chapter 1

ધોરણ 11 | విષય: Statistics

નીચે આપેલ બહુવિકલ્પ પ્રશ્નો માટે સાચા વિકલ્પની પસંદગી કરો :

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો :

સાચો જવાબ: ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા (ISI) ના સ્થાપક ભારતના પ્રખ્યાત આંકડાશાસ્ત્રી પ્રો. પી. સી. મહાલનોબિસ હતા.

સાચો જવાબ: આંકડાશાસ્ત્રમાં કોઈ પણ અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ (Population) કહેવામાં આવે છે.

સાચો જવાબ: સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ આંકડાશાસ્ત્રીય પદ્ધતિ વડે પસંદ કરેલા એકમોના મર્યાદિત સમૂહને નિદર્શ (Sample) કહેવામાં આવે છે.

સાચો જવાબ: જ્યારે ચલ લક્ષણ અસંખ્યાત્મક (ગુણધર્મ) હોય, ત્યારે તેવા ગુણધર્મના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી (Qualitative Data) કહેવામાં આવે છે.

સાચો જવાબ:


  • જ્યારે ચલ લક્ષણ સંખ્યાત્મક હોય (જેને એકમ દ્વારા માપી શકાય), ત્યારે તેવા સંખ્યાત્મક ચલના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી (Quantitative Data) કહેવામાં આવે છે.




સાચો જવાબ: કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા સૌપ્રથમ વખત અસલ (મૌલિક) સ્વરૂપે એકઠી કરાયેલી માહિતીને પ્રાથમિક માહિતી (Primary Data) કહેવાય છે.

સાચો જવાબ: જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા અગાઉ એકત્રિત કરાયેલી માહિતીનો પોતાના અભ્યાસ માટે ઉપયોગ કરે, ત્યારે તે માહિતી ઉપયોગ કરનાર માટે ગૌણ માહિતી (Secondary Data) બને છે.

 

સાચો જવાબ:


  • પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની મુખ્ય ત્રણ રીતો છે: (1) પ્રત્યક્ષ તપાસ, (2) પરોક્ષ તપાસ, અને (3) પ્રશ્નાવલિની રીત.

     




નીચેના પ્રશ્નોના જવાબ આપો :

સાચો જવાબ: ક્રોફ્ટન અને કાઉડનના મતે: “આંકડાશાસ્ત્ર એ એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રિકીકરણ, પૃઠક્કરણ અને અર્થઘટન કરે છે.”

સાચો જવાબ: સમષ્ટિ અથવા નિદર્શના એકમોની તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને 'માહિતી' (Data) કહેવામાં આવે છે.

સાચો જવાબ: અભ્યાસના હેતુને અનુરૂપ તર્કબદ્ધ ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી કે જેમાં પ્રશ્નોની વચ્ચે જ ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવી હોય, તેને પ્રશ્નાવલિ (Questionnaire) કહે છે.

સાચો જવાબ: જે આંકડાકીય માહિતી ખાનગી કે જાહેર સંગઠનો દ્વારા પોતાના રેકોર્ડ માટે એકઠી કરાઈ હોય પરંતુ જાહેર જનતા માટે પ્રકાશિત કરવામાં ન આવી હોય, તેને બિનપ્રકાશિત માહિતી કહે છે.

સાચો જવાબ:

સમષ્ટિ કે નિદર્શના એકમો જુદાં-જુદાં લક્ષણો ધરાવે છે. એકમ દીઠ જે લક્ષણનું માપ બદલાતું હોય, તે બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહેવામાં આવે છે


સાચો જવાબ:

જો સમષ્ટિ કે નિદર્શના એકમોનું ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય, તો તેવા અસંખ્યાત્મક લક્ષણને ગુણધર્મ (Attribute) કહે છે.


નીચેના પ્રશ્નોના જવાબ આપો :

સાચો જવાબ:


  • તેમણે ઈ.સ. 1931માં કોલકાતા ખાતે 'ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા' (ISI) ની સ્થાપના કરી.




  • ઈ.સ. 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરાવી.




  • ઈ.સ. 1950માં તેમણે પ્રસ્તુત કરેલી 'રાષ્ટ્રીય નિદર્શ તપાસ' (National Sample Survey) ને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી અને માહિતી એકત્રિકીકરણનો પ્રથમ તબક્કો ઑક્ટોબર, 1950માં શરૂ થયો.




  • ઈ.સ. 1953માં કાર્યાત્મક સંશોધનની રીતોનો ઉપયોગ કરીને ભારતની બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું.




સાચો જવાબ:


  • ગુણાત્મક માહિતી: જે લક્ષણ અસંખ્યાત્મક હોય તેના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહે છે. તેનું કોઈ એકમ દ્વારા માપન થઈ શકતું નથી, માત્ર નિરીક્ષણ થઈ શકે છે (દા.ત., શૈક્ષણિક સ્તર).




  • સંખ્યાત્મક માહિતી: જે લક્ષણ સંખ્યાત્મક હોય તેના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે. તેને ચોક્કસ એકમ દ્વારા માપી શકાય છે (દા.ત., આવક રૂપિયામાં, ઉંમર વર્ષમાં).




સાચો જવાબ:


  • NSSO દ્વારા ભારતના લોકોની આર્થિક સ્થિતિ વિશે એકત્રિત કરાયેલ માહિતી.




  • ભારત સરકાર દ્વારા કરવામાં આવતી વસ્તી-ગણતરીની માહિતી.




  • ભારતના રજિસ્ટ્રાર જનરલની ઑફિસ, નવી દિલ્હી દ્વારા દેશમાં મૃત્યુદર અને જન્મદરને લગતી પ્રકાશિત કરાયેલી માહિતી.




સાચો જવાબ: પ્રશ્નાવલિની રીતમાં અભ્યાસના હેતુ અનુસાર પ્રશ્નોની તર્કબદ્ધ યાદી તૈયાર કરવામાં આવે છે અને પ્રશ્નો વચ્ચે ઉત્તર માટે જગ્યા રાખવામાં આવે છે. પ્રશ્નો ટૂંકા અને સરળ હોવા જોઈએ. જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ખાસ ઉપયોગી અને કરકસરયુક્ત નીવડે છે. પ્રશ્નાવલિ દ્વારા માહિતી એકત્રિત કરવા માટે ટપાલ દ્વારા અથવા આગણક દ્વારા એમ બે રીતો છે.

સાચો જવાબ: આ રીતમાં તૈયાર કરેલી પ્રશ્નાવલિને ઉત્તરદાતાને ટપાલ (અથવા ઈ-મેલ) દ્વારા મોકલવામાં આવે છે અને જવાબો ભરીને પરત મોકલવાની વિનંતી કરાય છે. પ્રશ્નાવલિ સાથે સંશોધકના સરનામાવાળું અને જવાબી ટિકિટ લગાડેલું પરબીડિયું મોકલવું જરૂરી છે. વિશાળ વિસ્તાર માટે આ રીત ઉપયોગી અને ઓછી ખર્ચાળ છે, પરંતુ અશિક્ષિત લોકો હોય ત્યાં આ પદ્ધતિ નકામી બને છે.

સાચો જવાબ: આ રીતમાં સંશોધક દ્વારા નિમાયેલા આગણકો પોતે પ્રશ્નાવલિ લઈને ઉત્તરદાતાને રૂબરૂ મળે છે અને પ્રશ્નો પૂછીને પોતે પોતાના હસ્તાક્ષર વડે જવાબો ભરે છે. આ રીત દ્વારા અશિક્ષિત લોકો પાસેથી પણ સાચી અને પૂરેપૂરી માહિતી મેળવી શકાય છે અને માહિતી વધુ વિશ્વસનીય હોય છે. જો કે, આ રીત વધુ ખર્ચાળ છે અને કુશળ આગણકોની જરૂર પડે છે.

સાચો જવાબ: જે આંકડાકીય માહિતી સંસ્થાઓ કે સંગઠનો દ્વારા પોતાના વહીવટી સંદર્ભ માટે તૈયાર કરાયેલી હોય પરંતુ પ્રકાશિત ન થઈ હોય, તેને મેળવવા ખાનગી કે જાહેર સંગઠનોને ખાસ વિનંતી કરીને તેમના આંતરિક અહેવાલોમાંથી માહિતી મેળવવામાં આવે છે. દા.ત., કર્મચારીઓનો પગાર રેકોર્ડ, યુનિવર્સિટીના પીએચ.ડી. મહાનિબંધો વગેરે.

સાચો જવાબ: આંકડાશાસ્ત્રનો ઉપયોગ દેશના રાષ્ટ્રીય આયોજનમાં (જેમ કે પંચવર્ષીય યોજનાનું માળખું ઘડવામાં), મિલેટરી પ્રોજેક્ટ્સમાં, ઉદ્યોગોમાં યંત્રો અને માણસોની યોગ્ય ફાળવણી નક્કી કરવા માટે, બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવા તેમજ ખેતી, શિક્ષણ અને મનોવિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રોમાં સંશોધન માટે થાય છે.

સાચો જવાબ:

નીચેના પ્રશ્નોના જવાબ આપો :


સાચો જવાબ:


  1. મૌલિકતા: પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકઠી કરાયેલ મૌલિક માહિતી છે, જ્યારે ગૌણ માહિતી મૌલિક નથી પરંતુ અન્ય દ્વારા એકઠી કરાયેલ માહિતીનો ફરીથી ઉપયોગ છે.




  2. સ્રોત: પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી સીધી મેળવાય છે, જ્યારે ગૌણ માહિતી પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે.




  3. સ્વરૂપ: પ્રાથમિક માહિતી તેના મૂળ સ્વરૂપમાં હોય છે, જેને વર્ગીકરણ કરવાની જરૂર પડે છે, જ્યારે ગૌણ માહિતી સામાન્ય રીતે વર્ગીકૃત અને તૈયાર સ્વરૂપમાં હોય છે.




  4. ખર્ચ અને સમય: પ્રાથમિક માહિતી એકત્રિત કરવા મોટા પ્રમાણમાં ખર્ચ, સમય અને શક્તિ જોઈએ છે, જ્યારે ગૌણ માહિતીમાં તેની સરખામણીમાં ઘણો ઓછો ખર્ચ થાય છે.




  5. વિશ્વસનીયતા: પ્રાથમિક માહિતી સામાન્ય રીતે વધુ વિશ્વસનીય હોય છે, જ્યારે ગૌણ માહિતી વાપરનારના હેતુના અનુસંધાનમાં ઓછી વિશ્વસનીય પણ હોઈ શકે.




સાચો જવાબ: આ રીતમાં સંશોધક જાતે અથવા તેણે નીમેલો આગણક તપાસના સ્થળની રૂબરૂ મુલાકાત લે છે અને ઉત્તરદાતાને મળીને જરૂરી માહિતી મેળવે છે. દા.ત., મ્યુનિસિપાલિટીની શાળામાં જઈને વિદ્યાર્થીઓની તંદુરસ્તી વિશે રૂબરૂ માહિતી મેળવવી. આ પદ્ધતિ દ્વારા સાચી અને વિશ્વસનીય માહિતી મળે છે અને ઉત્તરદાતાની શંકાઓ દૂર કરી શકાય છે, પરંતુ વિશાળ ક્ષેત્ર માટે આ રીતમાં વધુ સમય, ખર્ચ અને વધુ આગણકોની જરૂર પડે છે.

સાચો જવાબ: જ્યારે પ્રત્યક્ષ સ્રોત અસ્તિત્વમાં ન હોય, ક્ષેત્ર બહુ વિશાળ હોય કે માહિતીનું સ્વરૂપ ગૂંચવણભર્યું હોય, ત્યારે સંશોધક પ્રત્યક્ષ મુલાકાત લેવાને બદલે તે અંગેની જાણકારી ધરાવતી સક્ષમ સંસ્થા કે ત્રાહિત વ્યક્તિ (Third Party) નો સંપર્ક સાધીને માહિતી મેળવે છે. દા.ત., કામદારોના શૈક્ષણિક સ્તરની માહિતી માટે દરેક કામદારને મળવાને બદલે મૅનેજરનો સંપર્ક કરવો. આ રીતમાં સમય અને ખર્ચ બચે છે, પરંતુ જો ત્રાહિત વ્યક્તિ પક્ષપાતી કે અપ્રામાણિક હોય તો માહિતી ઓછી વિશ્વસનીય બને છે.

સાચો જવાબ:

ગૌણ માહિતી મેળવવા માટેનાં મુખ્યત્વે બે પ્રાપ્તિસ્થાનો છે:





  1. પ્રકાશિત પ્રાપ્તિસ્થાનો: જેમાં કેન્દ્ર કે રાજ્ય સરકારના પ્રકાશનો (CSO, NSSO), અર્ધ-સરકારી પ્રકાશનો (LIC), આંતરરાષ્ટ્રીય પ્રકાશનો (UNO, IMF), સંશોધક સંસ્થાઓના અહેવાલો (ATIRA, PRL), સ્વાયત્ત સંસ્થાઓના વાર્ષિક અહેવાલો અને જુદાં જુદાં વર્તમાનપત્રો કે સામયિકોનો સમાવેશ થાય છે.




  2. બિનપ્રકાશિત પ્રાપ્તિસ્થાનો: સંસ્થાઓ દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિનપ્રકાશિત આંતરિક અહેવાલો (જેમ કે કામદારોનો પગાર, શૈક્ષણિક સ્તર વગેરે) માંથી ખાસ વિનંતી કરીને આ માહિતી મેળવી શકાય છે.




સાચો જવાબ: ભારતમાં આંકડાશાસ્ત્રનું પ્રદાન મૌર્ય સામ્રાજ્યના સમયથી રહ્યું છે અને અકબરના શાસન દરમિયાન અબુલ ફઝલ રચિત ‘આઈ-ને-અકબરી’માં પણ તેનો ઉલ્લેખ છે. જર્મન શબ્દ ‘Statistik’ સૌપ્રથમ ગોટફ્રિડ ઍકેન વૉલે 1749માં વાપર્યો. 1834માં લંડનમાં "રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન" સ્થાપવામાં આવ્યું. 19મી સદીના અંતમાં ગેલ્ટન અને કાર્લ પિયર્સને ગણિતીય આંકડાશાસ્ત્રનો પાયો નાખ્યો. ત્યારબાદ ગોસેટ અને ફિશરે લઘુ નિદર્શ માટે આધુનિક આંકડાશાસ્ત્રનો પ્રારંભ કર્યો. ફિશરે વિવિધ ભિન્ન ક્ષેત્રોમાં તેનો ઉપયોગ કર્યો હોવાથી તેઓ "આંકડાશાસ્ત્રના પિતા" તરીકે ઓળખાય છે.

સાચો જવાબ:


  • લાભ: (1) સાચી અને વિશ્વસનીય માહિતી મળે છે. (2) રૂબરૂ મુલાકાતને લીધે ઉત્તરદાતાના પ્રશ્નો કે શંકાઓનો યોગ્ય ખુલાસો કરી શકાય છે. (3) માહિતી આપનાર પાસેથી પૂરક માહિતી પણ મેળવી શકાય છે જે અર્થઘટનમાં ઉપયોગી બને છે. (4) મર્યાદિત તપાસ ક્ષેત્ર માટે વધુ સારી નીવડે છે.




  • ગેરલાભ: (1) જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે વધુ સમય લાગે છે અને વધુ આગણકોની જરૂર પડે છે. (2) આ પદ્ધતિ વધુ ખર્ચાળ છે. (3) જો આગણકો તાલીમયુક્ત ન હોય તો માહિતી ઓછી વિશ્વસનીય નીવડે છે.




સાચો જવાબ:


  • લાભ: (1) માહિતી એકત્ર કરવાનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ હોય ત્યારે વધુ અનુકૂળ રહે છે. (2) જ્યારે ઉત્તરદાતા માહિતી આપવા તૈયાર ન હોય ત્યારે આ રીત ખૂબ ઉપયોગી બને છે. (3) પ્રત્યક્ષ તપાસની સરખામણીમાં ખર્ચ, સમય અને શક્તિ ઓછા થાય છે. (4) સરકારી વિભાગો માટે આ રીત વધુ અનુકૂળ છે.




  • ગેરલાભ: (1) માહિતી આપનાર વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત કે પક્ષપાતી વલણ ધરાવતી હોય ત્યારે રીત ઓછી વિશ્વસનીય બને છે. (2) જો ત્રાહિત વ્યક્તિ અપ્રામાણિક કે બિનકાબેલ હોય ત્યારે આ પદ્ધતિ નકામી બની જાય છે.




સાચો જવાબ:


  • લાભ: (1) માહિતી એકત્ર કરવાનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ હોય ત્યારે વધુ અનુકૂળ રહે છે. (2) જ્યારે ઉત્તરદાતા માહિતી આપવા તૈયાર ન હોય ત્યારે આ રીત ખૂબ ઉપયોગી બને છે. (3) પ્રત્યક્ષ તપાસની સરખામણીમાં ખર્ચ, સમય અને શક્તિ ઓછા થાય છે. (4) સરકારી વિભાગો માટે આ રીત વધુ અનુકૂળ છે.




  • ગેરલાભ: (1) માહિતી આપનાર વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત કે પક્ષપાતી વલણ ધરાવતી હોય ત્યારે રીત ઓછી વિશ્વસનીય બને છે. (2) જો ત્રાહિત વ્યક્તિ અપ્રામાણિક કે બિનકાબેલ હોય ત્યારે આ પદ્ધતિ નકામી બની જાય છે.




સાચો જવાબ: (1) દરેક પ્રશ્નાવલિ સાથે તેને સંબંધિત યોગ્ય શીર્ષક કે પત્ર હોવો જોઈએ. (2) પ્રશ્નોની સંખ્યા જેટલી શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ. (3) પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. (4) પ્રશ્નો સરળ, ટૂંકા, સમજી શકાય તેવા અને અસ્પષ્ટ કે દ્વિઅર્થી ન હોવા જોઈએ. (5) પ્રશ્નોની ગોઠવણી તાર્કિક ક્રમમાં (સામાન્યથી ચોક્કસ પ્રશ્નો તરફ) હોવી જોઈએ. (6) લાગણીસભર કે અંગત જીવનના પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. (7) પ્રશ્નોના જવાબ કોઈ ગણતરી વગરના હોવા જોઈએ. (8) શક્ય હોય ત્યાં સુધી હા/ના કે બહુવિકલ્પ વાળા પ્રશ્નો પૂછવા જોઈએ.

સાચો જવાબ:


  • લાભ: (1) જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે. (2) આ રીત સરળ છે અને ઓછા ખર્ચે વધારે માહિતી મેળવી આપે છે. (3) જે ક્ષેત્રમાં રૂબરૂ કે ટેલિફોન દ્વારા સંપર્ક મુશ્કેલ હોય ત્યાં પણ આ રીત ઉપયોગી છે.




  • ગેરલાભ: (1) ઉત્તરદાતા અશિક્ષિત કે અસહકારની ભાવનાવાળા હોય ત્યારે આ રીત ઉપયોગી નીવડતી નથી. (2) ક્યારેક માહિતી ખોટી, અધૂરી કે જવાબ આપ્યા વગરની પ્રશ્નાવલિ પાછી મળે છે. (3) આળસના પરિણામે પ્રશ્નાવલિ ખોવાઈ જવાની કે વિલંબ થવાની શક્યતા રહે છે. (4) પ્રશ્નોનું ખોટું અર્થઘટન થવાની શક્યતા રહે છે કારણ કે મદદ કરનાર કોઈ હાજર હોતું નથી.




સાચો જવાબ:


  • લાભ: (1) યોગ્ય આગણકો દ્વારા ઉત્તરદાતા પાસેથી પૂરી, સાચી અને યોગ્ય માહિતી મેળવી શકાય છે. (2) ઉત્તરદાતા અશિક્ષિત હોય તો પણ યોગ્ય ખુલાસો આપી માહિતી મેળવી શકાય છે. (3) પ્રશ્નાવલિ ગુમ થવાનો કે અધૂરી માહિતી મળવાનો પ્રશ્ન રહેતો નથી. (4) માહિતી વધુ વિશ્વસનીય હોય છે.




  • ગેરલાભ: (1) નિષ્ણાત આગણકો મેળવવાનું મુશ્કેલ બને છે. (2) મોટી સંખ્યામાં આગણકો રોકવાના કારણે તપાસનો કુલ ખર્ચ વધી જાય છે. (3) બિનતાલીમબદ્ધ આગણકોને તાલીમ આપવાનું કાર્ય મુશ્કેલ છે. (4) ઉત્તરદાતા બહુ વિશાળ ક્ષેત્રમાં હોય ત્યારે આ રીત અયોગ્ય બને છે. (5) ઉત્તરદાતાની અનુકૂળતા મુજબ વારંવાર મુલાકાત લેવી પડતી હોવાથી સમયસર તપાસ પૂરી થતી નથી.




સાચો જવાબ: (1) માહિતી કોણે અને ક્યાંથી મેળવી છે તે ખાસ જોવું જોઈએ, ખાનગી સંસ્થાની માહિતી ઓછી વિશ્વસનીય હોઈ શકે છે. (2) ગૌણ માહિતી મેળવવાનો મૂળ હેતુ આપણા વર્તમાન અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. (3) એકત્રિત કરેલી માહિતી ખૂબ જૂની ન હોવી જોઈએ, તે વર્તમાન સમયગાળા સાથે બંધબેસતી હોવી જોઈએ. (4) માહિતીનું કાર્યક્ષેત્ર, તેનો વિસ્તાર અને તેમાં વપરાયેલા પદોની વ્યાખ્યા જાણી લેવી જોઈએ. (5) સીધેસીધી અગાઉથી ગણતરી કરેલી (આગણિત) માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તે ક્યારેક ભૂલભરેલી હોઈ શકે છે. (6) કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરાઈ છે તે જાણી લેવું જોઈએ જેથી તેના લાભ-ગેરલાભથી વાકેફ થઈ શકાય.
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```