chapter 7

ધોરણ 12 | విષય: Tatvgyan

1. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો.

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
A: બજારભાવ
B: વિશેષણો
C: માનસિક ખ્યાલો
D: માનવ પસંદગી

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: ડબલ્યુ.એમ. અરબન
B: જે.એસ.મિલ
C: ટી.એચ. ગ્રીન
D: એફ.એચ.બ્રેડલે

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: વિધાયકતા
B: વર્ણનાત્મકતા
C: ભાવાત્મકતા
D: અનુભવાત્મકતા

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: નિત્ય સત્યતા
B: વ્યક્તિગત પસંદગી
C: બિનવૈકલ્પિક
D: સર્વલક્ષી

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: સ્થૂળ શરીરરૂપ
B: સૂક્ષ્મ મનરૂપ
C: મનોશારીરિક
D: સ્વયંસંચાલિત યંત્ર

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
A: પ્રાકૃતિક
B: જૈવીય સંયોજન
C: રાસાયણિક સંયોજન
D: સચિનંદરૂપ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
A: ચલણી નાણું
B: સુવર્ણમુદ્રા
C: બચાવેલું ધન
D: વિદ્યારૂપી ધન

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: ઈશ્વર
B: જ્ઞાનનો ગુણ
C: વિશેષણ
D: સંકલ્પના

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: આકર્ષક
B: મોહક
C: આનંદદાયક
D: મનોરંજક

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: કેન્ટ
B: ટાગોર
C: ગાંધીજી
D: સરદાર વલ્લભભાઈ પટેલ
2. સવિસ્તાર ઉત્તરો:

સાચો જવાબ:


  • હકીકતલક્ષી વિધાનો:





    • અર્થ: પ્રાકૃતિક કે સામાજિક વિજ્ઞાનોમાં આવતાં વાસ્તવિક પરિસ્થિતિનું તટસ્થ રીતે વર્ણન કરતાં વિધાનો.




    • લક્ષણો: તેનું સ્વરૂપ વર્ણનાત્મક હોય છે. તેમાં વ્યક્તિની પસંદગી કે નાપસંદગી નથી હોતી. તેની સત્યતા નિરીક્ષણ કે પ્રયોગ દ્વારા ચકાસી શકાય છે, તેથી તેમાં સર્વસંમતિ હોય છે.




    • ઉદાહરણ: "પૃથ્વી ગોળ છે", "તાજમહાલ આગ્રામાં આવેલો છે."






  • મૂલ્યલક્ષી વિધાનો:





    • અર્થ: વ્યક્તિ કે સમૂહની પસંદગી, રસ, રુચિ કે અભિપ્રાયને વ્યક્ત કરતાં વિધાનો.




    • લક્ષણો: આ વિધાનો વાસ્તવિક હકીકત કરતાં વ્યક્તિગત મૂલ્યાંકન રજૂ કરે છે. તેમાં એકથી વધુ વિકલ્પો કે અભિપ્રાયો હોઈ શકે છે.




    • ઉદાહરણ: "મહિલાઓને સુવર્ણાલંકારો વધુ આકર્ષે છે", "અસ્પૃશ્યતા એ સામાજિક કલંક છે."






સાચો જવાબ:


  • માણસની દરેક પસંદગી તેની જીવનદૃષ્ટિ પર આધારિત હોય છે. "જેને મનુષ્ય પોતાની જીવનદૃષ્ટિને આધારે પસંદગીને પાત્ર ગણે છે તે મૂલ્ય છે."




  • ભૌતિકવાદી (દેહવાદી) જીવનદૃષ્ટિ:





    • માણસને માત્ર 'પંચભૌતિક શરીર' માને છે.




    • ભૌતિક સુખસગવડ અને ઇન્દ્રિયજ્ઞાનને જ મહત્વ આપે છે. આ દૃષ્ટિ ધરાવતા લોકો પ્રેય (પ્રિય લાગે તેવું) પસંદ કરે છે.






  • અધ્યાત્મવાદી જીવનદૃષ્ટિ:





    • માણસને ચેતના/આત્મા માને છે.




    • ભૌતિક ક્ષણિક સુખ કરતાં શ્રેય (કલ્યાણકારી કે હિતકારી) ને પસંદ કરે છે.




    • તેમનો મંત્ર "સર્વજન હિતાય, સર્વજન સુખાય" હોય છે. જેમાં પ્રેમ, કરુણા અને આત્મસાક્ષાત્કાર જેવાં ઉચ્ચ મૂલ્યો પ્રગટ થાય છે.






સાચો જવાબ:


  • મૂલ્ય વ્યક્તિલક્ષી છે (અનુભવવાદ/ઉપયોગિતાવાદ):





    • લો ના મતે "જે સુખદ અને સંતોષપ્રદ અનુભવ કરાવે તે મૂલ્ય."




    • વસ્તુનું પોતાની જાતમાં કોઈ મૂલ્ય નથી, પણ માનવીને તેમાંથી મળતા આંતરિક સંતોષ પર મૂલ્ય નિર્ભર છે (જેમ કે સાકરની મીઠાશનો અનુભવ). તેથી મૂલ્ય સ્વસંવેદ્ય અને વ્યક્તિલક્ષી છે.






  • મૂલ્ય વસ્તુલક્ષી પણ છે (વાસ્તવવાદ):





    • વાસ્તવવાદીઓના મતે મૂલ્ય વસ્તુમાં અંતર્નિહિત હોય છે.




    • વસ્તુની અંદર રહેલા સાર્વત્રિક ગુણો આપણને તેને સુંદર કે સારી કહેવા માટે ફરજ પાડે છે. સંતોષ એ માત્ર એક દર્શકચિહ્ન (Indicator) છે.






  • સમન્વયવાદી દૃષ્ટિકોણ:





    • બંને મતોમાં સત્યાંશ છે. આપણે મૂલ્યનું સર્જન નથી કરતા પણ ઉપાર્જન (કમાણી) કરીએ છીએ. પસંદગી અને આચરણ દ્વારા મૂલ્ય આત્મસાત્ થાય છે.






સાચો જવાબ:


  • અંતર્ગત મૂલ્ય (Intrinsic Value):





    • જ્યારે માણસ કોઈ વસ્તુને અન્ય સાધન તરીકે નહીં પરંતુ સ્વયં પોતાના માટે જ પસંદ કરે છે, તેને અંતર્ગત મૂલ્ય કહેવાય. તે સ્વતઃસિદ્ધ છે.




    • ઉદાહરણ: ગુરુ હરિદાસ માટે સંગીત એ આરાધના હતી (સાધ્ય હતું). 'જ્ઞાનને ખાતર જ્ઞાન', 'કર્તવ્ય ખાતર કર્તવ્ય' એ અંતર્ગત મૂલ્યો છે.






  • બહિર્ગત મૂલ્ય (Extrinsic Value):





    • જ્યારે કોઈ વસ્તુની પસંદગી અન્ય ધ્યેયની પ્રાપ્તિ માટે સાધન તરીકે કરવામાં આવે છે, ત્યારે તેનું મૂલ્ય બહિર્ગત કે સાધનરૂપ ગણાય છે.




    • ઉદાહરણ: તાનસેન પૈસા અને પ્રતિષ્ઠા મેળવવા સંગીતનો ઉપયોગ કરતા હતા. પૈસો, મકાન, ગાડી કે શરીર (ધર્મની પ્રાપ્તિ માટે) બહિર્ગત મૂલ્ય ધરાવે છે.






સાચો જવાબ:


  • ઉત્પાદક મૂલ્યો (Productive Values):





    • જે મૂલ્યો વપરાશ કે વહેંચણી કરવાથી ઘટે નહીં પરંતુ સતત વૃદ્ધિ પામે, તેને ઉત્પાદક મૂલ્યો કહેવાય. આ મૂલ્યો ચૈતસિક/અધ્યાત્મિક હોય છે.




    • ઉદાહરણ: વિદ્યા ("વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ્ વિદ્યાધનં સર્વધન પ્રધાનમ્"), જ્ઞાન, આનંદ, પ્રેમ અને કરુણા.






  • અનુત્પાદક મૂલ્યો (Non-productive Values):





    • જે વસ્તુઓનો વપરાશ કે વહેંચણી કરવાથી તે ઘટે છે કે ખૂટી જાય છે, તે અનુત્પાદક મૂલ્યો ધરાવે છે.




    • ઉદાહરણ: અનાજ, પાણી, જમીન, નાણાં અને ભૌતિક સુખસગવડનાં સાધનો.






સાચો જવાબ:


  • ભૌતિક મૂલ્યો:





    • જે પાંચ જ્ઞાનેન્દ્રિયો (કાન, ત્વચા, આંખ, જીભ, નાક) દ્વારા મળતા વિષયસુખ કે શારીરિક સુખમાં મદદરૂપ થાય તે ભૌતિક મૂલ્યો છે.




    • ઉદાહરણ: સ્વાદિષ્ટ ભોજન, સુંદર દૃશ્યો, મધુર સંગીત, વાહન વગેરે.






  • અભૌતિક મૂલ્યો:





    • માણસ જે વસ્તુ ભૌતિક સુખ માટે નહીં પરંતુ પોતાની ચેતના/આત્માના સંતોષ માટે પસંદ કરે તે અભૌતિક મૂલ્ય છે.




    • ઉદાહરણ: પરોપકાર, પ્રાર્થના, યોગસાધના. (જેમ કે અબ્રાહમ લિંકને કાદવમાં ખૂંપેલા ભૂંડને બચાવ્યો, જે આત્મશાંતિ આપનારું અભૌતિક કાર્ય હતું).






સાચો જવાબ:


  • વ્યાખ્યા: સત્ય એ કોઈપણ વસ્તુ કે વિષયના યથાર્થ (જેવું છે તેવા) સ્વરૂપના જ્ઞાનનો ગુણધર્મ છે. તે જ્ઞાનશક્તિનો આદર્શ છે.




  • મૂલ્ય પ્રસ્થાપન: માનવીની જ્ઞાનશક્તિ અને જિજ્ઞાસાવૃત્તિ જ્યારે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે આત્મસંતોષ અનુભવાય છે, જેથી સત્ય એ મહત્વનું માનવીય મૂલ્ય બને છે.




  • વ્યવહાર્યતા: સત્યની પ્રાપ્તિ માટે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ રાગ-દ્વેષ કે પક્ષપાતથી મુક્ત હોવા જોઈએ. મન, વચન અને કર્મની એકરૂપતા (જેવું વિચારવું તેવું બોલવું અને વર્તવું) એ તેની વ્યવહારિક સાધના છે.




સાચો જવાબ:


  • વ્યાખ્યા: શિવ એટલે કલ્યાણકારી કે હિતકારી કર્તવ્યના આચરણ દ્વારા પ્રગટ થતો કર્મશક્તિનો ગુણ.




  • મૂલ્ય પ્રસ્થાપન: કર્તવ્યપાલન દ્વારા માણસ ઋણમુક્ત થાય છે અને કૃતકૃત્યતા (ધન્યતા) અનુભવે છે. ગાંધીજીના મતે "અધમણ તર્ક કરતાં અધોળ આચરણ શ્રેષ્ઠ છે."




  • વ્યવહાર્યતા: શ્રીમદ્ ભગવદ્ગીતાનો 'નિષ્કામ કર્મયોગ' અને કેન્ટનો 'કર્તવ્ય ખાતર કર્તવ્ય'નો સિદ્ધાંત શિવમૂલ્ય ચરિતાર્થ કરે છે. સેવા, દયા, દાન, પરોપકાર અને સમર્પણ દ્વારા શિવતત્ત્વનો સાક્ષાત્કાર થાય છે.




સાચો જવાબ:


  • વ્યાખ્યા: ચિત્તને આનંદિત કરે અને લાગણીને રસભર બનાવે તે સુંદર. સૌન્દર્ય એ લાગણીસંલગ્ન ગુણ છે.




  • મૂલ્ય પ્રસ્થાપન: પ્રિય વસ્તુ કે કલા જોઈને માણસ જ્યારે 'સરસ' બોલી ઊઠે છે અને આત્મિક આનંદ મેળવે છે ત્યારે સૌન્દર્યમૂલ્ય સ્થાપિત થાય છે.




  • વ્યવહાર્યતા: કવિ કલાપીના મતે "સૌન્દર્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે." કલા અને સાહિત્યના સર્જન તથા આસ્વાદન માટે વિશેષ સંવેદના, અભિરુચિ અને સંસ્કારિતા કેળવવી પડે છે.




સાચો જવાબ:


  • વિવિધ વિચારકોનો દૃષ્ટિકોણ:





    • ગાંધીજી: સત્યને અગ્રસ્થાન આપે છે ("સત્યથી ભિન્ન સૌન્દર્ય છે જ નહીં, સત્યને પામવાથી શિવમ્ અને સુંદરમ્ આપોઆપ મળે છે").




    • કેન્ટ: શિવ (કર્તવ્ય/નીતિ) ને અગ્રસ્થાન આપે છે.




    • રવીન્દ્રનાથ ટાગોર: સુંદરમ્ (કલા/સૌન્દર્ય) ને અગ્રસ્થાન આપે છે.






  • પારસ્પરિક સંબંધ:





    • સૈદ્ધાંતિક રીતે વ્યક્તિના સ્વભાવ અને પસંદગી મુજબ અગ્રતાક્રમ બદલાઈ શકે છે, પરંતુ વ્યવહારમાં આ ત્રણેય મૂલ્યો એકબીજાના વિરોધી નથી પણ પૂરક છે.




    • સત્યમાં સૌન્દર્ય અને સૌન્દર્યમાં સત્ય દર્શાવવું એ જ સાચી કલા છે. ચૈતન્યની દૃષ્ટિએ આત્મસાક્ષાત્કાર થતાં 'સચ્ચિદાનંદ' સ્વરૂપે ત્રણેય એકરૂપ અનુભવાય છે.
















 
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```