chapter 13

ધોરણ 11 | విષય: SPCC

1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો :

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: કંપનીના ઉદ્દેશો નક્કી કરે છે.
B: કંપની અને સભ્યોના પરસ્પર સંબંધો નિયંત્રિત કરે છે.
C: કંપની અને ત્રાહિત પક્ષ વચ્ચે સંબંધ નક્કી કરે છે.
D: કંપની અને સરકાર વચ્ચેના સંબંધો નક્કી કરે છે.

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: ધ્યેય નક્કી કરવા અંગેના નિયમો
B: શેર હપ્તા અંગેના નિયમો
C: સંચાલક મંડળની સત્તાઓ-ફરજો
D: શેર ફેરબદલી અંગેના નિયમો

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: આવેદનપત્ર છે.
B: વિજ્ઞાપનપત્ર છે.
C: નિયમનપત્ર છે.
D: કંપની સેક્રેટરી ઍક્ટ છે.

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: સ્વયંભૂ છે.
B: રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજો નોંધાવીને કાયદાકીય સ્વરૂપે મળે છે.
C: શૅરહોલ્ડરો દ્વારા મળે છે.
D: સંચાલક મંડળ દ્વારા મળે છે.

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
A: ટેબલ I
B: ટેબલ H
C: ટેબલ F
D: ટેબલ J

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: સ્વતંત્ર હોય છે.
B: સભ્યો અંદરોઅંદર કરી શકે
C: ૫૨ નિયંત્રણ મૂકવામાં આવે છે.
D: કરી જ ન શકાય.

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: ટેબલ I
B: ટેબલ F
C: ટેબલ G
D: ટેબल H

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
A: જેમાં શૅર હોલ્ડરોને ખબર હોય કે કંપનીમાં શું ચાલે છે.
B: જેમાં સંચાલક મંડળને ખબર હોય કે કંપનીમાં કેવી રીતે સંચાલન થાય છે.
C: જેમાં કર્મચારીને ખબર છે કે કંપનીમાં વહીવટ વ્યવસ્થિત ચાલે છે.
D: જેમાં ત્રાહિત પક્ષ માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે.

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: ટેબલ G
B: ટેબલ H
C: ટેબલ I
D: ટેબલ J

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: ટેબલ F
B: ટેબલ G
C: ટેબલ I
D: ટેબલ J

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: ટેબલ A
B: ટેબલ I
C: ટેબલ H
D: ટેબલ J
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો :

સાચો જવાબ: નિયમનપત્રમાં જે ફેરફાર કરવામાં આવે તે ફેરફારની નકલ 30 દિવસમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે.

સાચો જવાબ: બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી, કંપનીને સમેટી લેવાના સંજોગો ઊભા થાય ત્યારે આવેદનપત્ર અનુસાર કંપનીની મિલકતમાં જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય તેટલા પૂરતી જ મર્યાદિત હોય છે.

સાચો જવાબ: અમર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે.

સાચો જવાબ: નિયમનપત્રમાં ફેરફાર કરવા શૅરહોલ્ડરોને સભાના 21 દિવસ અગાઉ નોટિસ મોકલવી પડે છે.

સાચો જવાબ: કંપની ધારા 2013 ના પરિશિષ્ટ I માં નિયમનપત્ર માટે ટેબલ F, G, H, I અને J એમ કુલ પાંચ ટેબલ છે.

સાચો જવાબ: કંપની ધારા 2013 ના પરિશિષ્ટ I માં નિયમનપત્ર માટે ટેબલ F, G, H, I અને J એમ કુલ પાંચ ટેબલ છે.

સાચો જવાબ: ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્ય સંખ્યા 200 હોઈ શકે છે.

સાચો જવાબ: ખાનગી કંપનીની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 2 હોવી જોઈએ.

સાચો જવાબ: સભ્યો વચ્ચે નિયમનપત્ર (Articles of Association) સંબંધ નક્કી કરે છે.
3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :

સાચો જવાબ: ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતરણ કરવા માટે તથા જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ કરવા માટે નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે છે.

સાચો જવાબ: “કંપની ધારા 2013 મુજબ નિયમનપત્ર (આર્ટિકલ્સ ઑફ ઍસોસિયેશન) એટલે આ પહેલાંના કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે વખતોવખત ફેરફાર કરેલા નિયમનપત્ર.” સરળ શબ્દોમાં, “આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો સમૂહ.”

સાચો જવાબ: કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટે આવેદનપત્ર (Memorandum of Association) અને નિયમનપત્ર (Articles of Association) જરૂરી છે.

સાચો જવાબ: નિયમનપત્રમાં કરવામાં આવેલ ફેરફારની નવી છાપેલી નકલ નિયત સમયમર્યાદામાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવ્યા પછી અને રજિસ્ટ્રાર સમક્ષ તેની નોંધણી થયા પછી જ તે ફેરફાર અમલમાં આવે છે.

સાચો જવાબ: આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિનિયમો નિયમનપત્રમાં દર્શાવવામાં આવે છે, જેને આધારે કંપનીનો રોજબરોજનો વહીવટ ચાલે છે.
4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો :

સાચો જવાબ: ટેબલ J એ અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેમાં શૅરમૂડી ન હોય તેવી કંપનીને લાગુ પડે છે. આવી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે અને શૅરમૂડી હોતી નથી. કંપની સમેટી લેવામાં આવે ત્યારે પૂરતી મિલકતો ન હોય તો સભ્યોએ અંગત મિલકતમાંથી દેવું ચૂકવવું પડે છે.

સાચો જવાબ:

ટેબલ I એ શૅરમૂડીવાળી અમર્યાદિત જવાબદારીવાળી કંપનીને લાગુ પડે છે. આવી કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે અને કંપની શૅર પણ બહાર પાડે છે. જો કંપનીની જવાબદારી ભરપાઈ કરવા પૂરતી મિલકતો ન હોય તો સભ્યે પોતાની અંગત મિલકતમાંથી દેવું ચૂકવવું પડે છે.


સાચો જવાબ: ટેબલ H એ બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શૅર બહાર ન પાડ્યા હોય તેને લાગુ પડે છે. આવી કંપનીમાં સભ્યોની જવાબદારી કંપની સમેટી લેતી વખતે મિલકતમાં ફાળો આપવાની બાંયધરી પૂરતી મર્યાદિત હોય છે.

સાચો જવાબ: ટેબલ G એ બાંયધરી દ્વારા મર્યાદિત કંપની જેને શૅરમૂડી હોય તેને લાગુ પડે છે. આવી કંપનીનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે સભ્ય સંખ્યા એકસોની હોવી જોઈએ. આ કંપનીએ આ કલમ ઉપરાંત ટેબલ F ની જોગવાઈઓનો સ્વીકાર કરવાનો હોય છે.

સાચો જવાબ: નિયમનપત્ર સેક્રેટરી માટે ખૂબ ઉપયોગી છે. કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન, શૅરની વહેંચણી, શૅરના હપતા મંગાવવા, શૅર જપ્તી અને ફેરબદલી અંગેના નિયમો સેક્રેટરીને કાર્યાલય વ્યવસ્થામાં ઉપયોગી બને છે. તેમજ હિસાબો, સંચાલક મંડળ, ઑડિટર વગેરેની નિમણૂક, સત્તાઓ અને ફરજો અંગે ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડે છે.

સાચો જવાબ:

આંતરિક વહીવટના સિદ્ધાંતના મુખ્ય અપવાદો નીચે મુજબ છે:





  1. જ્યારે કંપની એવું કાર્ય કરે કે જે કાર્ય કરવાની કંપનીને સત્તા જ ન હોય.




  2. જ્યારે કંપનીમાંથી છળકપટ કરીને દસ્તાવેજ મેળવવામાં આવ્યો હોય.




  3. જ્યારે બાહ્ય વ્યક્તિને આંતરિક વહીવટની અનિયમિતતાની જાણ હોય.




  4. કંપની સાથે કામ પાર પાડનાર વ્યક્તિને તપાસ કરવાનું જરૂરી બને છતાં તે તપાસ ન કરે.




  5. દેખીતી રીતે કંપનીના અધિકારીનું કૃત્ય સત્તા બહારનું હોય.




5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો :

સાચો જવાબ: કંપની સાથે કામ પાર પાડનાર બહારની વ્યક્તિ એમ માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. કંપની સાથે કામ પાર પાડનાર વ્યક્તિઓ આવેદનપત્ર અને નિયમનપત્રની વિગતોના જાણકાર છે તેમ માની લેવામાં આવે છે, કારણ કે આ બંને જાહેર દસ્તાવેજો છે. સામાન્ય વ્યક્તિ એમ માની શકે છે કે કંપનીએ જે વ્યવહાર કરેલ છે તે આર્ટિકલ્સમાં જણાવેલ નિયમો પ્રમાણે જ કર્યો હશે અને તેને અમલમાં મૂકવાની બધી કાર્યવાહી કરવામાં આવી હશે. આ નિયમને ‘આંતરિક વહીવટનો સિદ્ધાંત’ (Doctrine of Indoor Management) કહેવામાં આવે છે.

સાચો જવાબ:

નિયમનપત્રમાં ફેરફાર કરવા માટે સેક્રેટરીએ નીચે મુજબની ફરજો બજાવવાની હોય છે:





  1. શૅરહોલ્ડરોની સભા બોલાવવા માટે નોટિસ તૈયાર કરવી અને તે સભાના 21 દિવસ અગાઉ મળી જાય તે રીતે મોકલવી.




  2. સભામાં કરવાના કાર્યોની કાર્યસૂચિ તૈયાર કરી તેમાં નિયમનપત્રના ફેરફારોનો સમાવેશ કરવો.




  3. ખાસ ઠરાવ પસાર કરવા સામાન્ય સભા બોલાવવી, સભાનોંધ રાખવી અને મતદાનની ગણતરી કરવી.




  4. નિયમનપત્રમાં ફેરફાર અંગે પસાર થયેલ ખાસ ઠરાવની નકલ 30 દિવસમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાની વ્યવસ્થા કરવી.




  5. સભાની કાર્યવાહીની નોંધ તૈયાર કરવી.




  6. ટ્રિબ્યુનલની પરવાનગીની જરૂર હોય તો તેની વ્યવસ્થા કરવી.




  7. ફેરફારનો સમાવેશ કરી નિયમનપત્રની નવી છાપેલી નકલ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી (રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જ ફેરફાર અમલમાં આવે છે).




સાચો જવાબ:

કંપની ધારા 2013ના પરિશિષ્ટ-I માં ટેબલ F શૅર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ માટે છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:





  1. પદો કે શબ્દોનું અર્થઘટન




  2. સામાન્ય મહોર અને તેના વપરાશ અંગેના નિયમો




  3. શૅરમૂડી અંગેની જોગવાઈઓ




  4. શૅર લિયન, હપતા, ફેરબદલી, જપ્તી અને પ્રેરષણ અંગેના નિયમો




  5. શૅરમૂડીના ફેરફાર અને પરત આય (Buy Back) અંગેના નિયમો




  6. સામાન્ય સભા અંગેના નિયમો, સંચાલન અને સભા સ્થગિત કરવાની વિધિ




  7. મતાધિકાર અને પ્રોક્સી અંગેના નિયમો




  8. સંચાલક મંડળ અંગેના નિયમો, સંખ્યા અને મહેનતાણાં




  9. ડિવિડન્ડ, અનામત ભંડોળ અને હિસાબો અંગેના નિયમો




  10. કંપની બંધ કરવાની કે ફડચામાં લઈ જવાની વિધિ




સાચો જવાબ:

નિયમનપત્ર અંગેની કાનૂની જોગવાઈઓ નીચે મુજબ છે:





  1. આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમનપત્રમાં સહી કરવી પડે છે.




  2. સહી કરનારે સરનામું, ધંધો અને જરૂરી વિગતો જણાવી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે સહી કરવી પડે છે.




  3. નમૂનામાં આપેલ નિયમનપત્રમાં સમાવેલ તમામ નિયમોનો કે કોઈ નિયમનો કંપની સ્વીકાર કરી શકે છે.




  4. કંપની નિયમનપત્રની જોગવાઈઓનું પાલન કરવા બંધાયેલ છે.




  5. આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં.




  6. ખાનગી કંપનીએ તેના નિયમનપત્રમાં સભ્ય સંખ્યા (2 થી 200), શૅર ફેરબદલી પર નિયંત્રણ અને જાહેર જનતાને આમંત્રણ ન આપવાની વિશેષતાઓ દર્શાવવી પડે છે.




  7. કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિ નિયમનપત્રની જાણ ધરાવે છે તેમ મનાય છે અને કોઈ પણ વ્યક્તિ તેની નકલ મેળવી શકે છે.




  8. ખાસ ઠરાવ પસાર કરીને નિયમનપત્રમાં ફેરફાર કરી શકાય છે.




સાચો જવાબ:


  1. નોંધણીની જરૂરિયાત: આવેદનપત્ર કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે, જ્યારે શૅરમૂડીથી મર્યાદિત જાહેર કંપનીઓ માટે નિયમનપત્ર મરજિયાત છે (ટેબલ F અપનાવી શકે).




  2. મહત્ત્વ: આવેદનપત્ર એ કંપનીનો પાયાનો અને મુખ્ય દસ્તાવેજ છે, જ્યારે નિયમનપત્ર એ આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ છે.




  3. ઉદ્દેશ્ય: આવેદનપત્ર કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે, જ્યારે નિયમનપત્ર કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવો તે નક્કી કરે છે.




  4. ફેરફાર: આવેદનપત્રમાં ફેરફાર કરવા અટપટી, ખર્ચાળ અને લાંબી વિધિ કરવી પડે છે તથા ખાસ ઠરાવ અને મંજૂરી જરૂરી છે, જ્યારે નિયમનપત્રમાં સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને સહેલાઈથી ફેરફાર કરી શકાય છે.




  5. સર્વોપરિતા: આવેદનપત્ર નિયમનપત્રને આધીન નથી, જ્યારે નિયમનપત્ર આવેદનપત્રને આધીન છે (આવેદનપત્ર વિરુદ્ધની નિયમનપત્રની જોગવાઈ રદબાતલ છે).




સાચો જવાબ: કંપનીના નિયમનપત્રમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકાય છે. કંપનીધારા અનુસાર ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં કે જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ કરવા માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે છે. સંચાલકો કે મૅનેજિંગ ડિરેક્ટરના મહેનતાણામાં વધારો કરવા માટે પણ ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. નિયમનપત્રમાં કરવામાં આવતો ફેરફાર ભારતના પ્રવર્તમાન કાયદાઓ, આવેદનપત્રની જોગવાઈઓ તથા સર્વોપરિતા ધરાવતી જોગવાઈઓની વિરુદ્ધ ન હોવો જોઈએ. ફેરફાર હંમેશાં કંપનીના હિત માટે અને સભ્યો સાથે છેતરપિંડી કે જોરજુલમ ન થાય તેવા હેતુથી થવો જોઈએ. ફેરફાર અંગેનો ઠરાવ 30 દિવસમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવો પડે છે.

સાચો જવાબ:

ટેબલ H એ બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શૅર ન પાડ્યા હોય તેને લાગુ પડે છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:





  1. સભ્યસંખ્યા (શરૂઆત માટે 100 સભ્યોની જરૂર પડે).




  2. સામાન્ય સભા અને સામાન્ય સભા સિવાયની બધી સભાઓ ખાસ સભા ગણાશે.




  3. સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો.




  4. સભા સ્થગિતતા અંગેની વિધિ.




  5. મતાધિકાર અંગેના નિયમો.




  6. સંચાલક મંડળ અને તેમની સભાઓ અંગેનું નિયમન.




  7. મુખ્ય વહીવટી અધિકારી, મૅનેજર, કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારીની નિમણૂક અને બરખાસ્ત કરવા અંગેના નિયમો.




  8. સામાન્ય મહોર અંગેના નિયમો.




સાચો જવાબ:

સામાન્ય રીતે નિયમનપત્રમાં નીચેની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે:





  1. જો પ્રાથમિક કરારો થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં.




  2. શૅરની સંખ્યા અને તેની દાર્શનિક કિંમત.




  3. શૅર હપતા અંગેના નિયમો.




  4. શૅર ફેરબદલી અને શૅર જપ્તી અંગેના નિયમો.




  5. શૅરની વણચુકવાયેલ કિંમત અંગે કંપનીનું લિયન.




  6. શૅરનું પ્રેષણ.




  7. અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલ મૂડી.




  8. ખાનગી કંપનીમાં શૅર હસ્તાંતરણ પર નિયંત્રણ.




  9. સામાન્ય સભા સંબંધી નિયમો.




  10. સંચાલક મંડળની સત્તાઓ અને ફરજો.




  11. ડિવિડન્ડ અંગેના નિયમો.




સાચો જવાબ:

નિયમનપત્રનું મહત્ત્વ નીચે મુજબ છે:





  1. રોજબરોજના વહીવટમાં ઉપયોગી: આવેદનપત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટેના નીતિનિયમો નિયમનપત્રમાં દર્શાવવામાં આવે છે, જેના આધારે કંપનીનો રોજબરોજનો વહીવટ ચાલે છે.




  2. સેક્રેટરી માટે મહત્ત્વનું: શૅરની વહેંચણી, હપતા, જપ્તી, ફેરબદલી તેમજ સંચાલકો અને અધિકારીઓની નિમણૂક, સત્તાઓ અને ફરજો અંગે સેક્રેટરીને ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડે છે.




  3. શૅરહોલ્ડરો માટે ઉપયોગી: શૅરહોલ્ડરોના હકો અને જવાબદારીઓની સ્પષ્ટતા કરે છે. તે આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે.




  4. વિવિધ સંબંધો નક્કી કરવા ઉપયોગી: કંપની તથા સભ્યો વચ્ચેના પરસ્પર અને આંતરિક સંબંધોનું નિયંત્રણ કરે છે.




  5. કંપનીનું સ્વરૂપ નક્કી કરવામાં ઉપયોગી: નિયમનપત્રના આધારે કંપની જાહેર કંપની છે કે ખાનગી કંપની તે નક્કી કરી શકાય છે.




```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```