chapter 7

ધોરણ 11 | విષય: Samajshastra

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો :

સાચો જવાબ:

સામાજિક સંશોધન એ પદ્ધતિસરની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તેના મુખ્ય સોપાનો (તબક્કાઓ) નીચે મુજબ છે:





  1. સંશોધન-સમસ્યાની પસંદગી અને ઘડતર: સંશોધકે સૌપ્રથમ પોતાના અભ્યાસનો વિષય કે સમસ્યા સ્પષ્ટ રીતે નક્કી કરવાની હોય છે.




  2. સંશોધન-યોજના (ડિઝાઇન)નું ઘડતર: સંશોધન કેવી રીતે આગળ વધશે તેની સમગ્ર રૂપરેખા અને આયોજન તૈયાર કરવામાં આવે છે.




  3. ઉપકલ્પનાનું ઘડતર: અભ્યાસની સમસ્યા સંદર્ભે ચકાસી શકાય તેવું કામચલાઉ અનુમાન કે વિધાન (ઉપકલ્પના) તૈયાર કરવામાં આવે છે.




  4. માહિતી એકત્રીકરણની પ્રયુક્તિની પસંદગી: સંશોધનના સ્વરૂપ મુજબ માહિતી મેળવવા માટે સર્વેક્ષણ, પ્રશ્નાવલિ, મુલાકાત કે નિરીક્ષણ જેવી યોગ્ય પ્રયુક્તિ પસંદ કરાય છે.




  5. માહિતીનું એકત્રીકરણ: પસંદ કરેલી પ્રયુક્તિ દ્વારા સંશોધક તટસ્થ રહીને અભ્યાસ હેઠળના ક્ષેત્રમાંથી માહિતી એકત્ર કરે છે.




  6. માહિતીનું વર્ગીકરણ અને પૃથક્કરણ: મેળવેલ માહિતીને સમાનતા કે વિભિન્નતાના આધારે જુદા જુદા વર્ગોમાં વહેંચીને તેનું તાર્કિક વિશ્લેષણ કરવામાં આવે છે.




  7. સંશોધનનાં તારણો અને સામાન્યીકરણ (અહેવાલ લેખન): માહિતીના પૃથક્કરણ પરથી ચોક્કસ તારણો તારવી તેને સમાન ઘટનાઓ પર લાગુ (સામાન્યીકરણ) કરવામાં આવે છે અને તેનો સંશોધન અહેવાલ તૈયાર કરાય છે.





 


સાચો જવાબ:


  • અર્થ: સમાજશાસ્ત્રમાં માહિતી એકત્ર કરવા માટે અતિ પ્રચલિત અને વ્યાપક પદ્ધતિ એટલે સર્વેક્ષણ. સમાજજીવનને લગતી માહિતી એકત્ર કરી તેનું વર્ણન કરવાની આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે.




  • સર્વેક્ષણના બે મુખ્ય વિભાગો:





    1. સમષ્ટિ સર્વેક્ષણ (સેન્સસ સર્વેક્ષણ): અભ્યાસ-પ્રશ્નને લગતી માહિતી સમગ્ર વસ્તી કે સમષ્ટિમાંથી એકત્ર કરવામાં આવે તેને સેન્સસ સર્વેક્ષણ કહેવાય.




    2. નિદર્શ સર્વેક્ષણ (સેમ્પલ સર્વેક્ષણ): અભ્યાસ માટે સમગ્ર સમષ્ટિમાંથી પ્રતિનિધિત્વ ધરાવતા અમુક ભાગ (નમૂના) પસંદ કરી માહિતી મેળવવામાં આવે તેને નિદર્શ સર્વેક્ષણ કહેવાય.






  • સામાજિક સર્વેક્ષણના હેતુઓ:





    1. વર્ણનાત્મક હેતુ: સમાજજીવનના કોઈ પાસાની માહિતી એકત્ર કરી તેનું વર્ણન કરવાનો હોય છે, જેથી સમાજ-કલ્યાણના રચનાત્મક કાર્યક્રમો ઘડી શકાય.




    2. સૈદ્ધાંતિક હેતુ (વિશ્લેષણાત્મક): હકીકતોની સમજૂતી આપવાનો, ઉપકલ્પનાઓ ચકાસવાનો અને ઘટનાઓ પર પરિબળોની અસર તપાસવાનો હોય છે.






  • માહિતી એકત્રીકરણની પ્રયુક્તિઓ: સર્વેક્ષણમાં મુખ્યત્વે મુલાકાત પ્રયુક્તિ અને પ્રશ્નાવલિ પ્રયુક્તિનો ઉપયોગ થાય છે.




સાચો જવાબ:


  • પ્રશ્નાવલિનો અર્થ: સંશોધન-સમસ્યાના સંદર્ભમાં ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવવા માટે તૈયાર કરવામાં આવેલી ચોક્કસ ક્રમબદ્ધ પ્રશ્નોની લિખિત કે છાપેલી યાદી એટલે પ્રશ્નાવલિ.




  • પ્રશ્નાવલિના પ્રકારો:





    1. પ્રતિબંધિત પ્રશ્નાવલિ (Closed-ended): જેમાં પ્રશ્નોના જવાબો ચોક્કસ વિકલ્પો (જેમ કે હા/ના, સંમત/અસંમત)માંથી જ આપવાના હોય છે.




    2. અપ્રતિબંધિત કે મુક્તજવાબી પ્રશ્નાવલિ (Open-ended): જેમાં ઉત્તરદાતા કોઈ પણ પ્રતિબંધ વગર પોતાના શબ્દોમાં મુક્ત રીતે જવાબ આપે છે.




    3. પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રશ્નોવાળી પ્રશ્નાવલિ:





      • પ્રત્યક્ષ પ્રશ્નો: સંશોધકનો હેતુ ઉત્તરદાતા સીધી રીતે સમજી શકે તેવા હોય છે.




      • પરોક્ષ પ્રશ્નો: સંશોધકનો હેતુ ઉત્તરદાતા સીધો સમજી શકતો નથી (દા.ત. ચિત્રો કે અધૂરાં વાક્યો પૂરાં કરવા આપવા).






    4. મિશ્ર પ્રશ્નાવલિ: જેમાં પ્રતિબંધિત, અપ્રતિબંધિત, પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રશ્નોનું મિશ્રણ હોય છે.




    5. ચિત્રાત્મક પ્રશ્નાવલિ: નાના બાળકો અને નિરક્ષર ઉત્તરદાતાઓ પાસેથી માહિતી મેળવવા ચિત્રોનો ઉપયોગ કરીને બનાવેલી પ્રશ્નાવલિ.






સાચો જવાબ:


  • (1) સહભાગી નિરીક્ષણ (Participant Observation):





    • અર્થ: નિરીક્ષણકર્તા પોતે પોતાના અભ્યાસ હેઠળના જૂથજીવનમાં ભળી જઈ, તે જૂથનો એક સભ્ય બનીને ઘટનાઓ કે પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરે છે.




    • પ્રણેતા: માનવશાસ્ત્રી મેલિનોવસ્કી આ પદ્ધતિના પ્રણેતા છે. સૌપ્રથમ આ શબ્દ લિંડમૅને (1924) તેમના પુસ્તક 'Social Discovery' માં પ્રયોજ્યો હતો.




    • લક્ષણ: સંશોધક પોતાની ઓળખ કે ઉદ્દેશ છુપાવી જૂથના કુદરતી વાતાવરણમાં વાસ્તવિક માહિતી એકત્ર કરે છે.






  • (2) અસહભાગી નિરીક્ષણ (Non-participant Observation):





    • અર્થ: નિરીક્ષણકર્તા જૂથના જીવનમાં કે પ્રવૃત્તિઓમાં ભળ્યા વગર, તટસ્થ રહીને બહારથી જ ઘટનાઓ કે લોકોના વર્તનનું નિરીક્ષણ કરે છે.




    • લક્ષણ: સંશોધક અલિપ્ત રહીને માહિતી મેળવે છે જેથી આત્મલક્ષી પૂર્વગ્રહ મુક્ત અને તટસ્થ માહિતી મેળવી શકાય છે.






સાચો જવાબ:


  • અર્થ: કોઈ એક સામાજિક એકમ (જેમ કે વ્યક્તિ, કુટુંબ, સંસ્થા, સમૂહ કે સમુદાય)નો ઊંડાણપૂર્વક અને ઝીણવટભર્યો અભ્યાસ કરતી પદ્ધતિને વ્યક્તિતપાસ પદ્ધતિ (Case Study) કહે છે.




  • મુખ્ય લક્ષણો:





    • આ પદ્ધતિ ગુણાત્મક અભ્યાસ માટે જાણીતી છે.




    • તેમાં ઐતિહાસિક, ગ્રંથાલય, નિરીક્ષણ અને મુલાકાત જેવી વિવિધ પ્રયુક્તિઓનો સાથોસાથ ઉપયોગ થાય છે.




    • પ્રકારો: (1) વ્યક્તિ અધ્યયન અને (2) સમૂહ કે સમુદાયનું અધ્યયન.




    • માહિતીના સ્રોતો: પ્રાથમિક માહિતી (મુલાકાત અનુસૂચિ અને નિરીક્ષણ) તેમજ ગૌણ માહિતી (ડાયરી, પત્રો, જીવન ઈતિહાસ, દૈનિક નોંધ).






  • ઉપયોગિતા: સામાજિક એકમનો ઝીણવટભર્યો અભ્યાસ શક્ય બને છે, નવી ઉપકલ્પનાઓ કે સિદ્ધાંતો રચવામાં મદદરૂપ થાય છે અને સંશોધકનું જ્ઞાન સમૃદ્ધ બનાવે છે.




  • મર્યાદા: જુદા જુદા સમૂહોની સરખામણી/તુલના શક્ય બનતી નથી અને મોટે ભાગે મર્યાદિત સ્વરૂપના સંશોધનમાં જ વધુ ઉપયોગી થાય છે.




2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો :

સાચો જવાબ:

પૉલિન યંગના મતે સામાજિક સંશોધનનાં મુખ્યત્વે ત્રણ હેતુઓ છે:





  1. હકીકતોની શોધ અને ચકાસણી: નવી સામાજિક હકીકતોને શોધવી અને અગાઉની જૂની હકીકતોની પુનઃચકાસણી કે પરીક્ષણ કરવું.




  2. હકીકતો વચ્ચેનો સંબંધ શોધવો: એકત્ર કરેલી હકીકતોનું પૃથક્કરણ કરીને તેમની વચ્ચેનો સહસંબંધ કે કાર્યકારણ સંબંધ તપાસવો.




  3. વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપવો: હકીકતોના સંબંધ અને વિશ્લેષણના આધારે સામાજિક નિયમો કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો તારવવા.




સાચો જવાબ:


  • અર્થ: સંશોધક ઉત્તરદાતાને પ્રત્યક્ષ (રૂબરૂ) મળી, વાતચીત કરી અને પ્રશ્નો પૂછીને માહિતી એકત્ર કરે તે પ્રયુક્તિને મુલાકાત પ્રયુક્તિ કહે છે.




  • બે પક્ષો: આમાં મુલાકાત લેનાર (સંશોધક) અને મુલાકાત આપનાર (ઉત્તરદાતા) એમ બે વ્યક્તિ વચ્ચે મોઢામોઢની શાબ્દિક આપ-લે કે આંતરક્રિયા થાય છે.




  • માહિતી મેળવવાની રીતો:





    1. મુલાકાત અનુસૂચિ: પહેલેથી જ ક્રમબદ્ધ રીતે ઘડાયેલા પ્રશ્નોનું બનેલું પત્રક.




    2. મુલાકાત માર્ગદર્શિકા: જોઈતી માહિતીના વિવિધ મુદ્દાઓની રૂપરેખા દર્શાવતી વિગતવાર યાદી.






સાચો જવાબ:


  • લાભ:





    1. વિશાળ ભૌગોલિક ક્ષેત્રમાંથી ઝડપથી અને ઓછા ખર્ચે મોટી સંખ્યામાં માહિતી એકત્ર કરી શકાય છે.




    2. ઉત્તરદાતાને વિચારીને જવાબો આપવાનો પૂરતો સમય મળે છે.




    3. સંશોધકના પૂર્વગ્રહ કે વ્યક્તિત્વની અસર ટાળી શકાય છે.






  • ગેરલાભ:





    1. નિરક્ષર, અશિક્ષિત કે નાના બાળકો માટે ઉપયોગી નીવડતી નથી.




    2. પ્રશ્નાવલિ ઉત્તરદાતા ભરીને પરત ન મોકલે કે અધૂરી મોકલે તેવું જોખમ રહે છે.




    3. ઉત્તરદાતાના મુખભાવ કે હાવભાવ જાણી શકાતા નથી.






3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો :

સાચો જવાબ: રેડમન અને થોરીના મતે: "નવું જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન."

સાચો જવાબ: અભ્યાસ-પ્રશ્નને લગતી માહિતી જ્યારે સમગ્ર વસ્તી કે સમષ્ટિના તમામ એકમોમાંથી એકત્ર કરવામાં આવે તેને સેન્સસ (સમષ્ટિ) સર્વેક્ષણ કહે છે.

સાચો જવાબ: ડેનિસ અને સ્ટીફનના મતે: "મુલાકાત માર્ગદર્શિકા એ જોઈતી માહિતીના પ્રકારની રૂપરેખા સૂચવતી માર્ગદર્શિકા છે. તે નિશ્ચિત પ્રશ્નોની બનેલી નથી; પરંતુ કઈ કઈ વિગતોને લગતી માહિતીની જરૂર છે તે વિગતો દર્શાવતી યાદી છે."

સાચો જવાબ: અભ્યાસના હેતુ સંદર્ભે ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવવા માટે તૈયાર કરવામાં આવેલી ચોક્કસ ક્રમબદ્ધ પ્રશ્નોની લિખિત કે છાપેલી યાદી કે પત્રક એટલે પ્રશ્નાવલિ.

સાચો જવાબ: પૉલિન યંગના મતે: "નિરીક્ષણ એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે માહિતી મેળવવાની પ્રક્રિયા છે." જ્ઞાનેન્દ્રિયોની મદદથી પ્રત્યક્ષ અનુભવ કરીને આયોજિત રીતે માહિતી એકત્ર કરવી એટલે નિરીક્ષણ.
4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો :

સાચો જવાબ: સમાજશાસ્ત્ર એ એક સામાજિક વિજ્ઞાન ગણાય છે.

સાચો જવાબ: સામાજિક સંશોધનના હેતુઓ પૉલિન યંગે દર્શાવ્યા છે.

સાચો જવાબ: વસ્તી કે સમષ્ટિમાંથી અભ્યાસ માટે પસંદ કરાયેલો પ્રતિનિધિત્વ ધરાવતો નાનો ભાગ કે નમૂનો એટલે નિદર્શ (સેમ્પલ).

સાચો જવાબ: સહભાગી નિરીક્ષણના પ્રણેતા માનવશાસ્ત્રી મેલિનોવસ્કી છે.
5. સાચો વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો :

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```