chapter 1

ધોરણ 11 | విષય: Vanijya

૧. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો :

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
૨. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો :

સાચો જવાબ: આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ.

સાચો જવાબ: માલનાં ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ તુષ્ટિગુણનું સર્જન થયું ગણાય.

સાચો જવાબ: વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે તેને વ્યવસાય કહે છે.

સાચો જવાબ: રોજગાર એટલે નોકરી; નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ.

સાચો જવાબ: વ્યવસાયી વ્યક્તિએ વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય, તાલીમ અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે છે.

સાચો જવાબ: નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર.

સાચો જવાબ: પ્રાથમિક ઉદ્યોગ સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલો છે.

સાચો જવાબ: પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને આનુષંગિક ઉદ્યોગ મદદગાર બને છે.
૩. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :

સાચો જવાબ: ધંધો એ નાણાં મેળવવાના અને નફો કમાવાના હેતુથી કરવામાં આવે છે. ધંધા પાછળનો મુખ્ય ઉદ્દેશ આર્થિક ઉપાર્જન અને નાણાકીય વળતર મેળવવાનો હોવાથી ધંધાને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે.

સાચો જવાબ:

૧. રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવાય છે.



૨. રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહી સોંપેલું કાર્ય કરવાનું હોય છે.


સાચો જવાબ: ધંધા સાથે સંકળાયેલા સમાજના જુદા જુદા જૂથો જેવા કે માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો અને સરકાર વગેરેના હિતોનો ખ્યાલ રાખવો તેમજ પર્યાવરણની જાળવણી, કર્મચારી કલ્યાણધારો, ગ્રાહક સુરક્ષા ધારો વગેરે જેવાં કાયદાકીય નિયમોનું પાલન કરવું તેને ધંધાની સામાજિક જવાબદારીનો હેતુ કહે છે.
૪. નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ આપો :

સાચો જવાબ:


  • આર્થિક પ્રવૃત્તિ: આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે.



    ઉદાહરણ: ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે, વકીલ કેસ લડી ફી મેળવે છે, કારખાનામાં કામદાર કામ કરી વેતન મેળવે છે.




  • બિનઆર્થિક પ્રવૃત્તિ: નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જન મેળવવાના હેતુ વગર કરવામાં આવતી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે.



    ઉદાહરણ: સમાજસેવક દ્વારા થતી સમાજસેવા, માતા દ્વારા પોતાના બાળકનો ઉછેર કરવાની પ્રવૃત્તિ, કુદરતી હોનારત સમયે રાહતછાવણીમાં સેવા આપતા કાર્યકરોની પ્રવૃત્તિ.




સાચો જવાબ:


  • અર્થ: વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે તેને વ્યવસાય કહે છે.




  • લાક્ષણિકતાઓ:



    ૧. વ્યાવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે છે.



    ૨. સેવાના બદલામાં ફી મેળવે છે.



    ૩. વ્યાવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે.



    ૪. આવક મેળવવા માટેની આ સ્વતંત્ર પ્રવૃત્તિ છે.



    ૫. વ્યાવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી, પરંતુ વ્યક્તિઓની અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષવામાં આવે છે.



    ૬. જે-તે વ્યાવસાયિક સંગઠને નક્કી કરેલી આચારસંહિતાનું પાલન કરવું આવશ્યક છે.



    ૭. વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર (ફી) અનિશ્ચિત હોય છે.




સાચો જવાબ:




























ક્રમ તફાવતના મુદ્દા વેપાર વાણિજ્ય
(૧) અર્થ વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે. વાણિજ્યમાં વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાઓનો પણ સમાવેશ થાય છે.
(૨) કાર્યક્ષેત્ર વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિશાળ છે, કારણ કે વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે.
(૩) પક્ષકારો વેપારમાં બંને પક્ષકારો લગભગ એકબીજાથી પરિચિત અને નજીકના સ્થળે હોય છે. વાણિજ્યમાં બંને પક્ષકારો દૂરના સ્થળે અને અપરિચિત હોઈ શકે છે.

૫. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો :

સાચો જવાબ:


  • અર્થ: ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. (ધંધો એ અંગ્રેજી શબ્દ 'Busy' પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય હોવું થાય છે).




  • લાક્ષણિકતાઓ:



    ૧. નફાનો હેતુ: ધંધાનો મૂળભૂત હેતુ નફો મેળવવાનો છે. ધંધાનું અસ્તિત્વ ટકાવી રાખવા નફો અનિવાર્ય છે. નફો એ ધંધાની પારાશીશી અને જીવનરક્ત છે.



    ૨. વસ્તુ અને સેવાનો વિનિમય: ધંધામાં ભૌતિક વસ્તુઓ અથવા અદૃશ્ય/અભૌતિક સેવાઓનું ઉત્પાદન કે ખરીદી કરીને વેચાણ કરવામાં આવે છે.



    ૩. જોખમ અને અનિશ્ચિતતા: ધંધામાં માનવસર્જિત (હડતાળ, ચોરી, હરીફાઈ) અને કુદરતી (ધરતીકંપ, વાવાઝોડું) જોખમો રહેલાં છે, જેના કારણે વળતર અનિશ્ચિત બને છે.



    ૪. તુષ્ટિગુણનું સર્જન: વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તુષ્ટિગુણ. આ સર્જન સ્વરૂપ, સ્થળ અને સમય એમ ત્રણ રીતે થાય છે.



    ૫. પ્રવૃત્તિનું સાતત્ય: ધંધામાં ખરીદ-વેચાણના વ્યવહારો નિયમિત અને સતત થતા રહે છે.



    ૬. નાણાંની જરૂરિયાત: ધંધાની શરૂઆતથી અંત સુધી (કાચો માલ ખરીદવા, ઉત્પાદન કરવા) નાણાંની અનિવાર્ય જરૂરિયાત રહે છે.



    ૭. આર્થિક પ્રવૃત્તિ: ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે.




સાચો જવાબ:

સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. તેથી ધંધાના નફા ઉપરાંતના સામાજિક હેતુઓ નીચે મુજબ છે:



૧. સામાજિક જવાબદારીનો હેતુ: ધંધા સાથે સંકળાયેલા માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો અને સરકારના હિતોનું રક્ષણ કરવું તેમજ પર્યાવરણ જાળવણી અને ગ્રાહક સુરક્ષા કાયદાનું પાલન કરવું.



૨. રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ: બેરોજગારી ઘટાડવા નવી રોજગારીની તકો ઊભી કરવી, ખાસ કરીને પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમો સ્થાપવા (દા.ત., ખાદી અને ગ્રામોદ્યોગ).



૩. ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ: સમાજના લોકોને ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ વાજબી ભાવે પૂરી પાડવી (દા.ત. ખાદ્ય પદાર્થોમાં ઉચ્ચ ધોરણો જાળવવા અને વેચાણ પછીની સેવાઓ આપવી).



૪. વાજબી વેપારી રીતરસમો અનુસરવાનો હેતુ: કાળાંબજાર, સંગ્રહખોરી, કૃત્રિમ અછત ઊભી કરવી કે ગેરમાર્ગે દોરતી જાહેરાતો જેવી અયોગ્ય રીતરસમો ન અનુસરવી.



૫. અન્ય હેતુઓ: સમાજમાં આગવી ઓળખ પ્રાપ્ત કરવી, નવસંશોધનો હાથ ધરવાં, રાષ્ટ્રના આર્થિક વિકાસમાં સહકાર આપવો અને કર્મચારીઓ માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી.


સાચો જવાબ:

ધંધો સમાજમાં જ જન્મ લે છે, સમાજ દ્વારા જ વિકસે છે અને સમાજમાં જ તેનું અસ્તિત્વ ટકે છે. ધંધાને જરૂરી સાધનો, નાણાં, માનવશ્રમ અને કાચો માલ સમાજ પાસેથી જ મળે છે. આ ઉપરાંત ધંધા દ્વારા ઉત્પાદિત વસ્તુઓ કે સેવાઓ ખરીદનાર ગ્રાહકો પણ સમાજનો જ ભાગ છે. જો સમાજ ન હોય તો ધંધાના ઉત્પાદનનો કોઈ અર્થ રહેતો નથી.



આજના યુગમાં માત્ર નફો કમાવો એ ધંધાનો એકમાત્ર ઉદ્દેશ રહી શકતો નથી. ધંધાકીય એકમે ગ્રાહકો, કર્મચારીઓ અને સમાજનાં વિવિધ જૂથોના હિતોનું ધ્યાન રાખવું પડે છે. સમાજને સારી ગુણવત્તાવાળો માલ વાજબી ભાવે આપવો, બેરોજગારોને રોજગારી આપવી અને પર્યાવરણનું રક્ષણ કરવું એ ધંધાની ફરજ છે. આમ, સમાજ છે તો જ ધંધો છે; તેથી સાચા અર્થમાં 'સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી'.


સાચો જવાબ:


  • અર્થ: ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા નુકસાન થવાના જોખમને ધંધાકીય જોખમ કહે છે.




  • કારણો:



    ૧. ટેક્નોલૉજીમાં ફેરફાર: નવી શોધખોળોને કારણે ઉત્પાદન પદ્ધતિ બદલવી પડે છે અને જૂનાં યંત્રોને સ્થાને નવાં યંત્રો વસાવવાં પડે છે.



    ૨. વૈકલ્પિક પેદાશોનો ભય: નવી પેદાશો આવવાથી ગ્રાહકો તેના તરફ વળે છે (દા.ત. ફાઉન્ટન પેનની જગ્યાએ બૉલપેન, રેડિયોની જગ્યાએ ટીવી).



    ૩. હરીફાઈ: હરીફાઈમાં ટકી રહેવા વેચાણકિંમત ઘટાડવી પડે છે અને જાહેરાત ખર્ચ વધારવો પડે છે, જેથી નફો ઘટે છે.



    ૪. કાયદા: સરકારના પ્રદૂષણ, લઘુતમ વેતન કે કારખાનાના કાયદા ધંધાકીય નિર્ણયો લેતાં અટકાવે છે.



    ૫. માંગની અનિશ્ચિતતા: ગ્રાહકોની આવક, રુચિ, પસંદગી, ફુગાવો વગેરેના કારણે વસ્તુની માંગ અનિશ્ચિત બને છે.



    ૬. ભૌતિક જોખમ: યંત્રો-સાધનો કામ કરતાં બંધ થઈ જાય અથવા માલના વહન દરમિયાન નુકસાન થાય ત્યારે ભૌતિક જોખમ ઉદ્ભવે છે.




સાચો જવાબ:




























































ક્રમ તફાવતના મુદ્દા ધંધો વ્યવસાય રોજગાર
(૧) કાર્યનું સ્વરૂપ નાણાંના બદલામાં ગ્રાહકને વસ્તુ અને સેવાનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. ફીના બદલામાં વ્યક્તિગત અને ધંધાકીય રીતે વિવેકબુદ્ધિથી સેવા આપવામાં આવે છે. કરાર અને નિયમો અનુસાર સોંપેલું કાર્ય કરવાનું હોય છે.
(૨) લાયકાત કોઈ શૈક્ષણિક લાયકાત અનિવાર્ય નથી. શૈક્ષણિક લાયકાત, તાલીમ અને વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે. કાર્યના સ્વરૂપ અનુસાર લાયકાત જરૂરી છે.
(૩) બદલો કે વળતર નફો મળે છે. ફી મળે છે. પગાર અથવા દરમાયો (વેતન) મળે છે.
(૪) મૂડી ધંધાના સ્વરૂપ અને પ્રકાર અનુસાર મૂડીની જરૂરિયાત રહે છે. સ્થાપના સમયે મર્યાદિત મૂડીની જરૂરિયાત રહે છે. મૂડીની જરૂરિયાત હોતી નથી.
(૫) જોખમ નફાની અનિશ્ચિતતા અને નુકસાનનું જોખમ રહેલું છે. નિશ્ચિત રકમની ફી ન મળવાનું જોખમ રહેલું છે. નિયમિત ચોક્કસ વેતન મળતું હોવાથી જોખમ ઓછું હોય છે.
(૬) આચારસંહિતા કાયદાકીય નિયમોનું પાલન કરવું પડે છે. જે-તે વ્યાવસાયિક સંગઠન દ્વારા નક્કી થયેલ આચારસંહિતાનું પાલન કરવું પડે છે. કરાર દ્વારા નક્કી થતા નિયમોનું પાલન કરવું પડે છે.
(૭) માલિકી હિતની ફેરબદલી માલિકી હિતની ફેરબદલી શક્ય છે. માલિકી હિતની ફેરબદલી શક્ય નથી. માલિકી હક હોતો નથી.

સાચો જવાબ:


  • અર્થ: માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. (દા.ત., લાકડામાંથી ફર્નિચર બનાવવું, રૂ માંથી કાપડ બનાવવું).




  • પ્રકારો:



    ૧. પ્રાથમિક ઉદ્યોગ: આ મૂળભૂત ઉદ્યોગો છે, જે જમીન, સમુદ્ર અને હવા સાથે સંકળાયેલા છે તથા કુદરત પર નિર્ભર રહે છે. દા.ત., ખેતી, પશુપાલન, મરઘાં-બતકાં ઉછેર, મત્સ્ય ઉદ્યોગ.



    ૨. ગૌણ ઉદ્યોગ: યંત્રો અને ટેક્નોલૉજીની મદદથી કુદરતી સંપત્તિને વપરાશયોગ્ય બનાવી ગ્રાહક સુધી પહોંચાડવા માટે કરાતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. દા.ત., ખાતર ઉદ્યોગ, રંગ-રસાયણ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ.



    ૩. આનુષંગિક ઉદ્યોગ: આ ઉદ્યોગો પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને સહાય અને સેવા પૂરી પાડે છે તથા પેદાશોને ગ્રાહકો માટે વધુ વપરાશયોગ્ય બનાવે છે. દા.ત., ડેરી ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ, ઠંડાં પીણાંનો ઉદ્યોગ, તેમજ વાહનવ્યવહાર, બૅન્ક, વીમો અને વખારની સેવાઓ.




```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```