chapter 1

ધોરણ 12 | విષય: Manovigan

વિભાગ – A
નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો.

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
વિભાગ – B
નીચેના પ્રશ્નો ના ઉત્તર એક વાકયમાં લખો.

સાચો જવાબ:

સાચો જવાબ: જર્મનીના સમષ્ટિવાદી (Gestalt) મનોવૈજ્ઞાનિક સંપ્રદાયે (વર્ધીમર, કોહલર અને કોફકા) આપ્યા.

સાચો જવાબ: કડવો સ્વાદ જીભના પાછળના મૂળના ભાગથી પારખી શકાય છે.

સાચો જવાબ: સ્થળ અને કાળની દૃષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલાં ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે તેને ‘સમીપતા’ કહે છે.

સાચો જવાબ: મેકડૂગલે અભિરુચિ માટે ‘અપ્રગટ ધ્યાન’ (Inattentive / Latent Attention) શબ્દનો પ્રયોગ કર્યો છે.

સાચો જવાબ: મધ્યકર્ણના ત્રણ અસ્થિઓ (હાડકાં) છે: ૧. હથોડી, ૨. એરણ, અને ૩. પેંગડું.

સાચો જવાબ: માનવીના શ્રવણ સંવેદનની સીમા 20 થી 20,000 C.P.S. (Cycle Per Second) કંપન સંખ્યા સુધીની છે.

સાચો જવાબ: ૧. અનેત્રીય સંકેતો, ૨. એકનેત્રીય સંકેતો, અને ૩. દ્વિનેત્રીય સંકેતો.

સાચો જવાબ: બંને આંખો વચ્ચે રહેલા લગભગ બે થી અઢી ઇંચના અંતર અને પિત્તબિંદુઓના સ્થાનમાં તફાવતને કારણે સર્જાય છે.

સાચો જવાબ:

ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા વિશિષ્ટ સાંવેદનિક કોષો (સંવેદન તંતુઓ) ઉત્તેજાવાથી થાય છે.


વિભાગ – C
નીચેના પ્રશ્નોના ઉત્તરો સંક્ષિપ્તમાં લખો. (આશરે 30 શબ્દો)

સાચો જવાબ: જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ એટલે સંવેદન. બાહ્ય કે આંતરિક ઉદ્દીપકની અસરથી ચેતાતંતુઓ ઉત્તેજાય અને મગજના સંવેદન કેન્દ્ર સુધી સંદેશો પહોંચે ત્યારે સર્જાતું પરિવર્તન એટલે સંવેદન.

સાચો જવાબ: ધ્યાનમાં સ્થિરતા ન હોવાથી તે વારંવાર એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર બદલાયા કરે છે. ધ્યાનની આ અસ્થિરતા કે ચંચળતાને ધ્યાન વિચલન કહે છે.

સાચો જવાબ:

ધ્યાનના મુખ્ય લક્ષણો:





  • ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે.




  • ધ્યાન સમાયોજનાત્મક છે.




  • ધ્યાન શોધનાત્મક છે.




  • ધ્યાન ભવિષ્યલક્ષી છે.




  • ધ્યાન પ્રેરણાત્મક છે.




  • ધ્યાનને સીમાપ્રદેશ અને કેન્દ્રપ્રદેશ હોય છે.




  • ધ્યાન ચંચળ છે.




સાચો જવાબ: રૈખિક પરિપ્રેક્ષ્ય એકનેત્રીય સંકેતમાં થાય છે. સમાન અંતરની સમાંતર રેખાઓ (જેમ કે રેલવેના પાટા) દૂર જતાં ક્ષિતિજ તરફ કોઈ એક બિંદુએ ભેગી થતી દેખાય છે, જેનાથી અંતર અને ઊંડાઈનો અનુભવ થાય છે.

સાચો જવાબ: તેઓ ‘પ્રકાશ અને છાયા’ તથા ‘વાયુગત પારદર્શન’ સંકેતોનો ઉપયોગ કરે છે. પ્રકાશિત અને છાયાવાળા ભાગો દ્વારા પદાર્થની ઊંડાઈ, ટેકરા કે ખાડાનો આભાસ ઊભો કરી શકાય છે.

સાચો જવાબ: દૂરના પદાર્થને જોવા માટે નેત્રમણિ સંકોચાઈને ચપટો બને છે અને નજીકના પદાર્થને જોવા માટે ફૂલીને ગોળાકાર બને છે. સિલીયરી સ્નાયુઓની મદદથી થતાં આ પરિવર્તનને નેત્રમણિનું અનુકૂલન કહે છે.

સાચો જવાબ:

વ્યક્તિલક્ષી (આંતરિક) ઘટકો: ૧. રસ કે અભિરુચિ



૨. જરૂરિયાત



૩. ટેવ



૪. શિક્ષણ



૫. મનોશારીરિક સ્થિતિ


સાચો જવાબ: બાહ્ય વાતાવરણમાં રહેલા જે પદાર્થ કે ઉદ્દીપક પર વ્યક્તિનું ધ્યાન સ્પષ્ટપણે અને મુખ્ય રીતે કેન્દ્રિત થયેલું હોય તેને ધ્યાનનો કેન્દ્રપ્રદેશ કહે છે.

સાચો જવાબ: નેત્રપટ પર પડતી વસ્તુની પ્રતિમાના કદ પરથી અંતરનું પ્રત્યક્ષીકરણ થાય છે. નજીકની વસ્તુની પ્રતિમા નેત્રપટ પર મોટી અને દૂરની વસ્તુની પ્રતિમા નાની પડે છે, જેને સાપેક્ષ કદ કહે છે.

સાચો જવાબ: કોઈપણ ધ્યાન પાછળ વ્યક્તિની કોઈ ને કોઈ પ્રેરણા, ઈચ્છા, જરૂરિયાત કે હેતુ રહેલો હોય છે. જેમ કે, ભૂખી વ્યક્તિનું ધ્યાન ખોરાક તરફ અને નોકરીની જરૂરિયાતવાળી વ્યક્તિનું ધ્યાન જાહેરાતો તરફ ત્વરિત ખેંચાય છે.
વિભાગ – D
નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો. (આશરે 50 શબ્દો)

સાચો જવાબ:


  • અર્થ: આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા આસપાસના વાતાવરણમાંથી જે સંવેદનો પ્રાપ્ત થાય છે, તેનું મગજ દ્વારા અર્થઘટન થઈને પરિસ્થિતિ કે પદાર્થનું અર્થપૂર્ણ જ્ઞાન મળવાની પ્રક્રિયા એટલે પ્રત્યક્ષીકરણ.




  • વ્યાખ્યાઓ:





    • એચ.ઈ. ગેરેટ: "જેના દ્વારા આપણે પદાર્થોને તેમના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે."




    • હિલગાર્ડ, અટકિન્સન અને અટકિન્સન: "પ્રત્યક્ષીકરણ એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની તરેહનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ."






  • મુખ્ય મુદ્દા: પ્રત્યક્ષીકરણ એ સંવેદનોનું માત્ર એકત્રીકરણ નથી, પરંતુ એક જટિલ માનસિક પ્રક્રિયા છે જેના વડે આપણને વિશ્વના પદાર્થોનો વાસ્તવિક પરિચય થાય છે.




સાચો જવાબ:

પ્રત્યક્ષીકરણ એ એક સળંગ મનોશારીરિક પ્રક્રિયા છે, જે નીચેના તબક્કાઓમાં થાય છે:





  1. ઉદ્દીપન અને સંવેદન: વાતાવરણમાં રહેલું કોઈ બાહ્ય ઉદ્દીપક (જેમ કે પ્રકાશ કે અવાજ) આંખ કે કાન જેવી જ્ઞાનેન્દ્રિયોને ઉત્તેજે છે.




  2. ચેતાપ્રવાહનું વહન: ઈન્દ્રિયોના સાંવેદનિક કોષો ઉત્તેજાતાં ચેતાપ્રવાહ ઉત્પન્ન થાય છે, જે કરોડરજ્જુ મારફતે મગજના સંબંધિત ક્ષેત્ર સુધી પહોંચે છે.




  3. મગજમાં પ્રક્રિયા અને અર્થઘટન: મગજનાં કેન્દ્રો આ પ્રાપ્ત માહિતી પર ભૂતકાળના અનુભવો, શિક્ષણ અને સ્મૃતિના આધારે પ્રક્રિયા કરી તેનું આયોજન અને અર્થઘટન કરે છે.




  4. પ્રત્યક્ષીકૃત સમજ: મગજ દ્વારા સંવેદનાનું યોગ્ય અર્થઘટન થતાં વ્યક્તિને જે તે વસ્તુ કે પરિસ્થિતિનું સ્પષ્ટ જ્ઞાન થાય છે.




સાચો જવાબ:

જગત સાથે જીવંત સંપર્ક જાળવવા અને ભાષા સમજવા માટે શ્રવણ સંવેદન જરૂરી છે. મનુષ્ય 20 થી 20,000 C.P.S. કંપનસંખ્યા ધરાવતો ધ્વનિ સાંભળી શકે છે.



 



શ્રવણ સંવેદન માટે જવાબદાર કાનની રચનાને ૩ ભાગમાં વહેંચવામાં આવે છે:





  • બાહ્ય કર્ણ: કાનની બુટ (કર્ણપાલી), કર્ણનલિકા અને કર્ણપટલ (કાનનો ઢોલ). વાતાવરણના અવાજનાં મોજાં કાનની બુટ દ્વારા ભેગા થઈ ઢોલ સાથે અથડાય છે.




  • મધ્ય કર્ણ: પરસ્પર જોડાયેલાં ત્રણ અસ્થિઓ—હથોડી, એરણ અને પેંગડું—તથા યુસ્ટેકિયન નલિકા. આ હાડકાંઓ ધ્વનિ તરંગોનું અસ્થિતરંગોમાં રૂપાંતર કરે છે.




  • આંતર કર્ણ: મધ્યભાગ, શંખાકૃતિ (કર્ણશંખ) અને અર્ધવર્તુળાકાર કર્ણવલયો. અહીં અસ્થિતરંગો પ્રવાહી તરંગોમાં બદલાય છે. પ્રવાહી ઉત્તેજાતાં કાનના સૂક્ષ્મ વાળકોષો ઉત્તેજાય છે અને ચેતાપ્રવાહ મગજના શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતાં અવાજ સંભળાય છે.




સાચો જવાબ:

જીભની ખરબચડી સપાટી પર આવેલા ઝીણા ઉપસેલા કણોને સ્વાદકણ (રસકંદ) કહે છે. ખોરાકમાં રહેલાં રાસાયણિક તત્ત્વો સ્વાદકણોને ઉત્તેજે છે, જેથી ચેતાપ્રવાહ મગજના સ્વાદ સંવેદન ક્ષેત્ર સુધી પહોંચી સ્વાદનો અનુભવ કરાવે છે.



 



જીભના જુદા જુદા ભાગો પરથી મુખ્યત્વે ૪ સ્વાદ અનુભવાય છે:





  • મીઠો (ગળ્યો) સ્વાદ: જીભના અગ્ર ભાગ (ટેરવા) પર.




  • ખારો સ્વાદ: જીભના ટેરવાની પાછળ બંને બાજુની ધાર પર.




  • ખાટો સ્વાદ: ખારા સ્વાદથી થોડા આગળ બંને બાજુની ધાર પર.




  • કડવો સ્વાદ: જીભના પાછળના મૂળના ભાગમાં.




સાચો જવાબ:

જે સંકેતો દ્વારા ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ કરવા માટે માત્ર એક જ આંખનો ઉપયોગ પૂરતો હોય તેને એકનેત્રીય સંકેતો કહે છે.



મુખ્ય એકનેત્રીય સંકેતો: (૧) અંતઃસ્થિતિ, (૨) વાયુગત પારદર્શન, (૩) રૈખિક પરિપ્રેક્ષ્ય, (૪) પ્રકાશ અને છાયા, (૫) સાપેક્ષ કદ, (૬) સપાટીની તરેહ અને ઢાળ.



કોઈપણ બે સંકેતોની સમજૂતી:





  1. અંતઃસ્થિતિ (Interposition): જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થના દૃશ્યને અંશતઃ ઢાંકે છે, ત્યારે જે પદાર્થ આખો દેખાય છે તે નજીક છે અને જે પદાર્થ ઢંકાયેલો છે તે દૂર છે તેવો સંકેત મળે છે.




  2. પ્રકાશ અને છાયા (Light and Shade): પ્રકાશ હંમેશાં ઉપરથી નીચે તરફ ગતિ કરે છે, જેથી પડછાયા નીચે કે પાછળ પડે છે. ચિત્રોમાં પ્રકાશિત ભાગ ટેકરા કે નજીકના અંતર તરીકે અને છાયાવાળો ભાગ ખાડા કે દૂરના અંતર તરીકે પ્રત્યક્ષીકૃત થાય છે.




સાચો જવાબ:


  • અર્થ: જ્ઞાનેન્દ્રિયો પર થતા બાહ્ય કે આંતરિક ઉદ્દીપકના અનુભવને સંવેદન કહે છે. ચેતાતંતુઓની ઉત્તેજના મગજના સંવેદન કેન્દ્ર સુધી પહોંચવાથી આ સભાન અનુભવ ઉત્પન્ન થાય છે.




  • સંવેદકોના વર્ગો:





    1. બાહ્ય સંવેદકો: પર્યાવરણમાં થતા ફેરફારો (પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ કે રસાયણો) જ્ઞાનેન્દ્રિયોને ઉદ્દીપ્ત કરે છે.




    2. શરીર સંવેદકો: શરીરના આંતરિક અંગોની રચના જવાબદાર છે (જેમ કે દૃષ્ટિ માટે સળી-શંકુ કોષો, શ્રવણ માટે વાળકોષો).




    3. આંતરિક સંવેદકો: શારીરિક ફેરફારોથી અનુભવાતાં સંવેદનો (જેમ કે હોજરી ખાલી થતાં ભૂખ, ગળામાં શોષ પડતાં તરસ).






  • પ્રકારો: સંવેદનના મુખ્ય ૫ પ્રકારો છે: (૧) દૃષ્ટિ, (૨) શ્રવણ, (૩) ગંધ, (૪) સ્વાદ, અને (૫) સ્પર્શ સંવેદન.




સાચો જવાબ:


  • કારણ: આપણી બે આંખો વચ્ચે લગભગ ૨ થી ૨.૫ ઇંચનું અંતર હોય છે. આ ભૌતિક અંતરને કારણે કોઈપણ વસ્તુ કે પદાર્થને નજીકથી જોતી વખતે ડાબી આંખને પદાર્થનો ડાબો ભાગ અને જમણી આંખને જમણો ભાગ થોડો વધારે દેખાય છે.




  • અસર: બંને આંખોના નેત્રપટ (Retina) પર પડતી પ્રતિમા તદ્દન સમાન હોતી નથી, પરંતુ થોડી વિષમ (અલગ) હોય છે. આ સ્થિતિને ‘નેત્રપટીય વિષમતા’ (Binocular Disparities) કહે છે.




  • પરિણામ: મગજ આ બંને પ્રતિમાઓને પરસ્પર જોડીને સંગઠિત કરે છે, જેથી આપણને બે અલગ ચિત્રો દેખાવાને બદલે પદાર્થની ઊંડાઈ, પહોળાઈ અને અંતરનું સ્પષ્ટ દ્વિનેત્રીય પ્રત્યક્ષીકરણ થાય છે.




સાચો જવાબ:


  • અર્થ: જ્યારે વિવિધ ઉદ્દીપકો કે આકારો એકબીજાની એટલી નજીક કે ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય કે તે અલગ રહેવાને બદલે એકબીજામાં સમાઈને એક સમગ્ર આકૃતિ કે સંજ્ઞા તરીકે અનુભવાય, ત્યારે તેને સમાવેશક્તા (Inclusiveness) નો નિયમ કહે છે.




  • ઉદાહરણ: માત્ર ટપકાં (∙) અને સીધી લીટીઓ (∣) અલગ આકાર હોવા છતાં, જ્યારે ચોક્કસ રીતે એકસાથે રજૂ થાય છે ત્યારે આપણું મગજ તેમને છૂટાછવાયા આકારો તરીકે જોવાને બદલે + (સરવાળો) કે % (ટકા) જેવી સંજ્ઞાઓ તરીકે પ્રત્યક્ષીકૃત કરે છે.




સાચો જવાબ:


  • અર્થ: આસપાસના વાતાવરણમાં પદાર્થોને જોતી વખતે બંને આંખોના ડોળાનું એક સાથે, એક જ દિશામાં અને સમાન રીતે સ્થળાંતર થવું તથા પદાર્થ પર દૃષ્ટિ સ્થિર કરવી એટલે કેન્દ્રીકરણ (Convergence).




  • સમજૂતી: * કેન્દ્રીકરણ એ એક અનેત્રીય (શારીરિક) સંકેત છે.





    • આપણી બંને આંખો વચ્ચે આ દૃષ્ટિ સમન્વય બાળપણથી જ વિકાસ પામે છે.




    • જ્યારે આપણી નજર દૂરના પદાર્થ પરથી નજીકના પદાર્થ પર કે નજીકથી દૂર તરફ જાય છે, ત્યારે બંને આંખોના ડોળા એકસાથે કેન્દ્રિત થાય છે.




    • આંખની આ ગતિશીલતા ઊંડાઈ અને સાપેક્ષ અંતરના અર્થઘટનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.






સાચો જવાબ:


  • અર્થ: જે આકૃતિમાં આકૃતિ (Figure) અને પશ્ચાદ્ભૂમિકા (Background) વચ્ચેનો ભેદ સ્પષ્ટ કે કાયમી ન હોય, તેને વ્યુત્ક્રામ્ય (Reversible) આકૃતિ કહે છે.




  • સમજૂતી: * આપણા ધ્યાનનો નિયમ છે કે ધ્યાનને કેન્દ્રપ્રદેશ અને સીમાપ્રદેશ હોય છે. પરંતુ વ્યુત્ક્રામ્ય આકૃતિમાં ધ્યાન સ્થિર રહેતું નથી.





    • આકૃતિ તરફ ધ્યાન આપતાં ઘડીકમાં મૂળ ચિત્ર ‘આકૃતિ’ બને છે અને પાછળનો ભાગ ‘પશ્ચાદ્ભૂમિકા’ બને છે, જ્યારે બીજી જ ક્ષણે પાછળનો ભાગ ‘આકૃતિ’ બની જાય છે અને મૂળ ચિત્ર પશ્ચાદ્ભૂમિકામાં જતું રહે છે.






  • ઉદાહરણ: રુબિનના કપની આકૃતિ (Rubin's Vase)—આ આકૃતિમાં ધ્યાન આપતાં ઘડીકમાં કાળા રંગના બે સામસામે ચહેરા દેખાય છે તો ઘડીકમાં સફેદ રંગની દીવડી કે કપનો આકાર દેખાય છે.




વિભાગ – E
નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો.

સાચો જવાબ:

બાહ્ય વાતાવરણમાં રહેલાં રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું સંવેદન ઘ્રાણેન્દ્રિય (નાક) દ્વારા થાય છે.





  • પ્રક્રિયા: નાકની અંદર આવેલી બે સાંકડી નળીઓમાં ઘ્રાણતંતુઓ આવેલા છે. જ્યારે વાયુરૂપ રાસાયણિક કણો નાકમાં પ્રવેશે છે ત્યારે ઘ્રાણતંતુઓ ઉત્તેજાય છે. ત્યાંથી ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ મગજના મસ્તિષ્ક છાલના ઘ્રાણ કેન્દ્ર સુધી પહોંચતાં ગંધનું સંવેદન થાય છે.




  • ગંધના પ્રકારો (હેનિંગ અનુસાર): હેનિંગે ગંધના ૬ પ્રકારો દર્શાવ્યા છે:



    ૧. બળતી વસ્તુની ગંધ



    ૨. સડેલી વસ્તુની ગંધ



    ૩. ઈથરની ગંધ



    ૪. મસાલાની ગંધ



    ૫. રાળની ગંધ



    ૬. સુગંધ




  • વિશેષતા: શરદી કે સળેખમ વખતે ઘ્રાણેન્દ્રિયની સંવેદનશીલતા ઘટે છે. સતત એક જ ગંધના સંપર્કમાં રહેવાથી વ્યક્તિ તેનાથી ટેવાઈ જાય છે.




સાચો જવાબ:

અર્થ: વાતાવરણમાં રહેલાં અસંખ્ય ઉદ્દીપકોમાંથી અમુક પસંદગીયુક્ત ઉદ્દીપક પર ચિત્ત કેન્દ્રિત કરવાની પ્રક્રિયા એટલે ધ્યાન.





  • વ્યાખ્યા (એચ.ઈ. ગેરેટ): "ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા."





ધ્યાનનું સ્વરૂપ / લક્ષણો: ૧. પસંદગીયુક્ત પ્રક્રિયા: ધ્યાન બિનજરૂરી બાબતોને અવગણીને માત્ર રસપ્રદ ઉદ્દીપકને પસંદ કરે છે.



૨. સમાયોજનાત્મક: આંખ, સ્નાયુઓ અને શરીરને અનુકૂળ બનાવી ધ્યાન કેન્દ્રિત કરાય છે.



૩. શોધનાત્મક: ધ્યાન જે તે વસ્તુની ચકાસણી કે તપાસ કરવાનું વલણ ધરાવે છે.



૪. ભવિષ્યલક્ષી: વર્તમાન સંકેતોની સાથે આવનારા સમયની અટકળોથી પણ ધ્યાન પ્રેરાય છે.



૫. પ્રેરણાત્મક: ધ્યાન પાછળ કોઈ ઈચ્છા, હેતુ કે જરૂરિયાત રહેલી હોય છે.



૬. સીમાપ્રદેશ અને કેન્દ્રપ્રદેશ: જે સ્પષ્ટ દેખાય તે કેન્દ્રપ્રદેશ અને અસ્પષ્ટ દેખાય તે સીમાપ્રદેશ.



૭. ચંચળતા: ધ્યાન એક જગ્યાએ સ્થિર રહેતું નથી પણ બદલાયા કરે છે (ધ્યાન વિચલન).


સાચો જવાબ:

બાહ્ય વાતાવરણ અથવા ઉદ્દીપકના પોતાના રંગ, કદ, આકાર કે સ્થિતિ સાથે સંકળાયેલા ઘટકોને વસ્તુલક્ષી નિર્ધારકો કહે છે:



૧. ઉદ્દીપકની તીવ્રતા: વધુ તીવ્ર ઉદ્દીપક ઝડપથી ધ્યાન ખેંચે છે. (દા.ત. 40 વોલ્ટના બલ્બ કરતાં 500 વોલ્ટનો બલ્બ).



૨. ઉદ્દીપકનું કદ: મોટા કદની વસ્તુઓ તરત ધ્યાન ખેંચે છે. (દા.ત. દુકાને લટકાવેલી મોટું પતંગ).



૩. ઉદ્દીપકની વિષમતા: વિરોધાભાસી ઉદ્દીપક ધ્યાન આકર્ષે છે. (દા.ત. શ્યામ વ્યક્તિ સાથે ગોરી વ્યક્તિ).



૪. ઉદ્દીપકની ગતિશીલતા: સ્થિર કરતાં ગતિશીલ વસ્તુ ધ્યાન ખેંચે છે. (દા.ત. આકાશમાં ઊડતું વિમાન).



૫. ઉદ્દીપકમાં પરિવર્તન: પરિસ્થિતિમાં અચાનક આવતો ફેરફાર. (દા.ત. ચાલુ પંખો અચાનક બંધ થઈ જવો).



૬. ઉદ્દીપકમાં નવીનતા: રોજિંદી સ્થિતિ કરતાં કઈંક નવું. (દા.ત. શિક્ષકનો નવો પોશાક).



૭. ઉદ્દીપકનું પુનરાવર્તન: એકની એક બાબત વારંવાર રજૂ થવી (દા.ત. ચૂંટણીની જાહેરાતો).



૮. ઉદ્દીપકનો રંગ: કાળા-સફેદ કરતાં રંગીન ચિત્રો ઝડપથી ધ્યાન આકર્ષે છે.


સાચો જવાબ:

માનવીનું મગજ જુદા જુદા સંવેદનોને છૂટાછવાયા અનુભવવાને બદલે એક સમગ્ર સંગઠિત એકમ તરીકે પ્રત્યક્ષીકૃત કરે છે. જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોએ (વર્ધીમર, કોહલર, કોફકા) તેના ૪ મુખ્ય નિયમો આપ્યા છે:



૧. સમાનતા: કદ, આકાર કે ગુણમાં સમાન હોય તેવા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ જૂથ બનાવે છે.



૨. સમીપતા: સ્થળ કે કાળની દૃષ્ટિએ એકબીજાની નજીક રહેલા ઉદ્દીપકો એક એકમ તરીકે પ્રત્યક્ષીકૃત થાય છે.



૩. સમાવેશકતા: જે આકારો કે લીટીઓ એકબીજાને આવરી લેતા હોય તે સંગઠિત થઈ અર્થપૂર્ણ આકૃતિ બનાવે છે.



૪. પૂરક્તા: અપૂર્ણ કે ખાલી જગ્યા ધરાવતી આકૃતિમાં આપણું મગજ ખોવાતી માહિતી ઉમેરીને તેને પૂર્ણ આકાર તરીકે જુએ છે (જેમ કે કપાયેલા વર્તુળો વચ્ચે દોર્યા વગરનો સફેદ ત્રિકોણ દેખાવો).


સાચો જવાબ:

માનવ જીવનમાં દૃષ્ટિ સંવેદન સૌથી મહત્ત્વનું સંવેદન છે. દૃષ્ટિ સંવેદન માટે પ્રકાશની હાજરી અતિ આવશ્યક છે.





  • આંખની બાહ્ય રચના: * અક્ષિપટલ: સફેદ રંગનો અપારદર્શક ભાગ જે અંદરના ભાગનું રક્ષણ કરે છે.





    • દક્પટલ: ડોળાનો આગળનો પારદર્શક ભાગ જેનાથી પ્રકાશ પ્રવેશે છે.




    • કૃષ્ણમંડળના સ્નાયુઓ: આંખનો કાળો, ભૂખરો કે માંજરો ભાગ. તેના સંકોચન-પ્રસરણથી કીકીનું કદ નિયંત્રિત થાય છે.




    • કીકી: કૃષ્ણમંડળના સ્નાયુઓની વચ્ચે આવેલું છિદ્ર.






  • આંતરિક રચના અને દર્શન પ્રક્રિયા: પ્રકાશનું કિરણ દક્પટલ, કીકી અને નેત્રમણિમાંથી પસાર થઈને નેત્રપટલ (Retina) પર પડે છે. ત્યાંથી દૃષ્ટિચેતાઓ દ્વારા સંદેશો મગજના પશ્વખંડમાં આવેલા દૃષ્ટિ કેન્દ્ર સુધી પહોંચે છે, જેથી આપણને વસ્તુ કે પદાર્થ દેખાય છે (દૃષ્ટિ સંવેદન થાય છે). નેત્રમણિ અને સિલીયરી સ્નાયુઓ નજીકની કે દૂરની વસ્તુ જોવા માટે અનુકૂલન સાધે છે.












 
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```