ધોરણ 12 | విષય: Gujarati
ગોપી શ્યામ રંગની નીચે દર્શાવેલી વસ્તુઓનો ત્યાગ કરે છે:
કસ્તૂરીની બિંદી કપાળમાં ન કરવી.
આંખોમાં કાજળ (મેશ) ન આંજવું.
કોકિલા (કોયલ) નો ટહૂકો કાને ન સાંભળવો અને કાગડાની વાણીને શુકનમાં ન ગણવી.
નીલા રંગનું અંબર (વસ્ત્ર) અને કાળી કંચુકી (કમખો) ન પહેરવી.
જમુનાજીના કાળા નીરમાં સ્નાન ન કરવું.
મરકત-મણિ (નીલમ) અને કાળા મેઘને દૃષ્ટિથી ન જોવા.
જાંબુ અને વંત્યાક (રીંગણાં) ન ખાવાં.