ધોરણ 12 | విષય: Sanskrit
સંદર્ભ: આ પંક્તિ 'અન્યોક્તયઃ' પાઠના બીજા શ્લોકમાંથી લેવામાં આવી છે.
સ્પષ્ટીકરણ: અહીં કવિ કહે છે કે દાનવીર કર્ણ એક જ છે અને દરરોજ તેની પાસે આવનારા યાચકો (માગનારાઓ) લાખોની સંખ્યામાં છે. પરંતુ કર્ણ બધાને દાન આપે જ છે. જેમ પ્રત્યેક માગનાર માટે કલ્પવૃક્ષ કે પ્રત્યેક કમળ માટે સૂર્ય અલગ હોતો નથી, છતાં તે બધાનું ભલું કરે છે. તેમ શ્રેષ્ઠ દાતા પોતાની ઉદારતાથી સહુની ઇચ્છા પૂરી કરે છે, માટે નકામી ચિંતા કરવી નહીં.
સંદર્ભ: આ શ્લોકાંશ 'અન્યોક્તયઃ' પાઠના ત્રીજા શ્લોકમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યો છે.
સ્પષ્ટીકરણ: માર્ગમાં અનેક વૃક્ષો હોય છે અને મુસાફરો તે વૃક્ષોની છાયામાં બેસીને વિરામ લે છે. પરંતુ ધન્ય તો એ જ વૃક્ષ છે જેને પથિક પોતાના ઘરે પહોંચ્યા પછી પણ યાદ કરે છે. અન્યોક્તિ દ્વારા કવિ સમજાવે છે કે સંસારમાં પરોપકાર કરનારા અનેક લોકો છે, પરંતુ ધન્ય એ જ સજ્જન છે જેના પરોપકારને મુશ્કેલી ટળ્યા પછી પણ માનવ પ્રેમથી યાદ રાખે છે.
સંદર્ભ: આ પંક્તિ 'અન્યોક્તયઃ' પાઠના છઠ્ઠા શ્લોકમાંથી લેવામાં આવી છે.
સ્પષ્ટીકરણ: શ્લોકમાં હાથી અને કૂતરાના સ્વભાવની સરખામણી કરવામાં આવી છે. કૂતરો રોટલાનો ટુકડો આપનાર સામે પૂંછડી પટપટાવે છે, પગમાં પડે છે અને પેટ દેખાડે છે. પરંતુ શ્રેષ્ઠ હાથી (ગજપુંગવ) અત્યંત ધીરજપૂર્વક માલિક સામે જુએ છે અને માલિક જ્યારે પ્રેમથી તેના લાડ-કોડ કરે (ચાટુશતૈઃ) ત્યારે જ ખોરાક ગ્રહણ કરે છે. આ અન્યોક્તિ દ્વારા કવિ કહે છે કે સ્વાભિમાની પુરુષો ક્યારેય લાચારી દર્શાવતા નથી, તે પોતાના સ્વાભિમાન સાથે જીવે છે.
ગુણ: પાણીનો સ્વભાવ શીતળ, સ્વચ્છ અને નિર્મળ છે. તેના સ્પર્શથી અન્ય પદાર્થો કે લોકો પણ પવિત્ર થઈ જાય છે. તે સમગ્ર જીવસૃષ્ટિનું 'જીવન' અર્થાત્ પ્રાણદાતા છે.
અવગુણ (અન્યોક્તિ): આટલા બધા ઉત્તમ ગુણો હોવા છતાં, જો પાણી પોતે જ 'નીચપથેન' (નીચા માર્ગે અર્થાત્ નીચાણ વાળા રસ્તે / અધોગતિના માર્ગે) વહેવા લાગે તો તેને રોકવા માટે કોઈ સમર્થ નથી.
સંદેશ: ગમે તેટલો ગુણવાન કે વિદ્વાન માણસ જો કુરિવાજ કે નીચ માર્ગ અપનાવે, તો તેનો વિનાશ નિશ્ચિત છે.
પાંચમા શ્લોકમાં સૂર્યવિકાસી કમળ (નલિની) અને ચંદ્ર (ઇન્દુ)ના ઉદાહરણ દ્વારા એકબીજાના પૂરક હોવાનો મહિમા દર્શાવાયો છે.
કમળનું જન્મવું નકામું છે જો તેણે ચંદ્રના પ્રતિબિંબને ન જોયું હોય.
સામા પક્ષે, ચંદ્રનો ઉદય પણ વ્યર્થ ગણાય જો તેણે ખીલેલા કમળને ન જોયું હોય.
સંદેશ: સંસારમાં ગુણવાન વ્યક્તિ અને ગુણની પરખ કરનાર (રતિક તથા વિવેકી) બંને એકબીજાને મળે ત્યારે જ બંનેનું જીવન સાર્થક અને શોભાયમાન બને છે.
છઠ્ઠા શ્લોકમાં કૂતરા અને હાથીના વર્તણૂક દ્વારા બે જુદા જુદા સ્વભાવના માણસોનું આલેખન કરવામાં આવ્યું છે:
કૂતરા જેવો સ્વભાવ: નીચ અને દીન મનોવૃત્તિવાળા માણસો અન્ન કે નાના ધનલાભ માટે શક્તિશાળી લોકો સામે પૂંછડી પટપટાવે છે (જીહજૂર કરે છે), પગે પડે છે અને દીનતા દર્શાવે છે.
હાથી જેવો સ્વભાવ: સ્વાભિમાની, શ્રેષ્ઠ અને ધીરવીર પુરુષો ક્યારેય નાની બાબતો માટે પોતાની જાતને નીચી નમાવતા નથી. તેઓ ધીરજ રાખે છે અને સામો પક્ષ સામેથી આદર અને સ્નેહ આપે ત્યારે જ કઈંક સ્વીકારે છે.
સંદેશ: માણસે જીવનમાં કૂતરા જેવી લાચારી છોડીને હાથી જેવું સ્વાભિમાન ધારણ કરવું જોઈએ.