ધોરણ 12 | విષય: History
કૉન્સ્ટેન્ટિનોપલનું પતન (1453): તુર્કોએ કૉન્સ્ટેન્ટિનોપલ જીતી લેતાં ગ્રીક વિદ્વાનો પોતના પ્રાચીન ગ્રંથો સાથે ઇટાલી ભાગી ગયા. તેમણે ઇટાલીના નગરોમાં પ્રાચીન ગ્રીક અને લૅટિન સંસ્કૃતિ, કલા અને સાહિત્યનો પ્રચાર કર્યો.
ભૌગોલિક શોધખોળો અને વેપારનો વિકાસ: નવી ભૌગોલિક શોધોને કારણે યુરોપના વેપાર-ઉદ્યોગનો વિકાસ થયો. વેનીસ અને જીનીવા જેવા નગરો સમૃદ્ધ બન્યા. વેપારી વર્ગ ધર્મ કરતા વિજ્ઞાન અને બુદ્ધિવાદને મહત્વ આપવા લાગ્યો.
કાગળ અને છાપખાનાની શોધ: કાગળ અને પ્રિન્ટિંગ પ્રેસની શોધ થવાથી મોટી સંખ્યામાં પુસ્તકો છપાવા લાગ્યા. સામાન્ય લોકો સુધી તત્વચિંતકો અને વૈજ્ઞાનિકોના વિચારો પહોંચ્યા.
માનવતાવાદ અને બુદ્ધિવાદનો ઉદય: મધ્યયુગીન ધાર્મિક અંધશ્રદ્ધા, વહેમ અને પરલોકના સુખના બદલે આ જગતના વાસ્તવિક સુખ, ભોગવાદ, માનવતાવાદ અને વિવેકબુદ્ધિ પર ભાર મુકાયો.
વિદ્વાનો અને સાહિત્યકારોનું યોગદાન: દાન્તે, શેક્સપિયર, મિલ્ટન અને ફ્રાન્સિસ બેકન જેવા લેખકો અને વિચારકોએ પોતાની કૃતિઓ દ્વારા સમાજમાં નવી ચેતના જાગ્રત કરી.
પોપ અને ચર્ચની સત્તા સામે વિરોધ: ધર્મસુધારણા એ સાચા અર્થમાં રોમન કૅથોલિક ચર્ચમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર, દંભ, સત્તાલાલસા અને પોપની એકહથ્થુ સત્તા સામેનો પ્રચંડ વિરોધ હતો.
ઈસુના મૂળ સંદેશની પુનઃસ્થાપના: ઈસુ ખ્રિસ્તના મૂળ સંદેશાઓ જેવા કે સાદગી, સરળતા, પવિત્રતા અને માનવતાવાદને ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ હતો.
માર્ટિન લ્યુથરની ભૂમિકા: જર્મનીના પાદરી માર્ટિન લ્યુથરે વિટેનબર્ગના દેવળના દરવાજે 95 મુદ્દાવાળી યાદી ચોંટાડી પોપના અનાચાર સામે બંડ પોકાર્યું, જેને લોકોનું સમર્થન મળ્યું.
પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયનો ઉદ્ભવ: કૅથોલિક ચર્ચ અને પોપની સામે વિરોધ (Protest) કરનારો વર્ગ 'પ્રૉટેસ્ટન્ટ' તરીકે ઓળખાયો, જેનાથી ખ્રિસ્તી ધર્મ બે ભાગમાં વહેંચાઈ ગયો.
વિકલીફ અને જ્હૉન હસનો ફાળો: ઇંગ્લૅન્ડના જ્હૉન વિકલીફે બાઇબલનો અંગ્રેજીમાં અનુવાદ કરી ચર્ચના પાખંડ ખુલ્લા પાડ્યા. જ્હૉન હસ અને સાવોનારોલા જેવા સુધારકોએ પણ જીવના જોખમે વિરોધ નોંધાવ્યો.
ખગોળશાસ્ત્ર:
નિકોલસ કોપરનિક્સ: તેણે સિદ્ધ કર્યું કે બ્રહ્માંડના કેન્દ્રમાં પૃથ્વી નહીં પરંતુ સૂર્ય છે અને પૃથ્વી તેની આસપાસ ફરે છે.
ગેલેલિયો: દૂરબીનની શોધ કરી ટોલેમીના સિદ્ધાંતો ખોટા સાબિત કર્યા અને સાબિત કર્યું કે બધા પદાર્થો એકસરખી ગતિએ નીચે પડે છે.
ભૌતિકશાસ્ત્ર અને ગણિત:
સર આઇઝેક ન્યૂટન: 'ધી પ્રિન્સિપિયા' ગ્રંથમાં ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત, ગતિના નિયમો અને કલનશાસ્ત્રની શોધો રજૂ કરી.
તબીબી વિજ્ઞાન અને સર્જરી:
13મી સદીમાં માનવશરીરની વાઢકાપ પરનો પ્રતિબંધ હટતા માનવભ્રૂણ અને રોગોની સારવારમાં પ્રગતિ થઈ.
ફ્રેન્ચ સર્જન એમ્બ્રાયજે અર્વાચીન સર્જરીવિદ્યાનો પાયો નાખ્યો.
પંચાંગ સુધારણા:
પોપ ગ્રેગરીએ જૂના જુલિયન કૅલેન્ડરમાં સુધારા કરીને આધુનિક 'ગ્રેગરિયન કૅલેન્ડર' અમલમાં મૂક્યું.
આપખુદ રાજાશાહી અને સામંતશાહીનો અંત: ક્રાંતિના પરિણામે ફ્રાંસમાં લુઈ 16માની આપખુદ રાજાશાહી અને મધ્યયુગીન સામંતશાહીનો અંત આવ્યો.
પ્રજાસત્તાકની સ્થાપના: ફ્રાંસને પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું, નવું બંધારણ ઘડાયું અને 'માનવહક્કનું જાહેરનામું' પ્રસિદ્ધ કરાયું.
સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ: ફ્રેન્ચ ક્રાંતિએ સમગ્ર વિશ્વને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ (Liberty, Equality, Fraternity) ના મહામૂલા આદર્શો આપ્યા.
ખેડૂતો અને પ્રજાનો વિકાસ: ખેડૂતોને જમીનની માલિકીના હક્કો મળ્યા તેમજ પ્રજામાં રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રવાદનો ઉદય થયો.
વૈશ્વિક પ્રેરણા: વિશ્વના પરાધીન દેશોને લોકશાહી અને સ્વતંત્રતા મેળવવા માટેની વૈચારિક પ્રેરણા આ ક્રાંતિમાંથી મળી.
ઉદ્ભવ: ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે મૂડીવાદ વધ્યો અને મજૂરોનું શોષણ શરૂ થયું, જેના વિરોધમાં સમાજવાદી વિચારસરણીનો જન્મ થયો. 'સમાજવાદ' (Socialism) શબ્દનો પ્રથમ પ્રયોગ રોબર્ટ ઓવન અને ફ્રેન્ચ પત્રિકાઓમાં થયો.
મૂળભૂત સિદ્ધાંત: ઉત્પાદનના સાધનો પર વ્યક્તિગત માલિકીના સ્થાને સાર્વજનિક કે સામાજિક માલિકી હોવી જોઈએ તે સમાજવાદનો પાયાનો સિદ્ધાંત છે.
પ્રારંભિક વિચારકો:
રોબર્ટ ઓવન: તેણે શ્રમિકોના કલ્યાણ માટે ટ્રેડ યુનિયન પ્રવૃત્તિઓ અને સમજાવટ દ્વારા હૃદયપરિવર્તનની નીતિ અપનાવી.
સેન્ટ સિમોન, ફુરિયર અને પુર્દો: તેમણે પણ મૂડીવાદની ટીકા કરી સામૂહિક માલિકી અને સામાજિક અંકુશનો હિમાયત કરી.
કાર્લ માર્ક્સ અને સામ્યવાદ: કાર્લ માર્ક્સે આ પ્રારંભિક સોશિયાલિસ્ટોને 'તરંગી' ગણાવી વૈજ્ઞાનિક સમાજવાદ અને સામ્યવાદનો સિદ્ધાંત આપ્યો, જેણે વિશ્વભરની મજૂર ચળવળોને નવી દિશા આપી.