chapter 5

ધોરણ 12 | విષય: Maths

1. નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબો આપો:

સાચો જવાબ:

અંગ્રેજોની સામ્રાજ્યવાદી નીતિ અને ભારતીય રજવાડાંઓને પડાપી લેવાની વૃત્તિ 1857ના સંગ્રામનું મુખ્ય રાજકીય કારણ હતી:





  • વિસ્તારવાદી નીતિ: કંપનીએ યુદ્ધો, ચાણક્ય નીતિ અને 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિથી ભારતમાં સામ્રાજ્ય વિસ્તાર્યું.




  • સહાયકારી યોજના: લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના દ્વારા હૈદરાબાદ, અવધ, તાંજોર, સુરત અને મરાઠા સત્તાઓને કંપની પર નિર્ભર બનાવી દેવામાં આવી.




  • ડેલહાઉસીની ખાલસાનીતિ: લોર્ડ ડેલહાઉસીએ ઉગ્ર આક્રમક નીતિ અપનાવીને દત્તક પુત્ર લેવાનો અધિકાર નામંજૂર કર્યો. તેણે સતારા, ઝાંસી, નાગપુર, સંભલપુર અને જેતપુર જેવાં રાજ્યો ખાલસા કર્યાં.




  • પેન્શન અને હોદ્દા નાબૂદી: પેશ્વા બાજીરાવ બીજાના દત્તક પુત્ર નાનાસાહેબ પેશ્વાનું પેન્શન બંધ કરી દેવાયું અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તેમના રાજ્યમાંથી મુક્ત કરાયાં.




  • ઈનામ કમિશન: ડેલહાઉસીએ ઈનામ કમિશન નીમીને અનેક જમીનદારો અને જાગીરદારોની જમીનો જપ્ત કરી લીધી. આનાથી રાજાઓ, જમીનદારો અને પ્રજામાં ભારે અસંતોષ વ્યાપી ગયો.




સાચો જવાબ:

1857ના સંગ્રામમાં લશ્કરી અસંતોષે મુખ્ય ભૂમિકા ભજવી હતી:





  • પગાર અને ભથ્થાંમાં ભેદભાવ: ભારતીય સૈનિકોને અંગ્રેજ સૈનિકોની સરખામણીમાં અત્યંત ઓછો પગાર અને ભથ્થાં મળતાં. 25-30 વર્ષની વફાદાર સેવા પછી પણ ભારતીય સૈનિક વધુમાં વધુ 'સૂબેદાર' (માસિક પગાર ₹60 થી ₹70) જ બની શકતો, જ્યારે ઉચ્ચ હોદ્દાઓ માત્ર અંગ્રેજો માટે અનામત હતા.




  • તોછડું વર્તન: બ્રિટિશ અધિકારીઓ ભારતીય સૈનિકો સાથે અત્યંત તુમાખીભર્યું અને અપમાનજનક વર્તન કરતા.




  • સામાજિક અને ધાર્મિક હસ્તક્ષેપ: સૈનિકો પર તિલક કરવા, દાઢી રાખવા અને પાઘડી બાંધવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો.




  • સામાન્ય સેના ભરતી અધિનિયમ (1856): ગવર્નર જનરલ કેનિંગે લાગુ કરેલા આ કાયદા મુજબ ભારતીય સૈનિકોએ દરિયાપાર લડવા જવાની બાંયધરી આપવી પડતી. તત્કાલીન માન્યતા મુજબ સમુદ્ર ઓળંગવાથી ધર્મ ભ્રષ્ટ થતો મનાતો.




  • અવધનું ખાલસાકરણ: બંગાળ આર્મીમાં મોટા ભાગના સૈનિકો અવધના હતા. 1856માં અંગ્રેજોએ ગેરવહીવટના બહાને અવધ ખાલસા કરતાં સૈનિકોમાં ભારે આક્રોશ ફેલાયો.




સાચો જવાબ:

1857ના સંગ્રામનો પ્રારંભ અને વિકાસ નીચે મુજબ થયો:





  • પ્રારંભ (બરાકપુર છાવણી): 29 માર્ચ, 1857ના રોજ બરાકપુરની 34મી પલટનના સિપાઈ મંગળ પાંડેએ ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇન્કાર કરી અંગ્રેજ અધિકારી હ્યુસન અને બોગ પર ગોળીબાર કર્યો. 8 એપ્રિલ, 1857ના રોજ મંગળ પાંડેને ફાંસી આપવામાં આવી. તેઓ આ સંગ્રામના પ્રથમ શહીદ બન્યા.




  • સંગ્રામનો વિસ્ફોટ (મેરઠ): સંગ્રામની વિધિવત શરૂઆત 10 મે, 1857ના રોજ મેરઠથી થઈ. કારતૂસ વાપરવાનો ઇન્કાર કરનાર 85 સૈનિકોને જેલમાં પૂરવામાં આવતાં અન્ય સિપાઈઓએ વિદ્રોહ કરી જેલમાંથી તેમને મુક્ત કરાવ્યા અને અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી.




  • દિલ્હી પર કબજો: મેરઠથી નીકળી વિદ્રોહીઓ દિલ્હી પહોંચ્યા અને વૃદ્ધ મુઘલ સમ્રાટ **બહાદુરશાહ ઝફર (બીજા)**ને ભારતના શહેનશાહ જાહેર કર્યા. દિલ્હી સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું.




  • સંગ્રામનો વિકાસ અને નેતાઓ:





    • કાનપુર: નાનાસાહેબ પેશ્વા અને તાત્યા ટોપે.




    • લખનૌ: બેગમ હઝરત મહલ.




    • ઝાંસી: રાણી લક્ષ્મીબાઈ (જેમણે અંગ્રેજ જનરલ હ્યુરોઝ સામે વીરતાપૂર્વક લડત આપી).




    • જગદીશપુર (બિહાર): 82 વર્ષના જાગીરદાર કુંવરસિંહ.




    • બરેલી: બહાદુર ખાન.






  • ગુજરાતમાં સંગ્રામ: અમદાવાદ, ગોધરા, પાટણ, વડનગર, દ્વારકા, ઓખા વગેરે સ્થળોએ સંગ્રામ ફેલાયો. જેમાં ગરબડદાસ મુખી, જોધા માણેક અને મુળુ માણેકે મહત્વનું યોગદાન આપ્યું.




સાચો જવાબ:

1857નો સંગ્રામ વ્યાપક હોવા છતાં વિદેશી સત્તાને હાંકી કાઢવામાં નિષ્ફળ રહ્યો, તેનાં મુખ્ય કારણો નીચે મુજબ હતાં:





  • કેન્દ્રીય નેતાગીરીનો અભાવ: સંગ્રામમાં કોઈ એક શક્તિશાળી કેન્દ્રીય નેતા કે સંગઠન ન હતું. સૈનિકોમાં શિસ્તની કમી હતી અને અલગ-અલગ વિસ્તારોમાં નેતાઓ પોતાની રીતે લડતા હતા.




  • સંગ્રામની વહેલી શરૂઆત: સંગ્રામ માટે 31 મે 1857ની તારીખ નક્કી થઈ હતી, પરંતુ મંગળ પાંડેના વિપ્લવ અને મેરઠની ઘટનાઓને કારણે તે 10 મેના રોજ જ શરૂ થઈ ગયો. આથી આયોજન અસ્તવ્યસ્ત થઈ ગયું અને અંગ્રેજો સાવચેત થઈ ગયા.




  • મર્યાદિત ક્ષેત્ર: પંજાબ, રાજસ્થાન, દક્ષિણ ભારત, આસામ અને નેપાળ જેવા મોટા વિસ્તારો આ સંગ્રામથી અલિપ્ત રહ્યા.




  • દેશી રાજાઓનો અસહકાર: હૈદરાબાદના નિઝામ, ગ્વાલિયરના સિંધિયા, ઈંદોરના હોલકર, વડોદરાના ગાયકવાડ અને ભોપાલના નવાબ જેવા રાજાઓએ અંગ્રેજોને સહયોગ આપ્યો. વળી, શીખ અને ગુરખા સૈનિકો પણ અંગ્રેજોના પક્ષે લડ્યા.




  • સાધનો અને શસ્ત્રોની અસમાનતા: અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્રો (જેમ કે એન્ફિલ્ડ રાઇફલ), તોપો, દરિયાઈ નૌકાદળ, અને સંદેશા વ્યવહાર માટે તાર-ટપાલ તથા રેલવેની ઉત્તમ સગવડ હતી. જ્યારે ક્રાંતિકારીઓ પાસે જૂના શસ્ત્રો હતા.




  • શિક્ષિત વર્ગની અલિપ્તતા: ભારતનો શિક્ષિત અને બુદ્ધિજીવી વર્ગ આ સંગ્રામથી અલિપ્ત રહ્યો, કારણ કે તેઓ અંગ્રેજોને નવીન યુગના પ્રતીક માનતા હતા.





સાચો જવાબ:

1857ના સંગ્રામના સ્વરૂપ અંગે ઇતિહાસકારો અને રાજનીતિજ્ઞોમાં વિભિન્ન અભિપ્રાયો પ્રવર્તે છે:





  • માત્ર 'સિપાઈઓનો બળવો': અંગ્રેજ લેખકો ચાર્લ્સ રેક્સ, સર જહોન લોરેન્સ, સીલી તથા ભારતીય લેખક સર સૈયદ અહમદ ખાન અને ડૉ. આર.સી. મજુમદારના મતે આ માત્ર એક 'સિપાઈઓનો બળવો' (Military Revolt) હતો, જેમાં પાછળથી પ્રજા જોડાઈ હતી.




  • રાજકીય અને ધાર્મિક બળવો: બ્રિટનના રાજપુરુષ ડિઝરાયલી અને ન્યાયાધીશ મેકાર્થીએ તેને કંપની સરકાર સામેનો રાજકીય અને ધાર્મિક બળવો ગણાવ્યો.




  • પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ: સર્વપ્રથમ વીર વિનાયક દામોદર સાવરકરે પોતાના પુસ્તકમાં આ વિદ્રોહને 'ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ' કહ્યો. પટ્ટાભિ સીતારામૈયાએ પણ આ મતનું સમર્થન કર્યું.




  • રાષ્ટ્રીય વિપ્લવ: અશોક મહેતાએ પોતાના પુસ્તક 'ધી ગ્રેટ રિબેલિયન'માં તેને 'રાષ્ટ્રીય વિપ્લવ' તરીકે ઓળખાવ્યો. ડૉ. એસ.એન. સેને લખ્યું કે "જે વિપ્લવનો ધાર્મિક યુદ્ધ તરીકે પ્રારંભ થયો, તેનો સ્વાતંત્ર્યસંગ્રામ તરીકે અંત આવ્યો."




  • જનઆંદોલન / ખંડ: ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને પંડિત જવાહરલાલ નેહરુના મતે આ માત્ર સિપાઈ બળવો ન હતો પરંતુ વિદેશી સત્તા સામેનો પ્રજાનો સશસ્ત્ર ચ પડકાર હતો.




2. આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તરો આપો:

સાચો જવાબ: કેનિંગે શંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "હું ઇચ્છું છું કે ભારતમાં મારો સમયગાળો શાંતિપૂર્ણ હોય. હું એ નથી ભૂલી શકતો કે ભારતનું આકાશ અત્યારે શાંત છે, પરંતુ ક્યારેક (અસંતોષનું) નાનું વાદળું, ભલે તે એક હાથના માપનું કેમ ન હોય! પરંતુ તે નિરંતર વિસ્તૃત થઈ, ફાટીને આપણને બધાને ભરખી શકે છે."

સાચો જવાબ: લોર્ડ ડેલહાઉસીએ દેશી રાજાઓનો 'દત્તક પુત્ર લેવાનો અધિકાર' નામંજૂર કર્યો અને તેમનાં રાજ્યો બ્રિટિશ સામ્રાજ્યમાં ખાલસા કર્યાં.

સાચો જવાબ: નવી એન્ફિલ્ડ રાઇફલની કારતૂસના ઉપરના કવર (કેપ)માં ગાય અને ડુક્કર (સૂવર) ની ચરબીનો ઉપયોગ થતો હતો.

સાચો જવાબ: અંગ્રેજોએ ભારતને ઇંગ્લૅન્ડના ઉદ્યોગો માટે કાચો માલ પ્રાપ્ત કરવાનું સંસ્થાન અને ઇંગ્લૅન્ડથી તૈયાર થઈને આવતા માલને વેચવાનું તૈયાર બજાર બનાવી દીધું.

સાચો જવાબ: 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગળ પાંડે બન્યો, જેમને 8 એપ્રિલ, 1857ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
3. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર આપો:

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```