ધોરણ 11 | విષય: bhugol
પર્વતોના પ્રકારો: નિર્માણ-પ્રક્રિયા અનુસાર પર્વતોના મુખ્ય બે વિભાગો અને તેમના પેટાપ્રકારો નીચે મુજબ છે:
(A) ભૂગર્ભિક (ભૂ-સંચલનીય) પર્વતો:
ગેડ પર્વત (Folded Mountain): ભૂ-સંચલનને કારણે ખડક સ્તરો પર ક્ષિતિજ સમાંતર દબાણબળ લાગતાં મોજાં આકારની ગડીઓ પડે છે અને તે ઊંચકાઈને ગેડ પર્વત બને છે. (દા.ત., હિમાલય, આલ્પ્સ, રૉકીઝ, ઍન્ડિઝ, અરવલ્લી).
ખંડ પર્વત (Block Mountain): પૃથ્વીના પેટાળના બળોને લીધે સ્તરભંગ થતાં બે સમાંતર તિરાડો વચ્ચેનો ભૂમિભાગ ઊંચકાઈ આવે અથવા આસપાસનો ભાગ નીચે બેસી જાય ત્યારે ખંડ પર્વત રચાય છે. (દા.ત., જર્મનીનો હૉર્સ્ટ, ભારતના સાતપુડા અને વિંધ્યાચલ).
ઘુમ્મટાકાર પર્વત (Dome Mountain): પૃથ્વીના પેટાળમાંથી મૅગ્મા બહાર આવવાનો પ્રયત્ન કરે પરંતુ ઉપરના નક્કર ખડકોના કારણે બહાર ન આવી શકતાં ભૂ-સ્તરો ઘુમ્મટ આકારે ઊંચા ઉપસી આવે છે. (દા.ત., યુ.એસ.નો હૅન્રી, રાજસ્થાનનો સુન્ધા માતા પર્વત).
જ્વાળામુખી પર્વત (Volcanic Mountain): જ્વાળામુખીના પ્રસ્ફોટનથી બહાર ફેંકાયેલા લાવા, રાખ અને ખડકટુકડાઓ એકઠા થઈ શંકુ આકારનો ઢગ રચાય તેને જ્વાળામુખી પર્વત કહે છે. (દા.ત., જાપાનનો ફુજિયામા, ઈટલીનો વિસુવિયસ, કૅન્યાનો કિલિમાન્જરો).
(B) અવશિષ્ટ અથવા શેષ પર્વતો (Residual Mountains):
પર્વતો અને ઉચ્ચપ્રદેશો જેવા ઊંચા ભૂમિસ્વરૂપો નદી, પવન, હિમનદી જેવા બાહ્ય બળો દ્વારા સતત ઘસાવાથી તેના બાકી રહેલા કઠણ શેષ ભાગો શંકુ આકારે રહી જાય છે, તેને અવશિષ્ટ પર્વત કહે છે. (દા.ત., ભારતનો અરાવલ્લી, પશ્ચિમઘાટ, પારસનાથ).
વ્યાખ્યા: તાપમાન, વરસાદ, હિમ, વનસ્પતિ અને માનવપ્રવૃત્તિઓ જેવા ભૌતિક બળો દ્વારા ખડકો તૂટવાની પ્રક્રિયાને ભૌતિક ખવાણ કહે છે. આમાં ખડકોનું ભૌતિક સ્વરૂપ બદલાય છે, પરંતુ રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી.
ભૌતિક ખવાણના મુખ્ય પ્રકારો/ક્રિયાઓ:
તાપમાન દ્વારા વિભંજન:
ખંડ વિભંજન (Block Disintegration): દિવસ દરમિયાન ગરમીથી ખડકો પ્રસરણ પામે છે અને રાત્રે ઠંડીથી સંકોચાય છે. આ સતત પ્રક્રિયાથી ખડકોમાં તિરાડો પડી તેમના મોટા ટુકડા થાય છે.
કણ વિભંજન: ખડકોમાં આવેલાં અલગ-અલગ ખનીજો અસમાન રીતે સંકોચન-પ્રસરણ પામતાં ખડકોમાંથી નાના-નાના કણો છૂટા પડે છે.
સ્તર વિભંજન (પડ ખવાણ): ડુંગળીના પડની જેમ ખડકના સ્તરો એક પછી એક છૂટા પડે છે (વિશેષતઃ બેસાલ્ટ ખડકોમાં).
હિમ દ્વારા ખવાણ:
ઠંડા કે ઊંચા પર્વતીય પ્રદેશોમાં ખડકોની તિરાડમાં ભરાયેલું પાણી રાત્રે થીજીને બરફ બને છે. બરફ વધુ જગ્યા રોકતો હોવાથી તિરાડો પર દબાણ લાવે છે અને કાળક્રમે ખડકો તૂટી જાય છે.
જૈવિક અને અન્ય બળો:
વનસ્પતિના મૂળ તિરાડોમાં પ્રવેશી ખડકોને તોડે છે. દર બનાવતા પ્રાણીઓ અને માનવીની ખનન પ્રવૃત્તિઓથી પણ ભૌતિક ખવાણ થાય છે.
1. ઘસારણ-કાર્ય (Erosion):
પવન પોતાની સાથે ઊડતા રેતીના કણોને ઓજાર તરીકે વાપરીને રસ્તામાં આવતા ખડકોને ઘસે છે.
રચાતાં ભૂમિસ્વરૂપો: ભૂછત્ર ખડક (Mushroom Rock), ઇન્સબર્ગ, ઝયુગેન, અને યાડંગ.
2. પરિવહન-કાર્ય (Transportation):
પવન પોતાના વેગ અનુસાર હળવા અને સૂક્ષ્મ રેતીકણોને હજારો કિલોમીટર દૂર સુધી ખેંચી જાય છે, જ્યારે ભારે કણોને જમીન પર ગબડાવીને કે કુદાવીને આગળ લઈ જાય છે.
3. નિક્ષેપણ-કાર્ય (Deposition):
જ્યારે પવનનો વેગ ઘટે છે અથવા માર્ગમાં ઝાડી, ટેકરી કે ખડક જેવા અવરોધો આવે છે ત્યારે પવન પોતાની સાથે લાવેલો વહનબોજ છોડી દે છે.
રચાતાં ભૂમિસ્વરૂપો: રેતીના ઢૂંવા (બારખાન્સ/Sand Dunes) અને લોએસના મેદાનો (Loess Plains - દા.ત., ચીનનું પીળી માટીનું મેદાન).
મુખ્ય ભૂમિસ્વરૂપો ત્રણ છે:
પર્વતો (Mountains)
ઉચ્ચપ્રદેશો (Plateaus)
મેદાનો (Plains)
ભૂગર્ભિક (ભૂ-સંચલનીય) પર્વતો
અવશિષ્ટ (શેષ) પર્વતો
સ્થાયી બળો (દા.ત., સૂર્યની ગરમી, વરસાદ, હિમ)
ગતિશીલ બળો (દા.ત., વહેતું જળ, પવન, હિમનદી)
હિમનદી પીગળતી વખતે પોતાની સાથે ખેંચી લાવેલો વહનબોજ (કાંકરા, માટી, ખડકના ટુકડા) વહનમાર્ગમાં પાથરે છે, આ નિક્ષેપણથી બનતી વિશિષ્ટ રચનાને હિમ-અશ્માવલિ (Moraine) કહે છે.
સાચો વિકલ્પ: (C)
સાચો વિકલ્પ: (B)
સાચો વિકલ્પ: (A)
સાચો વિકલ્પ: (C)
સાચો વિકલ્પ: (C)