ધોરણ 11 | విષય: SPCC
વિજ્ઞાપનપત્રનાં લક્ષણો નીચે મુજબ છે:
વિજ્ઞાપનપત્ર એ કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે.
આના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે.
વિજ્ઞાપનપત્ર નોટિસ, પરિપત્ર કે જાહેરખબર સ્વરૂપનું હોય છે.
વિજ્ઞાપનપત્ર લેખિત હોવું જોઈએ.
સેક્રેટરીએ રજિસ્ટ્રાર પાસે વિજ્ઞાપનપત્ર નોંધાવતા પહેલાં નીચેની બાબતો જોવી પડે છે:
વિજ્ઞાપનપત્રમાં તારીખ લખેલી છે કે નહીં તેની ખાતરી કરવી.
કંપનીધારા અનુસાર બધી જ વિગતો અને અહેવાલો સામેલ છે કે નહીં તે જોવું.
વિજ્ઞાપનપત્રમાં દર્શાવેલ દરેક વ્યક્તિની લેખિત સંમતિ મેળવી છે કે નહીં તેની ખાતરી કરવી.
કાયદાકીય જોગવાઈઓનું પાલન થયું છે કે નહીં તે ચકાસવું.
પ્રૉજેક્ટ અંગે નીચેની વિગતોનો સમાવેશ વિજ્ઞાપનપત્રમાં કરવામાં આવે છે:
(a) સંચાલકોનો ખ્યાલ અને તેમાં રહેલાં જોખમો
(b) પ્રૉજેક્ટ માટે રાહ જોવાનો સમય
(c) પ્રૉજેક્ટમાં થયેલી પ્રગતિ
(d) પ્રૉજેક્ટ પૂરો થવાનો સમય
(e) વિજ્ઞાપનપત્ર પ્રગટ થવા અગાઉનાં પાંચ વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક સામે કોઈ દાવો પડતર હોય, કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય અથવા સરકારી વિભાગ દ્વારા સ્થાપક સામે કોઈ દાવો કરવામાં આવ્યો હોય કે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવેલ હોય તો તે અંગેની વિગતો.
ધંધો ચાલુ હોય તેવી કંપનીઓએ વધારાની નીચેની વિગતો જણાવવી પડે છે:
(a) કંપનીનું નફા-નુકસાન ખાતું, પાકું સરવૈયું - એ અંગેનો ઑડિટરનો અહેવાલ.
(b) વિજ્ઞાપનપત્ર બહાર પાડ્યાનાં અગાઉનાં પાંચ વર્ષના નફા-નુકસાનની વિગતો, ગૌણ શાખાના અહેવાલો.
(c) મેળવેલ જામીનગીરીઓનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમાં કરવાનો છે, તે ધંધા અંગેની માહિતી.
ખાનગી નિયુક્તિ અંગે કંપનીધારાની જોગવાઈઓ નીચે મુજબ છે:
આ પ્રકારનાં ભરણાં અંગેનાં તમામ નાણાં ચેકથી, ડ્રાફ્ટથી અથવા બૅન્કના વ્યવહારો દ્વારા ભરી શકાય છે. રોકડ દ્વારા આ ભરણાં ભરી શકાતા નથી.
આ પ્રકારે આવેલા ભરણાંની ફાળવણી 60 દિવસમાં કરવાની રહેશે. જો 60 દિવસમાં સંચાલકો આવી ફાળવણી ન કરે તો અરજી કરનારાઓને 60 દિવસ પૂરા થયા પછીનાં 15 દિવસમાં નાણાં પરત કરવા પડે.
જો નાણાં 15 દિવસમાં પરત નહિ કરી શકે તો કંપનીએ 60 દિવસ પૂરા થયાના દિવસથી નાણાં પરત કર્યાની તારીખ સુધીનું વાર્ષિક 12% લેખે વ્યાજ આપવું પડે.
આ પ્રકારે મળેલ નાણાં શિડ્યુલ બૅન્કમાં અલગ ખાતામાં રાખવામાં આવશે.
આ માટે આવરી લેવાયેલ તમામ પ્રસ્તાવો માત્ર એવી વ્યક્તિને આપવામાં આવશે, જેમનાં નામો કંપનીએ ભરણાં માટે આમંત્રણ આપતા પહેલાં નોંધેલ હોય તેવી વ્યક્તિઓને નામજોગ પ્રસ્તાવ આપવામાં આવશે.
આવા પ્રસ્તાવો અંગેનો રેકોર્ડ નિયત કર્યા મુજબ રાખવામાં આવશે અને સંબંધિત ખાનગી નિયુક્તિ પ્રસ્તાવપત્ર પસાર કર્યા બાદ 30 દિવસમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ આ અંગે સંપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવશે.
આ રીતે જામીનગીરીઓનો પ્રસ્તાવ કરતી કંપની જાહેર જનતાને આવા પ્રસ્તાવની માહિતી આપવા માટે કોઈ પણ જાહેરાત કરી શકશે નહીં.
જ્યારે કંપની આ પ્રમાણે જામીનગીરીઓની ફાળવણી કરે ત્યારે કંપની જામીનગીરી ધારકોનાં નામ, સરનામાં, ફાળવાયેલ જામીનગીરીની સંખ્યા, અન્ય બધી જ જરૂરી માહિતી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવી પડે.
વિજ્ઞાપનપત્ર જાહેર જનતાને કંપનીમાં શૅર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા આમંત્રણ અપાતો અગત્યનો દસ્તાવેજ છે, જેમાં ગેરરજૂઆત કરવામાં આવે, કપટયુક્ત જાહેરાત કરવામાં આવે અથવા અતિશયોક્તિભર્યું નિવેદનો કરવામાં આવે તો આ અંગે કંપનીના અધિકૃત અધિકારીઓ જવાબદાર ઠરે છે. આ જવાબદારી બે પ્રકારની હોય છે:
દીવાની જવાબદારી (Civil Liability): જો કોઈ વ્યક્તિએ કંપનીએ બહાર પાડેલ વિજ્ઞાપનપત્રથી ગેરમાર્ગે દોરવાઈને કંપનીમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરેલ હોય અને તેના પરિણામે તેને નુકસાન કે ખોટ જાય તો કંપની સામે નુકસાન વળતર માટે દીવાની કાર્યવાહી કરી શકે છે અને કંપની તેને ભરપાઈ કરવા બંધાયેલ છે. સંચાલકો, સ્થાપકો, અધિકૃત અધિકારીઓ તથા નિષ્ણાતો આ ખોટ ભરપાઈ કરવા જવાબદાર બને છે.
ફોજદારી જવાબદારી (Criminal Liability): ઇરાદાપૂર્વકની વિજ્ઞાપનપત્રમાં ગેરરજૂઆત કરી જનતાને આર્થિક નુકસાન પહોંચાડવું તે ફોજદારી ગુનો બને છે. આ એવા પ્રકારની જવાબદારી છે જેમાં કંપનીના અધિકારીઓને દંડ કે કેદની સજા અથવા બંને થઈ શકે છે. આવી ગેરરજૂઆતનો હેતુ વ્યક્તિઓને કપટપૂર્વક નાણાં રોકવા અથવા કપટપૂર્ણ રીતે નાણાં રોકવા લલચાવવાનો હોય છે.
વિજ્ઞાપનપત્ર અંગે સેક્રેટરીની મુખ્ય ફરજો નીચે મુજબ છે:
સંચાલકોએ વિજ્ઞાપનપત્ર તૈયાર કરવા માટેનું કાર્ય જે સમિતિને સોંપે કે સૉલિસિટરને સોંપે તેની સાથે સતત સંપર્કમાં રહી તેમને જરૂરી વહીવટી મદદ કરવી.
વિજ્ઞાપનપત્ર અંગેનો મુસદ્દો તૈયાર થઈ જાય એટલે તેની મંજૂરી અંગે સંચાલક મંડળની સભા બોલાવવી અને કંપનીધારા અંગેની જોગવાઈઓની માહિતી આપવી.
વિજ્ઞાપનપત્ર મંજૂર થઈ જાય પછી તે છપાવી એક નકલ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવા માટે મોકલી આપવી.
રજિસ્ટ્રાર પાસે નોંધાવતા પહેલાં વિજ્ઞાપનપત્રમાં તારીખ લખેલી છે કે નહીં અને બધી જ વિગતો સામેલ છે કે નહીં તેની ખાતરી કરવી.
વિજ્ઞાપનપત્રમાં જે સંચાલકોનાં નામ જણાવેલ હોય તેમને તથા નિષ્ણાતો, ઑડિટર, બૅન્કર વગેરેને તેની નકલ મોકલવી અને તેમની લેખિત મંજૂરી મેળવવી.
લઘુવિજ્ઞાપનપત્ર સાથે અરજી ફૉર્મ છપાવવાની વ્યવસ્થા કરવી અને બાંયધરી દલાલોને તે પહોંચાડવા.
શૅર અરજીનાં નાણાં શિડ્યુલ બૅન્કમાં અલગ ખાતામાં જમા કરાવવા માટે ખાસ ખાતું ખોલાવવાની વ્યવસ્થા કરવી.
વર્તમાનપત્રોમાં શૅરભરણું ખુલ્લું મૂકવાની જાહેરાત ગોઠવવી અને શૅરબજારમાં શૅરની નોંધણી કરાવવાની વ્યવસ્થા કરવી.
વિજ્ઞાપનપત્ર નોંધાવ્યા પછી 90 દિવસમાં તે બહાર પડી જાય તે અંગેની વ્યવસ્થા ગોઠવવી.
બાંયધરીકરારના ફાયદા નીચે મુજબ છે:
બાંયધરી કરારો કરવાના કારણે સ્થાપકો માટે નાણાં મેળવવા માટે અનિશ્ચિતતા રહેતી નથી.
બાંયધરી દલાલો શૅરબજારના નિષ્ણાત હોવાના કારણે કંપનીને યોગ્ય સલાહ આપે છે અને રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે છે.
બાંયધરી દલાલો જવાબદારી લેતા પહેલાં કંપનીની સ્થિતિ અને ભાવિ વિશે યોગ્ય તપાસ કરે છે, પછી જ બાંયધરીના કરારો કરે છે. તેથી નાણાં રોકનારાઓને તેમનાં નાણાંની સલામતી અંગે વિશ્વાસ વધે છે.
બાંયધરી દલાલોની પ્રતિષ્ઠાનો લાભ પણ કંપનીને મળે છે. પ્રતિષ્ઠિત બાંયધરી દલાલોનાં નામના કારણે રોકાણકારો કંપનીમાં રોકાણ કરવા આકર્ષાય છે
વિજ્ઞાપનપત્રમાં ગેરરજૂઆત નીચેની પરિસ્થિતિઓમાં કહી શકાય:
વિજ્ઞાપનપત્રની વિગતોના સંદર્ભમાં જે નિવેદન કરવામાં આવ્યું હોય તે ગેરમાર્ગે દોરનારું હોય.
વાંચનારને ગેરમાર્ગે દોરવાના આશયથી વિજ્ઞાપનપત્રમાં જરૂરી વિગતો આપવામાં ન આવી હોય.
વિજ્ઞાપનપત્રમાં દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હોય.
વિજ્ઞાપનપત્ર એ રોકાણ કરનાર જાહેર જનતા માટે મહત્ત્વનો દસ્તાવેજ છે કારણ કે આ દસ્તાવેજના આધારે રોકાણકાર કંપનીમાં રોકાણ કરવાનો નિર્ણય લે છે. વિજ્ઞાપનપત્રનું મહત્ત્વ નીચેના મુદ્દાઓ પરથી સમજી શકાય:
વિજ્ઞાપનપત્રમાં કંપનીનું નામ, શેરમૂડીનો પ્રકાર, કંપનીનું કાર્યક્ષેત્ર, ભાવિ યોજનાઓ અંગે વિગતો આપવામાં આવે છે.
કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી આપવામાં આવે છે.
આ દસ્તાવેજનો ઉદ્દેશ જાહેર જનતાને સાચી અને વાસ્તવિક માહિતી આપવાનો હોય છે, જેથી રોકાણકારોનો વિશ્વાસઘાત ન થાય.
વિજ્ઞાપનપત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત, રોકાણકારને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે.
કંપનીના પ્રૉજેક્ટના સંભવિત જોખમો અંગે રજૂઆત કરવામાં આવે છે, પરિણામે રોકાણકાર યોગ્ય નિર્ણય લઈ શકે છે.
અર્થ: સાદી ભાષામાં વિજ્ઞાપન એટલે જાહેરાત. જાહેર કંપની શેરમૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે તેને વિજ્ઞાપનપત્ર કહેવાય.
વ્યાખ્યા: “કંપની દ્વારા જાહેર જનતાને તેના શૅર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપનપત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય જેમાં નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય છે.”
વિજ્ઞાપનપત્ર બહાર પાડવા અંગે કંપનીધારાની જોગવાઈઓ નીચે મુજબ છે:
નોંધણી અંગેની બધી જ જરૂરિયાતોનું પાલન કરવામાં ન આવે તો કંપની રજિસ્ટ્રાર વિજ્ઞાપનપત્રની નોંધણી કરશે નહીં.
વિજ્ઞાપનપત્રમાં જે તારીખ લખવામાં આવશે તે જ વિજ્ઞાપનપત્રની પ્રકાશિત થયાની તારીખ ગણાશે.
રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરતા પહેલાં કંપની વતી કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાપનપત્ર બહાર પાડી શકે નહીં.
વિજ્ઞાપનપત્રમાં દર્શાવેલ દરેક વ્યક્તિએ રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવતા પહેલાં સહી કરવી જરૂરી છે.
વિજ્ઞાપનપત્રમાં દર્શાવવામાં આવેલ દરેક વ્યક્તિની લેખિત સંમતિ સામેલ કરવી અને નિષ્ણાત વ્યક્તિનું નિવેદન લેવું.
વિજ્ઞાપનપત્રની છાપેલી નકલ રજિસ્ટ્રારને આપવી પડે.
વિજ્ઞાપનપત્રની નોંધણી બાદ 90 દિવસમાં બહાર પાડવું પડે, જો 90 દિવસ પછી બહાર પાડવામાં આવે તો તે કાયદેસર ગણાશે નહીં.
કંપનીની જામીનગીરી ખરીદવા લઘુ વિજ્ઞાપનપત્ર જોડ્યા વગર અરજીપત્રક આપી શકાતું નથી.
કંપનીધારા 2013 પ્રમાણે વિજ્ઞાપનપત્રમાં નીચેની બાબતોનો સમાવેશ કરેલો હોવો જોઈએ:
કંપનીનું નામ અને રજિસ્ટર્ડ ઑફિસનું સરનામું.
કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી, ઑડિટર, કાનૂની સલાહકારો, બૅન્કર, ટ્રસ્ટી, બાંયધરી દલાલોનાં તથા અન્ય વ્યક્તિઓનાં નામ અને સરનામાં.
ભરણાં ખૂલવાની અને બંધ થવાની તારીખ, જામીનગીરી ફાળવણી અને નાણાં પરત અંગેનો સમય.
બૅન્કમાં અલગ ખાતું ખોલાવી, ભરણામાં આવેલ તમામ નાણાં તે જ ખાતામાં મૂકવામાં આવશે તે અંગે સંચાલક મંડળનું નિવેદન.
બાંયધરી કરાર અંગેની તમામ વિગતો અને સંચાલકોની, ઑડિટર્સની, બૅન્કર્સની અને નિષ્ણાતોની સંમતિ.
કંપની ધારા મુજબ કંપનીનું મૂડી માળખું અને જાહેર ભરણાંનો હેતુ, શરતો.
કંપનીનો મુખ્ય ઉદ્દેશ, વર્તમાન ધંધો, ધંધો ક્યાં ચાલી રહ્યો છે તે સ્થળ અને પ્રૉજેક્ટ અંગેનાં જોખમો તથા પ્રગતિ.
સંચાલક મંડળની વિગતો, તેમની નિમણૂક, વેતન અને સ્થાપકોની યોગદાન અંગેની વિગતો.
જો ધંધો ચાલુ હોય તો છેલ્લાં પાંચ વર્ષના નફા-નુકસાન ખાતાની અને પાકા સરવૈયાની વિગતો.