ધોરણ 11 | విષય: Rajyashastra
અર્થ: સ્વતંત્રતાનો સાધારણ અર્થ એ છે કે અન્ય કોઈને હાનિ કે નુકસાન ન પહોંચે તે રીતે વર્તન-વ્યવહાર કરવાની છૂટ. પ્રોફેસર લાસ્કીના મતે, "સ્વતંત્રતાનો અર્થ એવા વાતાવરણની સ્થાપના છે, જેમાં મનુષ્યોને પોતાના પૂર્ણ વિકાસની તકો પ્રાપ્ત થાય છે." સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતા નથી, પરંતુ વાજબી મર્યાદાઓમાં રહીને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવાની છૂટ છે.
સ્વતંત્રતાના પ્રકારો:
કુદરતી સ્વતંત્રતા: મનુષ્ય જન્મથી જ સ્વતંત્રતાનો હક ધરાવે છે. જ્હૉન લૉક અને રૂસો જેવા ચિંતકોના મતે મનુષ્યને આ હક કુદરત તરફથી મળેલો છે.
નૈતિક સ્વતંત્રતા: બુદ્ધિશાળી પ્રાણી હોવાના નાતે મનુષ્યને સારા-નરસાનો નિર્ણય કરવાની અને અનૈતિક વ્યવહારો સામે અવાજ ઉઠાવવાની સ્વતંત્રતા હોવી જોઈએ.
સામાજિક અને નાગરિક સ્વતંત્રતા: તેના ચાર પેટા વિભાગો છે:
વૈયક્તિક અને નાગરિક સ્વતંત્રતા: ખોરાક, પોશાક, રહેઠાણ અને ધર્મ પાળવાની અંગત સ્વતંત્રતા તથા કાયદા દ્વારા મળતું રક્ષણ.
રાજકીય સ્વતંત્રતા: મતાધિકાર, ચૂંટણી લડવી, પ્રચાર કરવો અને સરકારની નીતિઓની ટીકા કે સમર્થન કરવાનો હક.
આર્થિક સ્વતંત્રતા: રોજીરોટી મેળવવી, વાજબી વેતન, મિલકત ધરાવવી અને પોતાના વ્યવસાય માટે સંઘ રચવાનો હક.
રાષ્ટ્રીય સ્વતંત્રતા: રાષ્ટ્ર તરીકે સ્વતંત્ર રહેવાનો અને પરાધીનતા સામે લડત ચલાવવાનો હક.
સ્વતંત્રતાની જરૂરિયાત:
સ્વતંત્રતા એ પરમ મૂલ્ય અને સ્વયં એક ધ્યેય છે, જેમાં મનુષ્યને સુખ અને સંતોષ મળે છે.
વ્યક્તિના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે સ્વતંત્રતા અનિવાર્ય છે.
સત્યની શોધ, વૈજ્ઞાનિક સંશોધનો અને ન્યાયી સમાજની રચના માટે સ્વતંત્રતા હોવી જરૂરી છે.
સામાજિક ખ્યાલ: મનુષ્ય સામાજિક પ્રાણી હોવાથી સમાજ વિના સ્વતંત્રતા શક્ય નથી. તેથી સમાજના અન્ય સભ્યો પણ સ્વતંત્રતા ભોગવી શકે તે માટે દરેક નાગરિકે મર્યાદાઓ અને વાજબી નિયંત્રણો સાથે સ્વતંત્રતા માણવાની હોય છે.
રાજકીય ખ્યાલ: રાજકીય ખ્યાલ મુજબ રાજ્ય પોતાના નાગરિકોને કેટલીક સ્વતંત્રતાઓ આપે છે અને તેનું રક્ષણ પણ કરે છે. તેથી નાગરિકે રાજ્યના કાયદાઓની મર્યાદામાં રહીને પોતાની સ્વતંત્રતાનો ઉપભોગ કરવાનો હોય છે.
અર્થ: પ્રોફેસર લાસ્કીના મતે, "સમાનતાનો અર્થ એ છે કે સમાજમાં કોઈ વિશેષાધિકારવાળો વર્ગ ન હોય અને તમામને વિકાસની યોગ્ય તકો પ્રાપ્ત થાય."
સમાનતાના પ્રકારો:
કુદરતી સમાનતા: કુદરતે તમામ મનુષ્યોને સમાન બનાવ્યા છે. તેથી રંગ, જાતિ, જ્ઞાતિ કે લિંગના આધારે ભેદભાવ કરી શકાય નહીં.
સામાજિક સમાનતા: સમાજના સભ્ય તરીકે સૌને સમાન હકો મળે, જેમ કે અસ્પૃશ્યતા નાબૂદી કે સ્ત્રી-પુરુષ સમાનતા.
રાજકીય સમાનતા: સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર, ચૂંટણી લડવાની અને સરકારી નોકરી મેળવવાની સમાન તક.
આર્થિક સમાનતા: દરેકને પોતાની પાયાની જરૂરિયાતો સંતોષવાની અને અર્થતંત્રમાં સમાન ભાગીદારી મેળવવાની તક.
કાનૂની સમાનતા: 'કાયદા સમક્ષ સમાનતા' અને 'કાયદાનું સમાન રક્ષણ'. કાયદાની નજરમાં ગરીબ અને અમીર સૌ સરખા છે.
રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેની સમાનતા: આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ વિશ્વના તમામ નાના-મોટા સાર્વભૌમ દેશો સમાન છે (જેમ કે UNની મહાસભામાં દરેક દેશનો ૧ મત).
સ્વતંત્રતાના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે:
કુદરતી સ્વતંત્રતા: મનુષ્યને જન્મજાત મળતી સ્વતંત્રતા.
નૈતિક સ્વતંત્રતા: બુદ્ધિપૂર્વક સારા અને ખરાબનો વિવેક કરવાની સ્વતંત્રતા.
વૈયક્તિક અને નાગરિક સ્વતંત્રતા: રહેણીકેહણી, પહેરવેશ અને ધર્મની અંગત સ્વતંત્રતા.
રાજકીય સ્વતંત્રતા: મત આપવાનો, ઉમેદવારી કરવાનો અને સરકારના કાર્યોમાં ભાગ લેવાનો હક.
આર્થિક સ્વતંત્રતા: રોજગારી મેળવવાની અને આર્થિક જરૂરિયાતો પૂરી કરવાની તક.
રાષ્ટ્રીય સ્વતંત્રતા: દેશની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા.
નકારાત્મક પાસું: આ ખ્યાલ મુજબ વ્યક્તિના અંગત જીવનમાં રાજ્યનું કોઈપણ પ્રકારનું દખલ કે નિયંત્રણ ન હોવું જોઈએ.
હકારાત્મક પાસું: આ ખ્યાલ મુજબ વ્યક્તિના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે યોગ્ય વાતાવરણ અને તકો પૂરી પાડવી. જે કરવા જેવું છે તે કરવાની મોકળાશ આપવી તે હકારાત્મક સ્વતંત્રતા છે.
હકારાત્મક સમાનતા: કોઈપણ ભેદભાવ વિના સૌને વિકાસની સમાન તકો આપવી. જેમ કે, શૂદ્ર કે પછાત વર્ગ માટે શિક્ષણ કે નોકરીમાં અનામતની વ્યવસ્થા (Positive Discrimination).
નકારાત્મક સમાનતા: અમુક લોકોના હાથમાં જ સંપત્તિ કે જમીનનું કેન્દ્રીકરણ અટકાવવા કાયદાકીય મર્યાદાઓ કે નિષેધ મૂકવો, જેથી સમાજમાં અસમાનતા ન વધે.
વિરોધી ખ્યાલ તરીકે: કેટલાક ચિંતકો માને છે કે જો સમાનતા લાવવા માટે કાયદાકીય અંકુશો મૂકવામાં આવે તો વ્યક્તિની સ્વતંત્રતા હણાય છે.
પૂરક ખ્યાલ તરીકે: મોટાભાગના આધુનિક ચિંતકોના મતે બંને પૂરક છે. આર્થિક અને સામાજિક સમાનતા વગર રાજકીય કે નાગરિક સ્વતંત્રતા અર્થહીન બની જાય છે. વ્યક્તિત્વના પૂર્ણ વિકાસ માટે બંનેનું સંતુલન જરૂરી છે.