chapter 5

ધોરણ 12 | విષય: Rajyashastra

1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો.

સાચો જવાબ:


  • શાંતિનો અર્થ: શાંતિ એટલે કેવળ યુદ્ધ કે હિંસાનો અભાવ નથી, પરંતુ સમાજમાં ન્યાય, વ્યવસ્થા અને માનવ કલ્યાણની સ્થિતિ.




  • પ્રો. ક્વીન્સ રાઇટના મતે: "શાંતિ એ સમાજની એવી અવસ્થા છે, જેમાં આંતરિક રૂપે તેના સભ્યો તથા બાહ્યરૂપે તેના અન્ય સમુદાયો સાથેના સંબંધોમાં વ્યવસ્થા અને ન્યાયનો પ્રભાવ વર્તાતો હોય છે."




  • શાંતિ અંગેના વિવિધ ચિંતકોના વિચારો:





    1. મહાત્મા ગાંધી: ગાંધીજીના મતે હિંસામુક્ત અને શોષણરહિત સમાજ વ્યવસ્થા જ શાંતિનું સાચું સ્વરૂપ છે. સત્ય અને અહિંસા તેમનાં મુખ્ય સાધનો હતાં.




    2. કાર્લ માર્ક્સ: શોષણ અટકાવવાથી જ શાંતિ સ્થપાશે, પરંતુ તે માટે તેઓ વર્ગવિહીન સમાજની સ્થાપના અર્થે ક્રાંતિ કે હિંસક માર્ગનું સમર્થન કરતા હતા.




    3. વુડ્રો વિલ્સન: પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વશાંતિ માટે 14 મુદ્દાનો કાર્યક્રમ આપ્યો અને રાષ્ટ્રસંઘ (League of Nations) ની સ્થાપના પર ભાર મૂક્યો.




    4. પ્રો. જ્હોન ગાલ્ટંગ: તેમણે શાંતિના બે પાસાં દર્શાવ્યા:





      • નકારાત્મક શાંતિ: પ્રત્યક્ષ હિંસાનો અભાવ.




      • સકારાત્મક શાંતિ: સમાજગત હિંસા અને અન્યાયી સામાજિક માળખાનો અભાવ.








સાચો જવાબ:

યુદ્ધ એ માનવજાત માટે વિનાશક છે, પરંતુ કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં તેને ન્યાયોચિત (Just War) ગણવામાં આવે છે:





  1. સ્વ-રક્ષણ અને અખંડિતતા: જ્યારે દેશની એકતા કે બાહ્ય આક્રમણ સામે અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થાય ત્યારે (દા.ત. 1962 માં ચીન અને 1965 માં પાકિસ્તાન સામે ભારતનું યુદ્ધ).




  2. માનવહકોનું ગંભીર ઉલ્લંઘન: નાગરિકો પર અત્યાચાર કે ત્રાસવાદ સામે રક્ષણ મેળવવા માટે (દા.ત. ઇસ્લામિક સ્ટેટ કે તાલિબાનો સામે NATO ની કાર્યવાહી).




  3. અતિ વિનાશક શસ્ત્રોનું જોખમ: કોઈ દેશ વિશ્વશાંતિ જોખમાય તેવા ઘાતક શસ્ત્રો એકઠા કરતો હોય ત્યારે તેને રોકવા (દા.ત. બીજા વિશ્વયુદ્ધમાં મિત્રદેશોનું જર્મની-જાપાન સામેનું યુદ્ધ).




  4. ત્રાસવાદી હુમલા સામે પ્રતિભાવ: દેશના શાંતિપૂર્ણ નાગરિકો પર ત્રાસવાદી હુમલો થાય ત્યારે (દા.ત. 11 સપ્ટેમ્બર 2001 ના હુમલા પછી USA નું ત્રાસવાદ વિરોધી યુદ્ધ).




  5. ઝૂંટવાયેલો પ્રદેશ પરત મેળવવા: પોતાના સાર્વભૌમ પ્રદેશ પર અન્ય દેશે ગેરકાયદે કબજો કર્યો હોય ત્યારે.




સાચો જવાબ:


  • અર્થ: અણુ-પરમાણુ, રાસાયણિક અને જૈવિક જેવા અતિ-વિનાશક શસ્ત્રોના જથ્થામાં ક્રમશઃ ઘટાડો કરી તેનો અંત લાવવાની પ્રક્રિયા એટલે નિઃશસ્ત્રીકરણ. (નોંધ: તેનો અર્થ રાજ્યને સંપૂર્ણ શસ્ત્રવિહીન કરવું એવો નથી).




  • અનિવાર્યતા:





    1. અતિ વિનાશક ક્ષમતા: જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બના ઉપયોગથી થયેલી ભયાનકતા ફરી ન સર્જાય તે માટે.




    2. લશ્કરી ખર્ચમાં ઘટાડો: નવોદિત અને વિકાસશીલ દેશો શસ્ત્ર સ્પર્ધામાં નાણાં વેડફવાને બદલે શિક્ષણ, આરોગ્ય અને ગરીબી નિવારણમાં ઉપયોગ કરી શકે.




    3. મહાસત્તાઓ વચ્ચે તંગદિલી: સોવિયેત સંઘ અને અમેરિકા વચ્ચેના ઠંડા યુદ્ધ (Cold War) દરમિયાન અણુશસ્ત્રોની હરીફાઈથી વિશ્વ પર આર્થિક અને સાયકોલોજીકલ દબાણ વધ્યું હતું.






  • પ્રયાસો: સંયુક્ત રાષ્ટ્રો (UN) દ્વારા START-1, START-2 જેવી સંધિઓ અને 1986 ને 'શાંતિ માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ' જાહેર કરીને નિઃશસ્ત્રીકરણને વેગ અપાયો.




સાચો જવાબ:


  • વિકાસનો અર્થ: વિકાસ એટલે માત્ર આર્થિક કે માથાદીઠ આવકમાં વૃદ્ધિ નહીં, પરંતુ તે પર્યાવરણ, ટેક્નોલોજી, આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પાસાંઓને આવરી લેતી એક જટિલ પ્રક્રિયા છે.




  • વિકાસની વિભાવના:





    1. માનવકેન્દ્રી અભિગમ: વિકાસનું અંતિમ લક્ષ્ય માનવીની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવાનું અને તેના જીવનધોરણમાં સુધારો કરવાનું છે.




    2. સર્વગ્રાહી વિકાસ (Comprehensive Development): પર્યાવરણના ભોગે વિકાસ ન કરવો. 'ધ લિમિટ ટુ ગ્રોથ' (1972) અહેવાલ મુજબ કુદરતી સંસાધનોના બેફામ ઉપયોગ પર રોક લગાવી સર્વગ્રાહી વિકાસ અપનાવવો.




    3. ટકાઉ/ચિરંતન વિકાસ (Sustainable Development): બ્રુટલેન્ડ કમિશન (1987) ના અહેવાલ 'આપણું સામાન્ય ભવિષ્ય' (Our Common Future) મુજબ વર્તમાન પેઢીની જરૂરિયાતો એવી રીતે સંતોષવી જેથી ભાવિ પેઢીના હિતો જોખમાય નહીં.






સાચો જવાબ:





























વિગત મહાત્મા ગાંધી કાર્લ માર્ક્સ
ધ્યાય/ધ્યેય શોષણરહિત સમાજ અને સર્વોદયની સ્થાપના. વર્ગવિહીન અને શોષણમુક્ત સમાજની સ્થાપના.
માર્ગ/સાધન અહિંસા અને સત્યાગ્રહ: શાંતિ મેળવવા માટે સાધન શુદ્ધિ જરૂરી છે. હિંસક ક્રાંતિ: મૂડીવાદીઓ હિંસા વિના માલિકી નહીં છોડે તેથી હિંસા અનિવાર્ય છે.
મુખ્ય વિચાર શોષણનો અંત અહિંસક પરિવર્તનથી આવે છે. શોષણનો અંત સશસ્ત્ર વર્ગવિગ્રહથી આવે છે.
ધ્યેય સાધના હિંસક માર્ગથી મળેલી શાંતિ ક્ષણભંગુર છે. ક્રાંતિ પછી જ કાયમી સમાનતા અને શાંતિ આવશે.



 
2. ટૂંક નોંધ લખો.

સાચો જવાબ: શાંતિ એ નાગરિક અને રાષ્ટ્રના સર્વતોમુખી વિકાસ માટેની પૂર્વશરત છે. સંસ્કૃત સાહિત્યમાં પૃથ્વી, સમુદ્ર, અંતરિક્ષ અને બ્રહ્માંડની શાંતિનો વિચાર કરાયો છે. શાંતિ માત્ર યુદ્ધની ગેરહાજરી નથી, પરંતુ સામાજિક ન્યાય, કાયદાનું શાસન, સ્વતંત્ર ન્યાયતંત્ર અને માનવહકોનું રક્ષણ ધરાવતી પરિસ્થિતિ છે.

સાચો જવાબ: વિશ્વશાંતિ એ સમગ્ર માનવજાતના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘ (League of Nations) અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્ર (UN) ની સ્થાપના વિશ્વશાંતિના હેતુથી થઈ. દર વર્ષે 21 સપ્ટેમ્બરને 'વિશ્વશાંતિ દિન' તરીકે ઉજવવામાં આવે છે. પરસ્પર અવિશ્વાસ ઘટાડીને, આંતરરાષ્ટ્રીય વિવાદો ચર્ચા દ્વારા ઉકેલીને જ વિશ્વશાંતિ શક્ય બને છે.

સાચો જવાબ: 1972 માં 'ક્લબ ઓફ રોમ' ના અહેવાલ 'ધ લિમિટ ટુ ગ્રોથ' અને 1987 ના બ્રુટલેન્ડ કમિશનના અહેવાલ 'આપણું સામાન્ય ભવિષ્ય' ના આધારે વિકાસનું આધુનિક મોડેલ અસ્તિત્વમાં આવ્યું. આ મોડેલ અનુસાર પર્યાવરણની સમતુલા જાળવીને, વર્તમાન અને ભાવિ પેઢી વચ્ચે સંતુલન રાખીને કરવામાં આવતો ટકાઉ વિકાસ (Sustainable Development) એ જ સાચો આધુનિક વિકાસ છે.

સાચો જવાબ: યુ.એસ.ના પૂર્વ પ્રમુખ વુડ્રો વિલ્સને પ્રથમ વિશ્વયુદ્ધની ભયાનકતા જોઈને વિશ્વશાંતિ માટે 14 મુદ્દાનો કાર્યક્રમ આપ્યો હતો. તેમણે રાષ્ટ્રો વચ્ચેના પ્રશ્નો યુદ્ધને બદલે વાટાઘાટો દ્વારા ઉકેલવા પર ભાર મૂક્યો. તેમના પ્રયાસોના પરિણામે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ જાળવવા 'રાષ્ટ્રસંઘ' (League of Nations) ની સ્થાપના થઈ હતી.

સાચો જવાબ:

પ્રો. જ્હોન ગાલ્ટંગે શાંતિ અને હિંસાની સ્પષ્ટ વ્યાખ્યા આપી છે. તેમણે હિંસાના બે પ્રકાર બતાવ્યા છે:





  1. પ્રત્યક્ષ હિંસા (Direct Violence): યુદ્ધો, કોમી રમખાણો, શારીરિક નુકસાન. તેના અભાવને તેઓ 'નકારાત્મક શાંતિ' કહે છે.




  2. સમાજગત હિંસા (Structural Violence): અન્યાયી સામાજિક વ્યવસ્થા, શોષણ, રંગભેદ, ગરીબી. તેના અભાવને તેઓ 'સકારાત્મક શાંતિ' કહે છે.














 
3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં જવાબ લખો.

સાચો જવાબ: શાંતિ એટલે માત્ર હિંસા કે યુદ્ધની ગેરહાજરી નથી, પરંતુ સમાજની એવી અવસ્થા જેમાં આંતરિક અને બાહ્ય સંબંધોમાં વ્યવસ્થા, સામાજિક ન્યાય અને માનવ કલ્યાણનો પ્રભાવ વર્તાતો હોય.

સાચો જવાબ:

૧. રાજ્યની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ સામે બાહ્ય ખતરો ઊભો થયો હોય ત્યારે સ્વ-રક્ષણ માટે.



૨. નાગરિકોના માનવહકો સામે ગંભીર જોખમ ઊભું થાય કે ત્રાસવાદી હુમલાઓ થતા હોય ત્યારે તેના રક્ષણ માટે


સાચો જવાબ: માનવજાત માટે અતિ-વિનાશક એવા અણુ-પરમાણુ, રાસાયણિક અને જૈવિક શસ્ત્રોના જથ્થામાં ક્રમશઃ ઘટાડો કરીને છેવટે તેનો નાશ કરવાની પ્રક્રિયા એટલે નિઃશસ્ત્રીકરણ.

સાચો જવાબ: જે વિકાસ પ્રકૃતિ સાથે સંવાદિત હોય, પર્યાવરણનું અતિશય શોષણ ન થતું હોય, લોકાભિમુખ હોય તથા વર્તમાન અને ભાવિ પેઢીના હિતો વચ્ચે સંતુલન જાળવતો હોય તેને ટકાઉ-વિકાસ (Sustainable Development) કહેવાય.

સાચો જવાબ: વિશ્વના તમામ રાષ્ટ્ર-રાજ્યો વચ્ચેના મતભેદો અને વિવાદો યુદ્ધને બદલે વાટાઘાટો અને શાંતિપૂર્ણ ચર્ચા-વિચારણા દ્વારા ઉકેલાય તથા સમગ્ર માનવજાત ભયમુક્ત રીતે જીવી શકે તેવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ એટલે વિશ્વશાંતિ.

સાચો જવાબ: પર્યાવરણના ભોગે કોઈ વિકાસ ન કરવો, તમામ લોકોની પાયાની જરૂરિયાતો સંતોષાય તથા સમાજ અને રાજ્યનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય એમ તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય તેવા મોડેલને સર્વગ્રાહી વિકાસનું આધુનિક મોડેલ કહે છે.

સાચો જવાબ: જ્યારે વર્તમાન પેઢી તેના સ્વાર્થ કે હિતો માટે કુદરતી સંપત્તિનો બેફામ ઉપયોગ ન કરતાં, ભવિષ્યની માનવપેઢીના હિતોની જાળવણી થઈ શકે તે રીતે પર્યાવરણની સુરક્ષા સાથે સંસાધનોનો ઉપયોગ કરે ત્યારે વર્તમાન અને ભાવિ પેઢી વચ્ચે સંતુલન થાય છે.
4. સાચો વિકલ્પ પસંદ કરી બાજુના ખાનામાં દર્શાવો.

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```