chapter 6

ધોરણ 12 | విષય: Samajshastra

1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો

સાચો જવાબ:


  • અર્થ: સંચાર (Communication) એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે સમૂહો વચ્ચે માહિતી, વિચારો, લાગણીઓ, કે સંવેદનાઓની આપ-લે કરવાની પ્રક્રિયા.





    • એડવર્ડ એમરી: "સંચાર એ માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે."




    • વિદ્યુત જોષી: વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ અને અનુભવો ભાષા કે સંજ્ઞા દ્વારા બીજી વ્યક્તિ સુધી પહોંચાડે તે પ્રક્રિયા એટલે પ્રત્યાયન.






  • સંચારની લાક્ષણિકતાઓ:





    1. અવિરત પ્રક્રિયા: માનવ જીવનના જન્મથી મૃત્યુ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે.




    2. દ્વિમાર્ગી પ્રક્રિયા: સંચારમાં પ્રેષક (સંદેશ મોકલનાર) અને પ્રાપ્તકર્તા (સંદેશ મેળવનાર) વચ્ચે સતત આદાન-પ્રદાન અને પ્રતિક્રિયા થાય છે.




    3. માધ્યમની આવશ્યકતા: સંચાર માટે શારીરિક હાવભાવ, વાચા જેવાં સંવેદનવાહક અથવા ફોન, ટીવી, વર્તમાનપત્ર જેવાં ભૌતિક માધ્યમો અનિવાર્ય છે.




    4. પ્રાકૃતિક ગુણ: તે માનવીનો જન્મજાત અને કુદરતી ગુણ છે.




    5. સામાજિક પ્રક્રિયા: સંચારના અર્થો અને સંકેતો સમાજ દ્વારા નક્કી કે પરિભાષિત થયેલા હોય છે.




    6. વિજ્ઞાન અને કળા: ટેક્નોલોજીના ઉપયોગથી વૈજ્ઞાનિક રીતે સંદેશો મોકલી શકાય છે અને ભાવનાત્મક રજૂઆત એ એક કળા છે.






સાચો જવાબ:

સંચાર માધ્યમોને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે:





  1. પારસ્પરિક સંચાર: બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે પ્રત્યક્ષ (મુખામુખ) હાજરીમાં થતી વાતચીત, હાવભાવ કે સંકેતો દ્વારા થતો પ્રત્યાયન.




  2. સમૂહ સંચાર: ટેક્નોલોજીના માધ્યમથી વિશાળ માનવ સમુદાય સુધી ઝડપથી સંદેશો પહોંચાડવાની પદ્ધતિ. તેના બે વિભાગ પડે છે:





    • (ક) પરંપરાગત માધ્યમો: પ્રાચીન સમયથી ચાલ્યા આવતા સાધનો, જેમાં યંત્રવિજ્ઞાનનો ઉપયોગ હોતો નથી.





      • ઉદાહરણ: લોકસાહિત્ય, લોકસંગીત, ભવાઈ, નાટક, કઠપૂતળીના ખેલ, આખ્યાન, દુહા વગેરે.






    • (ખ) આધુનિક માધ્યમો: યંત્રવિજ્ઞાન અને વીજાણુ ટેક્નોલોજી આધારિત માધ્યમો. તેના બે પ્રકાર છે:





      • મુદ્રિત માધ્યમો (Print Media): વર્તમાનપત્રો, પુસ્તકો, સામયિકો, ચોપાનિયાં, હોર્ડિંગ્સ.




      • વીજાણુ માધ્યમો (Electronic Media): રેડિયો, ફોટોગ્રાફી, સિનેમા, ટેલિવિઝન, કમ્પ્યૂટર, ઇન્ટરનેટ અને સ્માર્ટફોન.








સાચો જવાબ:


  1. રેડિયો: ઈ.સ. 1921માં માર્કોનીએ શોધ કરી. ભારતમાં 1927માં સરકારી પ્રસારણ શરૂ થયું, જેને 1957થી 'આકાશવાણી' નામ મળ્યું. તે અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ, કૃષિ અને મનોરંજન પૂરું પાડતું મહત્વનું શ્રાવ્ય માધ્યમ છે.




  2. ફોટોગ્રાફી: ઈ.સ. 1888માં જ્યોર્જ ઈસ્ટમૅને કોડેક કૅમેરાની શોધ કરી. હવે ડિજિટલ સ્માર્ટફોનથી ફોટોગ્રાફી ખૂબ સરળ બની છે.




  3. ચલચિત્રો (સિનેમા): થોમસ આલ્વા એડિસને આ ટેક્નોલોજી વિકસાવી. ભારતમાં દાદાસાહેબ ફાળકેનું પ્રદાન મહત્ત્વનું છે. 1952માં સેન્સર બોર્ડની રચના થઈ.




  4. ટેલિવિઝન: ઈ.સ. 1926માં જોન એલ. બેયર્ડે શોધ કરી. ભારતમાં 1959માં પ્રારંભ થયો અને 1982માં રંગીન પ્રસારણ શરૂ થયું. તે અત્યંત લોકપ્રિય દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ છે.




  5. કમ્પ્યૂટર: ઈ.સ. 1946માં જોન મોચેલ અને જે.પી. એક્ટ દ્વારા ડિજિટલ કમ્પ્યૂટરની શોધ થઈ. માહિતીના સંગ્રહ અને પૃથક્કરણ માટે શિરોમણિ સાધન.




  6. ઇન્ટરનેટ: વિશ્વભરના કમ્પ્યૂટરોનું જાળું (Network). ભારતમાં 15 ઓગસ્ટ 1995થી શરૂ થયું. WWW ના ઉપયોગથી માહિતી, ઈ-કોમર્સ અને ઈ-બેંકિંગ શક્ય બન્યા છે.




  7. મોબાઈલ: ભારતમાં 15 ઓગસ્ટ 1995થી સેવા શરૂ થઈ. સ્માર્ટફોન દ્વારા વિવિધ એપ્લિકેશન્સથી વિગતો અને મનોરંજન ઝડપથી ઉપલબ્ધ થાય છે.




સાચો જવાબ:


  1. કુટુંબજીવન પર અસરો: વડીલોની સત્તામાં પરિવર્તન આવ્યું છે, વ્યક્તિવાદ વધ્યો છે. પતિ-પત્નીના સંબંધોમાં લોકશાહી અને સમાનતા આવ્યા છે. બાળ-ઉછેર અને શિક્ષણ અંગે નવી જાગૃતિ આવી છે.




  2. લગ્ન વ્યવસ્થા: લગ્નમાં જીવનસાથીની પસંદગી યુવક-યુવતીઓ પોતે કરવા લાગ્યા છે. દહેજપ્રથા, બાળલગ્નનો વિરોધ અને પુખ્તવયે લગ્ન જેવાં વલણો દ્રઢ બન્યા છે. બંધબેસતું ન હોય તો છૂટાછેડા સ્વીકાર્ય બન્યા છે.




  3. જ્ઞાતિ વ્યવસ્થા: જ્ઞાતિના કોટિક્રમ અને ખાનપાનના નિયમો શિથિલ થયા છે. અસ્પૃશ્યતા નાબૂદી અને આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન મળ્યું છે.




  4. સંસ્કૃતિ પર અસરો: અંધશ્રદ્ધા અને વહેમો દૂર કરવામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મળ્યો છે. જન્મદિવસ કે મેરેજ એનિવર્સરી જેવા નવા ઉત્સવોની ઉજવણી વધી છે.




2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો

સાચો જવાબ:

સાચો જવાબ: પ્રાચીનકાળથી ચાલ્યા આવતા યંત્રરહિત સ્થાનિક લોકમાધ્યમો. જેમાં લોકસંગીત, લોકનૃત્ય, કઠપૂતળીના ખેલ, નાટક, ભવાઈ (ગુજરાત), નૌટંકી (ઉત્તર પ્રદેશ) વગેરેનો સમાવેશ થાય છે. આ માધ્યમો મનોરંજન સાથે લોકોને નૈતિક મૂલ્યો અને સામાજિક શિક્ષણ આપતા હતા.

સાચો જવાબ: 1946 માં શોધાયેલું આ ઇલેક્ટ્રોનિક સાધન વિશાળ પ્રમાણમાં માહિતી મેળવે છે, સાચવે છે અને પૃથક્કરણ કરે છે. આજના યુગમાં શિક્ષણ, વેપાર, વિજ્ઞાન, અને સંશોધનમાં કમ્પ્યૂટર સાક્ષરતા અનિવાર્ય બની છે.

સાચો જવાબ: ઇન્ટરનેટ એ સમગ્ર વિશ્વના કમ્પ્યૂટરો અને સ્માર્ટફોન્સને જોડતું વિશાળ જાળું છે. ભારતમાં ૧૫ ઓગસ્ટ ૧૯૫૫થી શરૂ થયું. વર્લ્ડ વાઇડ વેબ (WWW) ના માધ્યમથી ઈ-ગવર્નન્સ, ઈ-કોમર્સ, ઈ-બેંકિંગ અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.

સાચો જવાબ: સમૂહ માધ્યમોએ કૌટુંબિક સંબંધોને ઉદાર બનાવ્યા છે. સ્ત્રીઓ અને બાળકોના અધિકારો પ્રત્યે જાગૃતિ આણી છે. લગ્ન અને જ્ઞાતિના પરંપરાગત જડ નિયમો તોડ્યા છે અને લોકશાહી તથા માનવતાવાદી મૂલ્યો સ્થાપિત કરવામાં મદદ કરી છે.
3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો

સાચો જવાબ: કીથ ડેવિડના મતે: "સંચાર-પ્રત્યાયન એટલે એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા ભાવ પહોંચાડવાની પ્રક્રિયા."

સાચો જવાબ:

ડેવિડ બર્ગોએ S.M.C.R. પ્રત્યાયન મોડેલ આપ્યું છે:





  • S - Source (પ્રેષક / સંદેશ મોકલનાર)




  • M - Message (સંદેશો)




  • C - Channel (ચેનલ / માધ્યમ)




  • R - Receiver (પ્રાપ્તકર્તા / સંદેશ મેળવનાર




સાચો જવાબ: ઇન્ટરનેટ પર દુનિયાભરના હજારો કમ્પ્યૂટર સર્વર્સ એક વિશાળ જાળીથી જોડાયેલા છે. માહિતી કે સેવા આપતી આ વિશ્વવ્યાપી રચનાને વર્લ્ડ વાઇડ વેબ (WWW) કહે છે.

સાચો જવાબ: ઈ.સ. 1957થી તે 'આકાશવાણી' (અને તે પહેલાં 'ઓલ ઈન્ડિયા રેડિયો') ના નામે ઓળખાય છે.

સાચો જવાબ: ભારતના 'સૂચના અને પ્રસારણ મંત્રાલય' (Ministry of Information and Broadcasting) દ્વારા.

સાચો જવાબ: આ મૉડલ અનુસાર સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. પ્રેષક સંદેશો મોકલે છે, પ્રાપ્તકર્તા તેનો અર્થઘટન કરે છે અને પ્રતિભાવ (ફીડબૅક) આપે છે. આ રીતે સંદેશાના અર્થઘટન અને આપ-લેની પ્રક્રિયા ચાલતી રહે છે.
4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો

સાચો જવાબ: 'સંદેશાવ્યવહાર' અથવા 'પ્રત્યાયન'.

સાચો જવાબ: જર્મનીમાં, જોહાન્સ ગુટેનબર્ગે, ઈ.સ. 1440 માં કર્યો.

સાચો જવાબ: પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા (Press Trust of India - PTI).

સાચો જવાબ: યુનાઇટેડ ન્યૂઝ ઑફ ઇન્ડિયા (United News of India - UNI).

સાચો જવાબ:

દેશનો 83% ભૌગોલિક વિસ્તાર અને 96% જનસંખ્યા આવરી લેવામાં આવી છે.


સાચો જવાબ: ઈ.સ. ૧૯૨૩માં મુંબઈ ખાતે 'ક્લબ રેડિયો' સ્વરૂપે.

સાચો જવાબ: World Wide Web (વર્લ્ડ વાઇડ વેબ).
5. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો

સાચો જવાબ:

સાચો વિકલ્પ: (A)


સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```