chapter 9

ધોરણ 11 | విષય: Vanijya

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: ઉત્પાદક
B: દલાલ
C: છૂટક વેપારી
D: ગ્રાહક

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: ગ્રાહક
B: જથ્થાબંધ વેપારી
C: છૂટક વેપારી
D: દલાલ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: જથ્થાબંધ વેપારી
B: ઉત્પાદક
C: છૂટક વેપારી
D: ગ્રાહક

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
A: દલાલ
B: જથ્થાબંધ વેપારી
C: ઉત્પાદક
D: છૂટક વેપારી

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: ખાતાંવાળી દુકાન
B: ટપાલ વ્યવહારી દુકાન
C: સંકળાયેલી દુકાન
D: જથ્થાબંધ વેપારીની દુકાન

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: કીમતી
B: વજનમાં હલકી
C: નાશવંત
D: ટકાઉ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
A: ફ્રેન્ચાઇઝ
B: સંકળાયેલી દુકાન
C: ટપાલ વ્યવહારી દુકાન
D: શૉપિંગ મોલ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: ફ્રેન્ચાઇઝ
B: શૉપિંગ મોલ
C: સંકળાયેલી દુકાન
D: સુપર માર્કેટ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
A: ગ્રાહકો મોટી સંખ્યામાં હોવાથી
B: સેવાનો હેતુ હોવાથી
C: જથ્થાબંધ વેચાણ થતું હોવાથી
D: મધ્યસ્થીઓ ન હોવાથી
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો :

સાચો જવાબ: દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતો વેપાર એટલે આંતરિક વેપાર.

સાચો જવાબ: દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતો વેપાર એટલે આંતરિક વેપાર.

સાચો જવાબ: મોટા પાયા પરના છૂટક વેપારીની દુકાનોના પ્રકારો : (1) ખાતાંવાળી દુકાનો (2) સંકળાયેલી દુકાનો (3) ટપાલ વ્યવહારી દુકાનો (4) ફ્રેન્ચાઇઝ (5) સુપર માર્કેટ (6) શૉપિંગ મોલ.

સાચો જવાબ: ટપાલ વ્યવહારી દુકાનોમાં મહદંશે વજનમાં હલકી, ટકાઉ અને કીમતી વસ્તુઓનો માલ વેચવો અનુકૂળ છે.

સાચો જવાબ: ટેલિમાર્કેટિંગ લોન, ધિરાણ, વીમાની સેવા, ક્રેડિટ કાર્ડ તેમજ ઘરવપરાશની અને મોજશોખ કે સુખસુવિધાવાળી વસ્તુઓના વેચાણ માટે ઉપયોગી છે.

સાચો જવાબ: સ્વયંસંચાલિત વેચાણયંત્રની શોધ ગ્રીક ઇજનેર અને ગણિતશાસ્ત્રી એલેક્ઝાન્ડ્રીઆ હીરોએ (Alexandria Hero) કરી હતી.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :

સાચો જવાબ: ખાતાંવાળી દુકાનોમાં જીવન-જરૂરિયાતથી માંડીને મોજશોખ સુધીની અસંખ્ય વસ્તુઓ એક જ વિશાળ છત નીચે જુદા-જુદા વિભાગોમાં ઉપલબ્ધ હોય છે. ગ્રાહકે અલગ-અલગ જગ્યાએ ભટકવું પડતું નથી, જેથી તેમને એક જ સ્થળેથી બધી વસ્તુઓ મળી રહે છે અને પરિણામે ગ્રાહકોનો સમય અને શ્રમ બચે છે.

સાચો જવાબ:

ફરતી દુકાનોના ચાર પ્રકારો છે:





  1. ફેરિયા




  2. કામચલાઉ વેપારી




  3. નિશ્ચિત દિવસના વેપારી (ગુજરી કે હાટના વેપારી)




  4. શેરી વિક્રેતા




સાચો જવાબ: ટપાલ વ્યવહારી દુકાનોમાં માલની સોંપણી ટપાલ કે કુરિયર મારફતે થાય છે અને સામાન્ય રીતે નાણાંની ચુકવણી વસ્તુની સોંપણી વખતે જ (કૅશ ઑન ડિલિવરી દ્વારા) વસૂલ કરવામાં આવતી હોવાથી તેમાં ઘાલખાધ પડવાની કે ડૂબવાની શક્યતા રહેતી નથી.

સાચો જવાબ: જથ્થાબંધ વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓની જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે. તે ઉત્પાદકને વેચાણની ચિંતામાંથી મુક્ત કરે છે અને છૂટક વેપારીને માલ પૂરો પાડે છે. આમ, તે ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે સેતુ કે કડી સમાન છે.

સાચો જવાબ: છૂટક વેપારી નાશવંત વસ્તુઓ (શાકભાજી, ફળ, દૂધ વગેરે) બગડી જવાનું જોખમ, ફેશન કે ટેકનોલોજી બદલાવાથી વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ, તેમજ માલમાં ઘટ, નુકસાન અને ભાવમાં થતી વધઘટનું જોખમ ઉઠાવે છે.

સાચો જવાબ:

ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચુકવણી બે રીતે કરી શકાય છે:





  1. ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા અગાઉથી ચુકવણી કરી શકાય છે.




  2. વસ્તુ જ્યારે ગ્રાહકના ઘરે પહોંચાડવામાં આવે ત્યારે રોકડેથી (Cash on Delivery) ચુકવણી કરી શકાય છે.




પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો :

સાચો જવાબ:


  • હેતુ: ખાતાંવાળી દુકાનનો હેતુ ગ્રાહકોને અનેક પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે પૂરી પાડવાનો છે, જ્યારે સંકળાયેલી દુકાનનો હેતુ વિવિધ સ્થળોએ ગ્રાહકોની નજીક જઈ વસ્તુઓ પૂરી પાડવાનો છે.




  • વેચાણની પદ્ધતિ: ખાતાંવાળી દુકાનમાં માલનું વેચાણ એક જ સ્થળે જુદા-જુદા વિભાગોમાં થાય છે, જ્યારે સંકળાયેલી દુકાનમાં માલનું વેચાણ વિવિધ સ્થળોએ શાખાઓ દ્વારા થાય છે.




  • જોખમ: ખાતાંવાળી દુકાનમાં વેચાણની પ્રવૃત્તિ એક જ સ્થળે થતી હોવાથી જોખમ વધુ છે, જ્યારે સંકળાયેલી દુકાનમાં વેચાણ વિવિધ સ્થળોએ શાખાઓ દ્વારા થતું હોવાથી જોખમ પ્રમાણમાં ઓછું હોય છે.




  • માલનું વેચાણ: ખાતાંવાળી દુકાનમાં માલનું વેચાણ રોકડેથી કે હપતા ખરીદ પદ્ધતિ દ્વારા થાય છે, જ્યારે સંકળાયેલી દુકાનમાં માલનું વેચાણ મુખ્યત્વે રોકડેથી થાય છે.




  • પસંદગીની તક: ખાતાંવાળી દુકાનોમાં અનેક પ્રકારની વસ્તુઓનું વેચાણ થતું હોવાથી ગ્રાહકોને પસંદગીની વિશાળ તક મળે છે, જ્યારે સંકળાયેલી દુકાનોમાં એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ થવાથી પસંદગીની તક ઓછી મળે છે.




સાચો જવાબ:
(i) ટપાલ વ્યવહારી દુકાનો


ગ્રાહકોને તેમના સરનામે ટપાલ કે કુરિયર દ્વારા સૂચિપત્ર (Catalogue) મોકલી તેમની પાસેથી માલની વરદી (ઓર્ડર) મેળવવામાં આવે છે. ત્યારબાદ વસ્તુની સોંપણી પણ ટપાલ મારફતે કરવામાં આવે છે અને નાણાં વસ્તુની સોંપણી વખતે વસૂલ કરવામાં આવે છે. આ દુકાનો દેશના દૂર-દૂરના પ્રદેશોમાં રહેતા ગ્રાહકોને ઘરે બેઠા માલ પહોંચાડે છે અને મહદંશે વજનમાં હલકી, ટકાઉ અને કીમતી વસ્તુઓનું વેચાણ કરે છે.



(ii) ફ્રેન્ચાઇઝ


કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી મૂળ કંપની (Parent Company) સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુ કે સેવા વેચવાનો અથવા બનાવીને વેચવાનો વિશેષાધિકાર આપવામાં આવે તેને ફ્રેન્ચાઇઝ કહે છે. તેની ધંધો કરવાની પદ્ધતિ અને દુકાનની સજાવટ મૂળ કંપની જેવી જ હોય છે. મૂળ કંપની કાચો માલ, તાલીમ અને માર્ગદર્શન આપે છે, જેના બદલામાં વેચાણ પર નિશ્ચિત દરે રૉયલ્ટી મેળવે છે. નાસ્તાગૃહો અને કમ્પ્યૂટર તાલીમ કેન્દ્રો આ પદ્ધતિથી ચાલે છે.



(iii) સુપર માર્કેટ


સુપર માર્કેટ મોટા પાયા પર છૂટક વેચાણ કરતી વિશાળ દુકાન છે. તેમાં પ્રતિષ્ઠિત કંપનીઓ પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદીને ગ્રાહકોને વાજબી ભાવે વેચવામાં આવે છે. તેમાં તમામ પ્રકારની જીવન-જરૂરિયાતની વસ્તુઓ એક જ છત નીચે મળે છે. આ પ્રકારના સ્ટોર્સ નાના દુકાનદારોને પણ આકર્ષે છે અને બાંધકામની દૃષ્ટિએ તેનું કદ વિશાળ હોય છે.



(iv) શૉપિંગ મોલ


આધુનિક સમયમાં ખાતાંવાળી દુકાનોનું પરિવર્તિત સ્વરૂપ એટલે શૉપિંગ મોલ. તેનું બાંધકામ સુપર માર્કેટ કરતાં પણ વિશાળ હોય છે. તેમાં નાની-મોટી અનેક દુકાનો એક કે એકથી વધુ માલિકો દ્વારા શરૂ કરવામાં આવે છે. ગ્રાહકોને વિવિધ બ્રાન્ડેડ જીવન-જરૂરિયાતની તથા મોજશોખની વસ્તુઓ એક જ સ્થળે મળે છે. અહીં નાસ્તાગૃહ, બાળકો માટે મનોરંજન વિભાગ, વાઇ-ફાઇ અને સિનેમાગૃહ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે.



(v) સ્વયંસંચાલિત વેચાણયંત્રો


આ એક પ્રકારનું વસ્તુઓનું વેચાણ કરનાર સ્વયંસંચાલિત યંત્ર (Automatic Vending Machine) છે. યંત્રમાં અગાઉથી વસ્તુઓ ગોઠવેલી હોય છે. ગ્રાહકે વર્તમાનપત્ર, ઠંડા પીણાં, આઇસક્રીમ કે કૉફી મેળવવા માટે યંત્રમાં દર્શાવ્યા મુજબના ચલણી સિક્કા નાખવા પડે છે, જેથી જરૂરી વસ્તુ બહાર આવે છે. આ યંત્રો 24 કલાક સેવા આપે છે અને શૉપિંગ મોલ, રેલવે સ્ટેશન તથા હવાઈમથક જેવા સ્થળોએ જોવા મળે છે.


પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો :

સાચો જવાબ:


  • અર્થ: જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે તેને જથ્થાબંધ વેપાર કહે છે.




  • જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ:





    1. મોટા જથ્થામાં ઑર્ડર: અનેક છૂટક વેપારીઓ પાસેથી વરદી મેળવી ઉત્પાદકને મોટા જથ્થામાં ઑર્ડર આપે છે.




    2. બજારની માહિતી: ગ્રાહકોની માંગ, ફૅશન અને પસંદગીની માહિતી ઉત્પાદક સુધી પહોંચાડે છે.




    3. માલના સંગ્રહમાંથી મુક્તિ: મોટા જથ્થામાં માલ ખરીદી પોતાના ગોદામમાં સંગ્રહ કરતો હોવાથી ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી.




    4. વેચાણની ચિંતામાંથી મુક્તિ: ઉત્પાદકને નાના જથ્થામાં માલ વેચવાની ચિંતામાંથી મુક્તિ મળે છે.




    5. મૂડીની છૂટ: ખરીદી કરતા પહેલાં અગાઉથી નાણાં ચૂકવતા ઉત્પાદકને મૂડીની છૂટ રહે છે.




    6. જોખમોમાંથી મુક્તિ: માલનો સંગ્રહ કરવાથી ઘટ, બગાડ કે નાશ પામવાના જોખમોથી ઉત્પાદક મુક્ત રહે છે.






સાચો જવાબ:


  • અર્થ: જે વેપારમાં વેપારી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે તેને છૂટક વેપાર કહે છે.




  • છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને સેવાઓ:





    1. બજાર અંગેની માહિતી: ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહીને ગ્રાહકોની માંગ અને પસંદગીની માહિતી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક સુધી પહોંચાડે છે.




    2. જાહેરાતમાં મદદરૂપ: ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીનાં બોર્ડ, ચોપાનિયાં અને નમૂનાઓ પોતાની દુકાનમાં લગાવીને જાહેરાતમાં મદદ કરે છે.




    3. શાખપાત્રતામાં વધારો: સારી ગુણવત્તા અને વાજબી ભાવે માલ વેચીને જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકની બજારમાં શાખપાત્રતા વધારવામાં મદદરૂપ થાય છે.






સાચો જવાબ:


  • ફાયદા:





    1. પસંદગીની તક: ગ્રાહકોને અનેક ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓમાંથી પસંદગીની તક મળે છે.




    2. ઘરે બેઠા માલ પૂરો પાડવો: ગ્રાહકોને જરૂરિયાત મુજબ ઘરે બેઠા માલ પૂરો પાડી સમય બચાવે છે.




    3. ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ: ફરિયાદો મેળવી ઉત્પાદક સુધી પહોંચાડી ઝડપી નિકાલ કરે છે.




    4. ગ્રાહકોને શાખ પર વેચાણ: ગ્રાહકોની આર્થિક સ્થિતિ જાણીને જરૂરિયાત અનુસાર શાખ પર વેચાણ કરે છે.




    5. વેચાણ પછીની સેવાઓ: સમારકામ કે નુકસાનીવાળો માલ બદલી આપવા જેવી સેવાઓ આપે છે.




    6. ખરીદીના નિર્ણયમાં મદદરૂપ: વસ્તુઓનું નિદર્શન કરી તેની ઉપયોગિતા અને ગુણવત્તા સમજાવે છે.




    7. માલના સંગ્રહમાંથી મુક્તિ: ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે માલ મળતો હોવાથી તેમને સંગ્રહમાંથી મુક્તિ મળે છે.




    8. ગ્રાહકોને માર્ગદર્શન: વસ્તુઓના ભાવ અને વપરાશની રીત અંગે માર્ગદર્શન આપે છે.






  • મર્યાદાઓ:





    1. વધુ મૂડીરોકાણ: અનેક ઉત્પાદકોની વિવિધ વસ્તુઓ રાખવી પડતી હોવાથી વધુ મૂડીરોકાણ કરવું પડે છે.




    2. નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ: ફળ, શાકભાજી કે દૂધ જેવી નાશવંત વસ્તુઓ વેચાયા વિના રહે તો નુકસાન વેપારીએ ભોગવવું પડે છે.




    3. વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ: ફેશન કે ટેકનોલોજી બદલાવાથી વસ્તુઓ અપ્રચલિત બને ત્યારે ઓછી કિંમતે વેચવી પડે છે.




    4. નુકસાન, ઘટ કે ભાવમાં વધ-ઘટનું જોખમ: માલમાં ઘટ કે ભાવના ઘટાડાનું જોખમ રહે છે.




    5. પૂર્વગ્રહ: ઉત્પાદક કે પેદાશ અંગે પૂર્વગ્રહ હોવાને કારણે અમુક વસ્તુઓનું વેચાણ કરતા નથી.






સાચો જવાબ:


  • અર્થ: ખાતાંવાળી દુકાનોમાં મોટા પાયા પર છૂટક વેચાણ થાય છે. જેમાં અનેક પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ હોય છે. દરેક પ્રકારના વેચાણ માટે અલગ ખાતું કે વિભાગ હોવાથી તેને ખાતાંવાળી દુકાન કહે છે.




  • લાક્ષણિકતાઓ:





    1. મોટા પાયા પર વેચાણ: વિવિધ પ્રકારની વસ્તુઓનું મોટા પાયા પર છૂટક વેચાણ થાય છે.




    2. અલગ વસ્તુ માટે અલગ વિભાગ: દરેક પ્રકારની વસ્તુઓ માટે અલગ વિભાગ હોય છે.




    3. માલિકી અને સંચાલન: તેની માલિકી અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે.




    4. શહેરી વિસ્તારોમાં: આવી દુકાનો ખાસ કરીને મોટા શહેરી વિસ્તારોમાં આવેલી હોય છે.




    5. કર્મચારીઓને તાલીમ: કર્મચારીઓને ગ્રાહક સાથે યોગ્ય વર્તન માટે વિશિષ્ટ તાલીમ અપાય છે.




    6. વધુ ખર્ચ: માળખાગત સુવિધાઓ ઊભી કરવા અને જાળવણીમાં વધુ ખર્ચ થાય છે.




    7. ગ્રાહકોને સગવડ: મનોરંજન, રેસ્ટોરન્ટ અને વાઇ-ફાઇ જેવી સગવડો પૂરી પાડવામાં આવે છે.




    8. માર્ગદર્શન: કર્મચારીઓ ગ્રાહકોને વસ્તુઓની પસંદગી માટે માર્ગદર્શન પૂરું પાડે છે.






સાચો જવાબ:


  • અર્થ: સંકળાયેલી દુકાનો મોટા પાયા પર છૂટક વેચાણ કરે છે. આવી દુકાનો એક જ માલિક દ્વારા જુદાં જુદાં સ્થળોએ કે શહેરોમાં શરૂ કરવામાં આવે છે. જેમાં જીવન-જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ થાય છે.




  • લાક્ષણિકતાઓ:





    1. એક જ માલિક: આ દુકાનોની માલિકી એક જ વ્યક્તિ કે સંસ્થાની હોય છે.




    2. સજાવટ એકસરખી: તમામ શાખાઓની બાહ્ય સજાવટ અને રંગરોગાન એકસરખા હોય છે.




    3. કર્મચારીઓને તાલીમ: ધંધાકીય નીતિઓ અને ગ્રાહકો સાથેના વર્તનમાં સામ્યતા માટે તાલીમ અપાય છે.




    4. કેન્દ્રિત સંચાલન: તેનું સંચાલન એક જ સ્થળેથી એટલે કે મુખ્ય ઑફિસેથી થાય છે.




    5. સમાન ઓળખ: બાહ્ય સજાવટ તથા ગણવેશ સરખા હોવાથી બજારમાં સમાન ઓળખ પ્રસ્થાપિત થાય છે.






સાચો જવાબ:


  • ટેલિમાર્કેટિંગ: આ પદ્ધતિના બે ભાગ છે:





    1. ટેલિફોનિક માર્કેટિંગ: સંભવિત ગ્રાહકોનો ફોન કે મોબાઇલ દ્વારા સંપર્ક કરી વસ્તુ કે સેવા અંગે માહિતી અપાય છે અને અનુકૂળ સમયે પ્રત્યક્ષ મુલાકાત લઈને વેચાણ કરાય છે (દા.ત., લોન, વીમા સેવાઓ).




    2. ટેલિવિઝન માર્કેટિંગ: ટેલિવિઝન પર વસ્તુઓનું જીવંત નિદર્શન કરાવી માહિતી અપાય છે અને ફોન નંબર કે વેબસાઇટ દ્વારા ગ્રાહક ઓર્ડર આપે છે. નાણાં ક્રેડિટ કાર્ડ અથવા કેશ ઑન ડિલિવરીથી ચૂકવી શકાય છે.






  • ઇન્ટરનેટ માર્કેટિંગ: ઉત્પાદક પોતાની વસ્તુઓની જાહેરાત ઇન્ટરનેટનાં માધ્યમો (જેવા કે ઇ-મેઇલ, વેબસાઇટ્સ, પોર્ટલ તેમજ ફ્લીપકાર્ટ, એમેઝોન જેવી ઈ-કોમર્સ સાઇટ્સ) પર મૂકે છે. ગ્રાહકો જાહેરાતો જોઈને હરીફ વસ્તુઓ સાથે સરખામણી કરીને પસંદગી કરે છે અને ઇન્ટરનેટ દ્વારા જ ઑર્ડર આપી ઑનલાઇન અથવા કૅશ ઑન ડિલિવરીથી ચુકવણી કરે છે. મધ્યસ્થીઓ ન હોવાથી વસ્તુઓ સસ્તા ભાવે મળે છે.




```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```