ધોરણ 11 | విષય: Manovigan
પ્રેરણાનો અર્થ અને વ્યાખ્યા:
પ્રેરણા એટલે માનવીને કોઈ ધ્યેયની પરિપૂર્ણતા તરફ દોરી જતું આંતરિક પરિબળ. 'Motivation' શબ્દ લેટિન શબ્દ 'movere' પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ 'ગતિ' થાય છે.
જે. પી. ગીલ્ફર્ડ: “પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્ત્વ કે પરિસ્થિતિ છે.”
સી. ટી. મોર્ગન: “પ્રેરણા એટલે આંતરિક જરૂરિયાતમાંથી ઉદ્ભવેલું અને તે જરૂરિયાત સંતુષ્ટ થાય તેવાં લક્ષ્યો પ્રત્યે અભિમુખ બનેલું વર્તન.”
પ્રેરણાચક્ર (Motivation Cycle): સી. ટી. મોર્ગનના મતે પ્રેરણા એ એક ચક્રીય પ્રક્રિયા છે. પ્રેરણાચક્રના તબક્કા નીચે મુજબ છે:
જરૂરિયાત (Need): શરીરમાં કોઈ વસ્તુની ઊણપ કે અતિશયતાથી જરૂરિયાત જન્મે છે (જેમ કે ભૂખ કે તરસ).
ઈરણ (Drive): જરૂરિયાતને લીધે આંતરિક આવેગ કે ઉત્તેજિત બળ ઉદ્ભવે છે.
ઉત્તેજના (Arousal): વ્યક્તિ લક્ષ્ય તરફ આગળ વધવા માટે શારીરિક-માનસિક રીતે તંગ કે ઉત્તેજિત થાય છે.
લક્ષ્યકેન્દ્રી/સાધનરૂપ વર્તન (Goal-Directed Behavior): વ્યક્તિ લક્ષ્ય મેળવવા પ્રવૃત્તિ કરે છે.
લક્ષ્યપ્રાપ્તિ (Goal Attainment): ખોરાક કે પાણી મેળવવાથી લક્ષ્ય પ્રાપ્ત થાય છે.
ઉત્તેજનામાં ઘટાડો અને સંતોષ (Reduction of Arousal): લક્ષ્યપ્રાપ્તિથી રાહત મળે છે અને ચક્ર વિરામ લે છે. નવી જરૂરિયાત ઊભી થતાં નવું ચક્ર શરૂ થાય છે.
(૧) ભૂખ (Hunger):
ભૂખ એ પ્રાથમિક અને જન્મજાત શારીરિક પ્રેરણા છે. અસ્તિત્વ ટકાવવા માટે ખોરાક અનિવાર્ય છે.
શારીરિક આધાર: મગજના હાઇપોથેલેમસમાં આવેલું ‘એક્સ્ટ્રીમ લેટરલ’ કેન્દ્ર ભૂખના ઉદ્ભવ માટે જવાબદાર છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટતાં અને જઠરના આકુંચનથી ભૂખનો અનુભવ થાય છે.
(૨) તરસ (Thirst):
તરસ એ ભૂખ કરતાં પણ વધુ તીવ્ર જન્મજાત પ્રેરણા છે. માનવી ખોરાક વિના થોડા દિવસ ચલાવી શકે, પણ પાણી વિના કેવળ અમુક કલાકો જ જીવી શકે.
શારીરિક આધાર: આપણા શરીરમાં ૭૮% પાણી છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટતાં કે ડિહાઇડ્રેશન થતાં તરસ લાગે છે. મગજનું હાઇપોથેલેમસ પાણીના અભાવ પ્રત્યે સંવેદનશીલ હોવાથી તરસનો અનુભવ કરાવે છે.
(૧) ભૂખ (Hunger):
ભૂખ એ પ્રાથમિક અને જન્મજાત શારીરિક પ્રેરણા છે. અસ્તિત્વ ટકાવવા માટે ખોરાક અનિવાર્ય છે.
શારીરિક આધાર: મગજના હાઇપોથેલેમસમાં આવેલું ‘એક્સ્ટ્રીમ લેટરલ’ કેન્દ્ર ભૂખના ઉદ્ભવ માટે જવાબદાર છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટતાં અને જઠરના આકુંચનથી ભૂખનો અનુભવ થાય છે.
(૨) તરસ (Thirst):
તરસ એ ભૂખ કરતાં પણ વધુ તીવ્ર જન્મજાત પ્રેરણા છે. માનવી ખોરાક વિના થોડા દિવસ ચલાવી શકે, પણ પાણી વિના કેવળ અમુક કલાકો જ જીવી શકે.
શારીરિક આધાર: આપણા શરીરમાં ૭૮% પાણી છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટતાં કે ડિહાઇડ્રેશન થતાં તરસ લાગે છે. મગજનું હાઇપોથેલેમસ પાણીના અભાવ પ્રત્યે સંવેદનશીલ હોવાથી તરસનો અનુભવ કરાવે છે.
(૧) સિદ્ધિ પ્રેરણા (Achievement Motive):
મેકલેલેન્ડના મતે ઉત્કૃષ્ટતાના ધોરણો પ્રાપ્ત કરવા અને મુશ્કેલ લક્ષ્યો સર કરવા માટેની તીવ્ર ઈચ્છા એટલે સિદ્ધિ પ્રેરણા.
લક્ષણો: આવી વ્યક્તિઓ સરળને બદલે પડકારજનક કાર્યો પસંદ કરે છે, બદલાની અપેક્ષા વગર કાર્ય પૂર્ણ કરે છે અને સ્વ-જવાબદારી સ્વીકારે છે.
માપન: ‘પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી’ (TAT) દ્વારા તેનું માપન થાય છે.
(૨) સંલગ્નતાની પ્રેરણા (Affiliation Motive):
સંલગ્નતા એટલે અન્ય લોકો સાથે ગાઢ, પ્રેમપૂર્ણ અને સામાજિક સંબંધો બાંધવાની અને સમૂહમાં રહેવાની ઈચ્છા.
મેકડુગલના મતે સમૂહમાં રહેવાની વૃત્તિ સાહજિક છે. આ પ્રેરણાથી જ કુટુંબ, મિત્રવર્તુળ અને સમાજનું નિર્માણ થાય છે. એકાંતવાસની સજા માનવી માટે અસહ્ય બની જાય છે.
આવેગનો અર્થ: આવેગ માટે અંગ્રેજી શબ્દ 'Emotion' છે જે લેટિન શબ્દ 'Emovere' (અર્થ: ખળભળાટ કે ક્ષુબ્ધતા) પરથી બન્યો છે.
વ્યાખ્યા (જે. સી. કોલમેન): “આવેગ એવી તીવ્ર લાગણી છે કે જે સભાન અનુભવો, આંતર-બાહ્ય પ્રતિક્રિયાઓ અને વિવિધ ક્રિયાઓ કરવા માટે પ્રાણી કે માનવીને બળ પૂરું પાડે છે.”
આવેગના મુખ્ય બે પ્રકારો:
વિધાયક આવેગો (Positive Emotions): હકારાત્મક લાગણીઓ અને સ્વસ્થ મનોશારીરિક સ્થિતિ સાથે જોડાયેલા આવેગો. દા.ત., આનંદ, પ્રેમ, સુખ, ઉત્સાહ.
નિષેધક આવેગો (Negative Emotions): નકારાત્મક લાગણીઓ અને નબળી મનોશારીરિક સ્થિતિ સાથે જોડાયેલા આવેગો. દા.ત., ક્રોધ, ભય, ઈર્ષ્યા, નફરત, ચિંતા.
ડેનિયલ ગોલમેન અને અન્ય મનોવૈજ્ઞાનિકો દ્વારા દર્શાવેલ મુખ્ય માર્ગો:
સ્વ-જાગૃતિમાં વધારો: પોતાના વિચારો, લાગણીઓ અને વર્તનને તટસ્થ રીતે જાણવા.
આત્મ-નિરીક્ષણ કેળવવું: ચોક્કસ પ્રસંગોએ આપણે કેવું વર્તન કરીએ છીએ તેનું મૂલ્યાંકન કરવું.
સમ્યક વ્યવહાર / શાંત ચિત્ત: પરિસ્થિતિને વિચલિત થયા વગર સ્વીકારી શાંતિથી ઉકેલ લાવવો (દા.ત. જનક રાજાનું દ્રષ્ટાંત).
ઘટનાનું બૌદ્ધિક અને વિધાયક મૂલ્યાંકન: નિષ્ફળતા કે મુશ્કેલીને હકારાત્મક દ્રષ્ટિકોણથી જોઈને શીખવાનો અવસર બનાવવો.
સર્જનાત્મક બનો: કળા, રમતગમત કે સંગીત જેવી પ્રવૃત્તિઓમાં મન પરોવીને માનસિક સંતુલન મેળવવું.
પરાનુભૂતિ અને સામાજિક સેવા: બીજાના દુઃખને સમજી નિઃસ્વાર્થ સેવા કરવાથી આંતરિક શાંતિ મળે છે.
ભૂખ એ અસ્તિત્વ માટે અનિવાર્ય એવી જન્મજાત શારીરિક પ્રેરણા છે.
ડબલ્યુ. બી. કેનનના મતે જઠરના આકુંચનથી ભૂખ લાગે છે, પરંતુ આધુનિક સંશોધનો દર્શાવે છે કે મગજના હાઇપોથેલેમસ માં આવેલું ‘એક્સ્ટ્રીમ લેટરલ’ કેન્દ્ર ભૂખનું નિયંત્રણ કરે છે.
તીવ્ર ભૂખમાં માનવી નીતિ-અનીતિ ભૂલી જાય છે (દા.ત. ‘માનવીની ભવાઈ’ માં દર્શાવેલ દુષ્કાળની સ્થિતિ).
જાતીયતા (Sex) એ અસ્તિત્વ ટકાવવા માટે નહિ, પણ વંશવેલો અને પ્રજાતિના સાતત્ય માટે જરૂરી શારીરિક પ્રેરણા છે.
આ પ્રેરણા ભૂખ-તરસની જેમ તાત્કાલિક સંતોષવી અનિવાર્ય નથી; વ્યક્તિ તેને ઉર્ધ્વ માર્ગે પણ વાળી શકે છે.
જૈવિક આધાર: પુરુષમાં એન્ડ્રોજીન્સ/ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીમાં એસ્ટ્રોજીન્સ નામના હોર્મોન્સ જવાબદાર છે. મગજનું હાઇપોથેલેમસ પણ ભાગ ભજવે છે.
ભારતીય સંસ્કૃતિમાં વાત્સ્યાયન રચિત ‘કામસૂત્ર’ અને ખજૂરાહોની મૂર્તિઓ જાતીયતા પ્રત્યે વિધાયક અને વૈજ્ઞાનિક અભિગમ દર્શાવે છે.
આવેગ અનુભવતી વખતે થતા આંતર-બાહ્ય ફેરફારોને તેના શારીરિક આધારો કહે છે. તેમાં અનુકંપી/પરાનુકંપી ચેતાતંત્ર, થેલેમસ, હાઇપોથેલેમસ અને મસ્તિષ્ક છાલ ભાગ ભજવે છે.
જેમ્સ-લેંગનો સિદ્ધાંત: ઉદ્દીપકના પ્રત્યક્ષીકરણથી પહેલાં શારીરિક ફેરફારો (દા.ત. હૃદયના ધબકારા વધવા) થાય છે અને તેના પરિણામે આવેગ (ભય) અનુભવાય છે.
કેનન-બાર્ડનો સિદ્ધાંત: ઉદ્દીપકનો સંદેશો થેલેમસ સુધી પહોંચતા શારીરિક ફેરફારો અને આવેગની અનુભૂતિ એકસાથે થાય છે.
આવેગ માત્ર શારીરિક ફેરફાર નથી પરંતુ આપણી બોધાત્મક પ્રક્રિયાઓ (પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, અર્થઘટન) પર આધારિત છે.
શાખટર અને સિંગરનો દ્વિઘટક સિદ્ધાંત: આવેગનો અનુભવ વર્તમાન પરિસ્થિતિ અંગેની સભાનતા અને અર્થઘટનથી જન્મે છે.
દા.ત., નાનું બાળક સાપથી ડરતું નથી કારણ કે તેને સાપના ઝેર અંગેનો બોધાત્મક ખ્યાલ હોતો નથી, પણ મોટો માણસ સાપના ભયાનક પરિણામથી માહિતગાર હોવાથી ડરે છે.
પ્રેરણા અને આવેગ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. પ્રેરણા વર્તન માટે દિશા અને બળ પૂરું પાડે છે, જ્યારે આવેગ તેને ઉત્તેજના આપે છે.
જો પ્રેરણામાં અવરોધ ઊભો થાય કે અસંતોષ રહે તો નિષેધક આવેગો (ક્રોધ, નિરાશા, હતાશા) જન્મે છે (દા.ત., દિવ્યા ડૉક્ટર ન બની શકે તો દુઃખી થાય છે).
પ્રેરણા સંતોષાય ત્યારે વિધાયક આવેગો (આનંદ, સંતોષ) ઉત્પન્ન થાય છે.
સિદ્ધિ પ્રેરણાના માપન માટે ‘પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી’ ઉપયોગમાં લેવાય છે.