ધોરણ 12 | విષય: Gujarati
પોસ્ટ-માસ્તરની પત્નીએ ઠપકો આપતાં કહ્યું કે, "હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરશો નહીં, ડોક્ટરને બોલાવીને પાકી ખાતરી કરાવો."
તેના જવાબમાં પોસ્ટ-માસ્તરે કહ્યું: "આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પહોંચ્યો ને!"
'ખીજડિયે ટેકરે' વાર્તામાં ભોજો ખૂબ ગરીબ છે અને કડકડતી ઠંડીમાં તેનાં બાળકો વસ્ત્રો વિના પીડાઈ રહ્યાં છે. પોતાની પત્ની અને બાળકોનું શરીર ઢાંકવા તેની પાસે કપડાં નથી. ગામના પોસ્ટ-માસ્તરને ઘેર વર્ષો પછી પુત્રનો જન્મ થાય છે પણ તે મૃત મનાતાં તેને રેશમી વસ્ત્રમાં વીંટાળીને ખીજડિયે ટેકરે દાટવામાં આવે છે.
ભોજો તે રેશમી કાપડ મેળવવાના હેતુથી રાત્રે છાનામાના કબર ખોદે છે. પરંતુ બાળકને બહાર કાઢતાં જ તે સળવળે છે અને જીવતું માલૂમ પડે છે. ભોજો બાળહત્યાનું પાપ ન લેતાં બાળકને પોતાના કૂબામાં લઈ જાય છે અને મધ્યરાત્રિએ પોસ્ટ-માસ્તરને ઘેર જઈને સત્ય જણાવી બાળક સોંપી દે છે. પોસ્ટ-માસ્તર દંપતી આ નવજીવનથી અત્યંત ખુશ થાય છે અને ભોજાને ઈનામ માગવા કહે છે. ભોજો ઈનામમાં માત્ર પોતાના પરિવાર માટે કપડાં જોડી માગે છે.
ભોજો દર વર્ષના રાબેતા મુજબ હીરણ નદીના હેઠવાસના પટમાં ખીજડિયા ટેકરાની નજીક તડબૂચનો વાડો ઊભો કરતો. શિયાળાની કડકડતી ઠંડીથી બચવા તેણે ગીર માંથી બાવળ કાપીને અને તેની પત્ની જીવલીએ સૂકી સાંઠીઓ ભેગી કરીને ચાર છોકરાં અને ચૂલો સમાઈ શકે એવડો કૂબો બનાવ્યો હતો. ભોજો સાવ ઉઘાડે ડિલે ઊભા રહી વાડામાં પાણી સીંચવાનું (ટોયામણનું) કામ કરતો હતો.
2. ભોજાએ કરેલું મનોમંથન: ટાઢમાં ઠૂંઠવાતાં બાળકોને જોઈ ભોજો કાપડિયાની દુકાનમાંથી કાપડ ચોરવાનો વિચાર કરે છે, પરંતુ ભૂતકાળમાં પોલીસ દ્વારા મળેલો ઢોરમાર યાદ આવતાં તે વિચાર માંડી વાળે છે. ત્યારબાદ ખીજડિયે ટેકરે દાટેલા બાળકના રેશમી કપડાં મેળવવા તે કબર ખોદે છે. કબર ખોદતાં બાળક જીવતું નીકળે છે ત્યારે તેના મનમાં ધર્મસંકટ ઊભું થાય છે: શું બાળકને પાછું દાટી દેવું કે કપડું લઈને છોડી દેવું? પરંતુ બાળહત્યાના પાપથી ડરીને તે બાળકને સજીવન પોસ્ટ-માસ્તરને સોંપવાનો માનવતાવાદી નિર્ણય કરે છે.