ધોરણ 11 | విષય: Tatvgyan
સર્વવ્યાપી: ઈશ્વર ચરાચર સૃષ્ટિના પ્રત્યેક અણુ-રેણુમાં વ્યાપેલો છે.
સર્વશક્તિમાન: જગતનું સર્જન, પાલન અને સંહાર કરવાની તમામ શક્તિઓનો સ્ત્રોત ઈશ્વર જ છે.
સર્વજ્ઞ: ઈશ્વર ત્રિકાળદર્શી છે; ભૂત, વર્તમાન અને ભવિષ્યની તમામ બાબતોનું તેને પૂર્ણ જ્ઞાન છે.
અનંત: ઈશ્વર દેશ અને કાળની સીમાઓથી પર, અમર્યાદિત અને શાશ્વત છે.
પાશ્ચાત્ય ચિંતનમાં ત્રણ મુખ્ય મતો છે:
પર-ઈશ્વરવાદ: ઈશ્વર જગત બનાવીને તેનાથી સંપૂર્ણ અલિપ્ત કે પર થઈ જાય છે.
સર્વેશ્વરવાદ: ઈશ્વર માત્ર જગતના અંતર્યામી રૂપે સઘળે વ્યાપ્ત છે.
ઈશ્વરવાદ (શ્રેષ્ઠ મત): આ વાદ પર-ઈશ્વરવાદ અને સર્વેશ્વરવાદનો સમન્વય કરે છે. તે સ્વીકારે છે કે ઈશ્વર જગતથી પર (પ્રેરક) પણ છે અને અંતર્યામી (વ્યાપક) પણ છે.