chapter 20

ધોરણ 12 | విષય: Gujarati

1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

સાચો જવાબ: બાના દીકરા-દીકરીઓ શહેરોમાં જઈને વસ્યા છે અને વૅકેશનમાં પણ વતનમાં આવવાનું ટાળે છે, તેથી બા ગામડાના ઘરમાં સાવ એકલાં પડી ગયાં છે.

સાચો જવાબ: બાનું વહાલ રસગુલ્લાંની ચાસણી જેવું નીતરતું અને મીઠું છે.

સાચો જવાબ: આ કાવ્યમાં સંતાનોના શહેરગમનને કારણે ગામડે એકલાં રહી ગયેલાં વૃદ્ધ મા-બાપની 'એકલતા' અને 'ઉપેક્ષા'ની સમસ્યા વિશે વાત કરવામાં આવી છે.

સાચો જવાબ: ભૂતકાળમાં વૅકેશનમાં ભેગા થયેલાં ભાઈ-બહેનો (સંતાનો/પૌત્રો) ભેળાં બેસીને સુખનો હીંચકો ખાઈ રહ્યાં છે.

સાચો જવાબ:

બા સુખડીમાં ઘી રેડી-રેડીને સહુને હરખથી ખવડાવે છે.



સાચો જવાબ: ઘરમાં સૂનકાર અને સન્નાટાઓ (એકલતા) પહેરો ભરે છે.

સાચો જવાબ: બાના જીવતરની છત પરથી શ્વેત (સફેદ) પોપડા ખરે છે.

સાચો જવાબ: ફ્રેમ થયેલા દાદાજી બાની આંખોમાંથી વહેતાં આંસુ લૂછી શકતા નથી.

સાચો જવાબ: બા મોત (મૃત્યુ) થી બીતાં નથી, પરંતુ જીવતરની એકલતાથી ગભરાઈ ગયાં છે.
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

સાચો જવાબ: ભૂતકાળમાં જ્યારે આખું કુટુંબ વૅકેશનમાં ભેગું થતું ત્યારે બા સહુને રસગુલ્લાંની ચાસણી જેવું પ્રેમભર્યું વહાલ આપતાં. બા પ્રેમથી સુખડીમાં ઘી રેડી-રેડીને સહુને ખવડાવતાં અને બાળકોને જીવનમાં ઊંચે ઊડવાનું બળ તથા સંસ્કાર આપતાં.

સાચો જવાબ: સમય બદલાતાં કાળરૂપી કુહાડીએ વૅકેશનરૂપી ઝાડને કાપી નાખ્યું છે. હવે સંતાનો કે પૌત્રો વતને આવતા નથી. પરિણામે, જે ઘરમાં પહેલાં બાળકોનો કલ્લોલ હતો ત્યાં હવે સૂનકાર, સન્નાટો અને અસહ્ય એકલતા વ્યાપી ગયાં છે.
3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :

સાચો જવાબ:

બાનો ભૂતકાળ: ભૂતકાળમાં બાનું ઘર આનંદ અને કોલાહલથી ભરેલું રહેતું. વૅકેશનમાં બાળકો અને પૌત્રો ભેગાં થતાં, દોડાદોડી અને સંતાકૂકડી રમતાં. ભાઈ-બહેનો સાથે બેસીને આનંદ માણતાં. બા સહુને રસગુલ્લાં જેવી ચાસણીનું વહાલ આપતાં અને પ્રેમથી ઘીથી નિતરતી સુખડી ખવડાવતાં. ઘરમાં સુખનો સૂરજ ઊગતો હતો.





  • બાનો વર્તમાન: વર્તમાનમાં સંતાનો શહેરોમાં સ્થાયી થઈ ગયાં છે અને વતને આવવાનું બંધ કર્યું છે. હવે ઘરમાં કોઈ પંખી પણ ચણવા આવતું નથી. ઘરમાં સન્નાટો અને શાંતિ પહેરો ભરે છે. બા દરરોજ ટપાલીની વાટ જુએ છે પણ નિરાશા સાંપડે છે. ફ્રેમમાં જડાયેલા દાદાજીના ફોટા સામે જોઈને બા ચોધાર આંસુએ રડે છે. બાનો વર્તમાન અત્યંત એકાકી, કરુણ અને વેદનાદાયી છે.




સાચો જવાબ: કાવ્યમાં બાની એકલતાની વેદના અત્યંત માર્મિક રીતે આલેખાઈ છે:



  • સંતાનોની ઉપેક્ષા: જે સંતાનોના ઉછેર માટે બાએ આખી જિંદગી ઘસી નાખી, તે સંતાનો હવે બાને પોતાના જીવનમાં સ્થાન આપતા નથી. વૅકેશનમાં પણ તેઓ બહાર ફરવા જવાનું પસંદ કરે છે પણ ગામડે રહેતાં બા પાસે આવતા નથી.




  • ટપાલની રાહ અને નિરાશા: બા રોજ ટપાલીની વાટ જુએ છે કે કદાચ કોઈ સંતાનનો પત્ર કે સમાચાર આવશે, પરંતુ ટપાલી ખાલી હાથે જતો રહેતાં બાની આંખો નિરાશ થઈ જાય છે.




  • દાદાજીની ગેરહાજરી: પતિ (દાદાજી) ના અવસાન પછી બા સાવ નિરાધાર બની ગયાં છે. દાદાજીના ફોટા સામે આંસુ સારતાં બા પોતાની વેદના વ્યક્ત કરે છે, પણ ચિત્રમાં રહેલા દાદાજી તેમનાં આંસુ લૂછી શકતા નથી.




  • જીવતરનો બોજ: રામાયણની શબરીને તો રામના દર્શન થયા હતા, પણ આ બાના બોર-બોર જેવાં આંસુ લૂછવા કોઈ 'રામ' (સંતાન) આવતું નથી. બા મૃત્યુથી નથી ડરતાં, પણ આ જીવતરની અસહ્ય એકલતાથી ગભરાઈ ગયાં છે.















 
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```