ધોરણ 12 | విષય: SPCC
સ્વતંત્ર ડિરેક્ટર
મૅનેજિંગ ડિરેક્ટર / પૂર્ણ સમયના ડિરેક્ટર
નોમિની ડિરેક્ટર
વધારાના ડિરેક્ટર
વૈકલ્પિક ડિરેક્ટર
ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉની ખાલી જગ્યા પર નિમાયેલ ડિરેક્ટર
નાના શૅરહોલ્ડર દ્વારા ચૂંટાયેલ ડિરેક્ટર
સ્ત્રી ડિરેક્ટર
કોઈ નાણાકીય સંસ્થા સાથે થયેલ કરાર કે સમજૂતી અનુસાર.
પ્રવર્તમાન કાયદા અનુસાર કોઈ સંસ્થા દ્વારા નોમિનેટ કરવામાં આવે ત્યારે.
કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા સરકારી કંપનીમાં શૅર ધારણ કરવાના સંદર્ભમાં.
કંપની ધારા અનુસાર નીચેના સંજોગોમાં સંચાલકોની ફોજદારી જવાબદારી ઊભી થાય છે, જેના માટે તેમને જેલ અને દંડ બંનેની સજા થઈ શકે છે:
કંપની સાથે વિશ્વાસઘાત કે દગો કરે.
કંપની ધારાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે.
વિજ્ઞાપનપત્રમાં ખોટી કે ગેરમાર્ગે દોરનારી માહિતી આપે.
કંપનીની સ્થાપના કે વિસર્જન વખતે કોઈ ફોજદારી ગુનો આચરે.
જો કંપની ફડચામાં જાય, મૅનેજિંગ ડિરેક્ટર રાજીનામું આપે, કંપની સાથે વિશ્વાસઘાત કરે, ગંભીર બેદરકારી દાખવે અથવા પોતાના હોદ્દાનો અંત લાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ લે, તો તેમને પદ ગુમાવવા બદલ કોઈપણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવતું નથી.
કંપની સ્વરૂપમાં સંચાલકનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે. ન્યાયાલયોના ચુકાદાઓને આધારે સંચાલકોનો કાનૂની દરજ્જો ચાર સ્વરૂપમાં જોવા મળે છે:
પ્રતિનિધિ તરીકે (As Agents): સંચાલકો શૅરધારકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. તેઓ આવેદનપત્રની મર્યાદામાં રહીને કંપની વતી કાર્ય કરે છે. સત્તા બહારના કાર્યો માટે તેઓ વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે.
વહીવટી ભાગીદાર તરીકે (As Managing Partners): શૅરધારકોના પ્રતિનિધિ હોવાથી તેઓ માલિકીની હેસિયતથી શૅર વહેંચણી, હપતા મંગાવવા વગેરે જેવા સામૂહિક નિર્ણયો લે છે, જોકે તેઓ કાયદેસરના ભાગીદારો નથી.
ટ્રસ્ટી તરીકે (As Trustees): શૅરધારકો દ્વારા તેમને કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ સોંપવામાં આવે છે. તેઓ કંપનીના હિતાર્થે ટ્રસ્ટી તરીકે મિલકતોની સંભાળ રાખે છે, પરંતુ મિલકતો તેમના પોતાના નામે નહીં પરંતુ કંપનીના નામે હોય છે.
કર્મચારી/અધિકારી તરીકે (As Officers): સંચાલકો કંપનીના પગારદાર કર્મચારી નથી, પરંતુ કેટલાક હેતુઓ માટે તેઓ કંપનીના અધિકારી તરીકેની ભૂમિકા ભજવે છે. આમ, તેઓ વિશ્વસનીય સ્થિતિ (Fiduciary Position) ધરાવે છે.
કંપનીના શૅરધારકો દ્વારા સંચાલકોને ચૂંટી કાઢવામાં આવે ત્યારે તેમને કંપનીની મિલકતો, નાણાં અને ભંડોળનો વહીવટ સોંપવામાં આવે છે. આ દ્રષ્ટિએ સંચાલકો કંપનીની મિલકતોના ટ્રસ્ટી તરીકે સ્થાન ધરાવે છે. તેઓએ કંપનીનું હિત જળવાય તે રીતે સંપૂર્ણ પ્રામાણિકતાથી મિલકતોનો વહીવટ કરવાનો હોય છે અને અંગત લાભ મેળવવાનો હોતો નથી. પરંતુ વાસ્તવમાં તેઓ સંપૂર્ણ ટ્રસ્ટી નથી કારણ કે:
ટ્રસ્ટમાં મિલકતો ટ્રસ્ટીના પોતાના નામે હોય છે, જ્યારે કંપનીની મિલકતો સંચાલકોના નામે નહીં પરંતુ 'કંપનીના નામે' હોય છે.
ટ્રસ્ટી પોતાના નામે અદાલતમાં દાવો કરી શકે છે, જ્યારે સંચાલક અદાલતમાં કાર્યવાહી પોતાના નામે નહીં પરંતુ કંપનીના નામે કરી શકે છે. આમ, તેઓ ટ્રસ્ટી જેવા લક્ષણો ધરાવે છે પણ કાનૂની અર્થમાં સંપૂર્ણ ટ્રસ્ટી નથી.
કંપની ધારા 2013 અનુસાર સંચાલકોની નિમણૂક અંગેની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે:
પ્રથમ સંચાલકની નિમણૂક: જો નિયમનપત્રમાં જોગવાઈ ન હોય, તો આવેદનપત્રમાં સહી કરનાર વ્યક્તિઓ પ્રથમ સંચાલક ગણાય છે. એકલ વ્યક્તિની કંપનીમાં સભ્ય જ પ્રથમ સંચાલક બને છે.
સામાન્ય સભામાં નિમણૂક: પ્રથમ સંચાલકોની મુદત પ્રથમ સામાન્ય સભાના દિવસે પૂરી થાય છે. ત્યારબાદની તમામ નિમણૂકો વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવે છે.
નિવૃત્તિ અને પુનઃનિમણૂક: જાહેર કંપનીના કુલ ડિરેક્ટરોના ઓછામાં ઓછા 2/3 ભાગના ડિરેક્ટરો ક્રમ પ્રમાણે નિવૃત્ત થાય છે. તેમાંથી દર વર્ષે સૌથી સિનિયર એવા 1/3 ભાગના સંચાલકો નિવૃત્ત થાય છે, જેઓની જગ્યાએ ફરીથી નિમણૂક થઈ શકે છે.
દસ્તાવેજી પુરાવા: નિમણૂક પામનાર વ્યક્તિએ પોતાનો ઓળખક્રમાંક (DIN), ગેરલાયકાત ન હોવાનું જાહેરનામું અને 30 દિવસમાં હોદ્દો સ્વીકારવાની સંમતિ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવી પડે છે.
અર્થ: જ્યારે કંપનીના સંચાલકમંડળમાં કોઈ નિષ્ણાત કે કાર્યક્ષમ વ્યક્તિની તાકીદે જરૂર હોય અને સામાન્ય સભામાં તેની નિમણૂક થઈ ન હોય, ત્યારે કંપનીના નિયમનપત્રની જોગવાઈ મુજબ વધારાના ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે.નિમણૂક અંગેની જોગવાઈઓ:
જે વ્યક્તિ સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગઈ હોય, તેને વધારાના ડિરેક્ટર તરીકે નીમી શકાતી નથી.
આવા વધારાના ડિરેક્ટરની મુદત કંપનીની આગામી વાર્ષિક સામાન્ય સભા સુધી જ રહે છે.
કંપનીના સંચાલનમાં ડિરેક્ટરોનું સ્થાન મહત્વનું છે. જો કોઈ ડિરેક્ટર ત્રણ માસ કે તેથી વધુ સમય માટે ભારત બહાર રહેવાનો હોય, તો તેના બદલે જે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે તેને વૈકલ્પિક સંચાલક કહે છે.જોગવાઈઓ:
વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક માટે નિયમનપત્રની સત્તા અથવા સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે છે.
કંપની ધારા પ્રમાણે સ્વતંત્ર ડિરેક્ટરની જગ્યાએ વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ત્યારે જ થઈ શકે જ્યારે તે વ્યક્તિ સ્વતંત્ર ડિરેક્ટર બનવાને લાયક હોય.
સંચાલક અદાલત દ્વારા અસ્થિર મગજનો કે નાદાર જાહેર થાય.
સંચાલકે શૅરના બાકી હપતા ન ભર્યા હોય અને 6 માસ વીતી ગયા હોય.
સંચાલક છેલ્લા 12 માસના સમયગાળા દરમિયાન સંચાલકમંડળની તમામ સભાઓમાં પરવાનગી વગર ગેરહાજર રહે.
કંપની સાથેના કરારોમાં પોતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ હિત હોય અને તે જાહેર કરવામાં નિષ્ફળ જાય.
અદાલત દ્વારા સંચાલકને ગેરલાયક જાહેર કરવામાં આવે.
નૈતિક અધઃપતન કે ગુનાના કારણસર અદાલત દ્વારા ઓછામાં ઓછી 6 માસની કેદની સજા કરવામાં આવે.
વ્યક્તિ અસ્થિર મગજની હોય અથવા નાદાર જાહેર થયેલ હોય.
નૈતિક અધઃપતન કે અન્ય અપરાધ માટે અદાલતે દોષિત ઠરાવી 6 માસ કે તેથી વધુ સજા કરી હોય.
અદાલતે ડિરેક્ટર તરીકે નિમણૂક માટે ગેરલાયક ઠરાવતો હુકમ કરેલો હોય.
પોતાના શૅરના હપતાની રકમ 6 માસથી વધુ સમયથી ચૂકવેલ ન હોય.
સળંગ 3 નાણાકીય વર્ષ માટે વાર્ષિક હિસાબો કે વાર્ષિક અહેવાલ રજૂ ન કર્યા હોય.
વ્યાજ, ડિવિડન્ડ કે ડિબેન્ચરની ચુકવણી કરવામાં નિષ્ફળ રહી હોય અને તે એક વર્ષ કરતાં વધુ સમય ચાલે.
કંપનીના પ્રથમ સંચાલકો પ્રથમ સામાન્ય સભાના દિવસે મુદત પૂરી થતાં નિવૃત્ત થાય છે.
સ્વતંત્ર સંચાલકો 5 વર્ષની મુદત પૂરી થતાં અથવા વધુમાં વધુ 10 વર્ષ (બે ટર્મ) પૂરી થતાં નિવૃત્ત થાય છે.
જાહેર કંપનીમાં 2/3 ભાગના સિનિયર સંચાલકોમાંથી દર વર્ષે 1/3 ભાગના સંચાલકો ક્રમશઃ નિવૃત્ત થાય છે.
સંચાલક ગેરલાયક ઠરે ત્યારે નિવૃત્ત થાય છે.
નિવૃત્ત થનાર સંચાલકે પુનઃ નિમણૂક માટે અનિચ્છા દર્શાવી હોય અથવા પુનઃ નિમણૂકનો ઠરાવ પસાર ન થાય ત્યારે.
કંપની ધારાની જોગવાઈ પ્રમાણે સંચાલકને તેની મુદત પૂરી થતાં પહેલાં નીચે મુજબ દૂર કરી શકાય છે:
શૅરધારકો દ્વારા: કંપની સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરીને કોઈપણ સંચાલકને હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં દૂર કરી શકે છે. (સરકાર કે ટ્રિબ્યુનલ દ્વારા નિયુક્ત સંચાલક સિવાય). સંચાલકને દૂર કરતા પહેલાં તેને બચાવ કરવાની વાજબી તક આપવી પડે છે અને નિયમોનુસાર વળતર ચૂકવવું પડે છે.
સંચાલકમંડળ દ્વારા: કંપનીનું સંચાલકમંડળ પણ આવશ્યક પ્રક્રિયા અને વાજબી તક આપીને સંચાલકને દૂર કરી શકે છે.
કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાથી તેને પ્રાપ્ત તમામ સત્તાઓ સંચાલકમંડળ દ્વારા ભોગવવામાં આવે છે. સંચાલકોને મુખ્ય ત્રણ માર્ગોથી સત્તાઓ પ્રાપ્ત થાય છે:
કંપની ધારા અન્વયે મળેલી સત્તાઓ: શૅર બહાર પાડવા, હપતા મંગાવવા, નાણાં ઉછીનાં લેવા, રોકાણ કરવું, ડિવિડન્ડ જાહેર કરવું, ધંધાનું વિસ્તરણ કરવું વગેરે. (કેટલીક સત્તાઓ માટે શૅરધારકોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ જરૂરી છે).
આવેદનપત્ર દ્વારા મળતી સત્તાઓ: આવેદનપત્રમાં દર્શાવેલ ઉદ્દેશોની મર્યાદામાં રહીને સત્તાઓ ભોગવે છે. આવેદનપત્રની ઉપરવટ જઈને કાર્ય કરી શકતા નથી.
નિયમનપત્ર દ્વારા મળતી સત્તાઓ: કંપનીના આંતરિક વહીવટ અને સંચાલન માટે નિયમનપત્ર દ્વારા વ્યાપક વહીવટી સત્તાઓ પ્રાપ્ત થાય છે
સંચાલકમંડળ બૉર્ડની સભામાં ઠરાવ પસાર કરીને નીચે મુજબની મુખ્ય સત્તાઓ ભોગવે છે:
કંપનીના શૅર બહાર પાડવા અને તેની ફાળવણી કરવી.
શૅરધારકો પાસે બાકી રહેલા શૅરના નાણાંની માગણી કરવી.
ભારતમાં કે ભારત બહાર ડિબેન્ચર્સ સહિત જામીનગીરીઓ બહાર પાડવી અને કંપની વતી નાણાં ઉછીનાં લેવા.
કંપનીના નાણાંનું રોકાણ કરવું અને વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું.
વૈકલ્પિક ડિરેક્ટર્સ અને વધારાના ડિરેક્ટર્સની હંગામી ધોરણે નિમણૂક કરવી.
લોન મંજૂર કરવી અથવા ગેરંટી આપવી.
નાણાકીય નિવેદન તૈયાર કરી બૉર્ડના અહેવાલને મંજૂરી આપવી.
સંચાલકોએ કંપનીમાં નીચે મુજબની ફરજો અદા કરવાની હોય છે:
કંપનીના નિયમનપત્રમાં જણાવ્યા અનુસાર કાર્ય કરવું.
કંપનીના ઉદ્દેશોને આગળ વધારવા શૅરહોલ્ડરોના લાભાર્થે તટસ્થ બુદ્ધિપૂર્વક કાર્ય કરવું.
કર્મચારીઓ, શૅરધારકો, સમાજ અને પર્યાવરણના રક્ષણ માટે કાર્ય કરવું.
પોતાની ફરજો બજાવવા યોગ્ય વહીવટ, કાળજી અને સ્વતંત્ર નિર્ણયો લેવા.
કંપની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિતોનો સંઘર્ષ ઊભો કરવો નહીં તેમજ છૂપો નફો કરવો નહીં.
સંચાલકમંડળની બધી સભાઓમાં નિયમિત હાજર રહેવું.
કંપનીની નાણાકીય અને ચલ-અચલ સંપત્તિની સંભાળ રાખવી અને અંગત વાપરમાં ઉપયોગ કરવો નહીં.
ઑડિટ સમિતિ અને સ્ટેક હોલ્ડર રિલેશન સમિતિની રચના કરવી.
જ્યારે સંચાલકો કંપની વતી વ્યવહાર કરતી વખતે ત્રાહિત પક્ષકારો (જેવા કે લેણદારો, શૅર-અરજદારો વગેરે) પ્રત્યે બેદરકારી કે ગેરરીતિ દાખવે, ત્યારે ત્રાહિત પક્ષકાર પ્રત્યે તેમની દીવાની જવાબદારી ઊભી થાય છે:
જો સંચાલક વિજ્ઞાપનપત્રમાં ગેરમાર્ગે દોરનારી માહિતી આપે અથવા મહત્વપૂર્ણ માહિતી છુપાવે, જેથી શૅર-અરજદારોને આર્થિક નુકસાન થાય.
સંચાલક કંપનીનું નામ દર્શાવ્યા વગર પોતાના નામે વ્યવહાર કરે.
અન્ય પક્ષકારો સાથે છેતરપિંડીવાળા (Fraudulent) વ્યવહારો કરે.
આવેદનપત્ર અનુસાર સંચાલકની જવાબદારી અમર્યાદિત હોય.
સંચાલક નાણાં ઉછીનાં મેળવવાની મર્યાદાથી વધુ નાણાં ઉછીનાં મેળવે.
મૅનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત નીચે મુજબના મુદ્દાઓ દ્વારા સમજી શકાય:
નિમણૂક: મૅનેજિંગ ડિરેક્ટરની નિમણૂક બૉર્ડ ઑફ ડિરેક્ટર્સ કરે છે, જ્યારે ડિરેક્ટરની નિમણૂક કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શૅરહોલ્ડરો દ્વારા થાય છે.
મુદત: મૅનેજિંગ ડિરેક્ટરની નિમણૂક સામાન્ય રીતે 5 વર્ષ માટે થાય છે, જ્યારે ડિરેક્ટરે નિયમનુસાર દર વર્ષે ક્રમાનુસાર નિવૃત્ત થવું પડે છે.
સ્થાન: મૅનેજિંગ ડિરેક્ટર એ ડિરેક્ટરોમાંથી જ એક છે જે રોજબરોજનો વહીવટ સંભાળે છે, જ્યારે ડિરેક્ટર એ શૅરહોલ્ડરોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે નીતિઓ ઘડે છે.
કામગીરી: મૅનેજિંગ ડિરેક્ટર રોજબરોજની વહીવટી કામગીરી સંભાળે છે, જ્યારે બૉર્ડ ઑફ ડિરેક્ટર નીતિઓ નક્કી કરે છે પણ રોજબરોજની કામગીરી નથી સંભાળતા.
સંખ્યા: એક કંપનીમાં સામાન્ય રીતે એક જ મૅનેજિંગ ડિરેક્ટર હોય છે (જે વધુમાં વધુ 2 કંપનીમાં કામ કરી શકે), જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 અને ખાનગી કંપનીમાં 2 ડિરેક્ટર હોય છે (જે વધુમાં વધુ 20 કંપનીમાં હોદ્દો ધરાવી શકે).
કંપની ધારા અનુસાર મૅનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા માટે નીચેની બાબતો ગેરલાયકાત ગણાય છે:
જે વ્યક્તિની ઉંમર 21 વર્ષથી નીચે અથવા 70 વર્ષથી વધુ હોય.
તે વ્યક્તિ અદાલત દ્વારા નાદાર ઠરાવેલ હોય.
નિમણૂક પામનાર વ્યક્તિએ પોતાના લેણદારોને સમયસર નાણાં ચૂકવેલ ન હોય.
ભારતમાં પ્રવર્તમાન કોઈપણ કાયદા અન્વયે અદાલતે તેને ગુનેગાર ઠેરવી હોય અને 6 માસથી વધુ સમય માટે સજા કરી હોય.
કંપની ધારા મુજબ સંચાલક (ખાસ કરીને સ્વતંત્ર સંચાલક) માટે નીચે મુજબની લાયકાતો અપેક્ષિત છે:
યોગ્ય આવડત, દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ ધરાવતો હોવો જોઈએ.
કાયદાકીય, નાણાકીય અને સંચાલકીય બાબતોનું ઉત્તમ જ્ઞાન હોવું જોઈએ.
વહીવટી જ્ઞાન અને કોર્પોરેટ ગવર્નન્સ (કોર્પોરેટ શાસન) ની કુશળતા હોવી જોઈએ.
કંપની જે ક્ષેત્રમાં ધંધો કરતી હોય તે ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ.
કંપની ધારા 2013 ની જોગવાઈ મુજબ અમુક ચોક્કસ વર્ગની કંપનીઓમાં નાના શૅરહોલ્ડરો પોતાના હિતોનું રક્ષણ કરવા માટે એક ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે.
નાના શૅરહોલ્ડરની વ્યાખ્યા: જે શૅરહોલ્ડરોના શૅરની દાર્શનિક (Face Value) કિંમત રૂ. 20,000 થી વધુ ન હોય તેમને નાના શૅરહોલ્ડર ગણવામાં આવે છે.
શરત: આવા નાના શૅરહોલ્ડરોની કુલ સંખ્યા જે-તે કંપનીમાં ઓછામાં ઓછી 1000 હોવી જરૂરી છે. આ શૅરહોલ્ડરો સંયુક્ત રીતે અરજી કરીને પોતાના પ્રતિનિધિ તરીકે એક ડિરેક્ટરને ચૂંટી કાઢે છે, જેથી કંપનીના સંચાલનમાં નાના રોકાણકારોનો અવાજ પણ જળવાઈ રહે.