chapter 7

ધોરણ 12 | విષય: SPCC

1. નીચેના પ્રશ્નોના જવાબ સાચો વિકલ્પ પસંદ કરીને લખો:

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
A: સિક્યોરિટીઝ કૉન્ટ્રેકટ રેગ્યુલેશન ઍકટ-1956
B: કંપનીનો કાયદો-2013
C: સેબી ઍક્ટ-1992
D: આ બધા જ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: આવેદનપત્ર
B: વિજ્ઞાપનપત્ર
C: નિયમનપત્ર
D: નોંધણીનું પ્રમાણપત્ર

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: અનિયમિત
B: ગેરકાયદેસર
C: જાહેર ભરણા પહેલાંની
D: ખાનગી ધોરણે

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: શૅરહોલ્ડરે ભરેલ રકમ કંપની પરત આપે છે.
B: શૅરહોલ્ડરે ભરેલ રકમ કંપની પરત આપતી નથી.
C: ભરપાઈ થયેલ શૅર મૂડીમાં કોઈ ફેરફાર થતો નથી
D: સત્તાવાર શૅર મૂડીમાં ઘટાડો થાય છે

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: 1 માસ
B: 2 માસ
C: 3 માસ
D: 4 માસ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: સેબીમાં અરજી કરીને
B: અરજીપત્રક અને ચૅક આપીને
C: અરજદારના ખાતામાં શૅર અરજીની રકમ બ્લૉક કરાવીને અને તેનું ASBA ફૉર્મ ભરીને
D: કંપની રજિસ્ટ્રારને શૅર અરજી મોકલીને

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: કર્મચારીઓને વહેંચણીપાત્ર શૅર
B: સ્થાપકોને વહેંચણીપાત્ર શૅર.
C: વર્તમાન શૅરહોલ્ડરોને વહેંચણીપાત્ર શૅર.
D: અવેજ વગરના શૅર.

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: શૅરની પુનઃ ખરીદી
B: શૅર સોંપણી
C: શૅરના ભાગ પાડવા
D: વેચાણની દરખાસ્ત

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: શૅર જપ્તી
B: સ્થાપકોનાં રાજીનામા
C: હકના શૅર
D: અરજીનાં નાણાં પરત કરવા
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો:

સાચો જવાબ: જાહેર કંપની ચાર પ્રકારે શૅરમૂડી ઉભી કરે છે: (૧) જાહેર ભરણા દ્વારા, (૨) હકના ભરણા દ્વારા, (૩) બૉનસ શૅર દ્વારા અને (૪) ખાનગી ધોરણે શૅર વહેંચણી દ્વારા.

સાચો જવાબ: જાહેર ભરણા માટે કંપની લીડ મૅનેજર, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બૅન્ક (Bankers to the Issue), બાંયધરી દલાલો, ડિપૉઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટૉક ઍક્સચેન્જ અને દલાલો જેવા મધ્યસ્થીઓની મદદ લે છે.

સાચો જવાબ: સંચાલકમંડળની પરવાનગી લઈને શૅરહોલ્ડર પોતાની પાસેના વધારાના શૅર જાહેર જનતાને આપી શકે છે, જેને 'વેચાણ માટેની દરખાસ્ત' (Offer for Sale) કહે છે.

સાચો જવાબ: કંપની જે હકના શૅર મંજૂર કરે છે તે બધા જ શૅર અથવા તે પૈકી થોડા શૅર શૅરહોલ્ડર બીજી વ્યક્તિને આપવા માગતો હોય, તો જે પત્રનો ઉપયોગ કરે છે તેને ત્યાગપત્ર કહે છે.

સાચો જવાબ: કાયદેસર રીતે મંગાવેલા બાકી હપતા ન ચૂકવવાના કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શૅરહોલ્ડરે આજદિન સુધી શૅર પર ભરેલી રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવું એટલે શૅર જપ્તી.

સાચો જવાબ: સામાન્ય અર્થમાં શૅર સોંપણી એટલે કંપનીને શૅર પ્રમાણપત્ર પરત કરવા (આ ખ્યાલ માત્ર મૂર્ત સ્વરૂપના શૅરને લાગુ પડે છે).

સાચો જવાબ: જ્યારે શૅરહોલ્ડર કંપનીને શૅર હપતાના નાણાં ન ચૂકવે, ત્યારે કંપનીને શૅરહોલ્ડરના શૅરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક (મતાધિકાર અટકાવવાનો, ફેરબદલી અટકાવવાનો કે ડિવિડન્ડ અટકાવવાનો) મળે છે તેને શૅર લિયન કે શૅર પર વિશેષ હક કહેવાય છે.
3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો:

સાચો જવાબ: કોઈ પણ પ્રકારની નોટિસ, સરક્યુલર, જાહેરાત અને અન્ય દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે, તેને વિજ્ઞાપનપત્ર કહે છે.

સાચો જવાબ:


  • શૅર વહેંચણી અંગેના કાયદેસરનાં નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય એટલે કે તેનો ભંગ કરીને શૅર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શૅર વહેંચણી કહેવામાં આવે છે.




સાચો જવાબ:


  • જે શૅર વહેંચણીમાં ભારતીય કરારના કાયદાના આવશ્યક તત્ત્વોનો અભાવ હોય, નિયમનપત્રની વિરુદ્ધ કરવામાં આવી હોય, અથવા સંચાલકો દ્વારા વ્યક્તિગત રીતે થઈ હોય અને કાયદાકીય જોગવાઈઓનો ભંગ થતો હોય તેવી શૅર વહેંચણી શરૂઆતથી જ રદબાતલ ગણાય છે, જેને ગેરકાયદેસર શૅર વહેંચણી કહે છે.




સાચો જવાબ:


  1. શૅર જપ્તીના ઠરાવની તારીખથી સભ્યના સભ્યપદનો ફરજિયાત અંત આવે છે.




  2. શૅરધારક શૅર પર અત્યાર સુધી ચૂકવેલાં નાણાં અને ડિવિડન્ડનો હક ગુમાવે છે.




  3. શૅર જપ્તી પહેલાં ભરેલી રકમની માલિકી કંપનીની બની જાય છે અને કંપની તેને જપ્તી ખાતે જમા કરે છે.




  4. જપ્ત થયેલા શૅર કંપનીની માલિકીના બને છે અને સંચાલકમંડળ તેને ફરીથી બહાર પાડી શકે છે.




સાચો જવાબ: સેબીની માર્ગદર્શિકા મુજબ શૅરની અરજી ASBA (Application Supported by Blocked Amount) દ્વારા જ કરી શકાય છે. આ પદ્ધતિમાં શૅર અરજીની રકમ અરજદારના બૅન્ક ખાતામાં શૅર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લૉક કરી દેવામાં આવે છે, જેથી રકમ કંપનીના ખાતામાં ફેરબદલી થતી નથી. મંજૂર થયેલા શૅરની રકમ જ અરજદારના ખાતામાંથી કંપનીના ખાતામાં ટ્રાન્સફર થાય છે.

સાચો જવાબ:

કંપનીનો શૅરહોલ્ડર નીચેના સંજોગોમાં શૅર સોંપણી કરી શકે છે:





  1. શૅર પ્રમાણપત્રમાં શૅરફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય ત્યારે.




  2. શૅર પ્રમાણપત્ર ફાટી જાય ત્યારે.




  3. શૅર પ્રમાણપત્ર વાંચી શકાય તેમ ન હોય ત્યારે.




  4. શૅરનું એકત્રીકરણ કરવાનું હોય ત્યારે.




  5. શૅરનું વિભાગીકરણ કરવાનું હોય ત્યારે.




સાચો જવાબ: કંપની વર્ષના અંતે મળેલા વહેંચણીપાત્ર નફામાંથી કેટલોક નફો અનામત રાખીને બાકીનો નફો શૅરહોલ્ડરો વચ્ચે તેમણે ધારણ કરેલ શૅરની વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં વહેંચે છે, જેને ડિવિડન્ડ કહે છે.
4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો:

સાચો જવાબ:

સેબી (SEBI) ની માર્ગદર્શિકા મુજબ શૅરની અરજીઓ મળ્યા બાદ વહેંચણીપાત્ર અરજીઓનું નીચેના ચાર વર્ગોમાં વર્ગીકરણ કરવામાં આવે છે:





  1. છૂટક રોકાણકારો (Retail Investors): આ રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શૅરના ઓછામાં ઓછા 10% શૅર અનામત રાખવા જરૂરી છે.




  2. બિનસંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો (Non-Institutional High Net Worth Investors).




  3. સંસ્થાકીય રોકાણકારો (Institutional Investors).




  4. કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો (જો કંપનીએ કર્મચારીઓ માટે શૅર અનામત રાખ્યા હોય તો).




સાચો જવાબ:

શૅર વહેંચણી અંગે કંપની ધારા અને સેબીના નિયંત્રણો નીચે મુજબ છે:





  1. કંપની જાહેર ભરણામાં શૅર વટાવથી બહાર પાડી શકશે નહીં.




  2. છૂટક રોકાણકારો માટે ઓછામાં ઓછા 10% શૅર અનામત રાખવા પડશે.




  3. બધા જ રોકાણકારો ફક્ત ASBA દ્વારા જ અરજી કરી શકશે.




  4. ભરણું ખુલ્લું મૂક્યા તારીખથી 10 દિવસમાં અરજી સ્વીકારવી, વહેંચણી કરવી અને શૅરબજારમાં નોંધણીની પ્રક્રિયા પૂરી થવી જોઈએ.




  5. અરજદારનું ડિમેટ ખાતું હોવું ફરજિયાત છે.




  6. ઓછામાં ઓળા 90% શૅર માટે અરજીઓ (લઘુતમ ભરણું) મળવી જોઈએ.




સાચો જવાબ:


  • અનિયમિત શૅર વહેંચણીની અસરો નીચે મુજબ છે:





    1. અનિયમિત શૅર વહેંચણી હોય ત્યારે અરજદાર પોતાની મરજીથી શૅર વહેંચણી રદ કરાવી શકે છે અને ભરેલા નાણાં પાછા મેળવી શકે છે.




    2. જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગઈ હોય તો વહેંચણીની તારીખ પછીના બે માસમાં શૅર વહેંચણી રદબાતલ કરાવી શકાય છે.




    3. જો સંચાલકની ભૂલ કે ભંગના કારણે કંપની કે શૅરહોલ્ડરને નુકસાન થાય, તો તે વળતર ચૂકવવા સંચાલક અંગત રીતે જવાબદાર છે (જેની કાર્યવાહી બે વર્ષમાં શરૂ કરવી પડે).






સાચો જવાબ:

શૅર વહેંચણી અંગે સેક્રેટરીની મુખ્ય ફરજો નીચે મુજબ છે:





  1. શિડ્યુલ્ડ બૅન્કમાં એસ્ક્રો (Escrow) ખાતું ખોલાવવું.




  2. માન્ય શૅરબજારો સાથે શૅરની નોંધણી માટે સમજૂતી કરવી.




  3. લીડ મૅનેજર, રજિસ્ટ્રાર, ડિપૉઝિટરી વગેરે મધ્યસ્થીઓ સાથે કરાર કરવા.




  4. શૅર અરજીઓનું વર્ગીકરણ અને યાદી તૈયાર કરાવવી.




  5. સંચાલકમંડળની સભા બોલાવી શૅર વહેંચણીનો ઠરાવ પસાર કરાવી સભાનોંધ તૈયાર કરવી.




  6. અરજદારોને શૅર વહેંચણીની અને નામંજૂરીની જાણ કરવી.




  7. શૅર વહેંચણીપત્રક કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું.




સાચો જવાબ:

શૅર હપતા અંગે સેક્રેટરીની ફરજો નીચે મુજબ છે:





  1. નિયમનપત્રમાં શૅર હપતો મંગાવવાની જોગવાઈ છે કે નહીં તેની ચકાસણી કરવી.




  2. સંચાલકમંડળની સભા બોલાવી હપતો મંગાવવાનો ઠરાવ પસાર કરવો.




  3. સભ્યપત્રક અને શૅર ફેરબદલી પત્રક બંધ રાખવા અંગે 7 દિવસ અગાઉ વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપવી.




  4. હપતો ચૂકવનાર સભ્યોની યાદી તૈયાર કરી દરેકને હપતાની નોટિસ મોકલવી.




  5. બૅન્કમાં હપતાની રકમ સ્વીકારવા માટે વ્યવસ્થા કરવી.




  6. હપતા ન ભરનાર સભ્યોની યાદી તૈયાર કરી સંચાલકમંડળ સમક્ષ મૂકવી.




સાચો જવાબ:

શૅર જપ્તીની વિધિના તબક્કા નીચે મુજબ છે:





  1. બાકી હપતાની યાદી તૈયાર કરવી: સેક્રેટરી હપતા ન ભરનાર સભ્યોની યાદી તૈયાર કરે છે.




  2. સંચાલકમંડળ સમક્ષ રજૂઆત: આ યાદી મંજૂરી માટે સંચાલકમંડળ સમક્ષ રજૂ થાય છે.




  3. સ્મૃતિપત્ર મોકલવો: કસૂરવાર સભ્યોને હપતાની રકમ ભરવા માટે સ્મૃતિપત્ર મોકલવામાં આવે છે.




  4. અંતિમ ચેતવણીપત્ર: પત્ર મળ્યેથી 14 દિવસમાં નાણાં ભરવા માટે રજિસ્ટર્ડ પોસ્ટથી અંતિમ ચેતવણીપત્ર મોકલાય છે.




  5. શૅર જપ્તીનો ઠરાવ: મુદતમાં નાણાં ન મળે તો સંચાલકમંડળની સભામાં શૅર જપ્તીનો ઠરાવ પસાર થાય છે.




  6. નોટિસ અને જાહેર નોટિસ: સભ્યને જપ્તીની નોટિસ અપાય છે અને વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપવામાં આવે છે.




  7. સભ્યપત્રકમાં નોંધ: સભ્યપત્રકમાંથી તે સભ્યનું નામ રદ કરવામાં આવે છે.




સાચો જવાબ:

નીચેના સંજોગોમાં શૅર વહેંચણી અનિયમિત ગણાય:





  1. લઘુતમ ભરણું મળ્યા વગર શૅર વહેંચણી કરવામાં આવે ત્યારે.




  2. વિજ્ઞાપનપત્રની નકલ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવી ન હોય ત્યારે.




  3. અરજી સાથે દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% કે સેબી નિર્ધારિત નાણાં ન મળ્યા હોય.




  4. એસ્ક્રો બૅન્ક ખાતું ખોલાવેલ ન હોય.




  5. શૅરબજાર કે ડિપૉઝિટરી સાથે સમજૂતી ન કરી હોય.




  6. વિજ્ઞાપનપત્રની માહિતી ગેરમાર્ગે દોરનારી હોય.




સાચો જવાબ: કંપની તેના વર્તમાન શૅરહોલ્ડરોને વધારાના શૅર ખરીદવા આમંત્રણ આપે તેને હકના શૅર કહે છે. કંપની જે હકના શૅર મંજૂર કરે છે તે બધા જ અથવા તે પૈકી થોડા શૅર શૅરહોલ્ડર બીજી વ્યક્તિને આપવા માગતો હોય, તો કંપની દ્વારા મોકલવામાં આવેલા 'ત્યાગપત્ર'નો ઉપયોગ કરે છે. ત્યાગપત્ર બે ભાગમાં હોય છે: પ્રથમ ભાગમાં મૂળ શૅરહોલ્ડર સહી કરી શૅરનો ત્યાગ કરવા અંગે જણાવે છે, અને બીજા ભાગમાં જે વ્યક્તિની તરફેણમાં ત્યાગ કર્યો હોય તે વ્યક્તિ સહી કરી શૅર મંજૂર કરવા વિનંતી કરે છે. નિર્ધારિત સમયમાં આ પત્ર પરત કરવાથી કંપની નવી વ્યક્તિનું નામ સભ્ય તરીકે નોંધે છે.
5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો:

સાચો જવાબ:

જાહેર ભરણા માટે સેબીની મંજૂરી બાદ શૅર અરજીની વિધિ નીચેના તબક્કામાં થાય છે:





  1. બૅન્કમાં ખાતું ખોલાવવું (Escrow Account): કંપની શિડ્યુલ્ડ બૅન્કમાં વિશેષ ખાતું ખોલાવે છે. સેબીની માર્ગદર્શિકા મુજબ ASBA પદ્ધતિ દ્વારા જ અરજી થાય છે, જેમાં અરજદારના ખાતામાં મંજૂરી થાય ત્યાં સુધી રકમ બ્લૉક રહે છે.




  2. શૅર અરજીઓ મેળવવી: વિજ્ઞાપનપત્ર બહાર પાડ્યા બાદ 3 થી 5 દિવસમાં રોકાણકારો દલાલો અથવા બૅન્કની શાખા દ્વારા ASBA ફોર્મ ભરીને અરજી કરે છે.




  3. શૅર અરજીઓનું વર્ગીકરણ: અરજીઓ મળ્યા બાદ સેબીના નિયમ મુજબ તેનું ચાર વર્ગોમાં (છૂટક રોકાણકારો, બિનસંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા, સંસ્થાકીય રોકાણકારો અને કર્મચારીઓ) વર્ગીકરણ થાય છે. છૂટક રોકાણકારો માટે ઓછામાં ઓછા 10% શૅર અનામત રહે છે.




  4. શૅર વહેંચણી અને વહેંચણીપત્રક: ફાળવેલ શૅરની માહિતી સાથેનું પત્રક (શૅર વહેંચણીપત્રક) તૈયાર થાય છે. અરજદારોના ડિમેટ ખાતામાં શૅર જમા થાય છે અને બૅન્ક ખાતામાંથી બ્લૉક કરેલી રકમ કંપનીના ખાતામાં ટ્રાન્સફર થાય છે.




સાચો જવાબ:


  • અનિયમિત અને ગેરકાયદેસર શૅર વહેંચણી વચ્ચેનો તફાવત નીચે મુજબ છે:














































ક્રમ મુદ્દા અનિયમિત શૅર વહેંચણી ગેરકાયદેસર શૅર વહેંચણી
(1) અર્થ કંપની ધારાની કે સેબીની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલી શૅર વહેંચણી. ભારતીય કરારના કાયદાના કે કંપની ધારાના કાયદેસરના કરારની જોગવાઈઓનું પાલન ન કરીને કરાયેલી શૅર વહેંચણી.
(2) સંજોગો વિજ્ઞાપનપત્ર નોંધાવ્યા પહેલાં, લઘુતમ ભરણું ભરાય તે પહેલાં કે નિર્ધારિત રકમ ન મળી હોય ત્યારે. દરખાસ્ત ન થઈ હોય, દરખાસ્તનો સ્વીકાર ન થયો હોય, સ્વીકારની જાણ ન થઈ હોય કે અવેજનો અભાવ હોય ત્યારે.
(3) અસરો અનિયમિત શૅર વહેંચણી શૅર મેળવનાર ઇચ્છે તો સમયમર્યાદામાં રહીને રદબાતલ કરાવી શકે છે. ગેરકાયદેસર શૅર વહેંચણી પ્રથમથી જ રદબાતલ ગણાય છે, તેથી રદ કરાવવા કોઈ પગલાં લેવાં પડતાં નથી.
(4) સભ્યપદ પર અસર વહેંચણી રદ થવાથી શૅરહોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી દૂર થાય છે અને સભ્યપદનો અંત આવે છે. કરાર જ થયેલો ન હોવાથી સભ્યપદ મળ્યું નથી તેમ ગણાય, જેથી સભ્યપદ રદ થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
(5) જવાબદારી જવાબદાર અધિકારીઓ કંપની તથા શૅરહોલ્ડરોને નુકસાન કે ખોટ ભરપાઈ કરવા માટે જવાબદાર છે. કરાર થયેલો ન હોવાથી કોઈ વિશેષ કાર્યવાહી કર

સાચો જવાબ:

શૅર હપતા અંગે કંપની ધારાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે:





  1. શૅર હપતા મંગાવવા અંગે કંપનીના નિયમનપત્ર (આર્ટિકલ્સ)માં જોગવાઈ હોવી જોઈએ.




  2. એક જ પ્રકારના શૅરના બાકી હપતાની રકમ સમાન ધોરણે, સરખી રકમ અને ન્યાયી રીતે ભેદભાવ વગર મંગાવવી જોઈએ.




  3. શૅર હપતો મંગાવતાં પહેલાં સંચાલકમંડળની સભામાં હપતો મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરવો જોઈએ.




  4. હપતા અંગેના માગણીપત્રમાં હપતાની રકમ, બૅન્કનું નામ, મુદત અને તારીખ દર્શાવવાં જોઈએ.




  5. શૅર હપતા ન ભરાય ત્યાં સુધી શૅરની ફેરબદલી અને સભ્યનો મતાધિકાર અટકાવી શકાય છે.




  6. શૅર હપતાની મળેલી રકમ બૅન્કમાં 'શૅર હપતા' ખાતું ખોલાવી જમા કરવામાં આવે છે.




  7. બે હપતા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો એક માસનો હોવો જોઈએ.




  8. હપતો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર નક્કી કરેલા દરે વ્યાજ વસૂલ કરી શકે છે.




સાચો જવાબ:

શૅર હપતા મંગાવવાની વિધિ નીચેના તબક્કાઓમાં થાય છે:





  1. શૅર હપતા અંગેનો ઠરાવ: સંચાલકમંડળની સભામાં હપતો મંગાવવાનો ઠરાવ પસાર થાય છે જેમાં હપતાની રકમ અને છેલ્લી તારીખ જણાવવામાં આવે છે.




  2. સભ્યપત્રક બંધ રાખવું: સભ્યોની યાદી તૈયાર કરવા માટે સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક થોડો સમય બંધ રાખવામાં આવે છે, જેની 7 દિવસ અગાઉ વર્તમાનપત્રમાં નોટિસ અપાય છે.




  3. હપતાની યાદી તૈયાર કરવી: સભ્યનું નામ-સરનામું, શૅરની સંખ્યા, મંગાવેલ હપતાની રકમ વગેરે દર્શાવતી 'હપતાની યાદી' (Call List) તૈયાર થાય છે.




  4. બૅન્કમાં જાણ કરવી: સેક્રેટરી યાદીની નકલ બૅન્કને મોકલી રકમ સ્વીકારી 'શૅર હપતા ખાતે' જમા કરવા જણાવે છે.




  5. હપતાની નોટિસ મોકલવી: હપતો ભરવાની મુદત અગાઉ 14 દિવસ પહેલાં રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા દરેક સભ્યને હપતાની નોટિસ મોકલવામાં આવે છે.




  6. શૅર હપતાની ચુકવણી: શૅરહોલ્ડરો નોટિસ મળ્યા પછી 14 દિવસમાં બૅન્કમાં નાણાં ભરે છે.




  7. હપતાપત્રકમાં નોંધ કરવી: સેક્રેટરી ભરણાચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં નોંધ કરે છે અને બાકી હપતાવાળા સભ્યોની યાદી સંચાલકમંડળ સમક્ષ રજૂ કરે છે.




સાચો જવાબ:




    • અર્થ: કંપની વર્ષના અંતે મળેલા નફામાંથી કરવેરા ચૂકવ્યા બાદ વધતા વહેંચણીપાત્ર નફામાંથી કેટલોક નફો અનામત રાખીને બાકીનો નફો શૅરહોલ્ડરો વચ્ચે તેમણે ધારણ કરેલ શૅરની વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં વહેંચે છે, જેને ડિવિડન્ડ કહે છે. ભારતમાં કંપની કાયદા મુજબ ડિવિડન્ડ ફક્ત રોકડ સ્વરૂપે જ વહેંચી શકાય છે.




    • પ્રકાર: ડિવિડન્ડ બે પ્રકારના હોય છે: (૧) વચગાળાનું ડિવિડન્ડ અને (2) આખર ડિવિડન્ડ કે વાર્ષિક ડિવિડન્ડ.




    • ચુકવણીની જોગવાઈઓ: ડિવિડન્ડ ઇક્વિટી અને પ્રેફરન્સ બંને શૅરહોલ્ડરોને ચૂકવાય છે. પ્રેફરન્સ શૅરહોલ્ડરોને નિશ્ચિત દરે પહેલો અધિકાર મળે છે. ત્યારબાદ ઇક્વિટી શૅર ડિવિડન્ડ અંગે સંચાલકમંડળ ભલામણ કરે છે અને વાર્ષિક સામાન્ય સભામાં શૅરહોલ્ડરો દ્વારા તે મંજૂર થયા બાદ 30 દિવસમાં તેની ચુકવણી કરવામાં આવે છે. ઇક્વિટી ડિવિડન્ડનો દર કંપનીના નફા અને જરૂરિયાત મુજબ દર વર્ષે બદલાઈ શકે છે.







તમને આ પ્રકરણના અભ્યાસમાં બીજું શું મદદરૂપ બની શકે?








 
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```