chapter 9

ધોરણ 12 | విષય: Samajshastra

1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો:

સાચો જવાબ:


  • પ્રસ્તાવના: માનવજીવનના પ્રારંભિક તબક્કામાં બાળક સમાજનાં ધોરણો અને મૂલ્યો આત્મસાત્ કરવાનો પ્રયત્ન કરે છે. બાળપણમાં અજ્ઞાનતા અને અણસમજના કારણે જ્યારે બાળક સમાજ કે કાયદાના ધોરણથી વિરુદ્ધ વર્તન કરે છે, ત્યારે તેને બાળ અપરાધ કહેવાય છે.




  • બાળ અપરાધનો અર્થ અને ઉંમર: * બાળ અપરાધને અંગ્રેજીમાં 'Juvenile Delinquency' કહે છે.





    • સામાન્ય રીતે 7 થી 18 વર્ષની વય ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ કહે છે.




    • ભારતમાં 31-12-2015 થી અમલમાં આવેલ જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટની કલમ 2(12) અનુસાર, 18 વર્ષ સુધીની ઉંમરના બાળક દ્વારા થતાં ધોરણ વિરુદ્ધના વર્તનને બાળ અપરાધ ગણવામાં આવે છે.






  • બાળ અપરાધની વ્યાખ્યાઓ:





    1. પારિભાષિક કોશ (સમાજશાસ્ત્ર): "વિશાળ અર્થમાં બાળ અપરાધ અમુક ઉંમરથી નીચેની ઉંમરનાં બાળકો અને કિશોરોના એવાં સમાજ વિરોધી કૃત્યો સૂચિત કરે છે કે જે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબંધિત થયા હોય અથવા કાયદામાં જે કૃત્યનું અર્થઘટન અપરાધ તરીકે કરીને તેની સામે સત્તાવાર પગલાં નક્કી કરવામાં આવ્યા હોય."




    2. હંસા શેઠ: "સમાજશાસ્ત્રીય સંશોધનમાં ‘બાળ અપરાધી’ શબ્દ ફક્ત એવાં બાળકોને સૂચિત કરે છે કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓએ અથવા અદાલતી સત્તાવાળાઓએ સત્તાવાર રીતે કોઈ પગલાં લીધાં હોય."




    3. શેઠના: "બાળ અપરાધ એ જે તે પ્રદેશના કાયદા દ્વારા પરિભાષિત થયેલા નાની ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવતું વિચલિત વર્તન છે."






સાચો જવાબ:

બાળ અપરાધ માટે મુખ્યત્વે બે પ્રકારનાં કારણો જવાબદાર હોય છે:



1. સામાજિક અને આર્થિક કારણો:





  • (અ) કુટુંબ: ખામીભર્યા કૌટુંબિક સંબંધો, માતા-પિતા અને બાળકો વચ્ચે હૂંફનો અભાવ, વિભક્ત કે ભગ્ન કુટુંબ (છૂટાછેડા/મૃત્યુ), ગરીબી અને અતિશય કડક કે અતિશય શિથિલ નિયંત્રણ પદ્ધતિ બાળકના માનસ પર વિપરીત અસર કરે છે.




  • (બ) શાળા: શાળામાં અતિશય શિસ્ત, શિક્ષા કે માનસિક ત્રાસને કારણે બાળક શાળામાંથી ભાગી જવાનું વલણ અપનાવે છે, જે તેને અપરાધ તરફ ધકેલે છે.




  • (ક) સમવયસ્ક જૂથ: સમાન ઉંમરના મિત્રોની સોબત બાળકના વ્યક્તિત્વ પર ઊંડી અસર કરે છે. ખરાબ મિત્રોની સંગત બાળકને ધોરણ વિરુદ્ધના વર્તન તરફ પ્રેરે છે.




  • (ડ) સમૂહ માધ્યમો: ટીવી, સિનેમા, મોબાઇલ અને ઇન્ટરનેટના અતિરેકથી અશ્લીલતા અને ગુનાહિત પ્રવૃત્તિઓના સમાચાર બાળમાનસ પર વિકૃત અસર કરે છે.




  • (ઈ) શહેરી વાતાવરણ: શહેરોમાં ગીચતા, ગંદા વસવાટો અને ઓળખ છુપાવવાની સરળતાને કારણે સામાજિક નિયંત્રણ ઘટે છે, જે બાળ અપરાધમાં વધારો કરે છે.





2. વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો:





  • યોગ્ય-અયોગ્યનો વિચાર કરવાની અશક્તિ, વિદ્રોહી વલણ, અસલામતી, ડર, આત્મનિયંત્રણનો અભાવ, લઘુતાગ્રંથિ, હતાશા, નિરાશા અને હિંસાત્મક વૃત્તિ બાળકને સમાજવિરોધી વર્તન તરફ દોરી જાય છે.




સાચો જવાબ:


  1. બાળ અદાલત: 16 વર્ષથી નીચેની ઉંમરના બાળ અપરાધીઓ માટે ખાસ અદાલત. ભારતમાં સૌપ્રથમ 1941માં કોલકત્તામાં સ્થાપના થઈ હતી. અહીના ન્યાયાધીશો બાળમનોવિજ્ઞાનના તજજ્ઞ હોય છે અને બાળકને સજા કરવાને બદલે સુધારણા ગૃહમાં મોકલે છે.




  2. પ્રોબેશન (અજમાયશી મુક્તિ): પ્રથમ વખત ગુનો કરનાર બાળકને સુધારગૃહમાં મોકલવાને બદલે પ્રોબેશન અધિકારીની દેખરેખ હેઠળ કુટુંબ અને સમાજમાં રહીને જ સુધરવાની તક આપવામાં આવે છે.




  3. સુધારશાળાઓ: 'રિફોર્મેટરી સ્કૂલ ઍક્ટ, 1987' હેઠળ સ્થાપિત. 15 વર્ષથી ઓછી વયના ગંભીર ગુના કરનાર બાળકોને 3 થી 7 વર્ષ માટે રાખીને શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે.




  4. બોસ્ટલ શાળાઓ: સૌપ્રથમ 1902માં ઇંગ્લૅન્ડના બોસ્ટલ શહેરમાં શરૂ થઈ હતી. 15 થી 21 વર્ષના યુવક-યુવતીઓને 2 થી 3 વર્ષ માટે રાખીને ઔદ્યોગિક કે વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે.




  5. બાળસંરક્ષણ ગૃહ (રિમાન્ડ હોમ): બાળ અદાલતમાં કેસ ચાલે ત્યાં સુધી બાળકને સુરક્ષિત રાખવા માટેનું સ્થળ છે. અહીં બાળકનું નિરીક્ષણ અને વર્ગીકરણ કરવામાં આવે છે.




સાચો જવાબ:


  • અર્થ: યુવાનોની જરૂરિયાતો, અપેક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓની પૂર્તિ ન થાય ત્યારે તેમનામાં જે અસંતોષ, બેચેની અને આક્રોશ જન્મે છે તેને યુવા અજંપો કહેવાય છે. તે આંદોલન, હડતાળ કે સરઘસ સ્વરૂપે વ્યક્ત થાય છે.





યુવાઅજંપાનાં કારણો:





  1. સામાજિક કારણો:





    • કુટુંબ: વિભક્ત કુટુંબો, માતા-પિતાનો સમય ન આપવો અને એકલતા.




    • મૂલ્ય સંઘર્ષ: સમાજનાં પ્રસ્થાપિત મૂલ્યોમાં થતાં પરિવર્તનોથી ઊભો થતો સંઘર્ષ.




    • બદલાયેલાં ધ્યેયો: ટૂંકા સમયમાં ઝડપી સફળતા મેળવવાની હોડ અને નિષ્ફળતાનો ભય.




    • પેઢી વચ્ચેનું અંતર (Generation Gap): નવી અને જૂની પેઢીના વિચારો, વલણો અને કાર્યશૈલી વચ્ચેનો તફાવત.






  2. શૈક્ષણિક કારણો:





    • જૂની શિક્ષણ પદ્ધતિ, શૈક્ષણિક બેકારી, યોગ્ય માર્ગદર્શનનો અભાવ અને શિક્ષણ મેળવ્યા પછી પણ યોગ્ય દરજ્જાની નોકરી ન મળવી.






  3. જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણો:





    • વયસિદ્ધ શારીરિક-અંતઃસ્ત્રાવીય ફેરફારો, જિજ્ઞાસાવૃત્તિ, અપરિપક્વતા, સ્વતંત્રતાની ઉત્કટ ઝંખના અને સત્તા સામે વિરોધ કરવાની વૃત્તિ.






2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો:

સાચો જવાબ: સામાન્ય અદાલતથી અલગ હોય છે. ભારતમાં 1941માં કોલકત્તામાં પ્રથમ બાળ અદાલત સ્થપાઈ હતી. 16 વર્ષથી નાની વયના બાળ અપરાધીઓ માટે સહાનુભૂતિપૂર્વક કામ કરી તેમને સજા નહિ પરંતુ સુધારણાની તક આપે છે.

સાચો જવાબ: પ્રોબેશન એટલે 'અજમાયશી મુક્તિ'. પ્રથમ વાર ગેરવર્તન કરનાર બાળકને બાળ અદાલત સુધારગૃહમાં મોકલવાને બદલે પ્રોબેશન અધિકારીની દેખરેખ હેઠળ કુટુંબ અને સમાજમાં જ રાખીને વર્તણૂક સુધારવાની તક આપે છે.

સાચો જવાબ: સૌપ્રથમ 1902માં ઇંગ્લૅન્ડના બોસ્ટલ શહેરમાં સ્થાપના થઈ હતી. 15 થી 21 વર્ષના યુવાન અપરાધીઓને બંધ કે ખુલ્લી બોસ્ટલ શાળામાં રાખીને ઔદ્યોગિક, કૃષિ કે ગૃહસંચાલનની તાલીમ આપવામાં આવે છે.

સાચો જવાબ: 15 થી 35 વર્ષની વયના યુવાનોમાં ધ્યેયપ્રાપ્તિમાં અવરોધ આવવાથી કે વંચિતતા અનુભવવાથી પેદા થતો અસંતોષ એટલે યુવા અજંપો. તે સંગઠિત આંદોલનો કે હડતાળ સ્વરૂપે દેખાઈ આવે છે.

સાચો જવાબ: 1. વાર્તનિક ઘટના છે. 2. સાર્વત્રિક ઘટના છે. 3. સાપેક્ષતા ધરાવે છે (જેમ કે ગુજરાતમાં મદ્યપાન નિષેધ છે, મહારાષ્ટ્રમાં નહીં). 4. ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય જોવા મળે છે. 5. સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે. 6. અનિચ્છનીય સામાજિક વર્તન છે.
3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો:

સાચો જવાબ:




    • હોર્ટન અને હન્ટ: "સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણભંગ."





  •  


સાચો જવાબ:


  • શેઠના: "બાળ અપરાધ એ જે તે પ્રદેશના કાયદા દ્વારા પરિભાષિત થયેલા નાની ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવતું વિચલિત વર્તન છે."




સાચો જવાબ:


  • જ્યારે વ્યક્તિ કે સમૂહ સમાજમાં પ્રસ્થાપિત લોકરીતિ, રિવાજ, રૂઢિઓ જેવાં ધોરણોનું ઉલ્લંઘન કરે છે ત્યારે તેને સમાજવિરોધી વર્તન કહેવાય. (દા.ત., આંતરજ્ઞાતીય કે આંતરધર્મીય લગ્ન).




સાચો જવાબ:


  • પ્રોબેશન એટલે 'અજમાયશી મુક્તિ'. પ્રથમ વાર ગેરકાનૂની કૃત્ય કરનાર બાળકને સુધારગૃહમાં મોકલવાને બદલે પ્રોબેશન અધિકારીની દેખરેખ હેઠળ સમાજમાં રહીને સુધરવાની તક આપવી.




સાચો જવાબ:


  • યુવાનોની આપાત/જરૂરિયાતોની પૂર્તિ ન થાય અને તેમની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યારે તેમના અસંતોષ, લાગણી અને માંગણીની થતી સંગઠિત અભિવ્યક્તિ એટલે યુવા અજંપો.




4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો:

સાચો જવાબ:


  • રોબર્ટ મર્ટનના મતે, સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધના વ્યક્તિના વર્તનને સામાજિક ધોરણભંગ કહે છે.




સાચો જવાબ:


  • સમાજમાં કોઈ વ્યક્તિ કે સમૂહ રાજ્યએ ઘડેલા કાયદા કે કાનૂનનું ઉલ્લંઘન કરે ત્યારે તેને અપરાધ કહેવાય.




સાચો જવાબ:




    • 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતી વ્યક્તિ દ્વારા થતા કાયદા કે ધોરણ વિરુદ્ધના વર્તનને કરનાર બાળકને બાળ અપરાધી કહેવાય.





  •  


સાચો જવાબ:


  • બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ઈ.સ. 1902માં ઇંગ્લૅન્ડના બોસ્ટલ નામના શહેરમાં થઈ હતી.




5. વિકલ્પોમાંથી સાચો ઉત્તર આપો:

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```