ધોરણ 11 | విષય: bhugol
નકશા દર્શાવવાની વિશિષ્ટ જરૂરિયાતો અને હેતુઓને આધારે નકશાના મુખ્ય બે વર્ગમાં પ્રકાર પાડવામાં આવે છે:
1. પ્રમાણમાપના આધારે નકશાના પ્રકાર:
મોટા માપના નકશા: આ પ્રકારના નકશામાં પૃથ્વીસપાટીનો મર્યાદિત (નાનો) વિસ્તાર વધુ વિગતો સાથે દર્શાવાય છે. છેદનો અંક નાનો હોય તે મોટા માપનો નકશો કહેવાય (દા.ત., 1 સેમી = 100 મીટર).
ઉદાહરણ: સ્થળવર્ણન નકશા (Topo sheets), જમીન માલિકીના નકશા (Cadastral maps), શહેર/ગામના નકશા.
નાના માપના નકશા: આ નકશામાં પૃથ્વીસપાટીનો વિશાળ વિસ્તાર ઓછી વિગતો સાથે દર્શાવાય છે. છેદનો અંક મોટો હોય તે નાના માપનો નકશો કહેવાય.
ઉદાહરણ: નકશાપોથી (Atlas) ના નકશા, ભીંત નકશા (Wall maps), દેશ કે ખંડના નકશા.
પ્રાકૃતિક નકશા (Physical Maps): જેમાં કુદરતી તત્ત્વો દર્શાવવામાં આવે છે.
જેમ કે: ભૂપૃષ્ઠના નકશા, આબોહવાકીય નકશા, જમીનના નકશા, કુદરતી સંપત્તિ અને વનસ્પતિના નકશા.
સાંસ્કૃતિક નકશા (Cultural Maps): જેમાં માનવસર્જિત વિગતો અને આર્થિક પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવે છે.
જેમ કે: રાજકીય નકશા, કૃષિવિષયક નકશા, ઔદ્યોગિક નકશા, પરિવહનના નકશા, વસ્તીવિષયક નકશા અને વસાહતના નકશા.
વ્યાખ્યા: નકશામાં દર્શાવેલા કોઈ પણ બે સ્થળો વચ્ચેના અંતર અને જમીન પરના તે જ બે સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ (Scale) કહે છે.
જરૂરિયાત/મહત્ત્વ:
પૃથ્વીસપાટીનો વિશાળ વિસ્તાર સપાટ કાગળ પર યથાવત્ દર્શાવવો અશક્ય છે, તેથી તેને ચોક્કસ ગુણોત્તરમાં ઘટાડીને (સંકુચિત કરીને) દર્શાવવા માટે પ્રમાણમાપ જરૂરી છે.
પ્રમાણમાપની મદદથી નકશા પરથી જમીન પરના બે સ્થળો વચ્ચેનું સાચું વાસ્તવિક અંતર ચોક્કસાઈપૂર્વક ગણી શકાય છે.
નકશામાં આપેલાં ભૌગોલિક અને સાંસ્કૃતિક સ્વરૂપોના ક્ષેત્રફળ અને સ્થાનનું સચોટ અર્થઘટન કરવા માટે પણ પ્રમાણમાપ અનિવાર્ય છે.
નકશો ભૂગોળના અભ્યાસનો આત્મા છે અને તેનું મહત્ત્વ નીચે મુજબ છે:
શિક્ષણ અને સંશોધનમાં: ભૂગોળ ઉપરાંત ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને સૈન્ય વિજ્ઞાન જેવા વિષયોમાં પ્રાદેશિક વિતરણ સમજવા નકશા અતિ ઉપયોગી છે.
પ્રવાસીઓ અને સહેલાણીઓ માટે: અજાણ્યા પ્રદેશમાં પ્રવાસ કરતી વખતે રસ્તાઓ, અંતર અને સ્થળોનું સ્થાન જાણવા માટે નકશો 'ભોમિયા' (માર્ગદર્શક) તરીકે કામ કરે છે.
સંરક્ષણ અને પરિવહનમાં: નાવિકો, વિમાનચાલકો અને લશ્કરી અધિકારીઓ માટે દિશા અને સ્થાન નક્કી કરવા નકશા અનિવાર્ય છે.
આયોજનમાં: વસાહતોનું નવ-આયોજન, રસ્તાઓ કે સિંચાઈ યોજનાઓનું આયોજન કરવા માટે તેમજ હવામાનની આગાહીઓ માટે નકશાનો સચોટ ઉપયોગ થાય છે.
વ્યાખ્યા: પૃથ્વીની વક્રાકાર (ગોળાકાર) સપાટીને સપાટ કાગળ પર દર્શાવવા માટે વપરાતી ભૌમિતિક પદ્ધતિને પ્રક્ષેપ (Projection) કહે છે.
ત્રિમિતિ ધરાવતા પૃથ્વીના અક્ષાંશવૃત્તો અને રેખાંશવૃત્તોની જાળને દ્વિમિતિ ધરાવતા સપાટ કાગળ પર ઉતારવા માટે પ્રક્ષેપ પદ્ધતિ વપરાય છે.
પ્રક્ષેપનો મુખ્ય હેતુ પૃથ્વીના વિસ્તારોનું ક્ષેત્રફળ, આકાર, સ્થાન અને અંતરમાં ન્યૂનતમ વિકૃતિ (ફેરફાર) રહે તે જાળવવાનો છે.
આલેખાત્મક માપપટ્ટીને રૈખિક માપપટ્ટી (Linear Scale) પણ કહે છે.
આ પદ્ધતિમાં નકશાના કોઈ એક ખૂણે અથવા નીચેના ભાગમાં જરૂરિયાત મુજબ એક માપપટ્ટી દોરેલી હોય છે.
તેમાં શૂન્ય (0) થી જમણી તરફ મુખ્ય વિભાગો (જેમ કે કિમી કે માઈલ) દર્શાવાય છે, જ્યારે શૂન્યથી ડાબી તરફ નાના ઉપવિભાગો (જેમ કે મીટર કે ફર્લોંગ) દર્શાવાય છે.
આ માપપટ્ટીની મદદથી કંપાસ કે દોરાના ઉપયોગથી નકશા પરના બે સ્થળો વચ્ચેનું અંતર સીધેસીધું માપી શકાય છે.
નકશામાં વિશાળ પૃથ્વીસપાટી પર આવેલાં ભૌગોલિક તત્ત્વો (પર્વતો, નદીઓ) કે સાંસ્કૃતિક તત્ત્વો (રસ્તા, કચેરીઓ, મંદિરો) તેના વાસ્તવિક કદ કે આકારમાં દર્શાવવા અશક્ય છે.
આથી આ વિગતોને લાંબાં વિવરણો લખવાને બદલે ચોક્કસ સંકેતો, રંગો, આકૃતિઓ કે પ્રથમાક્ષરી શબ્દો (જેમ કે RH, PS, PTO) વડે ટૂંકમાં દર્શાવાય છે.
આ સંકેતો સંક્ષિપ્ત ભાષા કે લિપિ જેવું કામ કરે છે અને નકશાને વાંચવો તથા સમજવો સરળ બનાવે છે. તેથી રૂઢ સંજ્ઞાઓને ‘નકશાની લઘુલિપિ’ (Shorthand of Maps) કહે છે.
વિધાન પદ્ધતિ (Statement Scale)
અંકાત્મક પદ્ધતિ અથવા પ્રાતિનિધિક અપૂર્ણાંક (Numerical Scale / Representative Fraction)
આલેખાત્મક માપપટ્ટી અથવા રૈખિક માપપટ્ટી (Graphical / Linear Scale
પ્રક્ષેપ ક્રિયા માટે નીચેની ત્રણ બાબતો જરૂરી છે:
તારનો બનેલો પૃથ્વીનો ગોળો
સપાટ પૃષ્ઠભાગ (જેના પર પ્રક્ષેપણ કરવાનું છે)
પ્રકાશ પ્રક્ષેપક (પ્રકાશ આપનાર સ્રોત)
નકશાના મુખ્ય ત્રણ અંગો છે:
પ્રમાણમાપ
પ્રક્ષેપ (Projection)
રૂઢ સંજ્ઞાઓ (Conventional Signs)