સાચો જવાબ:
કવિ ભગવતીપ્રસાદ પંડ્યા રચિત આ કાવ્યમાં દેવી સરસ્વતીની ભાવવાહી સ્તુતિ છે. દેવી શારદા શ્વેત કમળ પર બિરાજમાન છે, સ્ફટિકની માળા ધારણ કરે છે, દિવ્ય તેજસ્વી છે અને પોતાના ભક્તોને અભય, ધન, સુખ અને શ્રુતિજ્ઞાન આપે છે. કવિ મા શારદા પાસે કોઈ ભૌતિક સ્વાર્થને બદલે શુદ્ધ અને નિર્મળ (ધવલ) કીર્તિની માગણી કરે છે. અંતમાં મન, વાણી અને હૃદયથી દેવીના ચરણોમાં પ્રણામ કરી ભવસાગર તરવાની પ્રાર્થના કરવામાં આવી છે