chapter 15

ધોરણ 12 | విષય: History

1. નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબો આપો:

સાચો જવાબ:


  • પૃષ્ઠભૂમિ: ૨૦મી સદીના અંત (ઈ.સ. ૧૯૯૦) સુધી દક્ષિણ આફ્રિકામાં અલ્પસંખ્યક ગોરી પ્રજા (૧૮%) દ્વારા બહુમતી અશ્વેત (૭૦%) અને ભારતીય/એશિયાઈ (૧૨%) પ્રજા પર અત્યાચાર ગુજારતી ‘રંગભેદની નીતિ’ અમલમાં હતી.




  • અશ્વેતોની સ્થિતિ: અશ્વેતોને માત્ર ૭% વિસ્તારમાં વસવાટ કરવા દેવાતો. તેમને ફરજિયાત જાતિ ઓળખપત્ર રાખવું પડતું, રાજનૈતિક અધિકારો ન હતા, અને રેલવે-બસમાં અલગ બેસવું પડતું. ૧૯૪૮-૫૪માં વડાપ્રધાન ડેનિયલ મલાને આ નીતિ વધુ કઠોર બનાવી.




  • વિરોધ અને સંઘર્ષ:





    • આલ્બર્ટ લુથુલીએ ગાંધીજીના અહિંસક આંદોલનમાંથી પ્રેરણા લઈ આફ્રિકન રાષ્ટ્રીય કૉંગ્રેસ (ANC)ના નેજા હેઠળ સત્યાગ્રહ શરૂ કર્યો. સરકારે દમન ગુજારી તેમને જેલમાં ધકેલ્યા.




    • વિલમાર્ટ બ્લાઈંડને "આફ્રિકા-આફ્રિકનો માટે" નું સૂત્ર ગુંજતું કર્યું.




    • સંયુક્ત રાષ્ટ્રો (UN) એ દક્ષિણ આફ્રિકા પર આર્થિક પ્રતિબંધો મૂક્યા.




    • નેલ્સન મંડેલાએ આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું. તેમને ૨૭ વર્ષ સુધી જેલમાં પૂરી રાખવામાં આવ્યા.






  • રંગભેદનો અંત:





    • ૧૯૮૪માં હબસી નેતા આર્કબિશપ ડેસમંડ ટૂટૂને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો.




    • ૧૯૮૯માં રાષ્ટ્રપતિ બનેલા એફ. ડબલ્યુ. ડી. ક્લાર્કે ૧૯૯૦માં નેલ્સન મંડેલાને મુક્ત કર્યા અને રંગભેદના કાયદા નાબૂદ કર્યા.




    • ૧૯૯૪માં યોજાયેલી પ્રથમ લોકશાહી ચૂંટણીમાં નેલ્સન મંડેલા પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા અને રંગભેદની નીતિનો કાયમી અંત આવ્યો.






સાચો જવાબ:


  • અર્થ: દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ બે મહાસત્તાઓ—અમેરિકા (મૂડીવાદી) અને સોવિયેટ રશિયા (સામ્યવાદી)—ના જૂથોમાં વહેંચાઈ ગયું. આ સમયે એશિયા અને આફ્રિકાના નવસ્વતંત્ર દેશોએ કોઈ પણ સત્તાજૂથ કે લશ્કરી જોડાણમાં જોડાવાને બદલે અલિપ્ત/તટસ્થ રહેવાની જે નીતિ અપનાવી તેને ‘બિનજોડાણવાદ’ (Non-Aligned Movement - NAM) કહે છે.




  • મુખ્ય પ્રણેતાઓ: ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ જમાલ અબ્દુલ નાસર અને યુગોસ્લાવિયાના માર્શલ ટીટો આ નીતિના મુખ્ય ઘડવૈયા હતા.




  • બાન્ડંગ પરિષદ (૧૯૫૫): ઇન્ડોનેશિયાના બાન્ડંગ મુકામે યોજાયેલી એશિયાઈ-આફ્રિકન પરિષદમાં ૨૩ એશિયાઈ અને ૬ આફ્રિકન રાષ્ટ્રોએ સંસ્થાનવાદનો વિરોધ કરી તટસ્થતા અને પંચશીલના સિદ્ધાંતો સ્વીકાર્યા.




  • NAM ની સ્થાપના: યુગોસ્લાવિયાના બેલગ્રેડ ખાતે બિનજોડાણવાદી દેશોની પ્રથમ શિખર પરિષદ યોજાઈ. શરૂઆતમાં ૨૫ સભ્યો ધરાવતું આ સંગઠન આજે ૧૧૪થી વધુ દેશોનું બનેલું છે.




  • મહત્ત્વ: આ દેશોએ વિશ્વશાંતિ જાળવવામાં, સંસ્થાનવાદનો વિરોધ કરવામાં અને રંગભેદ નાબૂદ કરાવવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે.




સાચો જવાબ:


  • પૃષ્ઠભૂમિ: લગભગ ૨૦૦૦ વર્ષ પૂર્વે યહૂદીઓને પેલેસ્ટાઇનમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ૧૮૯૭માં થિયોડોર હર્ઝલે ‘વિશ્વ યહૂદી સંગઠન’ સ્થાપી યહૂદીઓ માટે અલગ માતૃભૂમિની માંગ કરી.




  • બાલ્ફર જાહેરનામું (૧૯૧૭): પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ વિદેશપ્રધાન બાલ્ફરે પેલેસ્ટાઇનમાં અલગ યહૂદી રાષ્ટ્રની સ્થાપનાને ટેકો આપ્યો.




  • બીજું વિશ્વયુદ્ધ અને યહૂદીઓનું સ્થળાંતર: હિટલરે યુરોપમાં ૬૦ લાખ યહૂદીઓની કત્લેઆમ (હોલોકોસ્ટ) કરી. આથી ત્રાસથી બચવા લાખો યહૂદીઓએ પેલેસ્ટાઇનમાં પ્રવેશી અલગ રાષ્ટ્ર માટે ઉગ્ર આંદોલનો કર્યાં.




  • યુ.એન.નો નિર્ણય: બ્રિટને આ પ્રશ્ન યુ.એન. (UN) માં રજૂ કર્યો. યુ.એન.ની ખાસ સમિતિએ પેલેસ્ટાઇનના બે ભાગ કરી—સ્વતંત્ર યહૂદી રાજ્ય અને સ્વતંત્ર આરબ રાજ્ય—રચના કરી, જ્યારે જેરૂસલેમને આંતરરાષ્ટ્રીય હકૂમત હેઠળ મૂક્યું.




  • ઇઝરાયેલનો જન્મ (૧૪ મે, ૧૯૪૮): બ્રિટિશ દળો પાછા ખેંચાતાં ૧૪મી મે, ૧૯૪૮ના રોજ સ્વતંત્ર યહૂદી રાજ્ય ‘ઇઝરાયેલ’ની ઘોષણા કરવામાં આવી. આરબ દેશોએ તેનો વિરોધ કરી આક્રમણ કર્યું, જેથી આરબ-ઇઝરાયેલ સંઘર્ષની શરૂઆત થઈ.




સાચો જવાબ:


  • અર્થ: દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વની બે મહાસત્તાઓ—અમેરિકા અને સોવિયેટ રશિયા—વચ્ચે સીધું શસ્ત્રયુદ્ધ ન થયું, પરંતુ વાસ્તવિક યુદ્ધ જેવી શંકા, અવિશ્વાસ, ભય, સશસ્ત્રીકરણ અને વિચારસરણીની તંગદિલીભરી સ્થિતિ ઊભી થઈ તેને ‘ઠંડું યુદ્ધ’ (Cold War) કહેવામાં આવે છે.




  • શબ્દપ્રયોગ: બર્નાર્ડ બારૂચે સૌપ્રથમ ‘ઠંડું યુદ્ધ’ શબ્દનો પ્રયોગ કર્યો હતો (૧૯૪૬).




  • લક્ષણો:





    • બંને મહાસત્તાઓએ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ વધારવા લશ્કરી જૂથો (નાટો, સીયાટો, વૉર્સો કરાર) રચ્યા.




    • વાસ્તવિક યુદ્ધને બદલે પ્રચારયુદ્ધ, જાસૂસી અને પરમાણુ શસ્ત્રોની સ્પર્ધા ચાલી.




    • યુરોપ અને વિશ્વના દેશો આર્થિક અને રાજકીય રીતે બે છાવણીઓમાં વહેંચાઈ ગયા.






  • અંત: ૧૯૫૯માં રશિયન નેતા ખ્રુશ્ચેવની અમેરિકા મુલાકાત બાદ તંગદિલી ઘટી. આખરે ૧૯૯૧માં સોવિયેટ રશિયાનું વિસર્જન થતાં ઠંડા યુદ્ધનો અંત આવ્યો.




સાચો જવાબ:

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયાએ પોતપોતાનું વર્ચસ્વ વધારવા માટે લશ્કરી જૂથો સ્થાપ્યા:





  • નાટો (NATO - North Atlantic Treaty Organization):





    • સ્થાપના: ૧૯૪૮ (અમેરિકાની નેતાગીરી હેઠળ).




    • સભ્ય દેશો: અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, કેનેડા, બેલ્જિયમ, ડેનમાર્ક, ઇટાલી, લક્ઝમબર્ગ, આઇસલેન્ડ, નોર્વે અને પોર્ટુગલ.




    • હેતુ: ઉત્તર અટલાન્ટિક ક્ષેત્રના લોકશાહી દેશોનું સામ્યવાદી આક્રમણ સામે સંરક્ષણ કરવું.






  • સીયાટો (SEATO - South East Asia Treaty Organization):





    • સ્થાપના: ૧૯૫૪.




    • હેતુ: પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રદેશોને સામ્યવાદી પ્રભાવથી બચાવવા માટે અમેરિકા અને ઇંગ્લૅન્ડે આ સંગઠન રચ્યું.






  • વૉર્સો કરાર (Warsaw Pact):





    • સ્થાપના: નાટો અને સીયાટોના જવાબમાં સોવિયેટ રશિયાએ પોલેન્ડના પાટનગર વૉર્સો ખાતે સામ્યવાદી દેશોનું લશ્કરી સંગઠન રચ્યું.




    • સભ્ય દેશો: સોવિયેટ રશિયા, પોલેન્ડ, હંગેરી, રૂમાનિયા, આલ્બેનિયા, પૂર્વ જર્મની, બલ્ગેરિયા અને ઝેકોસ્લોવાકિયા.






2. આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તરો આપો:

સાચો જવાબ: ચાંગ-કાઈ-શેકના 'ભૂરાં ખમીસધારી' લશ્કરના દમનથી બચવા માટે માઓ-ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ સામ્યવાદીઓએ ઉત્તર ચીન તરફ પ્રસ્થાન કર્યું, જેને 'લોન્ગ માર્ચ' (Long March) કહે છે. સામ્યવાદીઓએ કવાંગશીથી શેત્સી સુધીનું ૬,૦૦૦ માઈલનું અંતર ૩૬૮ દિવસમાં કાપ્યું. આ લાંબી યાત્રા દરમિયાન સામ્યવાદીઓ ચીનની સામાન્ય પ્રજાનો વિશ્વાસ અને ટેકો મેળવવામાં સફળ રહ્યા.

સાચો જવાબ:


  1. પંડિત જવાહરલાલ નેહરુ (વડાપ્રધાન, ભારત)




  2. રાષ્ટ્રપતિ સુકર્ણો (ઇન્ડોનેશિયા)




  3. રાષ્ટ્રપતિ જમાલ અબ્દુલ નાસર (ઇજિપ્ત)




  4. માર્શલ ટીટો (યુગોસ્લાવિયા)




સાચો જવાબ: નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના મહાન અશ્વેત નેતા હતા. તેમણે આફ્રિકન નેશનલ કૉંગ્રેસ (ANC) ના નેજા હેઠળ રંગભેદની નીતિ સામે ઉગ્ર આંદોલન ચલાવ્યું, જેના કારણે સરકારે તેમને ૨૭ વર્ષ સુધી જેલમાં રાખ્યા. ૧૯૯૦માં જેલમુક્ત થયા બાદ ૧૯૯૪ની પ્રથમ લોકશાહી ચૂંટણીમાં વિજયી બની તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા.

સાચો જવાબ: માઓ-ત્સે-તુંગ ચીનના સામ્યવાદી પક્ષના મહાન નેતા હતા. તેમણે ચાંગ-કાઈ-શેકની સરકાર સામે ૬,૦૦૦ માઈલની 'લોન્ગ માર્ચ'નું નેતૃત્વ કર્યું. ૧૯૪૯માં કુઓ-મિંતાંગ પક્ષને હરાવીને ૧ ઓક્ટોબર, ૧૯૪૯ના રોજ તેમણે પેકિંગથી 'સામ્યવાદી પ્રજાસત્તાક ચીન' (લાલ ચીન) ની સ્થાપના કરી.

સાચો જવાબ: ૧૮ એપ્રિલ, ૧૯૫૫ના રોજ ઇન્ડોનેશિયાના બાન્ડંગ શહેરમાં એશિયાના ૨૩ અને આફ્રિકાના ૬ દેશોનું સંમેલન મળ્યું, જે બાન્ડંગ પરિષદ તરીકે ઓળખાય છે. આ પરિષદમાં સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદનો વિરોધ કરવામાં આવ્યો અને બિનજોડાણવાદ તથા પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો.

સાચો જવાબ:





























'ક' વિભાગ (દેશ) 'ખ' વિભાગ (આધિપત્ય જમાવનાર રાષ્ટ્ર) સાચો ઉત્તર
(A) ભારત (1) ફ્રાન્સ (5) ઇંગ્લૅન્ડ
(B) અલ્જિરિયા (2) જાપાન (1) ફ્રાન્સ
(C) કોરિયા (3) હોલૅન્ડ (2) જાપાન
(D) ઇન્ડોનેશિયા

(4) બેલ્જિયમ


 

(5) ઇંગ્લૅન્ડ


(3) હોલૅન્ડ

સાચો જવાબ:


  • વ્યાખ્યા અને સ્વરૂપ: સરમુખત્યારશાહી એ એકહથ્થુ સત્તા ધરાવતી શાસનવ્યવસ્થા છે, જે મોટેભાગે રાજાશાહી જેવી જ હોય છે. પરંતુ આમાં વંશપરંપરાગતતાનું તત્ત્વ બહુ ઓછું જોવા મળે છે.




  • સત્તાપ્રાપ્તિનો માર્ગ: આવી શાસનવ્યવસ્થા ક્યારેક રાજકીય ક્રાંતિના ભાગ સ્વરૂપે, અથવા તો વ્યક્તિગત કે લશ્કરી બળવા દ્વારા સ્થાપિત થાય છે.




  • ઉદાહરણો:





    1. જર્મની (હિટલર): જર્મનીમાં ચાન્સેલર (વડાપ્રધાન) હિટલરે રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગના અવસાન બાદ પ્રમુખપદની ચૂંટણી ન યોજી અને પોતે જ રાષ્ટ્રપતિ બની બેઠો.




    2. ઇટાલી (મુસોલિની): મુસોલિનીએ પણ પ્રથમ વિશ્વયુદ્ધ બાદની પરિસ્થિતિનો લાભ ઉઠાવીને સર્વોપરી સત્તા હસ્તગત કરી.






  • લક્ષણો:





    • પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વર્સેલ્સની સંધિનો અન્યાય, કથળેલી આર્થિક સ્થિતિ અને અપમાન જેવાં પરિબળોથી જર્મનીમાં નાઝીવાદ અને ઇટાલીમાં ફાસીવાદનો જન્મ થયો.




    • આવા સરમુખત્યારો દેશનું બંધારણ પોતાના હિત અનુસાર બદલી નાખે છે (જેમ કે મુસોલિનીએ જનમત મેળવનારને સત્તા સોંપવાનો સુધારો કરી ગઠબંધન સરકાર અટકાવી).




    • સરમુખત્યારોને મોટેભાગે લશ્કરી પીઠબળ હોય છે. તેઓ "એક નેતા, એક પક્ષ અને એક પ્રજા" ના કાર્યક્રમને અનુસરે છે.






  • પરિણામ: શરૂઆતમાં આ શાસકોએ રાજકીય સ્થિરતા અને આર્થિક મજબૂતી આપી, પરંતુ ઉગ્ર રાષ્ટ્રવાદ ઊભો કરીને અંતે પોતાના સહિત પોતાના દેશનો પણ વિનાશ વેર્યો.




સાચો જવાબ:


  • વ્યાખ્યા: સંસદીય લોકશાહીમાં પ્રજા દ્વારા ચૂંટાઈ આવેલા સભ્યોમાંથી કારોબારીની રચના થાય છે અને આ કારોબારી સંસદને (ચૂંટાયેલા પ્રતિનિધિઓને) સંયુક્તપણે જવાબદાર રહીને કાર્ય કરે છે.




  • ગૃહ સંરચના: આ પદ્ધતિમાં મોટેભાગે બે ગૃહો હોય છે.




  • ભારતની સંસદીય લોકશાહી:





    • ભારતમાં સંસદીય પદ્ધતિ સ્વીકારવામાં આવી છે.




    • સંસદનું ઉપલું ગૃહ ‘રાજ્યસભા’ (પરોક્ષ ચૂંટણીથી રચાય છે) અને નીચલું ગૃહ ‘લોકસભા’ (પ્રજા દ્વારા પ્રત્યક્ષ ચૂંટણીથી રચાય છે) કહેવાય છે.






  • ઇંગ્લૅન્ડની સંસદીય લોકશાહી:





    • ઇંગ્લૅન્ડમાં પણ સંસદીય લોકશાહી છે, પરંતુ તે ભારત કરતાં થોડી જુદી પડે છે.




    • 1688ની રક્તવિહીન ક્રાંતિ દ્વારા રાજાશાહી સંપૂર્ણ નાબૂદ કરવાના બદલે રાજા/રાણીનું પદ વંશપરંપરાગત રાખીને તેને નામમાત્રની સત્તા (ભારતના રાષ્ટ્રપતિ જેવી) આપવામાં આવી છે.




    • રાજ્યની વાસ્તવિક સત્તા સંસદ પાસે જ છે.






સાચો જવાબ:

ઔદ્યોગિકીકરણની સમાજ, અર્થકારણ અને શાસનતંત્ર પર વ્યાપક સકારાત્મક અને નકારાત્મક અસરો પડી છે:



સકારાત્મક (સાંકળતી) અસરો:





  1. આર્થિક અને ભૌતિક વિકાસ: ઉત્પાદનવૃદ્ધિથી બજાર-વ્યવસ્થાનો વિકાસ થયો, લોકોની ખરીદશક્તિ વધતાં ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થયો.




  2. નાણાકીય વ્યવસ્થા: વસ્તુ-વિનિમયના સ્થાને નાણાંનું ચલણ વધ્યું અને આધુનિક બેંકિંગ વ્યવસ્થા ઊભી થઈ.




  3. વેપાર અને પરિવહન: વાહનવ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ થવાથી આંતરરાષ્ટ્રીય વેપાર ઝડપી બન્યો. ખાનગી સાહસો થકી નવી ટેક્નોલોજીનો પ્રસાર થયો.




  4. કૃષિ અને આરોગ્ય: ખેતીમાં રાસાયણિક ખાતરોથી ઉત્પાદન વધ્યું. તબીબી સંશોધનોથી જાહેર સ્વાસ્થ્ય સુધર્યું અને સરેરાશ આયુષ્યમાં વધારો થયો.





નકારાત્મક (આડ) અસરો:





  1. આર્થિક અસમાનતા અને મૂડીવાદ: મૂડીવાદ વધવાથી આર્થિક અસમાનતા વધી, જેના કારણે કામદારોમાં કાર્લ માર્ક્સની સામ્યવાદી વિચારસરણી લોકપ્રિય બની.




  2. ગૃહઉદ્યોગોનું પતન અને બેકારી: યંત્રોના આગમનથી ગૃહઉદ્યોગો ભાંગી પડ્યા અને શહેરીકરણની સાથે ગરીબી તથા બેકારી વધી.




  3. શોષણ અને સંસ્થાનવાદ: ઔદ્યોગિક દેશોએ એશિયા અને આફ્રિકાના બિન-ઔદ્યોગિક દેશોમાં સંસ્થાનો સ્થાપી તેમનું ભારે શોષણ કર્યું.




  4. પર્યાવરણીય સમસ્યાઓ: ખનીજતેલ અને કોલસા જેવાં સંસાધનો ઘટી રહ્યા છે. ઝેરી વાયુઓ, પ્રદૂષણ અને કેમિકલ્સના કારણે ગ્લોબલ વોર્મિંગ અને અનિયમિત વરસાદ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે.




  5. શસ્ત્રીકરણ: શસ્ત્રો અને અણુશસ્ત્રોના ઉત્પાદનથી ઠંડા યુદ્ધ દરમિયાન ત્રીજા વિશ્વયુદ્ધનો ભય ઊભો થયો.




સાચો જવાબ:


  • આતંકવાદ ઉત્પન્ન કરનારાં પરિબળો:





    1. સ્વતંત્ર ઓળખ અને વંશીય/ધાર્મિક સમૂહો: દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલાં રાષ્ટ્રોમાં કેટલાક ધાર્મિક કે જાતીય સમૂહોએ પોતાની અલગ ઓળખ માટે આતંકવાદનો આશરો લીધો (દા.ત., શ્રીલંકામાં LTTE, રશિયામાં ચેચન્યા).




    2. રાજકીય અને આર્થિક હિતો: કેટલાક દેશો પોતાની રાજકીય કે આર્થિક સ્થિતિ સુધારવા આયોજનબદ્ધ રીતે આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને નાણાકીય સહાય પૂરી પાડે છે.




    3. મહાસત્તાઓની ભૂમિકા: ક્યારેક વિશ્વની મહાસત્તાઓ પણ પોતાના સ્વાર્થ માટે આતંકવાદી સંગઠનોને સહાય કરતી જોવા મળે છે.




    4. આધુનિક સંદેશાવ્યવહાર: ઇન્ટરનેટ, સેટેલાઇટ ફોન અને સોશિયલ મીડિયા જેવાં સાધનોથી આતંકવાદને ઝડપી પ્રસિદ્ધિ અને નેટવર્ક મળે છે.




    5. ધાર્મિક ઉન્માદ: ધાર્મિક ઝનૂન અને ઉન્માદનો ઉપયોગ કરી લોકોને ભ્રમિત કરીને આતંકવાદ તરફ ધકેલવામાં આવે છે.






  • આતંકવાદી પ્રવૃત્તિઓ:





    • અમેરિકા પર હુમલો (11 સપ્ટેમ્બર 2001): વિમાન અપહરણ કરીને ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવરો સાથે અફાળી હજારો નિર્દોષોની હત્યા કરી.




    • મ્યુનિચ ઓલિમ્પિક (1972): ઇઝરાયલી રમતવીરોની પેલેસ્ટાઇની આતંકવાદીઓ દ્વારા ઘાતકી હત્યા.




    • ભારતમાં હુમલા: ગુજરાતના અક્ષરધામ મંદિર પર હુમલો (2002), જમ્મુ-કાશ્મીર વિધાનસભા, રઘુનાથ મંદિર, ભારતીય સંસદ પર હુમલો અને 26/11 મુંબઈ આતંકી હુમલો.




    • અન્ય દુર્ઘટનાઓ: રશિયાના થિયેટર પર ચેચન આત્મઘાતી હુમલાખોરોનો હુમલો અને પાકિસ્તાનમાં શાળા પર આતંકવાદી હુમલો કરી નિર્દોષ બાળકોની હત્યા.






સાચો જવાબ:


  • વિચારસરણી: સામ્યવાદ એ કાર્લ માર્ક્સની વિચારસરણી પર આધારિત છે. આ વિચારસરણીનું વિગતવાર વર્ણન માર્ક્સના ‘દાસ કેપિટલ’ (Das Kapital) અને ‘કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો’ (Communist Manifesto) નામના પુસ્તકોમાં છે.




  • મુખ્ય સિદ્ધાંતો:





    • રાજકીય, સામાજિક અને ખાસ કરીને આર્થિક ક્ષેત્રે સમાનતાના સિદ્ધાંત પર કાર્ય કરે છે.




    • કામદારોને સામાજિક ન્યાય અને પ્રાધાન્ય આપવામાં આવે છે.




    • આમાં ખાનગી માલિકી અને મૂડીવાદ હોતો નથી. ઉત્પાદનના તમામ સાધનો અને આખરી માલિકી હક્ક સરકાર (રાજ્ય) હસ્તક હોય છે.






  • રશિયનમાં સામ્યવાદી ક્રાંતિ:





    • વિશ્વમાં પ્રથમ સામ્યવાદી ક્રાંતિ રશિયામાં (1917) થઈ, જ્યાં લેનિને ઝાર રાજાશાહીને હટાવી કામદારોના પ્રભુત્વવાળી સરકાર સ્થાપી.




    • પાછળથી સોવિયેટ સંઘ મહાસત્તા બન્યું, પરંતુ 1991માં મિખાઇલ ગોર્બાચોવના સમયમાં રશિયાનું વિઘટન થતાં સામ્યવાદનો અંત આવ્યો.






  • ચીનમાં સામ્યવાદ:





    • બીજી મહત્ત્વની સામ્યવાદી ક્રાંતિ ચીનમાં માઓ-ત્સે-તંગના નેતૃત્વ હેઠળ થઈ.




    • રશિયામાં કામદારોનું પ્રભુત્વ હતું, જ્યારે ચીનમાં ખેડૂતોનું પ્રભુત્વ હતું. ચીનમાં આજે પણ સામ્યવાદી શાસનવ્યવસ્થા અસ્તિત્વમાં છે.






2. આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તરો આપો:

સાચો જવાબ:

સમકાલીન વિશ્વમાં શાસનવ્યવસ્થાના મુખ્ય સ્વરૂપો નીચે મુજબ છે:





  1. રાજાશાહી (વંશપરંપરાગત કે મર્યાદિત/નામમાત્રની)




  2. સરમુખત્યારશાહી (જેમાં ફાસીવાદ અને નાઝીવાદનો સમાવેશ થાય છે)




  3. સામ્યવાદ (એકપક્ષીય કામદારો/ખેડૂતોનું શાસન)




  4. લોકશાહી (જેના બે મુખ્ય પ્રકાર છે: (ક) સંસદીય લોકશાહી અને (ખ) પ્રમુખગત લોકશાહી)




સાચો જવાબ:

વિશ્વમાં થયેલા મુખ્ય આતંકવાદી હુમલા:





  • 1972: મ્યુનિચ ઓલિમ્પિકમાં ઇઝરાયલી રમતવીરોની હત્યા.




  • 11 સપ્ટેમ્બર 2001 (9/11): અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલ-કાયદા દ્વારા આત્મઘાતી વિમાન હુમલો.




  • 2002: ગુજરાતના ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર પર આતંકી હુમલો.




  • અન્ય: રશિયાના થિયેટર પર ચેચન હુમલો, ભારતીય સંસદ પર હુમલો, 26/11 મુંબઈ હુમલો અને પાકિસ્તાનની પેશાવર શાળા પર આતંકી હુમલો.




સાચો જવાબ:

સમકાલીન વિશ્વમાં મુખ્ય ત્રણ પ્રકારની અર્થવ્યવસ્થા જોવા મળે છે:





  1. મૂડીવાદી અર્થવ્યવસ્થા (Capitalist Economy - દા.ત., અમેરિકા, જાપાન)




  2. સામ્યવાદી અર્થવ્યવસ્થા (Socialist/Communist Economy - દા.ત., ચીન, પૂર્વ સોવિયેટ સંઘ)




  3. મિશ્ર અર્થવ્યવસ્થા (Mixed Economy - દા.ત., ભારત)




સાચો જવાબ:


  • અમેરિકામાં પ્રમુખગત લોકશાહી શાસનવ્યવસ્થા છે, જ્યાં દેશના રાષ્ટ્રપતિ (પ્રમુખ) પ્રજા દ્વારા ચાર વર્ષના નિશ્ચિત સમયગાળા માટે ચૂંટાય છે.




  • રાષ્ટ્રપતિ પોતાની કારોબારીની પસંદગી પોતે કરે છે અને આ કારોબારી સંસદને બદલે માત્ર રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે.




  • આ વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર હોય છે.




સાચો જવાબ:


  • જે દેશના બંધારણ અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી હોય તેને સમવાયતંત્રી શાસન કહેવાય છે.




  • સમવાયતંત્રમાં રાજ્ય સરકારો પોતાની આંતરિક બાબતોમાં સ્વતંત્ર હોય છે, જ્યારે વિદેશ નીતિ, સંરક્ષણ અને ચલણ જેવા વિષયો કેન્દ્ર સરકાર હસ્તક હોય છે.




  • ભારત સમવાયતંત્રી રાષ્ટ્ર છે, પરંતુ કટોકટી સમયે તે એકતંત્રી શાસનમાં પરિવર્તિત થઈ જાય છે.




3. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર આપો:

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```