chapter 5

ધોરણ 11 | విષય: Gujarati

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં લખો :

સાચો જવાબ: જેનામાં અનુભવરૂપી પાંખ છે અને જે મુક્ત રીતે આકાશમાં ઊડી શકે છે તેવા જ્ઞાની પંખી જેવા માણસો નગરમાં આગ લાગવાથી ભય અનુભવતા નથી.

સાચો જવાબ: ઉંદરમાં ઊડવાનું જોર કે ક્ષમતા હોતી નથી, તેથી નગરમાં આગ લાગે ત્યારે તે બચવા માટે શોર-બકોર કરે છે.

સાચો જવાબ: જ્ઞાની પુરુષોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે.
2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો :

સાચો જવાબ: પહેલા છપ્પા દ્વારા અખો જ્ઞાન અને અનુભવનો મહિમા સમજાવે છે. કવિ ઉંદર અને પંખીના દૃષ્ટાંત દ્વારા કહે છે કે નગરમાં આગ લાગે ત્યારે ઊડી ન શકતા ઉંદરો ભયભીત થઈને શોર કરે છે, પરંતુ પાંખો વાળા પંખીઓ આકાશમાં ઊડીને સ્વયંનો બચાવ કરે છે. તેવી જ રીતે સંસારના દુઃખો અને આંટીઘૂંટીઓથી અજ્ઞાની માણસો ડરી જાય છે, પરંતુ જેની પાસે સાચું જ્ઞાન અને અનુભવરૂપી પાંખ છે તેવા જ્ઞાની પુરુષો ભયમુક્ત રહે છે.

સાચો જવાબ: બીજા છપ્પા દ્વારા અખો ભાષાના બહ્યાડંબરથી દૂર રહીને હૃદયની ભાવના અને પરમ તત્ત્વને સમજવાની પ્રેરણા આપે છે. યુદ્ધમાં વિજય ભાષાથી નહીં પણ શૂરવીરતાથી મળે છે. માત્ર સંસ્કૃત ભાષા જાણવાથી જ્ઞાન મળતું નથી, પ્રાદેશિક કે પ્રાકૃત લોકભાષા પણ એટલી જ સમર્થ છે. કવિ સંસારના પચાસ-બાવન અક્ષરોના મોહમાંથી મુક્ત થઈને ત્રેપનમા અક્ષર એટલે કે પરમાત્મા/પરમ તત્ત્વને ઓળખવાની પ્રેરણા આપે છે.

સાચો જવાબ: ‘બાવનનો સઘળો વિસ્તાર’ એટલે કે આપણી માતૃભાષા કે વ્યાકરણના બાવન (52) અક્ષરો દ્વારા રચાયેલું આખું સાંસારિક જ્ઞાન અને સંસારનો મોહમાયાનો વિસ્તાર. અખો કહે છે કે આ બાવન અક્ષરોની સીમાથી પર થઈને જેને પરમ તત્ત્વ, ઈશ્વર કે અનુભવ જ્ઞાન મેળવવું હોય તેણે આ બાવન અક્ષરના દાયરાની બહાર નીકળીને 'ત્રેપનમા અક્ષર' (પરમાત્મા)ની આરાધના કરવી જોઈએ.
3. મુદ્દાસર નોંધ લખો :

સાચો જવાબ: આ છપ્પામાં અખાએ જ્ઞાન અને અનુભવની તાકાત દર્શાવી છે. જ્યારે કોઈ વિપત્તિ આવે છે ત્યારે આત્મજ્ઞાન વગરના અજ્ઞાની લોકો ઉંદરની જેમ ગભરાઈને બૂમાબૂમ અને શોર કરે છે. પરંતુ આત્મજ્ઞાની પુરુષ પાસે અનુભવરૂપી પાંખો હોય છે. તે જ્ઞાનના બળે સંસાર રૂપી આગ કે વિપત્તિઓથી ઉપર ઊઠીને નિર્ભય બની જાય છે. જેમ પંખી આકાશમાં ઊડીને આગથી બચી જાય છે, તેમ જ્ઞાની પુરુષ સંસારના સુખ-દુઃખ કે ભયથી મુક્ત રહીને શાશ્વત આનંદ અનુભવે છે.

સાચો જવાબ: અખો ભાષાના માત્ર બાહ્ય આડંબર કે વિદ્વત્તાનો વિરોધી છે. એના મતે રણમેદાનમાં ભાષા કામ નથી આવતી પરંતુ શૂરવીરતા અને બળ કામ આવે છે. તે સમયમાં સંસ્કૃત ભાષાને જ શ્રેષ્ઠ માનવામાં આવતી હતી, પણ અખો સ્પષ્ટ કહે છે કે સંસ્કૃત ન આવડે તો શું પ્રાકૃત (લોકભાષા) માંથી જ્ઞાન જતું રહ્યું છે? ભાષા માત્ર માધ્યમ છે, ખરી વાત ભાવના અને અનુભવની છે. અક્ષરોના બાવન અક્ષરી વિસ્તારથી પર થઈને કવિ ઈશ્વરરૂપી ત્રેપનમા અક્ષરને પ્રાધાન્ય આપવાની હિમાયત કરે છે.
1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં લખો :

સાચો જવાબ: કવિએ માનવ શરીર જેવો જ આકાર ધરાવતો પણ ચામડી, હાડકાં કે લોહી વગરનો 'પડછાયો' જોવાનું અચરજ (આશ્ચર્ય) જોયું.

સાચો જવાબ: કાયા (શરીર) ઉપર હાડકાં, હાડકાં પર વાળ, વાળ પર લોહી અને લોહી ઉપર ચામડી (ખાલ) રહેલી છે.

સાચો જવાબ: અરીસા (દર્પણ) રૂપી સરોવરના કાંઠે હંસ બેસતા નથી.

સાચો જવાબ: કવિએ અરીસા (દર્પણ)ને નિર્મળ જળથી ભરેલું સરોવર કહ્યું છે.
2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો :

સાચો જવાબ: પહેલા ઉખાણા દ્વારા કવિ શામળ પડછાયાની લાક્ષણિકતાઓ આશ્ચર્યજનક રીતે રજૂ કરે છે. કવિ ચતુર નરને સંબોધીને કહે છે કે માણસના દેહ ઉપર હાડકાં, વાળ, લોહી અને ચામડી હોય છે. પરંતુ આ દેહ જેવો જ આબેહૂબ અદભુત આકાર ધરાવતા પડછાયામાં આમાંનું કશું જ હોતું નથી. પડછાયો એ માનવ શરીરનું જ પ્રતિક છે જે કવિને મન એક કૌતુક અને અમૃતથી પણ મીઠું અચરજ લાગે છે. (ઉત્તર: પડછાયો)

સાચો જવાબ: બીજા ઉખાણામાં કવિ દર્પણ (અરીસા)ની સરખામણી નિર્મળ પાણીથી ભરેલા સરોવર સાથે કરે છે. આ એક એવું અનોખું સરોવર છે જેનું પાણી કોઈ મુસાફર પીતું નથી અને તેના કાંઠે હંસ બેસતા નથી. આ અરીસારૂપી સરોવરમાં અનેક લોકો પોતાનું રૂપ જોઈને ડૂબે છે (મોહિત થાય છે) છતાં કોઈને શારીરિક દુઃખ થતું નથી. નાયિકા પોતાના સોંદર્યને પૂર્ણ કરવા પતિ પાસે સોહામણું દર્પણ મંગાવે છે. (ઉત્તર: દર્પણ/અરીસો)
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```