chapter 15

ધોરણ 11 | విષય: SPCC

1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો :

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: ઇક્વિટી શૅર
B: પ્રેફરન્સ શૅર
C: બોનસ શૅર
D: હકના શૅર

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: મતાધિકારનો હક્ક
B: ડિવીડન્ડમાં પ્રથમ હક્ક
C: સામાન્ય સભામાં હાજર રહેવાનો હક્ક
D: બોનસ શેર મેળવવાનો હક્ક

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: આવેદનપત્ર બહાર પાડવું પડે.
B: વિજ્ઞાપનપત્ર બહાર પાડવું પડે.
C: નિયમનપત્ર બહાર પાડવું પડે.
D: શૅર પ્રમાણપત્ર બહાર પાડવું પડે.

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: નોન રિક્રુટ ઇન્ડિયન
B: નોન રેસિડન્ટ ઇન્ડિયન
C: નેશનલ રેસિડન્ટ ઇન્ડિયન
D: નોન રેસિડન્ટ ઇન્ટરનેશનલ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: કાયમી
B: જંગમ
C: અદૃશ્ય
D: અવાસ્તવિક

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: નેશનલ સિક્યોરિટિઝ ડિપૉઝિટરી લિમિટેડ
B: નોન-સિક્યોરિટિઝ ડિપૉઝિટરી લિમિટેડ
C: નેશનલ સિક્યોરિટિઝ ડિઝાસ્ટર લિમિટેડ
D: નેશનલ સિક્યોરિટિઝ ડિપાર્ટમેન્ટ લિમિટેડ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: ઇક્વિટી શૅર
B: બોનસ શૅર
C: સ્વેટ ઇક્વિટી શૅર
D: હકના શૅર

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: સેન્ટ્રલ ડિફેન્સ સર્વિસિઝ ઇન્ડિયા લિમિટેડ
B: સેન્ટ્રલ ડાયરેક્ટ સર્વિસિઝ ઇન્ડિયા લિમિટેડ
C: સેન્ટ્રલ ડિપૉઝિટરી સર્વિસિઝ ઇન્ડિયા લિમિટેડ
D: સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ સર્વિસિસ ઇન્ડિયા લિમિટેડ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: ડાયરેક્ટર પેમેન્ટ
B: ડિપૉઝિટરી પાર્ટલી પેમેન્ટ
C: ડિપૉઝિટરી પાર્ટિસિપન્ટ
D: ડિપૉઝિટરી પાર્ટનરશીપ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: 1
B: 3
C: 2
D: 4

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: સિક્યોરિટિઝ ઍન્ડ એક્સપોર્ટ બોર્ડ ઑફ ઇન્ડિયા
B: સિક્યોરિટિઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા
C: સિક્યોરિટિઝ ઍન્ડ એક્સપર્ટ બોર્ડ ઑફ ઇન્ડિયા
D: સ્પેશિયલ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો :

સાચો જવાબ: કંપનીને મુખ્યત્વે બે પ્રકારની મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે - કાયમી મૂડી (Fixed Capital) અને કાર્યશીલ મૂડી (Working Capital).

સાચો જવાબ:

સત્તાવાર મૂડી આવેદનપત્રની મૂડીની કલમમાં દર્શાવેલી હોય છે.


સાચો જવાબ: સામાન્ય રીતે સ્વેટ ઇક્વિટી શૅરની 3 વર્ષ સુધી માલિકી ફેરબદલી થઈ શકતી નથી.

સાચો જવાબ: શૅરહોલ્ડરો માટે શૅર પ્રમાણપત્ર એ માલિકી હકનો પ્રાથમિક પુરાવો છે.

સાચો જવાબ: શૅર પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો છે.

સાચો જવાબ: સ્થિર, નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઇચ્છતા રોકાણકારો પ્રેફરન્સ શૅર ખરીદવાનું પસંદ કરે છે.

સાચો જવાબ: જ્યારે શૅરની મૂળ કે દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે શૅર બહાર પાડવામાં આવે ત્યારે શૅર વટાવથી બહાર પાડ્યા છે તેમ કહેવાય.

સાચો જવાબ: સ્થિર મિલકતોની ખરીદી માટે કાયમી મૂડી (Fixed Capital) ની જરૂરિયાત હોય છે.

સાચો જવાબ: નવા કંપનીધારા 2013 અનુસાર કંપની મુખ્ય બે પ્રકારનાં પ્રેફરન્સ શૅર બહાર પાડે છે: (1) 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા, (2) 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા.

સાચો જવાબ: ડિમટીરિયલાઇઝેશન એક એવી વ્યવસ્થા છે, જેમાં ભૌતિક શૅર પ્રમાણપત્રને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

સાચો જવાબ: કંપનીએ બહાર પાડેલ શૅરમાંથી જેટલા શૅર માટે અરજી મળે તે રકમને ‘ભરાયેલ શૅરમૂડી’ કહે છે.

સાચો જવાબ: કંપનીનો ધંધો શરૂ થયા પછી રોજિંદા વહીવટીય અને ઉત્પાદનને લગતાં ખર્ચાને પહોંચી વળવા કંપનીને ચાલુ મૂડી (કાર્યશીલ મૂડી) ની જરૂરિયાત ઉદ્ભવે છે.
3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :

સાચો જવાબ:


  • અર્થ: સામાન્ય અર્થમાં કંપનીની માલિકીની મૂડીનું પ્રમાણ મોટું હોય છે, જેને નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આ પ્રત્યેક ભાગ એટલે શૅર. શૅર એટલે શૅરહોલ્ડરોનું કંપનીમાં રહેલું નાણાંમાં વ્યક્ત થઈ શકે તેવું હિત.




  • વ્યાખ્યા: કંપનીધારા 2013 મુજબ, “શૅર એટલે કંપનીની શૅરમૂડીનો એક ભાગ જેમાં સ્ટૉકનો પણ સમાવેશ થાય છે. કંપની તેની શૅરમૂડીને નાના નાના ભાગોમાં વહેંચી નાખે છે. આ દરેક ભાગને શૅર કહે છે."




સાચો જવાબ: કંપની શૅરહોલ્ડરોને સભાની નોટિસ મેળવવાનો, સભામાં હાજર રહેવાનો તેમજ મતદાન કરવાનો અધિકાર આપે છે. આ સાથે શૅરહોલ્ડરોએ ધારણ કરેલા શૅરની દાર્શનિક કિંમત (Face/Par Value) ભરપાઈ કરવાની જવાબદારી પણ સૂચવે છે.

સાચો જવાબ: ઇક્વિટી શૅરહોલ્ડરોને મળતું ડિવિડન્ડ એ કંપનીના નફા સાથે સંબંધ ધરાવે છે. નફાની વધઘટ સાથે ડિવિડન્ડના દરમાં પણ વધઘટ થાય છે. નફો વધુ હોય તો વધુ ડિવિડન્ડ મળે અને નફો ઓછો હોય કે ન હોય તો ડિવિડન્ડ મળતું નથી.

સાચો જવાબ:

અન્ય ઇક્વિટી શૅર બે પ્રકારના હોય છે:





  1. મતાધિકાર સાથેના ઇક્વિટી શૅર.




  2. ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતાં ઇક્વિટી શૅર.




સાચો જવાબ:


  1. કંપનીના સંચાલકોને વળતરનાં સ્વરૂપે આપી શકાય છે.




  2. કંપનીના કર્મચારીઓને આ પ્રકારનાં શૅર મળતાં પગાર ઉપરાંત કંપનીના શૅર ઉપર ડિવિડન્ડ સ્વરૂપે આવક થાય છે.




  3. કર્મચારીઓને કંપનીના શૅરહોલ્ડરોનો અધિકાર મળવાથી માલિકી ભાવ ઉત્પન્ન થાય છે.




સાચો જવાબ: શૅર પ્રમાણપત્ર શૅરહોલ્ડરો માટે માલિકી હકનો પ્રાથમિક પુરાવો છે કારણ કે કંપની સ્વીકારે છે કે પ્રમાણપત્રમાં જેનું નામ દર્શાવવામાં આવ્યું છે, તે શૅરહોલ્ડર પ્રમાણપત્રમાં દર્શાવેલ શૅરનો પ્રકાર અને તે કિંમતના શૅર ધરાવે છે.

સાચો જવાબ:


  1. સામાન્ય મહોર: શૅર પ્રમાણપત્ર પર કંપનીની સામાન્ય મહોર હોવી જોઈએ.




  2. સહી: શૅર પ્રમાણપત્ર પર 2 સંચાલકોની સહી તથા સેક્રેટરીની અથવા નિમાયેલ અધિકૃત વ્યક્તિની સહી હોવી જોઈએ.




  3. સંયુક્ત શૅરહોલ્ડરો: એકથી વધુ વ્યક્તિઓ જો સંયુક્ત રીતે શૅર ધરાવતી હોય તો દરેકને અલગ અલગ પ્રમાણપત્ર આપવામાં આવતું નથી; પરંતુ સંયુક્ત શૅરપ્રમાણપત્ર પર પ્રથમ શૅરહોલ્ડરનાં નામ સાથે સંયુક્ત શૅરહોલ્ડરોનાં નામ દર્શાવવા જોઈએ.




સાચો જવાબ: ભારતમાં ડિમેટ ખાતું ખોલાવવા માટે એન.એસ.ડી.એલ. (NSDL) અને સી.ડી.એસ.એલ. (CDSL) જેવી સંસ્થાઓ વતી સરકારી અને ખાનગી બૅન્કો તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ડિમેટ ખાતું ખોલે છે.

સાચો જવાબ:

ડિમેટ ખાતામાં થતા ખર્ચને ચાર ભાગમાં વહેંચી શકાય:





  1. એકાઉન્ટ ખોલાવવાનો ખર્ચ




  2. વાર્ષિક જાળવણી ફી




  3. કસ્ટોડીયન ફી




  4. સોદાઓની ફી




સાચો જવાબ:

કંપની નીચે જણાવેલ સંજોગોમાં બોનસ શૅર બહાર પાડે છે:





  1. નહિ મંગાવેલ રકમ: અંશતઃ ભરપાઈ થયેલા શૅર પર નહિ મંગાવેલ રકમ ભરપાઈ કરવા માટે નફા પૈકી બોનસ શૅર આપી શકાય છે.




  2. અનામત ભંડોળ: કંપની પાસે મોટા પ્રમાણમાં અનામત ભંડોળ કે નફા-નુકસાન ખાતાની જમા બાકી હોય અને શૅરહોલ્ડરોને લાભ આપવા માટે બોનસ શૅર આપી શકાય છે.




સાચો જવાબ:

શૅરની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:





  1. શૅરમૂડીનો હિસ્સો: શૅર એ કંપનીની શૅરમૂડીનો હિસ્સો છે, જે નાના નાના એકસરખા હિસ્સામાં વિભાજિત થયેલો હોય છે.




  2. કંપનીમાં રહેલું હિત: શૅર એ શૅરહોલ્ડરનું કંપનીમાં નાણાકીય હિત વ્યક્ત કરે છે.




  3. જંગમ મિલકત: શૅર એ જંગમ મિલકત છે કે જેની લે-વેચ થઈ શકે તેમજ ભેટ કે દાનમાં આપી શકાય છે.




  4. મુક્ત ફેરબદલી: શૅરની મુક્ત ફેરબદલી થઈ શકે છે. જે શૅરનું મહત્ત્વનું લક્ષણ છે.




  5. હક અને જવાબદારી: કંપની શૅરહોલ્ડરોને સભાની નોટિસ મેળવવાનો, સભામાં હાજર રહેવાનો તેમજ મતદાન કરવાનો અધિકાર આપે છે. આ સાથે શૅરહોલ્ડરોએ ધારણ કરેલા શૅરની દાર્શનિક કિંમત ભરપાઈ કરવાની જવાબદારી પણ સૂચવે છે.




સાચો જવાબ:


  • અર્થ: કંપની તેના સંચાલકો, કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શૅર ફાળવે છે તેને ‘સ્વેટ ઇક્વિટી શૅર’ કહે છે. સામાન્ય રીતે આ પ્રકારના શૅરનો માન્ય શૅરબજારમાં જે ભાવ હોય તેના કરતાં નીચા ભાવે ઑફર કરવામાં આવે છે.




  • જોગવાઈઓ:





    1. કંપનીની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે છે.




    2. આ ઠરાવમાં કેટલા શૅર બહાર પાડ્યા તેની વિગત, વર્તમાન બજારકિંમત અને કયા સંચાલકો અથવા કર્મચારીઓને આપવાના છે તેની વિગતો દર્શાવવી પડે છે.




    3. કંપનીધારાની જોગવાઈઓનું પાલન તેમજ શૅરબજારમાં નીતિનિયમો અનુસાર નોંધણી કરાવવી જોઈએ.




    4. જાહેર કંપની ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવે ત્યારથી એક વર્ષ પછી જ આ પ્રકારના શૅર બહાર પાડી શકે છે.




    5. સામાન્ય રીતે આ પ્રકારના શૅરની 3 વર્ષ સુધી માલિકી ફેરબદલી થઈ શકતી નથી.




    6. કંપની ભરપાઈ થયેલ કુલ શૅરમૂડીના 15 ટકા કે 5 કરોડથી વધારે એક વર્ષમાં આપી શકે નહિ તેમજ કુલ મૂડીનાં 25 ટકાથી વધુ આ પ્રકારનાં શૅર ફાળવી શકે નહિ.






સાચો જવાબ: મૂળ શૅર પ્રમાણપત્ર ગુમ થાય, ચોરાઈ જાય, નાશ પામે, બગડી જાય કે ફાટી જાય; ત્યારે ડુપ્લિકેટ પ્રમાણપત્ર મેળવવા માટે શૅરહોલ્ડરે લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થવું પડતું હતું. વળી, ફેરબદલી ફૉર્મમાં જો સહી મળતી ન આવે કે ખોટી સહી કરીને ફેરબદલી કરવામાં આવે તેમજ ટપાલ મારફતે સમયસર ન મળે ત્યારે શૅરની લે-વેચમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. આવી મુશ્કેલીઓના નિવારણ માટે શૅરોનું ડિમટીરિયલાઇઝેશનની પ્રથા અમલમાં આવી અને ડિમેટ ખાતાની જરૂરિયાત ઊભી થઈ.

સાચો જવાબ:

સૌપ્રથમ ડિમેટ ખાતું ખોલાવવા માટે બૅન્કો કે નાણાકીય સંસ્થાઓનો સંપર્ક કરવાનો હોય છે. આ સંસ્થાઓ દ્વારા મળેલ અરજી ફૉર્મમાં જરૂરી વિગતો ભરવાની હોય છે. અરજી ફૉર્મની સાથે નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવા પડે છે:





  1. પાન (PAN) કાર્ડ




  2. રહેઠાણનો પુરાવો




  3. ઓળખપત્ર




  4. ઇન્કમટેક્સ ભરતા હોય તો તેનું રિટર્ન




  5. પાસપોર્ટ સાઇઝના ફોટા




  6. અરજીની સાથે જ નોન-જ્યુડિશિયલ સ્ટૅમ્પ પેપર પર ગ્રાહક કરાર (ક્લાયન્ટ એગ્રિમેન્ટ) કરવાનો હોય છે.




સાચો જવાબ:


  1. નફાની ફાળવણી દ્વારા ઊભા કરવામાં આવેલા કોઈ પણ અનામતમાંથી અને નફા-નુકસાન ફાળવણી ખાતાની જમાબાકીમાંથી.




  2. શૅર-પ્રીમિયમ ખાતાની જમા બાકીમાંથી માત્ર પૂર્ણ ભરપાઈ થયેલા શૅર પર જ બોનસ શૅર આપી શકાય.




  3. ડિબેન્ચર પરત કર્યા પછી ડિબેન્ચર પરનિધિની બાકી વધતી રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવા જે રકમ આવે તેમાંથી.




સાચો જવાબ:

હકના શૅર અંગે સેક્રેટરીએ બે પ્રકારની ફરજ અદા કરવી પડે છે:



(a) વર્તમાન શૅરહોલ્ડરો પ્રત્યેની ફરજ:





  1. સૌપ્રથમ સેક્રેટરીએ સમયમર્યાદાના સંદર્ભમાં હકના શૅર આપવાની વ્યવસ્થા કાયદેસરની છે કે કેમ તે નક્કી કરવું જોઈએ.




  2. સંચાલકમંડળની સભામાં આ અંગેનો ઠરાવ પસાર કરાવવો જોઈએ.




  3. શૅરહોલ્ડરોને આ અંગે નોટિસ મોકલવી અને હકના શૅર ખરીદવાની અરજી કરવા અને જરૂરી રકમ ભરવા ઓછામાં ઓછો 15 દિવસનો સમય આપવો જોઈએ.




  4. હકના શૅર મેળવવાપાત્ર શૅરહોલ્ડરો નક્કી કરવા માટે શૅરની ફેરબદલી પત્રક અને સભ્યપત્રક બંધ કરવાની તારીખ નક્કી કરવી જોઈએ.



    (b) જાહેર જનતા પ્રત્યેની ફરજ: હકના શૅર માટે જે શૅરહોલ્ડરોએ અરજી ન કરી હોય કે સંમતિ દર્શાવેલ ન હોય તેવા બાકીના શૅર માટે જાહેર જનતાને શૅર ખરીદવા આમંત્રણ આપી શકાય છે. જેના માટે વિજ્ઞાપનપત્ર બહાર પાડવામાં આવે છે. આ અંગેની વિધિ શૅર બહાર પાડવાની વિધિ જેવી જ છે. જેમાં શૅર મંજૂરી માટે કંપનીની સભા બોલાવવી, મંજૂરી પત્રો મોકલવા, સભ્યપત્રકમાં નોંધ કરવી, શૅર વહેંચણીપત્રક તૈયાર કરવું વગેરે.




5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો :

સાચો જવાબ:

શૅરમૂડીના મુખ્ય પાંચ પ્રકાર છે:





  1. સત્તાવાર મૂડી (Authorised Capital): કંપનીના આવેદનપત્રની મૂડીની કલમમાં સત્તાવાર થાપણ દર્શાવેલી હોય છે, જેને “નોંધાયેલી મૂડી (Registered Capital) કે કુલ મૂડી (Total Capital) તરીકે પણ ઓળખવામાં આવે છે.” કંપની તેની સત્તાવાર મૂડી કરતાં વધુ મૂડી એકઠી કરી શકતી નથી.




  2. બહાર પાડેલી શૅરમૂડી (Issued Capital): કંપની પોતાની જરૂરિયાતને અનુલક્ષીને સત્તાવાર મૂડીમાંથી જરૂરી મૂડી મેળવવા માટે શૅર બહાર પાડે છે. આ રીતે બહાર પાડેલી શૅરમૂડીને ‘બહાર પાડેલી શૅરમૂડી’ કહે છે.




  3. ભરાયેલ શૅરમૂડી (Subscribed Capital): કંપનીએ બહાર પાડેલ શૅરમાંથી જેટલા શૅર માટે અરજી મળે તે રકમને ‘ભરાયેલ શૅરમૂડી’ કહે છે. બહાર પાડેલ શૅર કરતાં વધુ શૅર માટે અરજી મળે તો, કંપની બહાર પાડેલ શૅર જેટલી જ રકમ મંજૂર કરી શકે અને બાકીની રકમ અરજદારોને પરત કરે છે.




  4. મંગાવાયેલી શૅરમૂડી (Called-up Capital): કંપની તેની જરૂરિયાત મુજબ શૅર ઉપર હપતે હપતે રકમ મંગાવે છે. આ પ્રકારે શૅર પર મંગાવેલી રકમને ‘મંગાવાયેલી શૅરમૂડી’ કહે છે. વર્તમાન સમયમાં કંપની સામાન્ય રીતે શૅર અરજી સમયે શૅર ઉપરની પૂરેપૂરી રકમ મંગાવે છે.




  5. ભરપાઈ થયેલ શૅરમૂડી (Paid-up Capital): કંપનીને મંગાવાયેલી શૅરમૂડીની રકમમાંથી જેટલી રકમ શૅરહોલ્ડરો પાસેથી મળે તે રકમને ભરપાઈ થયેલ કે વસૂલ આવેલ શૅરમૂડી કહે છે.



    (ઉપરના એકથી પાંચ ક્રમમાં જણાવેલ મૂડી ક્યારેય ઉપલા ક્રમ કરતાં નીચલા ક્રમની મૂડી વધારે ન હોઈ શકે.)




સાચો જવાબ:


  • અર્થ (સામાન્ય ઇક્વિટી શૅર): જે શૅર પર ડિવિડન્ડ મેળવવા તથા મૂડી પરત મેળવવા અંગે પ્રેફરન્સ શૅરહોલ્ડરો પછી હક મળતો હોય તેવા શૅરને સામાન્ય ઇક્વિટી શૅર કહે છે.




  • લાક્ષણિકતા:





    1. સાચા માલિકો: આ પ્રકારનાં શૅરહોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવામાં આવે છે. કારણ કે તેઓ પ્રેફરન્સ શૅરહોલ્ડરો કરતાં વધુ જોખમ ઉઠાવે છે.




    2. મતાધિકાર: કંપનીની સભામાં ઇક્વિટી શૅરહોલ્ડરોને મત આપવાનો અધિકાર હોય છે.




    3. ડિવિડન્ડ: આ પ્રકારનાં શૅરહોલ્ડરોને મળતા ડિવિડન્ડ અને ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે.




    4. નફા સાથે સંબંધ: ઇક્વિટી શૅરહોલ્ડરોને મળતું ડિવિડન્ડ એ કંપનીના નફા સાથે સંબંધ ધરાવે છે. નફાની વધઘટ સાથે ડિવિડન્ડના દરમાં પણ વધઘટ થાય છે.




    5. સામાન્ય સભા: કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો, મતદાન કરવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર ઇક્વિટી શૅરહોલ્ડરોને મળે છે.




    6. મૂડી પરત: સામાન્ય રીતે ઇક્વિટી શૅરમૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી.




    7. વિસર્જન: કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શૅરહોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો ઇક્વિટી શૅરહોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે.




    8. લાભ અને વળતર: ઇક્વિટી શૅરહોલ્ડરોને જુદા જુદા પ્રકારનાં લાભ અને વળતર મળે છે. દા.ત., હકના શૅર, બોનસ શૅર, શૅરનો બજારભાવ વધતાં થતો લાભ વગેરે.




    9. શૅરની નોંધણી: માન્ય શૅરબજારોમાં આ પ્રકારના શૅરની નોંધણી કરવામાં આવેલી હોય છે. જેથી આ પ્રકારના શૅરનું ખરીદ-વેચાણ બજાર ભાવે સરળતાથી કરી શકાય છે.






સાચો જવાબ:


  • અર્થ: જે શૅર પર કંપનીના નફામાંથી ઇક્વિટી શૅર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં ડિવિડન્ડ મેળવવાનો હક હોય અને જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે ઇક્વિટી શૅરમૂડી પરત કરતાં પહેલાં મૂડી પરત મેળવવાનો હક હોય તેને પ્રેફરન્સ અથવા પસંદગીના શૅર કહે છે.




  • લાક્ષણિકતા:





    1. ડિવિડન્ડ: ઇક્વિટી શૅરહોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવતા પહેલાં પ્રેફરન્સ શૅરહોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો હક હોય છે.




    2. મૂડી પરત: જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીઓની ચુકવણી કર્યા બાદ ઇક્વિટી શૅરહોલ્ડરો પહેલાં મૂડી પરત મેળવવાનો હક હોય છે.




    3. મતાધિકાર: પ્રેફરન્સ શૅરહોલ્ડરોને માત્ર તેમનાં હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે.




    4. પસંદગી: સ્થિર, નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઇચ્છતા રોકાણકારો આ પ્રકારના શૅર ખરીદવાનું પસંદ કરે છે.




    5. બજારભાવ: આ શૅરની બજારકિંમત લગભગ સ્થિર રહે છે. જ્યારે વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય ત્યારે જ તેની બજારકિંમતમાં ફેરફાર થાય છે.




    6. જોખમનું પ્રમાણ: આ પ્રકારનાં શૅરોમાં ઇક્વિટી શૅરહોલ્ડરો કરતાં પ્રથમ ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવાનો હક હોવાથી જોખમનું પ્રમાણ ઓછું હોય છે.






સાચો જવાબ:












































મુદ્દા ઇક્વિટી શૅર પ્રેફરન્સ શૅર
(1) જરૂરિયાત શૅરમૂડી બહાર પાડતી કંપનીને આ પ્રકારના શૅર ફરજિયાત બહાર પાડવા પડે છે. આ પ્રકારનાં શૅર બહાર પાડવા જરૂરી નથી.
(2) ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. નિશ્ચિત હોય છે.
(3) અધિકાર ઇક્વિટી શૅરહોલ્ડરોને કંપનીની સભામાં હાજર રહેવાનો, મત આપવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર હોય છે. પ્રેફરન્સ શૅરહોલ્ડરોને માત્ર તેમનાં હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે.
(4) જોખમ જોખમનું પ્રમાણ વધુ હોય છે. જોખમનું પ્રમાણ ઓછું હોય છે.
(5) રોકાણકારો જોખમ લેવા તૈયાર અને વધુ વળતર લેવા ઇચ્છતા રોકાણકારો આ પ્રકારનાં શૅર પસંદ કરે છે. નિશ્ચિત આવક સાથે મૂડીની સલામતી ઇચ્છતા રોકાણકારો આ પ્રકારના શૅર પસંદ કરે છે.
(6) બજારભાવ આ શૅરના બજારભાવમાં વધઘટ થાય છે. સામાન્ય રીતે આ શૅરના બજારભાવમાં વધઘટ થતી નથી.
(7) મૂડીવૃદ્ધિ ઇક્વિટી શૅરમૂડીમાં હકના શૅર તેમજ બોનસ શૅરને કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે. મૂડીમાં વૃદ્ધિ થતી નથી.

સાચો જવાબ:


  • અર્થ: શૅર પ્રમાણપત્ર એટલે કંપની દ્વારા તેની સામાન્ય મહોર (Common Seal) હેઠળ તેના સભ્યોને આપવામાં આવતો દસ્તાવેજ જે સભ્યોની માલિકી દર્શાવે છે. શૅર પ્રમાણપત્ર શૅરહોલ્ડરો માટે માલિકી હકનો પ્રાથમિક પુરાવો છે.




  • વિગતો: સામાન્ય રીતે શૅર પ્રમાણપત્રમાં નીચેની વિગતો જોવા મળે છે:





    1. કંપનીનું નામ અને સત્તાવાર થાપણ




    2. શૅરનો અનુક્રમ નંબર




    3. શૅર પ્રમાણપત્રનો અનુક્રમ નંબર




    4. શૅર ધારણ કરનારનું નામ અને સરનામું




    5. ધારણ કરેલ શૅરનો પ્રકાર અને સંખ્યા




    6. શૅરની મૂળકિંમત અને શૅરદીઠ ચૂકવેલ રકમ




    7. શૅર આપ્યાની તારીખ અને દિવસ




    8. સહી કરવાની સત્તા ધરાવનાર સંચાલકોની સહી અને સેક્રેટરીની સહી




    9. કંપનીની સામાન્ય મહોર






સાચો જવાબ:


  • ડિમેટ ખાતાના ફાયદા:





    1. શૅરની લે-વેચની પ્રક્રિયા સરળ, ચોક્કસ અને ઝડપી થાય છે.




    2. શૅર પર દલાલી ઓછી ચૂકવવી પડે છે એટલે કે શૅર પરનો વેપાર ખર્ચ ઓછો થાય છે.




    3. ડિમેટ ખાતામાં જમા થયેલ શૅર પર લોન મેળવવા માટે તારણ કે ગિરવી મૂકી શકાય છે.




    4. શૅર ખરીદતા તરત જ ડિમેટ ખાતામાં શૅર જમા થઈ જાય છે. જેથી નાણાંની પ્રવાહિતતા તમારી પાસે જ રહે છે.




    5. શૅર ખરીદતા જ માલિકી હક તરત જ મળી જાય છે.




    6. કંપની બોનસ શૅર બહાર પાડે ત્યારે તરત જ ડિમેટ ખાતામાં જમા થઈ જાય છે.




    7. ડિમેટ હોલ્ડરોને બૅન્કો પોતાનું ખાતું જોવા માટે ‘ઓનલાઇન’ સગવડો આપે છે.




    8. મ્યુચ્યુઅલ ફંડ માટે પણ આ ખાતાનો ઉપયોગ કરી શકાય છે.




    9. શૅર ફેરબદલીમાં, ખોટી સહી, ચોરી, ખોવાઈ જવું, આગથી નાશ પામવા વગેરે જોખમો નિવારી શકાય છે.




    10. બિનનિવાસી ભારતીયોને (NRI) ભારતીય કંપનીઓના શૅરોમાં રોકાણ કરવા માટે સહાયરૂપ બને છે.






  • ડિમેટ ખાતાની મર્યાદા:





    1. શૅરબજારમાં કેટલાક શૅરો પર સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળતા રોકાણકર્તાઓને નુકસાન થાય છે.




    2. શૅરબજારમાં ખૂબ ઓછા શૅરોમાં રોકાણ કરનાર વ્યક્તિને ડિમેટ ખાતું ખોલાવવાની ફી, વાર્ષિક જાળવણી ફી, કસ્ટોડિયન ફી, શૅરની લે-વેચ ફી વગેરેને કારણે આ ખાતું મોંઘું પડે છે.






સાચો જવાબ:


  • અર્થ: જ્યારે કંપની શૅરની મૂળ કે દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે શૅર બહાર પાડે ત્યારે પ્રીમિયમથી શૅર બહાર પાડ્યા કહેવાય. સામાન્ય રીતે પ્રતિષ્ઠિત અથવા પ્રગતિશીલ કંપની આ પ્રકારે શૅર બહાર પાડે છે. શૅર પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો છે.




  • ઉપયોગ: કંપની શૅર પ્રીમિયમની રકમનો ઉપયોગ નીચે મુજબ કરી શકે છે:





    1. પૂર્ણ ભરપાઈ થયેલા શૅર પર બોનસ શૅર બહાર પાડવા માટે.




    2. કંપનીનાં પ્રાથમિક ખર્ચા માંડી વાળવા માટે.




    3. ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે પરત પ્રીમિયમની રકમ માંડી વાળવા માટે.




    4. શૅર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ ખર્ચ, વટાવ કે બાંયધરી કમિશન (Underwriting) કે દલાલી (Brokerage) માંડી વાળવા માટે.



      (નોંધ: શૅર પ્રીમિયમની રકમનો ઉપયોગ ડિવિડન્ડ આપવા માટે થઈ શકતો નથી.)






સાચો જવાબ:


  • અર્થ: કંપની તેના એકત્ર થયેલા નફામાંથી કોઈ પણ અવેજ વગર તેના વર્તમાન શૅરહોલ્ડરોને પ્રમાણસર વધારાના શૅર આપે તેને બોનસ શૅર કહે છે.




  • વિધિ:





    1. નિયમનપત્ર: બોનસ શૅર બહાર પાડવાની સત્તા કંપનીના નિયમનપત્રમાં હોવી જોઈએ.




    2. ઠરાવ: કંપનીની સામાન્ય સભામાં બોનસ શૅર અંગેનો ઠરાવ પસાર કરેલો હોવો જોઈએ.




    3. સભ્યપત્રક: સંચાલકોએ શૅરહોલ્ડરોની સામાન્ય સભા બોલાવતા પહેલાં કંપનીનું સભ્યપત્રક બંધ કરવું જોઈએ.




    4. સભ્યોની યાદી: કંપનીનું સભ્યપત્રક બંધ કર્યા બાદ સેક્રેટરી સભ્યોની યાદી તૈયાર કરે છે.




    5. હક દર્શાવતો કરાર: આ શૅર રોકડ લીધા સિવાય બહાર પાડવાના હોવાથી જે શૅરહોલ્ડરોને આપવાના થતા હોય તેમનો હક દર્શાવતો કરાર તૈયાર કરવો જરૂરી છે.




    6. મંજૂરી પત્રો: કરાર તૈયાર કર્યા બાદ મંજૂરી પત્રો તૈયાર કરી શૅરહોલ્ડરોને તે અંગેનો પરિપત્ર મોકલી આપવામાં આવે છે.




    7. કંપની-રજિસ્ટ્રાર: બોનસ શૅર બહાર પાડ્યા પછી 1 માસમાં બોનસ શૅર-પત્રક કંપની-રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું જોઈએ.




    8. સેબી (SEBI): બોનસ શૅર બહાર પાડવા અને બોનસ શૅરની રકમ નક્કી કરવા માટે સેબીનાં માર્ગદર્શક સૂચનો મુજબ વિધિ કરવી જોઈએ.






સાચો જવાબ:


  • અર્થ: કંપનીધારાની જોગવાઈ અનુસાર જો કોઈ કંપની અસ્તિત્વમાં હોય અને નવા ઇક્વિટી શૅર બહાર પાડે ત્યારે પોતાના વર્તમાન ઇક્વિટી શૅરહોલ્ડરોને નવા શૅર પ્રથમ ખરીદવાનો પ્રસ્તાવ કરે છે, જેને હકના શૅર કહેવાય છે.




  • જોગવાઈઓ:





    1. સમયમર્યાદા: કંપનીની નોંધણીની તારીખથી 2 વર્ષ સુધી અથવા શૅરવહેંચણી કર્યાના 1 વર્ષ સુધી આ બે પૈકી જે તારીખ વહેલી આવતી હોય તે તારીખ પહેલાં કંપની મૂડીમાં વધારો કરી શકતી નથી.




    2. શૅરહોલ્ડરોને નોટિસ: હકના શૅર મેળવવાનો અધિકાર ધરાવતા દરેક શૅરહોલ્ડરોને તેના ભાગમાં કેટલા શૅર આવે છે તે દર્શાવતી નોટિસ મોકલવી જોઈએ અને ઓછામાં ઓછા 15 દિવસનો અને 30 દિવસથી વધુ સમય ન આપવો જોઈએ.




    3. હકનો ત્યાગ: જે શૅરહોલ્ડરોને હકના શૅરની ઑફર કરવામાં આવી હોય તે અન્ય વ્યક્તિની તરફેણમાં પોતાના હકનો ત્યાગ કરી શકે છે.




    4. હકના શૅરનો નિકાલ: શૅરહોલ્ડર હકના શૅરની ઑફરનો ઇન્કાર કરતો પત્ર લખે અથવા નક્કી કરેલ સમયમાં પોતાનો નિર્ણય ન જણાવે તો સંચાલકમંડળ કંપનીના હિતને ધ્યાનમાં રાખી હકના શૅરનો નિકાલ કરી શકે છે.




    5. અરજીની રકમ: હકના શૅર જે શૅરહોલ્ડરોને મળવાપાત્ર હોય તે માટે આપેલ ફૉર્મમાં અરજી સાથે રકમ ભરવાની હોય છે.






```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```