chapter 5

ધોરણ 11 | విષય: Samajshastra

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો :

સાચો જવાબ:


  • સંસ્કૃતિની વ્યાખ્યા:





    • સરળ શબ્દોમાં: સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત.




    • ટાઇલરના મતે: "સમાજના સભ્ય તરીકે મનુષ્ય મેળવેલાં જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ-નિયમો, રીતરિવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ."






  • સંસ્કૃતિના પ્રકારો: સમાજશાસ્ત્રી ઓગબર્ને સંસ્કૃતિને બે પ્રકારમાં વહેંચી છે:





    1. ભૌતિક સંસ્કૃતિ: સંસ્કૃતિનું ભૌતિક સામગ્રી અંગેનું પાસું કે જેને જોઈ કે સ્પર્શી શકાય છે તેને ભૌતિક સંસ્કૃતિ કહેવાય.





      • ઉદાહરણ: યંત્રો, સાધનો, વાસણો, મકાનો, રસ્તા, વસ્ત્રો, વાહનો, રાચરચીલું અને દવાઓ વગેરે.






    2. અભૌતિક સંસ્કૃતિ: એવાં તત્ત્વો કે જેમને ભૌતિક અસ્તિત્વ હોતું નથી. તેના બે પેટાવિભાગો છે:





      • (અ) બોધનાત્મક: કુદરતમાંથી વસ્તુ બનાવવા ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન.




      • (બ) ધોરણાત્મક: નિયમો, મૂલ્યો, માન્યતાઓ અને લોકરીતિઓ.




      • ઉદાહરણ: સ્વાગત માટે નમસ્કાર કે હસ્તધૂનન કરવું (લોકરીતિ), કાયદાઓ (જેમ કે હિંદુ સ્પેશિયલ મેરેજ ઍક્ટ) અને રૂઢિઓ.








સાચો જવાબ:


  • સામાજિકીકરણનો અર્થ: જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવાય. તેના દ્વારા બાળક સમાજનાં ધોરણો, મૂલ્યો, લાગણીઓ અને વર્તન પદ્ધતિ શીખીને સમાજના સાંસ્કૃતિક માળખામાં ગોઠવાય છે.




  • ૧. કુટુંબની ભૂમિકા:





    • કુટુંબ સામાજિકીકરણનું પાયાનું અને સૌથી અગત્યનું માધ્યમ છે.




    • બાળક સૌપ્રથમ તેના જ સંપર્કમાં આવે છે. માતા-પિતા અને ભાઈ-બહેન સાથેના સંબંધો દ્વારા બાળકમાં સામાજિક અને માનસિક સલામતીની ભાવના ઉત્પન્ન થાય છે.




    • કુટુંબ બાળકને સમાજનાં પાયાનાં મૂલ્યો, ધોરણો, વર્તન-વ્યવહારની રીતો, લોકાચાર, પરંપરા અને રિવાજો શીખવે છે.






  • ૨. મિત્રજૂથની ભૂમિકા:





    • કુટુંબ બહાર બાળક તેના સમોવડિયા મિત્રો સાથે જોડાય છે.




    • મિત્રજૂથ સાથેના સંબંધો ગાઢ, વૈયક્તિક, સમાનતા અને લોકશાહીભર્યા હોય છે.




    • રમતો અને ખેલકૂદ દરમિયાન બાળક વાતચીત, શિસ્ત, કાયદાઓ અને નિયમોનું પાલન કરવાનું શીખે છે.




    • મિત્રજૂથ દ્વારા બાળકમાં પરસ્પર સહકાર અને એકબીજા માટે જતું કરવાની ખેલદિલી વિકસે છે.






2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો :

સાચો જવાબ:


  • અર્થ: સભ્યતા એટલે પ્રાપ્ત કરેલી જીવનને લગતી બાબતોનો જથ્થો અને સામાજિક વ્યવસ્થા જે માનવને માનવેતર સમાજથી અલગ પાડે છે. માનવીએ પોતાની સ્થિતિ સુધારવા કરેલા ટેક્નિક અને ભૌતિક સાધનોના વિકાસનો સમાવેશ સભ્યતામાં થાય છે. (મેકાઈવરના મતે: "આપણી પાસે જે છે તે સંસ્કૃતિ અને આપણે જે છીએ તે સભ્યતા").




  • કાર્યક્ષેત્ર:





    1. યાંત્રિક સંગઠન: જેમાં ભૌતિક તથા ટેક્નિકલ સાધનો (જેમ કે વાહનવ્યવહાર, ટી.વી., કાર, રસ્તા, રેલવે) નો સમાવેશ થાય છે.




    2. સામાજિક સંગઠન: જે માણસના વર્તન અને પ્રગતિનું નિયમન કરે છે (જેમ કે કુટુંબ, વર્ગ-વ્યવસ્થા, જ્ઞાતિ, આર્થિક-સામાજિક સંસ્થાઓ).






સાચો જવાબ:


  • અખબારો, સામાયિકો, રેડિયો, ટી.વી., ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન જેવા સમૂહ માધ્યમો (માસ-મીડિયા) સામાજિકીકરણમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.




  • આ માધ્યમો વિવિધ પ્રકારની માહિતી પીરસીને અબાલવૃદ્ધ સૌના જ્ઞાનમાં વધારો કરે છે તથા લોકો સમક્ષ નવા વિચારો અને આદર્શો રજૂ કરે છે.




  • દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો (જેમ કે ટી.વી. અને ઇન્ટરનેટ) સાક્ષર અને નિરક્ષર બંને લોકોને ઝડપથી અસર કરે છે.




  • ટેલિવિઝનના કાર્યક્રમો અને જાહેરાતો દ્વારા લોકો આધુનિક યુગની સેવાઓ/વસ્તુઓથી પરિચિત થાય છે અને તેમનું આધુનિક સામાજિકીકરણ થાય છે.




સાચો જવાબ:


  • શાળા એ સામાજિકીકરણનું એક ઔપચારિક માધ્યમ છે.




  • તે બાળકને ચોક્કસ પાઠ્યક્રમ દ્વારા વિવિધ વિષયોનું પાયાનું જ્ઞાન અને કૌશલ્યો આપે છે.




  • શાળા બાળકને સમાજની અર્થવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા અને સામાજિક સમસ્યાઓનો પરિચય કરાવે છે.




  • શાળાઓ ધંધાદારી તાલીમ આપીને બાળકને ભવિષ્યની વ્યવસાયી ભૂમિકાઓ અને સામાજિક ગતિશીલતા માટે તૈયાર કરે છે.




  • તે પાઠ્યતર પ્રવૃત્તિઓ દ્વારા બાળક માટે નવા આચાર-વિચાર અને સિદ્ધિ-પ્રેરણા જાગ્રત કરવાનું કાર્ય કરે છે.




3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો :

સાચો જવાબ: સભ્યતા એટલે માનવીએ પોતાની સ્થિતિ સુધારવાના પ્રયાસમાં કલાકૌશલ્ય (ટેક્નિક) અને ભૌતિક સાધનો જેવી ઉપયોગી વસ્તુઓનો કરેલો વિકાસ અને સામાજિક વ્યવસ્થા.

સાચો જવાબ: જે પદાર્થોને જોઈ અને સ્પર્શી શકાતા હોય તેવી ભૌતિક સામગ્રીને ભૌતિક સંસ્કૃતિ કહેવાય. તેમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, રસ્તા, વસ્ત્રો, વાહનો, દવાઓ, ખાદ્યસામગ્રી વગેરેનો સમાવેશ થાય છે.

સાચો જવાબ: પ્રત્યાયનનાં માધ્યમો (સમૂહ માધ્યમો) માં અખબારો, સામાયિકો, રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો, ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.

સાચો જવાબ: (૧) સંસ્કૃતિ જીવનશૈલી છે, (૨) શીખેલી વર્તણૂક છે, (૩) માનવીના સમાજજીવનની આગવી પેદાશ છે, (૪) તેમાં સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા હોય છે, (૫) તે હસ્તાંતરિત થઈ શકે છે, અને (૬) સંસ્કૃતિનો સંચય થાય છે.
4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો :

સાચો જવાબ: સંસ્કૃતિ એટલે માનવીની જીવન જીવવાની રીત.

સાચો જવાબ:


  • "સંસ્કૃતિ એ વારસામાં મળેલાં ઓજાર, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે."




સાચો જવાબ: "સમાજના સભ્ય તરીકે મનુષ્ય મેળવેલાં જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ-નિયમો, રીતરિવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ."

સાચો જવાબ: આપણી પાસે જે સાધનો અને ભૌતિક બાબતોનો જથ્થો છે તેને સભ્યતા કહેવામાં આવે છે.

સાચો જવાબ: જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયાને સામાજિકીકરણ કહે છે.

સાચો જવાબ: "નવા જન્મેલા બાળકનું સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવાય."

સાચો જવાબ: બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધોમાં 'લોકશાહી' અને 'સમાનતા'ભર્યા વાતાવરણનું મહત્ત્વ છે.
5. સાચો વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો :

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```