chapter 13

ધોરણ 12 | విષય: SPCC

પ્રશ્ન 1: નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો:

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: કંપનીનું સંયોજન કરવાની પ્રક્રિયા
B: કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા
C: એક કંપનીનું બીજી કંપની સાથેના જોડાણની પ્રક્રિયા
D: કંપનીની સ્થાપનાની પ્રક્રિયા

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: લેણદારોને
B: હિસ્સેદારોને
C: સંચાલકોને
D: સભ્યોને

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: વાર્ષિક સામાન્ય સભા
B: કાયદેસરની પ્રાથમિક સભા
C: અસામાન્ય સભા
D: સંચાલકમંડળની સભા

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: 1
B: 2
C: 3
D: 4

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: 7 થી ઓછી
B: 2 થી ઓછી
C: 4 થી ઓછી
D: 10 થી ઓછી

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: 7 થી ઓછી
B: 3 થી ઓછી
C: 2 થી ઓછી
D: 10 થી ઓછી

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: આવેદનપત્રમાં
B: વિજ્ઞાપનપત્રમાં
C: નિયમનપત્રમાં
D: શૅર પ્રમાણપત્રમાં

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: સંચાલકો
B: લેણદારો
C: સભ્યો
D: અદાલત

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
A: 7 દિવસ
B: 10 દિવસ
C: 15 દિવસ
D: 14 દિવસ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: સંચાલકોને
B: ટ્રિબ્યુનલને
C: સભ્યોને
D: લેણદારોને

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: 15 દિવસ
B: 30 દિવસ
C: 7 દિવસ
D: 14 દિવસ
પ્રશ્ન 2: નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો:

સાચો જવાબ: કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી મુજબ થાય છે.

સાચો જવાબ: ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા કંપનીને ફડચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તેને ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન કહે છે.

સાચો જવાબ: સામાન્ય રીતે કંપનીની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને દેવું ચૂકવવા માટે અશક્તિમાન હોય ત્યારે ધંધો સમેટી લેવાનું નક્કી કરવામાં આવે છે.

સાચો જવાબ: ફરજિયાત ફડચા માટેની અરજીઓ મોટા ભાગે કંપની તેનું દેવું ચૂકવવા અસમર્થ હોય ત્યારે અદાલતમાં થાય છે.

સાચો જવાબ: કંપનીમાં મડાગાંઠ પડી હોવાના કારણે કંપનીમાં વહીવટ કરવો અશક્ય બને છે.

સાચો જવાબ: કંપનીનાં સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તે પ્રક્રિયાને 'સ્વૈચ્છિક વિસર્જન' કહે છે.

સાચો જવાબ: કંપની સધ્ધર હોય અને સભ્યો સ્વેચ્છાપૂર્વક કંપનીનાં લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે તેને 'સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન' કહેવામાં આવે છે.

સાચો જવાબ: કંપનીને ફડચામાં લઈ જવા અંગેની જાહેરાત કંપનીની રજિસ્ટર્ડ ઑફિસ જે જિલ્લામાં આવેલી હોય તે જિલ્લાનાં વર્તમાનપત્રમાં તેમજ ઑફિશિયલ ગેઝેટમાં આપવાની હોય છે.

સાચો જવાબ: લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારો દ્વારા તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવે છે.

સાચો જવાબ: લિક્વિડેટરની નિમણૂક થતાં કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ, મૅનેજર વગેરેની સત્તાનો અંત આવે છે.
પ્રશ્ન 3: નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો:

સાચો જવાબ:


  • અર્થ: સામાન્ય અર્થમાં કંપનીની ફડચાની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય. વિસર્જન એટલે કંપનીનાં કાનૂની વ્યક્તિત્વનો અંત લાવવો. કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી મુજબ થાય છે.




  • વ્યાખ્યા: પ્રોફેસર એલ. સી. બી. ગોવરનાં જણાવ્યા મુજબ, “કંપની ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા છે જે દ્વારા તેનાં અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને તેની મિલકતોનો વહીવટ કંપનીનાં લેણદારો અને સભ્યોનાં હિત માટે કરાય છે.”




સાચો જવાબ:


  • કંપનીને ફડચામાં/વિસર્જનમાં લઈ જવાના મુખ્ય બે પ્રકારો છે:





    1. અદાલત / ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન




    2. સ્વૈચ્છિક વિસર્જન, જેના બે પ્રકાર છે:





      • (අ) સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન




      • (બ) લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન








સાચો જવાબ:


  • કંપની ધારાની જોગવાઈ અનુસાર દરેક નવી કંપનીએ કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવી ફરજિયાત છે અને પ્રાથમિક અહેવાલ કંપની રજિસ્ટ્રારને મોકલવો પડે છે.




  • જો કંપની આ બાબતમાં કસૂર કરે, તો કંપની રજિસ્ટ્રાર અથવા શૅરહોલ્ડર અદાલતમાં અરજી કરી શકે છે. આ અરજી કરતાં પહેલાં કંપની રજિસ્ટ્રારે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. પ્રાથમિક સભા બોલાવવાની અંતિમ તારીખથી 14 દિવસ બાદ કંપનીનાં શૅરહોલ્ડર અને અન્ય અંશદાતાઓ કંપનીનાં ફડચા માટે અદાલતમાં અરજી કરી શકે છે.




સાચો જવાબ:


  • યોગ્ય અને ન્યાયી કારણોને આધારે ટ્રિબ્યુનલ કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ નીચેના સંજોગોમાં કરી શકે છે:





    1. કંપનીમાં મડાગાંઠ પડી હોવાના કારણે વહીવટ કરવો અશક્ય બને ત્યારે.




    2. કંપની તેના મુખ્ય ઉદ્દેશો કોઈ કારણોસર ગુમાવે ત્યારે.




    3. કંપની દર વર્ષે સતત ખોટ કરતી હોય ત્યારે.




    4. કંપનીની રચના અને સમગ્ર વ્યવહાર કપટ કે છળમય હેતુ દ્વારા થયો હોય ત્યારે.




    5. કંપનીમાં લઘુમતી સભ્યો પ્રત્યે જુલમ થતો હોય ત્યારે.






સાચો જવાબ:


  • ઠરાવ: કંપનીનાં સંચાલકો સભ્યોની સામાન્ય સભા બોલાવે છે. આ સભામાં કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર કરવામાં આવે છે.




  • ઠરાવની જાહેરાત: કંપનીને ફડચામાં લઈ જવા અંગેનો ઠરાવ થયા બાદ 14 દિવસમાં કંપનીની રજિસ્ટર્ડ ઑફિસ જે જિલ્લામાં આવેલી હોય તે જિલ્લાના વર્તમાનપત્રમાં જાહેરાત કરવી પડે છે. તે ઉપરાંત ઑફિશિયલ ગેઝેટમાં પણ જાહેરાત આપવી પડે છે.




પ્રશ્ન 4: નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો:

સાચો જવાબ:


  • કંપની તથા તેના લેણદારો કે સભ્યો અદાલતમાં ગયા સિવાય સ્વૈચ્છિક રીતે કંપનીને ફડચામાં લઈ જવાનું નક્કી કરી શકે છે. તેના મુખ્ય સંજોગો નીચે મુજબ છે:





    1. કંપનીની મુદત: કંપનીના નિયમનપત્રમાં જો એવું જણાવેલ હોય કે કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવી છે, તો તે મુદત પૂરી થતાં સામાન્ય સભામાં સામાન્ય ઠરાવ પસાર કરી કંપનીને ફડચામાં લઈ જઈ શકાય છે.




    2. બનાવ: અમુક ચોક્કસ બનાવ બનતાં કંપનીનું વિસર્જન કરવામાં આવશે તેવું નિયમનપત્રમાં જણાવેલ હોય અને તે બનાવ બને ત્યારે કંપનીની સામાન્ય સભામાં ફડચામાં લઈ જવાનો સામાન્ય ઠરાવ પસાર કરવામાં આવે છે.




    3. ખાસ ઠરાવ: કંપનીની આર્થિક સ્થિતિ સધ્ધર હોય અને લેણદારોને લેણાં ચૂકવવા માટે સક્ષમ હોય તો પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને સ્વૈચ્છિક ફડચામાં લઈ જઈ શકાય છે.






સાચો જવાબ:


  • ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જનના મુખ્ય સંજોગો નીચે મુજબ છે:





    1. કંપની દેવું ચૂકવવા અસમર્થ બને: જો કંપનીનું દેવું વધી જાય અને તે ચૂકવવા માટે અસમર્થ હોય, તો અદાલત કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે.




    2. ખાસ ઠરાવ દ્વારા: કંપની ખાસ ઠરાવ પસાર કરી નક્કી કરે કે અદાલત દ્વારા કંપનીને ફડચામાં લઈ જવી જોઈએ, તો અરજી કરી શકાય છે.




    3. કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ: કંપની કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવામાં અને અહેવાલ મોકલવામાં કસૂર કરે તો અરજી થઈ શકે છે.




    4. નોંધણીનું પ્રમાણપત્ર: નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ એક વર્ષમાં ધંધો શરૂ ન કરે અથવા બંધ રાખે તો ટ્રિબ્યુનલ તપાસ કરી ફડચાનો હુકમ કરી શકે છે.




    5. સભ્યસંખ્યામાં ઘટાડો: જાહેર કંપનીમાં સભ્યસંખ્યા 7 થી ઓછી અને ખાનગી કંપનીમાં 2 થી ઓછી થાય તો ફડચામાં લઈ જઈ શકાય છે.




    6. ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા: કંપનીએ ભારતના સાર્વભૌમત્વ, અખંડિતતા કે રાજ્યની સલામતી વિરુદ્ધ કૃત્ય કર્યું હોય તો ટ્રિબ્યુનલ ફડચાનો હુકમ કરી શકે છે.




    7. યોગ્ય અને ન્યાયી કારણો: મડાગાંઠ, મુખ્ય ઉદ્દેશો ગુમાવવા, સતત ખોટ, કપટમય વ્યવહારો કે લઘુમતીઓ પર જુલમ જેવા કારણોસર.






સાચો જવાબ:


  • કંપની સધ્ધર હોય ત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિના મુખ્ય તબક્કાઓ નીચે મુજબ છે:





    1. સધ્ધરતાનું જાહેરનામું: સંચાલકોએ સધ્ધરતાનું જાહેરનામું તૈયાર કરી સોગંદનામા પર રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે.




    2. ઠરાવ: સંચાલકો સભ્યોની સામાન્ય સભા બોલાવી કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર કરે છે.




    3. ઠરાવની જાહેરાત: ઠરાવ થયાના 14 દિવસમાં વર્તમાનપત્રમાં અને ઑફિશિયલ ગેઝેટમાં જાહેરાત આપવી પડે છે.




    4. લિક્વિડેટરની નિમણૂક: ફડચાની પ્રક્રિયા માટે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે.




    5. સત્તાનો અંત: લિક્વિડેટરની નિમણૂક થતાં સંચાલક મંડળ અને મૅનેજિંગ ડિરેક્ટરની સત્તાનો અંત આવે છે.




    6. રજિસ્ટ્રાર અને આવકવેરા અધિકારીને જાણ: નિયત સમયમાં રજિસ્ટ્રારને અને નિમણૂક તારીખથી 30 દિવસમાં આવકવેરા અધિકારીને જાણ કરવી પડે છે.




    7. મિલકતોનું વેચાણ અને સામાન્ય સભા: લિક્વિડેટર મિલકતોનું વેચાણ કરે છે અને પ્રક્રિયા એક વર્ષથી વધુ ચાલે તો દર વર્ષે સભ્યોની સામાન્ય સભા બોલાવે છે.




    8. વિસર્જન: અંતિમ અહેવાલ ટ્રિબ્યુનલને મોકલ્યા બાદ ટ્રિબ્યુનલ કંપનીના વિસર્જનનો હુકમ કરે છે.






સાચો જવાબ:


  • અર્થ: કંપની તેનાં સંપૂર્ણ દેવાં ચૂકવવા માટે અસમર્થ હોય અને નાદારની પરિસ્થિતિમાં હોય એટલે કે સંચાલકો દ્વારા 'સધ્ધરતાનું જાહેરનામું' બનાવવામાં ન આવે ત્યારે લેણદારો કંપનીને ફડચામાં/વિસર્જનમાં લઈ જવાનું નક્કી કરે છે, જેને 'લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન' કહે છે.




  • વિધિ:





    1. સભ્યો અને લેણદારોની સભા: કંપની સભ્યો તથા લેણદારોને એકસાથે સભાની નોટિસ મોકલે છે.




    2. પ્રમુખની નિમણૂક: લેણદારોની સભામાં ફડચા અંગેનો ઠરાવ પસાર કરવા સંચાલકોમાંથી કોઈ એકની પ્રમુખ તરીકે નિમણૂક થાય છે.




    3. ઠરાવ અને રજિસ્ટ્રારને જાણ: સભામાં ફડચાનો ઠરાવ પસાર કરી નિયત સમયમાં રજિસ્ટ્રારને નોટિસથી જાણ કરાય છે.




    4. લિક્વિડેટરની નિમણૂક અને મહેનતાણું: સભ્યો અને લેણદારો દ્વારા લિક્વિડેટરની નિમણૂક થાય છે (લેણદારોની પસંદગી માન્ય રહે છે). તેનું મહેનતાણું તપાસ કમિટી કે અદાલત દ્વારા નક્કી થાય છે.




    5. તપાસ કમિટી: લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ માટે તપાસ કમિટીની નિમણૂક થાય છે.




    6. સત્તાનો અંત: સંચાલકોની સત્તાનો અંત આવે છે.




    7. વિસર્જન: અંતિમ અહેવાલ ઑફિશિયલ લિક્વિડેટર દ્વારા ટ્રિબ્યુનલને અપાય છે અને ટ્રિબ્યુનલ વિસર્જનનો હુકમ કરે છે.












 
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```