી ત્યારે બંને ભાઈ-બહેન રડી પડ્યા હતા. સામે પક્ષે ભાઈએ પણ અમુના લગ્નમાં એ જ કોથળીમાં પચીસ રૂપિયા મૂકીને ભેટ આપી. અમુની બીમારી અને કાળજીપૂર્વકની સંભાળ બાદ તેના અવસાનથી લેખક ભાંગી પડે છે. અંતે ચાણોદ ખાતે અમુના અસ્થિવિસર્જન વખતે તેની સ્મૃતિરૂપે તે પાંચીકા પણ પવિત્ર જળમાં અર્પણ કરી દે છે, જે લેખકના ગહન ભગિનીપ્રેમને વાચકના હૃદય સુધી પહોંચાડે છે.