chapter 4

ધોરણ 11 | విષય: Samajshastra

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો :

સાચો જવાબ:


  1. સ્વ અથવા કર્તા: ક્રિયાનું મુખ્ય ચાલક બળ 'સ્વ' છે. ક્રિયા કરનાર માત્ર માનવદેહ નથી પરંતુ સામાજિક સભાનતા અને આત્મચેતના ધરાવતી સામાજિક વ્યક્તિ છે. કર્તા જગતને કઈ રીતે જુએ છે અને તેનો શો અર્થ કરે છે તેના પર જ તેના વર્તનનો આધાર રહેલો છે.




  2. ધ્યેય અથવા લક્ષ્ય: ધ્યેય એટલે વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતી ન હોય તેવી ભવિષ્યની સ્થિતિ જેને કલ્પના અને સંકલ્પ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તે માનવવર્તન માટે ચાલકબળ અને પ્રેરણા છે (દા.ત. પરીક્ષામાં પ્રથમ આવવા અભ્યાસ કરવો).




  3. શરતો અથવા સંજોગો: ધ્યેયપ્રાપ્તિના માર્ગમાં આવતા એવા અવરોધો કે જેને કર્તા પાર ન કરી શકે તેને શરતો કહેવાય છે. આ શરતો ત્રણ પ્રકારની હોય છે: (a) કર્તાની શારીરિક શક્તિ, (b) ભૌગોલિક પર્યાવરણ અને (c) સામાજિક પર્યાવરણ.




  4. સાધનો: સાધનો એટલે વ્યક્તિની પરિસ્થિતિના એવાં પાસાં કે જેના પર તેનો કાબૂ હોય અને તે ધ્યેયપ્રાપ્તિમાં મદદરૂપ થાય (દા.ત. લખવા માટે પેન).




સાચો જવાબ:

સામાજિક આંતરક્રિયાના મુખ્ય ત્રણ લક્ષણો છે:





  1. બે કે તેથી વધુ પક્ષો: આંતરક્રિયા એક વ્યક્તિથી શક્ય બનતી નથી. તે માટે ઓછામાં ઓછા બે વ્યક્તિ, વ્યક્તિ-જૂથ કે બે જૂથો હોવા જરૂરી છે (દા.ત. પતિ-પત્ની, શિક્ષક-વિદ્યાર્થી અથવા બે ક્રિકેટ ટીમ).




  2. માધ્યમ: પરસ્પર અસર નીપજાવવા માટે કોઈ માધ્યમ જરૂરી છે. ભાષા, હાવભાવ, શરીરભાષા કે સમૂહ માધ્યમો (ટી.વી., સોશિયલ મીડિયા) માધ્યમ તરીકે વપરાય છે, જે સામાજિક અર્થ ધરાવતા હોવા જોઈએ.




  3. પારસ્પરિક અસર: સામાજિક આંતરક્રિયા દ્વારા પક્ષોના વર્તન, વલણો, માન્યતાઓ કે અપેક્ષાઓ પર આંતરિક કે બાહ્ય અસર થાય છે.




સાચો જવાબ:


  • અર્થ: સર્વસંમત ધ્યેયની પ્રાપ્તિ માટે બધા સાથે મળીને પ્રવૃત્તિ કરે તેને સહકાર કહેવાય. ફેર ચાઇલ્ડના મતે, સહકાર એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ કે જૂથ સંગઠિત થઈ સમાન ધ્યેયપ્રાપ્તિ માટે કાર્ય કરે છે.




  • મેકાઈવરે આપેલા સહકારના પ્રકારો:





    1. પ્રત્યક્ષ સહકાર: ધ્યેયપ્રાપ્તિ માટે જ્યારે સીધો અને સંયુક્ત પ્રયાસ કરવામાં આવે તેને પ્રત્યક્ષ સહકાર કહેવાય (દા.ત. બાળકોનું સાથે મળીને રમવું કે મજૂરોનું વજનદાર વસ્તુ ઊંચકવી).




    2. પરોક્ષ સહકાર: જ્યારે એક જ ધ્યેય માટે જુદી-જુદી વ્યક્તિઓ જુદી-જુદી પ્રવૃત્તિઓ (શ્રમવિભાજન) કરીને આડકતરી રીતે મદદરૂપ થાય તેને પરોક્ષ સહકાર કહેવાય (દા.ત. શાળામાં શિક્ષક, આચાર્ય અને સેવકની અલગ ભૂમિકાઓ).






સાચો જવાબ:

સામાજિક ગતિશીલતાના મુખ્ય બે પ્રકાર છે:





  1. આડી ગતિશીલતા: વ્યક્તિ કે સમૂહનું સ્થાન બદલાય પરંતુ તેના સામાજિક સ્તર કે દરજ્જામાં (આવક, સત્તા કે પ્રતિષ્ઠા) કોઈ નોંધપાત્ર ફેરફાર ન આવે તેને આડી ગતિશીલતા કહેવાય. (દા.ત. શિક્ષક એક શાળા છોડી બીજી શાળામાં જાય કે IAS અધિકારીની એક ખાતામાંથી બીજામાં બદલી થવી).




  2. ઊભી ગતિશીલતા: જ્યારે વ્યક્તિ કે જૂથના સ્થાનફેરની સાથે તેના દરજ્જા, આવક, પ્રતિષ્ઠા કે સ્તરમાં પણ નોંધપાત્ર ફેરફાર (ઉચ્ચ કે નિમ્ન તરફ) આવે તેને ઊભી ગતિશીલતા કહેવાય. (દા.ત. કારકુનમાંથી પ્રોફેસર બનવું).




સાચો જવાબ:

સામાજિક પરિવર્તનના મુખ્ય પાંચ લક્ષણો છે:





  1. સામાજિક પરિવર્તન એ સામાજિક પ્રક્રિયા છે: તે એક નિરંતર ચાલુ રહેતી અને દરેક સમાજનું સહજ લક્ષણ ધરાવતી પ્રક્રિયા છે.




  2. સાર્વત્રિક પ્રક્રિયા છે: સામાજિક પરિવર્તન વિશ્વના તમામ સમાજોમાં (આદિવાસી કે વિકસિત) જોવા મળે છે.




  3. રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે: તે ધ્યેયો, ધોરણો, દરજ્જા-ભૂમિકા અને મૂલ્યો જેવાં માળખાકીય ભાગોમાં ફેરફાર લાવે છે (દા.ત. રાજાશાહીમાંથી લોકશાહી).




  4. કાર્યોમાં પરિવર્તન સૂચવે છે: તેનાથી સમાજની વિવિધ વ્યવસ્થાઓના કાર્યો બદલાય છે (દા.ત. મનોરંજનનું કાર્ય કુટુંબમાંથી ટી.વી./ફિલ્મો પાસે ગયું).




  5. સ્વયંજનિત અને આયોજિત પ્રક્રિયા છે: પરિવર્તન કુદરતી રીતે સ્વયંજનિત પણ હોય છે અને બુદ્ધિપૂર્વકની યોજનાઓ (દા.ત. વસ્તીનીતિ, લગ્નવય કાયદો) દ્વારા આયોજિત પણ હોય છે.




2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો :

સાચો જવાબ:


  • અર્થ: બે કે તેથી વધુ પક્ષોનું ધ્યેય એક જ હોય પરંતુ દરેક પક્ષ સામા પક્ષ પહેલાં ધ્યેય મેળવવા પ્રયત્ન કરે તેને સ્પર્ધા કહેવાય.




  • પ્રકારો:





    • પ્રત્યક્ષ સ્પર્ધા: હરીફો મોઢામોઢ સંપર્ક ધરાવતા હોય અને સભાન રહીને ધ્યેયપ્રાપ્તિનો પ્રયત્ન કરે (દા.ત. વર્ગમાં પ્રથમ આવવા માટે કે દોડની સ્પર્ધા).




    • પરોક્ષ સ્પર્ધા: હરીફો પરસ્પર પરિચિત ન હોય છતાં ધ્યેય પહેલાં મેળવવા પ્રયાસ કરે (દા.ત. બેંક ભરતી પરીક્ષા કે બજાર હરીફાઈ).






સાચો જવાબ:


  • અર્થ: જ્યારે બે કે તેથી વધુ પક્ષો એક જ ધ્યેય મેળવવા સામસામે આવે અને સામા પક્ષની ઈચ્છા વિરુદ્ધ જઈને તેને નુકસાન પહોંચાડવાનો કે અંકુશમાં લેવાનો પ્રયત્ન કરે તેને સંઘર્ષ કહેવાય.




  • પ્રકારો:





    1. પ્રત્યક્ષ અને પરોક્ષ સંઘર્ષ




    2. આંશિક અને સંપૂર્ણ સંઘર્ષ




    3. વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ




    4. આંતરિક અને બાહ્ય સંઘર્ષ






સાચો જવાબ:


  1. સાર્વત્રિકતા: તે દરેક સમાજમાં ઓછેવત્તે અંશે જોવા મળે છે.




  2. માત્રામાં તફાવત: દરેક સમાજમાં કે દરેક સમયે ગતિશીલતાનું પ્રમાણ એકસરખું હોતું નથી.




  3. દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા: વ્યક્તિ કે જૂથનો સામાજિક દરજ્જો ઊંચો કે નીચો જાય છે.




સાચો જવાબ:


  1. ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન: સીધી લીટીમાં સતત ઉપર અને ઉપર જતું પરિવર્તન (દા.ત. કૃષિ સમાજમાંથી ઔદ્યોગિક અને પછી માહિતી સમાજ).




  2. આરોહ-અવરોહ સ્વરૂપનું પરિવર્તન: કદી ઉપર તો કદી નીચે જતું પરિવર્તન (દા.ત. તેજી-મંદી).




  3. ચક્રીય સ્વરૂપનું પરિવર્તન: ઘડિયાળના કાંટા કે ઋતુચક્રની જેમ ચક્રાકારે ઘૂમતું પરિવર્તન (દા.ત. ફૅશન કે મૂલ્યોમાં પરિવર્તન).




3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો :

સાચો જવાબ: મેકાઈવર અને પેજ: "સામાજિક પ્રક્રિયા એ એવો રસ્તો છે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે અને પોતાના વિશિષ્ટ લક્ષણો ધારણ કરે છે."

સાચો જવાબ:


  • વ્યક્તિ જ્યારે કોઈ ચોક્કસ હેતુ કે ધ્યેયને ધ્યાનમાં રાખીને અર્થપૂર્ણ વર્તન કરે ત્યારે તેને સામાજિક ક્રિયા કહેવાય.




સાચો જવાબ: સોરોકીન: "આંતરક્રિયા એવી ઘટના છે કે જેમાં એક પક્ષ બીજા પક્ષની બાહ્યક્રિયા કે માનસિક જીવન ઉપર અસર કરે છે."

સાચો જવાબ: સોરોકીન: "વ્યક્તિ, સામાજિક વસ્તુ કે મૂલ્યનું એક સામાજિક સ્થાનમાંથી બીજા સામાજિક સ્થાનમાં સ્થળાંતર એટલે સામાજિક ગતિશીલતા."

સાચો જવાબ: હૉન્સન: "સામાજિક રચનાતંત્રમાં તેમજ મૂલ્યો, માન્યતા અને વલણોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન."
4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો :

સાચો જવાબ: પાર્સન્સ વ્યક્તિની ધ્યેય અભિમુખ ક્રિયાને સામાજિક ક્રિયા કહે છે.

સાચો જવાબ: સામાજિક આંતરક્રિયા માટે સંપર્ક અને માધ્યમ જરૂરી છે.

સાચો જવાબ: 'સ્વ' એટલે સામાજિક સભાનતા અને આત્મચેતના ધરાવતી ક્રિયા કરનારી સામાજિક વ્યક્તિ (વ્યક્તિત્વ કે ચરિત્ર).

સાચો જવાબ: ધ્યેય એટલે વર્તમાનકાળમાં અસ્તિત્વ ન ધરાવતી હોય તેવી ભવિષ્યની કલ્પિત સ્થિતિ જેને સંકલ્પ કે પ્રયત્નથી પ્રાપ્ત કરી શકાય.

સાચો જવાબ: ધ્યેયપ્રાપ્તિના માર્ગમાં આવતા એવા અવરોધો જેને કર્તા દૂર કે પાર ન કરી શકે તેને શરત કહેવાય.

સાચો જવાબ: હરીફો મોઢામોઢ સંપર્ક ધરાવતા હોય તેને પ્રત્યક્ષ સ્પર્ધા અને હરીફો મોઢામોઢ સંપર્ક ન ધરાવતા હોય તેને પરોક્ષ સ્પર્ધા કહેવાય.

સાચો જવાબ: એક સ્થાન ઉપરથી સમાન સ્તરના બીજા સ્થાન પર થતું સ્થળાંતર એટલે આડી ગતિશીલતા.

સાચો જવાબ: વ્યક્તિ કે સમૂહના સ્થાન બદલાવની સાથે તેના દરજ્જા કે સ્તરમાં ફેરફાર થાય તેને ઊભી ગતિશીલતા કહેવાય.

સાચો જવાબ: ધ્યેય નક્કી કરવામાં વ્યક્તિના અંગત મૂલ્યો, જરૂરિયાતો, ધોરણો અને સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યો મહત્ત્વનો ભાગ ભજવે છે.
5. સાચો વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો :

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```