chapter 8

ધોરણ 12 | విષય: Sanskrit

1. अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि संस्कृतभाषया लिखत :

સાચો જવાબ: लोकानां यत् हितकारि रूपं, तत् एव भगवतः रूपं ज्ञेयम्।

સાચો જવાબ: कृषकाः कृषिं कृत्वा स्वेच्छया धान्यानि यच्छन्ति।

સાચો જવાબ: वस्त्राणि लोकानां शीत-ताप-निवारकाणि भवन्ति।

સાચો જવાબ:

निर्मातारः (शिल्पिनः) स्वयं कुटिरे वसन्ति।


સાચો જવાબ: शिक्षकाः सदा विद्यादाने रक्ताः संस्कारसेचने च समाजं शिक्षयन्ति।

સાચો જવાબ: सैनिकानां प्राणाः, ज्ञानं तथा बलं राष्ट्ररक्षायै भवति।
2. સસંદર્ભ સમજાવો :

સાચો જવાબ: સંદર્ભ: આ પંક્તિ 'જ્ઞેયં રૂપં તદેવ મે' પાઠના પ્રથમ શ્લોકમાંથી લેવામાં આવી છે. સ્પષ્ટીકરણ: ભગવાન અહીં સ્પષ્ટતા કરતાં કહે છે કે, "હું માત્ર વૈકુંઠનો રાજા (વિષ્ણુ) કે કૈલાસનો પતિ (શિવ) નથી." લોકોનું જે હિત કરનારું રૂપ છે તે જ મારું સાચું ઈશ્વરીય રૂપ છે. ઈશ્વર કોઈ ચોક્કસ ધામમાં જ રહે છે તેવું નથી, પરંતુ સમાજનું અને માનવજાતનું ભલું કરતા દરેક કાર્યમાં અને વ્યક્તિમાં ઈશ્વર વસે છે.

સાચો જવાબ: સંદર્ભ: આ શ્લોકાંશ 'જ્ઞેયં રૂપં તદેવ મે' કાવ્યમાંથી લેવામાં આવ્યો છે. સ્પષ્ટીકરણ: આ પંક્તિમાં ભગવાન પોતાના સાચા સ્વરૂપને ઓળખાવે છે. જે લોકો કોઈ પણ જાતના ભેદભાવ કે અપેક્ષા વગર સ્વેચ્છાથી સમાજ અને સમગ્ર જીવસૃષ્ટિનું હિત કરે છે — જેમ કે ખેડૂત, વણકર, કડિયો, શિક્ષક, વૈદ્ય, વૈજ્ઞાનિક, સાધુ અને સૈનિક — તે બધા જ મારા સ્વરૂપો (ઈશ્વરીય રૂપ) છે તેમ જાણવું.

સાચો જવાબ: સંદર્ભ: આ શ્લોકાંશ આઠમા પાઠના આઠમા શ્લોકમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યો છે. સ્પષ્ટીકરણ: આ પંક્તિમાં સાધુઓ અને સંતોના કાર્યનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. સાધુઓ અને સજ્જન પુરુષો લોકોને સાચો, પવિત્ર અને ધર્મનો માર્ગ (સત્પથ) દેખાડે છે. તેઓ સમાજને આત્મકલ્યાણ અને શ્રેય તરફ દોરી જાય છે, તેથી ઈશ્વર તેમને પણ પોતાનું જ સ્વરૂપ માને છે.
3. વિવરણાત્મક નોંધ લખો :

સાચો જવાબ: 'પ્રેયઃ' અર્થાત્ શારીરિક સુખ, મોજશોખ અને ભૌતિક સગવડો આપનારી બાબતો. જેમ કે - સારું ભોજન, સુંદર વસ્ત્રો અને ઘરના સાધનો. આ બધી સુવિધાઓ નાશવંત શરીર સાથે જોડાયેલી હોવાથી ક્ષણભંગુર છે. વૈજ્ઞાનિકો નવી નવી શોધો કરીને માનવજીવનના દુઃખો દૂર કરે છે અને આવી પ્રેય (ભૌતિક) સુવિધાઓ આપણને પૂરી પાડે છે.

સાચો જવાબ: અર્થાત્ આત્મકલ્યાણ અને પરમ સુખ આપનારી બાબતો. જ્ઞાન, દયા, પરોપકાર, વિવેક અને સંસ્કાર એ શ્રેય આપનારા ગુણો છે. શ્રેય આપણી આત્માને આનંદ આપે છે અને આત્મા અમર હોવાથી શ્રેય પણ શાશ્વત છે. જે વ્યક્તિઓ સમાજને સાચો માર્ગ બતાવીને કલ્યાણ તરફ લઈ જાય છે તેને શ્રેયસ્કર કહેવાય છે.

સાચો જવાબ: સાધુ કે સંત એ માત્ર વેશભૂષાથી નહીં પણ પોતાના ગુણોથી સાધુ હોય છે. તેઓ શાસ્ત્રોના જ્ઞાન અને આત્મજ્ઞાન વડે કોઈપણ સ્વાર્થ કે ભેદભાવ વગર સમાજના લોકોને સત્ય અને સન્માર્ગ બતાવે છે. તેઓ લોકોનું કલ્યાણ (શ્રેય) સાધી આપે છે, તેથી જ શ્લોકમાં કહ્યું છે કે 'સાધવઃ સાધયન્તિ' (સાધુઓ શ્રેય સાધી આપે છે).

સાચો જવાબ: વૈજ્ઞાનિકો રાત-દિન મહેનત કરીને નવી નવી શોધો (આવિષ્કારો) કરે છે. તેઓ વિજ્ઞાનના સાધનો અને તકનીક દ્વારા માનવ સમાજના રોગ, શારીરિક કષ્ટ અને દુઃખો દૂર કરે છે. માનવ જીવનને સુખદાયી અને સરળ બનાવતા હોવાથી વૈજ્ઞાનિકો પણ સમાજના મહાન હિતકર્તા અને ઈશ્વરનું સ્વરૂપ છે.
4. સમીક્ષાત્મક નોંધ લખો :

સાચો જવાબ: આ પાઠમાં ઈશ્વરના પરંપરાગત ધાર્મિક સ્વરૂપોને બદલે એક નૂતન અને સામાજિક અભિગમ રજૂ થયો છે. ભગવાન માત્ર વૈકુંઠ કે કૈલાસમાં નથી, પરંતુ સમાજની સેવા કરતા આઠ વ્યવસાયીઓમાં વસે છે:

(1) ખેડૂત

(2) વણકર

(3) કડિયો/શિલ્પી

(4) શિક્ષક

(5) વૈદ્ય/ડોક્ટર

(6) વૈજ્ઞાનિક

(7) સાધુ અને

(8) સૈનિક. આ આઠેય લોકો નિઃસ્વાર્થ ભાવે લોકહિતનું કાર્ય કરે છે, તેથી તેઓ ઈશ્વરના જ પ્રત્યક્ષ સ્વરૂપ છે.

સાચો જવાબ: ખેડૂત સમાજનો 'અન્નદાતા' છે. તે પોતે તડકો, ટાઢ અને વરસાદ સહન કરીને ખેતરમાં હાર્ડવર્ક કરે છે અને ધાન્ય પકવે છે. તે પોતાની ઈચ્છાથી જ વગર કોઈ દબાણે સમાજ અને અન્ય જીવો માટે અન્ન પૂરું પાડે છે. ખેડૂત વગર માનવજીવનનું અસ્તિત્વ અશક્ય હોવાથી ઈશ્વરે ખેડૂતને પોતાનું પહેલું સાચું રૂપ ગણાવ્યું છે.

સાચો જવાબ: શિક્ષકનું કાર્ય માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાનું નથી, પરંતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં ઉત્તમ સંસ્કારોનું સિંચન કરવાનું છે. શિક્ષક સમાજને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢીને જ્ઞાનનો પ્રકાશ આપે છે. સમાજનું ઘડતર કરવામાં અને નવી પેઢીને સુસંસ્કૃત બનાવવામાં શિક્ષકની ભૂમિકા સર્વોચ્ચ હોવાથી ઈશ્વર તેને પોતાનું સ્વરૂપ ગણાવે છે.

સાચો જવાબ:




























'क' वर्गः (श्लोकांशः) 'ख' वर्गः (उचितम् उत्तरम्)
(1) तस्मात् रूपं तदेव मे (3) भगवान्
(2) उपकुर्वन्ति जीवेभ्यः (1) कृषकाः
(3) सत्पथं दर्शयन्ति (4) साधवः
(4) दुःखं परिहरन्ति (6) वैज्ञानिकाः
(5) वस्त्रं वयन्ति (2) तन्तुवायाः

```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```