chapter 10

ધોરણ 12 | విષય: Samajshastra

1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો:

સાચો જવાબ:


  1. પિતૃસત્તાક કુટુંબવ્યવસ્થા: કૌટુંબિક સત્તા પુરુષ પાસે હોવાથી અને વંશવેલો આગળ વધારવા માટે પુત્રને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે.




  2. લિંગભેદ: સ્ત્રી અને પુરુષ વચ્ચે કાર્ય અને દરજ્જા અંગે સમાજમાં બેવડાં ધોરણો અને ભેદભાવ રાખવામાં આવે છે.




  3. સ્ત્રી-ભ્રૂણહત્યા: વિજ્ઞાન અને સોનોગ્રાફીના દુરુપયોગથી ગર્ભમાં રહેલી દીકરીની હત્યા (ગર્ભપાત) કરવામાં આવે છે.




  4. સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ: દહેજપ્રથા, બાળલગ્ન વગેરે કુરિવાજોથી કન્યાજન્મને ભારરૂપ ગણવામાં આવે છે.




  5. પરિવારની આર્થિક સ્થિતિ: મોંઘવારી, ગરીબી અને વિભક્ત કુટુંબોમાં કન્યાના ઉછેરનો ખર્ચ અટકાવવા પુત્રપ્રાપ્તિની ઘેલછા રાખવામાં આવે છે.




  6. સ્ત્રીઓનાં અપમૃત્યુ: દહેજ ત્રાસ, ઓનર કિલિંગ, બળાત્કાર અને સામાજિક અવગણનાના કારણે સ્ત્રીઓનું અકાળે કે આત્મહત્યા દ્વારા થતું મૃત્યુ.




  7. સ્થળાંતર: રોજીરોટી કે નોકરી અર્થે પુરુષોનું અન્ય રાજ્યો કે શહેરોમાં સ્થળાંતર થવાથી પ્રદેશવાર લિંગપ્રમાણ અસમાન બને છે.




સાચો જવાબ:




    1. અસલામત જાતીય સંબંધ: ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે અસલામત શારીરિક સંબંધ બાંધવો એ એઇડ્સ ફેલાવાનું મુખ્ય કારણ છે.




    2. લોહીની ફેરબદલ: પરીક્ષણ કર્યા વિનાનું HIV ગ્રસ્ત વ્યક્તિનું રક્ત કે અંગો મેળવવાથી.




    3. માતા-પિતા દ્વારા (માતાથી બાળકને): HIV ગ્રસ્ત ગર્ભવતી માતા દ્વારા ગર્ભાશયમાં, પ્રસૂતિ વખતે કે સ્તનપાન દ્વારા બાળકને ચેપ લાગે છે.




    4. નશીલા પદાર્થોનું વ્યસન / જંતુયુક્ત સાધનો: ડ્રગ્સ લેનારા વ્યસનીઓ એક જ સોય/સિરિંજનો વારંવાર ઉપયોગ કરે છે. આ ઉપરાંત અસ્તરો, ટેટૂ બનાવવાની સોય કે અસ્વચ્છ સાધનોથી પણ ચેપ ફેલાય છે.






સાચો જવાબ:


  1. સમાજવ્યવસ્થામાં બદલાવ: સામાજિક પરિવર્તન, ફેશન, ટીવી/ફિલ્મોનો પ્રભાવ અને એકલતા.




  2. સાંસ્કૃતિક ધોરણોમાં ભંગાણ (એનોમી): યોગ્ય કૌશલ્યના અભાવે નિષ્ફળતા મળતાં દ્રવ્યોનો આશરો લેવો.




  3. સામાજિક વિમુખતા: પોતાની જાત કે સમાજથી અળગાપણું અને એકાકીપણું અનુભવવું.




  4. મિત્રજૂથ કે સમવયસ્ક જૂથોનો પ્રભાવ: મિત્રોના દબાણ કે જૂથમાં સ્વીકૃતિ મેળવવા વ્યસન કરવું.




  5. જિજ્ઞાસા અને અજ્ઞાનતા: નવો અનુભવ કરવાની ઈચ્છા અને તેનાં નુકસાન અંગે અજ્ઞાન હોવું.




  6. ઉદ્યોગો અને શહેરોનો વિકાસ: થાક ઉતારવા અને શહેરી અનામીપણાનો લાભ ઉઠાવી વ્યસન તરફ વળવું.




  7. આર્થિક પરિસ્થિતિ: બેકારી અને ઓછી આવકની હતાશા, અથવા અતિશય શ્રીમંતાઈનો શોખ.




  8. ભૌગોલિક સ્થાન અને આંતરરાષ્ટ્રીય રાજકારણ: ભારતની સરહદો પરથી થતી ગેરકાયદેસર હેરાફેરી અને દુશ્મન દેશોની ચાલ.




સાચો જવાબ:


  • એઇડ્સ માત્ર શારીરિક રોગ કે જનઆરોગ્યની સમસ્યા નથી, પરંતુ તે સામાજિક ધોરણો અને મૂલ્યોના ઉલ્લંઘનનું પરિણામ છે.




  • સમાજમાં એઇડ્સગ્રસ્ત વ્યક્તિ પ્રત્યે ભેદભાવ, ઉપેક્ષા અને સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે.




  • તેનાથી કૌટુંબિક વિઘટન થાય છે, વિધવાઓ અને અનાથ બાળકોના પ્રશ્નો ઊભા થાય છે.




  • ૧૫ થી ૪૯ વર્ષના ઉત્પાદક યુવાધનને અસર થતી હોવાથી દેશના આર્થિક અને સામાજિક વિકાસ પર વિપરીત અસર પડે છે. તેથી એઇડ્સ એ એક સામાજિક સમસ્યા છે.




2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો:

સાચો જવાબ:


  1. સામાજિક સમસ્યા સમાજમાં પ્રવર્તતી આક્ષેપાત્મક સ્થિતિ છે.




  2. તે સમાજના નોંધપાત્ર સંખ્યાના લોકોને અસર કરે છે.




  3. લોકો તેને અનિચ્છનીય ગણે છે.




  4. તેને દૂર કરવા સામૂહિક પગલાં ભરવાની લોકલાગણી હોય છે.




  5. તે કાયમી નથી, તેને દૂર કરી શકાય છે.




  6. સમાજનાં મૂલ્યો અને ધોરણોનો ભંગ થવાનો ભય રહે છે.




  7. તે વ્યક્તિલક્ષી નહીં પરંતુ સમાજલક્ષી હોય છે.




  8. તે એક સાપેક્ષ પરિસ્થિતિ છે.




સાચો જવાબ:


  1. સમાજમાં કુંવારાપણું અને અપરિણીત યુવાનોની સંખ્યા વધે છે.




  2. કન્યાવિક્રય, સાટાપદ્ધતિ અને કજોડાં લગ્નોને વેગ મળે છે.




  3. સ્ત્રીઓ પર અત્યાચાર, છેડતી, જાતીય સતામણી અને બળાત્કાર જેવા ગુનાઓ વધે છે.




  4. સમાજરૂપી રથનું સંતુલન ખોરવાય છે.




સાચો જવાબ:


  1. કન્યાજન્મને પ્રોત્સાહન આપતી નીતિઓ અને સરકારી યોજનાઓ ઘડવી.




  2. સ્ત્રી-પુરુષ સમાનતાના મૂલ્યોનું સામાજીકરણ કરવું.




  3. ગર્ભપરીક્ષણ વિરોધી કાયદા (PNDT Act) અને દહેજ પ્રતિબંધક કાયદાનો કડક અમલ કરવો.




  4. સમૂહ માધ્યમો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને શાળા-કોલેજો દ્વારા વ્યાપક લોકજાગૃતિ કેળવવી.




સાચો જવાબ:


  1. પરસ્પર વફાદાર અને સલામત જાતીય સંબંધ રાખવો.




  2. રક્ત મેળવતા પહેલાં HIV પરીક્ષણ કરેલું લોહી જ લેવું.




  3. જંતુમુક્ત (Disposable) સોય અને સિરિંજનો ઉપયોગ કરવો.




  4. NACO અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા શિક્ષણ આપવું. 1st ડિસેમ્બર (વિશ્વ એઇડ્સ દિન) જેવા માધ્યમોથી જાગૃતિ લાવવી.




સાચો જવાબ:


  1. શૈક્ષણિક યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓ, કામદારો અને યુવાનોને માહિતગાર કરવા.




  2. નશામુક્તિ કેન્દ્રો (De-addiction Centers) ની સ્થાપના કરવી.




  3. વ્યસનીઓનું સામાજિક અને માનસિક પુનર્વાસ (Rehabilitation) કરવું.




  4. નાર્કોટિક કન્ટ્રોલ બ્યૂરો અને NGO ની મદદથી જાગૃતિ લાવી દ્રવ્યોની માગ ઘટાડવી.




3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો:

સાચો જવાબ:


  • પી. બી. હોર્ટન અને જી. આર. લેસ્લીના મતે: "સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે જે લોકોની નોંધપાત્ર સંખ્યાને અનિચ્છનીય રીતે અસર કરે છે અને આવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કંઈક કરી શકાય તેમ છે તેવી માન્યતા લોકો ધરાવતાં હોય છે."




સાચો જવાબ: દર ૧૦૦૦ પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવતા માપને જાતિપ્રમાણ કહેવાય. સમાજમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી કે વધારે હોવાની અસંતુલિત સ્થિતિને અસમાન જાતિપ્રમાણ કહે છે.

સાચો જવાબ: AIDS: Acquired Immune Deficiency Syndrome (એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ).

સાચો જવાબ: WHO ના મતે: નશીલા દ્રવ્યોનું વારંવાર સેવન કરવાથી પેદા થતી નિશ્ચિત સમયગાળાની નશાયુક્ત અવસ્થા, જેનાથી વ્યક્તિ પર શારીરિક અને માનસિક અવલંબન ઊભું થાય છે અને જે વ્યક્તિ તથા સમાજ બંને માટે વિઘાતક હોય છે.
4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો:

સાચો જવાબ: સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓ, ધોરણો અને મૂલ્યોથી વિરુદ્ધનું વર્તન કરે છે ત્યારે સામાજિક સમસ્યા ઉદ્ભવે છે.

સાચો જવાબ: 2011 ના સેન્સસ મુજબ ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 918 હતું.

સાચો જવાબ: ગર્ભપરીક્ષણ (સોનોગ્રાફી) દ્વારા ગર્ભમાં રહેલું બાળક સ્ત્રી જાતિનું હોવાની જાણ થતાં ગર્ભપાત કરાવી ભ્રૂણની હત્યા કરી દેવાની પદ્ધતિને સ્ત્રી-ભ્રૂણહત્યા કહે છે.

સાચો જવાબ: સ્ત્રી દ્વારા થયેલાં કોઈ કાર્ય કે નિર્ણયથી પરિવારનું ગૌરવ હણાયું હોવાનું અનુભવાય ત્યારે પરિવારના સભ્યો દ્વારા જ તે સ્ત્રીની હત્યા કરવામાં આવે તેને ઓનર કિલિંગ કહેવાય.

સાચો જવાબ: HIV: Human Immuno Deficiency Virus (હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ).
5. વિકલ્પ વાળા પ્રશ્નોના જવાબો

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```