ધોરણ 12 | విષય: Manovigan
પ્રયોગો: કોહલરે ચિમ્પાન્ઝી પર 3 આંતરસૂઝના પ્રયોગો કર્યા: (1) એક લાકડીવાળો, (2) બે લાકડીવાળો, અને (3) ખોખાનો પ્રયોગ. બે લાકડીવાળો પ્રયોગ: કેળાંની લૂમ પાંજરાથી દૂર મૂકી જે એક લાકડીથી આવી શકે તેમ નહોતી. અંદર એક નાની લાકડી અને બહાર એક મોટી લાકડી મૂકી જે એકબીજા સાથે જોડી શકાય તેવી હતી. ચિમ્પાન્ઝીએ પહેલાં એક લાકડીથી પ્રયાસ કર્યો પણ સફળ ન થયો. નિરાશ થઈને રમત કરતાં અચાનક નાની લાકડી મોટી લાકડીમાં ભરાઈ ગઈ અને એક મોટી લાકડી બની ગઈ. આંતરસૂઝ થતાં જ ચિમ્પાન્ઝીએ જોડાયેલી લાકડી વડે કેળાં ખેંચી લીધાં. નિષ્કર્ષ: આંતરસૂઝ એ સંપૂર્ણ પરિસ્થિતિના સંબંધને એકાએક સમજીને ઉકેલ મેળવવાની ક્ષમતા છે.